HomeSAHAJ SAHITYAGujarati Nibandh હું રેલ્વે સ્ટેશનનો ' વેઇટિંગરૂમ ' બોલું છું....

Gujarati Nibandh હું રેલ્વે સ્ટેશનનો ‘ વેઇટિંગરૂમ ‘ બોલું છું….

- Advertisement -

Gujarati Nibandh Railway Station WaitingRoom by Raj Laxmee

હું રેલ્વે સ્ટેશનનો ‘ વેઇટિંગરૂમ ‘ બોલું છું….

Gujarati Nibandh Railway Station WaitingRoom by Raj Laxmee
Gujarati Nibandh Railway Station WaitingRoom by Raj Laxmee PC – IRCTC 

આલેખન – રાજલક્ષ્મી
( ગુજરાતી સાહિત્યમાં રેલવે આધારિત વાર્તાઓ છે. ધ્રુવ પ્રજાપતિએ હમણાં જ ” ટેબ્લેટ ” નામે સંગ્રહ સંપાદિત કર્યો. કદાચ લલિત નિબંધ જનક ત્રિવેદી પહેલાં કે પછી બહુ ઓછા હશે કે જેમાં રેલવે વિષય હોય. અહીં લેખિકા, રેલવેના “વેઇટિંગ રૂમ”ને નિમિત્તે સર્જક ખુદ પોતાનામાં અને પછી વાચકોમાં એક તરંગ જન્માવે છે. રૂમનું સંવેદન પણ સરસ રીતે ઝીલાયું છે. વાંચવા જેવો નિબંધ… )

હાશ…

મારી અંદર પ્રવેશ કરતા યાત્રીઓના મુખમાંથી આવા શબ્દો સરી પડે છે, કારણ કે અમુક યાત્રીઓ લાંબી મુસાફરી કરીને આવ્યા હોય છે તો ઘણા યાત્રીઓને આગળની ટ્રેન પકડવાની હોય છે.

અમુક કલાકોનો અહીં વેઇટિંગ કરતા હોય છે અને અમુક યાત્રીઓ આ કાળઝાળ ગરમીમાં સમયસર ટ્રેન પકડવા ટ્રેનના સમયથી કલાક બે કલાક વહેલા આવી પહોંચતા હોય અને તેમની ટ્રેન મોડી છે એટલે પ્લેટફોર્મ ઉપરની ગરમીથી બચવા તેઓ મારા ઓરડામાં આવે છે અને અંદર આવતાની સાથે જ તેમના મનમાં હાશકારો થાય છે.

- Advertisement -

નાના શિશુઓ, બાળકો, યુવાનો, વડીલો, માતાઓ અને દીકરીઓની આખો દિવસની ચહેલ પહેલ આ રૂમમાં મેં જોઈ છે.. આખો દિવસ જ નહીં આખી રાત અને 24 કલાક રેલવેસ્ટેશનમાં ટ્રેઇનોનું આવાગમન ચાલુ જ રહે એટલે સતત મારી અંદર પણ ચહલ-પહલ જોઈ શકાય.

યાત્રીઓ આરામ કરવા આવે ત્યારે તેમના નાના બાળકોની કિલકારીઓ ગુંજતી જોઈને મારું મન પણ પ્રફુલિત થઇ જાય છે.. ક્યારેક તો યાત્રીઓનાં થેલા અને બેગ્સ એટલા બધા હોય છે કે હું એનાથી ભરાય જાવ છું. યાત્રીઓ કરતા એમનાં થેલાઓની સંખ્યા ઘણી વધારે હોય છે. એક એક વ્યક્તિ પાસે ક્યારેક ત્રણ ચાર થેલાઓ હોય. મારે એવું કહેવાનું કે યાત્રીઓ જો તમે સફરમાં સામાન ઓછો રાખશો તો સફર ની વધુ મજા લઇ શકશો..

યાત્રીઓ પાસે ક્યા પ્રકારની ટિકિટ છે! એ પ્રમાણે મારા અલગ અલગ વિભાગ હોય છે. શયનકક્ષ કોચ વેઇટિંગ રૂમ અને વાતાનુકુલિત કોચ વેઇટિંગ રૂમ. અત્યારની આ ભીષણ ગરમીમાં લોકો જ્યારે ટ્રેઇનની લાંબી સફરમાંથી કે ઘરેથી સ્ટેશન ઉપર આવી વાતાનુકુલીત મારા ઓરડામાં અંદર પ્રવેશે છે ત્યારે તેમને અપાર શાંતિ મળે છે. ક્યારેક ટ્રેઇન મોડી હોય તો પણ લોકોને મારી જરૂર પડે છે. આમ વાત કરું તો રેલવે સ્ટેશનમાં અત્યારે A.C વેઇટિંગ રૂમમાં પ્રાઇવેટ સેક્ટરનો પણ પગ પેસારો થઈ ચૂક્યો છે. આ પ્રાઇવેટ સેક્ટરના વેઇટિંગ રૂમમાં કલાક પ્રમાણે ત્યાં આરામ કરવાનું ભાડું વસૂલવામાં આવે છે.

Also Read::   એક પ્રજાસત્તાક પર્વની મારી યાદ: તમને કંઈ સાંભરે?

હું મારી વાત કરું તો હું રેલવેના પ્રાઇવેટ સેક્ટરના ચંગુલમાં હજુ સુધી તો ફસાયેલો નથી અને મારી અંદર પ્રવેશ કરવા માટે યાત્રીઓને કોઈ ચાર્જ આપવાનો થતો નથી. મારી અંદર આરામ કરવાની સાથે મોબાઈલ ચાર્જ કરવાની, યાત્રીઓને નહાવા ધોવાની ફ્રેશ થવાની બધી જ સુવિધાઓ મળી રહે છે. મેં અહીંયા પરિવારોને સાથે જમતા જોયા છે, બાળકોને સાથે રમતા જોયા છે, ભાતભાતના લોકો સાથે હૂબહૂ થાવ છું. તેમના જાત જાતના પરિધાન તથા તેમની જુદીજુદી ભાષાઓ સાંભળી છે. હું વિવિધ વેશભૂષાઓનું જીવંત પ્રસારણ જોઈ શકું છું. સાથે સાથે ગુજરાતી, હિન્દી, પંજાબી, સિંધી, તમિલ અને તેલુગુ, વગેરે ભાષાઓનું વારંવાર પુનરાવર્તન પણ સાંભળવા મળે છે. ખરા અર્થમાં કહું તો ભારતનની વિવિધતા તમને મારી અંદર જોવા મળી જાય છે.

હવે તો આ બધી ભાષાઓ સાંભળી સાંભળીને મને પણ આ ભાષાઓ આવડવા લાગી છે, એવું લાગે છે. થેપલા, પકોડા, ભાખરી, અને બાળકોની પ્રિય એવી મેગી જેવા નાસ્તાઓ પ્રતીક્ષા સમય દરમ્યાન યાત્રીઓએ આરોગતા જોયા છે. સાથે આરામ કરે છે ઉપરાંત પાણી અને ઠંડા પીણાંની બોટલો માંથી શરીરને ઠંડક અપાવે છે. પરંતુ મુસાફરોને આરામ આપતો હું ખુદ ક્યારેય આરામ પામતો નથી, મારે તો યાત્રીઓ માટે 24 કલાક જાગૃત રહેવું પડે છે. યાત્રીઓ સેવાઓ આપવી પડે છે. કયારેક તો શ્વાસ લેવાનો સમય પણ રહેતો નથી. ખાસ કરીને વેકેશનસમય ગાળામાં.

- Advertisement -

જાગૃત અવસ્થામાં મને ક્યારેક મારો હાલ જોઈને રુદન પણ આવી જાય છે સવારથી સાંજ સુધી યાત્રીઓનું આવાગમન ચાલુ જ હોય છે સાથે સાથે યાત્રીઓ સંખ્યા વધતા મારી સુંદર વ્યવસ્થામાં કચરાના ઢગલા પણ હું નજરે જોઉં છું. હું અને મારો A.C ભાઈ લોકોને ઠંડક આપીએ છીએ, બધી સુવિધા આપીએ છીએ તેમ છતાં યાત્રીઓ પોતાની ફરજ ભૂલી જતા હોય એવું ક્યારેક લાગે છે.

Also Read::   Book Review : ગુઝરા હુઆ ઝમાનાઃ અનુભવોના દાબડાની એક મૂઠ્ઠી….

મારા દરેક ખૂણામાં ડસ્ટબીન રાખેલી જ હોય છે પરંતુ યાત્રીઓ જરા પણ તસ્દી લેતા નથી પોતાની પેટ પૂજા કર્યા બાદ નાસ્તાની ખાલી બોટલો, વેફર્શના ખાલી રેપર, જ્યાં ત્યાં નાખી દે છે પાણીની બોટલો હોય કે ઠંડા પીણાંની બોટલો જ્યાં ત્યાં ફેંકી દે છે એ જોઈને મને ખૂબ દુઃખ થાય છે જોકે સાફ સફાઈ માટે બે બહેનો 24 કલાક હાજર જ હોય છે તેમ છતાં ઘણી વખત એટલો બધો ટ્રાફિક હોય છે કે એમની સાફ-સફાઈ કરવા છતાં પણ ગંદકી થઈ જાય છે. પાણીની બોટલોને રેપરના ઢગલા જોઈ મારું મન અકળાઈ જાય છે. જ્યારે મારી નજર સામે જ પેલા પ્રાઇવેટ સેક્ટરના રૂમમાં એની બારીમાંથી ક્યારેક ઝલક જોઉં તો એ એકદમ ચોખ્ખો હોય છે કારણ સમજાતું નથી? યાત્રીઓ પોતાની પેટ પૂજા કરી સામાન ડસ્ટબીનમાં નાખતા એમાં અમે જોયા છે હું તો ખાલી એટલી જ અરજ કરું છું કે ત્યાં પણ A.C. કૂલિંગ છે અને હું પણ આપું છું ત્યાં પણ બેસવા માટે સોફા અને ખુરશી છે અને મારે અહીં પણ એ જ છે તો ત્યાં સાફ સુથરી જગ્યા અને મારામાં કચરાના ઢગલા યાત્રીઓ કેમ કરીને જતા રહે છે! મારો શ્વાસ કચરા જોઈને રૂંધાઇ જાય છે. આપ સૌને મારો નમ્ર પ્રશ્ર્ન છે!!!

આલેખન – રાજલક્ષ્મી

Gujarati Nibandh Railway Station WaitingRoom by Raj Laxmee

#Gujarati #Nibandh #Railway #Station #WaitingRoom by #RajLaxmee

- Advertisement -

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!