HomeSAHAJ SAHITYAઆવકાર - ફરી એક નવી શરૂઆત: હસ્તલિખિત મુખપત્ર

આવકાર – ફરી એક નવી શરૂઆત: હસ્તલિખિત મુખપત્ર

- Advertisement -

આવકાર – ફરી એક નવી શરૂઆત…

– આનંદ ઠાકર

આવકાર એ શાળાના બાળકો દ્વારા પ્રગટ થતું હસ્તલિખિત મુખપત્ર છે.

સૌપ્રથમ ભડાસી પ્રાથમિક શાળામાં મારા પિતાશ્રી દિનેશભાઈ વી. ઠાકર બાળકોને સાથે રાખીને આ મુખપત્ર પ્રકાશિત કરતા. પછી જ્યારે હું શિક્ષક બન્યો ત્યારે વિધિવત કામ ચાલ્યું વડવિયાળા પે સેન્ટર શાળામાં. ત્યાંના શાળા પરિવારે આ મુખપત્રને ખૂબ વધાવ્યું અને વિકાસ કરાવ્યો. આ મુખપત્રએ એક વાત રાજ્યસ્તરે અને બે વાર જિલ્લા સ્તરે નવતર પ્રયોગના મેળાવડામાં ભાગ લીધો.

- Advertisement -

હવે મારી બદલી દ્રોણ વસાહત પ્રાથમિક શાળામાં થઈ અને ત્યાં નેસના બાળકો પણ એ બાળકો સાથે પણ જમાવટ થઈ. પરંતુ કોરોના કાળને કારણે ‘ આવકાર ‘ સ્થગિત થયું. શાળા ચાલું બંધ ચાલુ બંધ થતાં સુધીમાં કશું સાતત્ય રહે એવું નહોતું.

આખરે આ રજાઓમાં વિદ્યાર્થીઓ સાથે અનુબંધ સાધી અને પ્રોજેક્ટ વર્ક તરીકે લઈ અને આવકરને ફરીથી ગતિમાન કરવાનો પ્રયાસ કર્યો છે.

આ આવકાર દ્રોણ વસાહત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આકાર પામ્યું છે. બાળકો માટે આ પ્રકલ્પ નવો છે અને મારા માટે બાળકો નવા છે પણ ફરી નવી શરૂઆત કર્યાનો સંતોષ છે. અને મને યાદ આવી જાય છે નવી ઘોડીનો નવ્વો દા…

Also Read::   Kakasaheb મહારાષ્ટ્રીયન દત્તાત્રેય બાલકૃષ્ણ રાજધ્યક્ષી  કઈ રીતે  બન્યા " સવાઈ ગુજરાતી " 

અહીં પણ શાળા પરિવારે આ વાતને વધાવી લીધી અને આચાર્ય શ્રી કલ્પેશભાઈ પટેલના કાર્યોને આ રીતે લોકો સુધી પહોંચાડવાની તક મળી.

- Advertisement -

આશા છે આ ‘ આવકાર ‘ ને પણ આપ સૌ મિત્રો, વડીલો, માર્ગદર્શકો, વાલીઓ, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ તરફથી પ્રેમ અને પ્રોત્સાહન મળશે…

આ અંક PDF રૂપે ડાઉનલોડ કરવા નીચેના લખાણ પર ક્લિક કરો… 👇👇👇

આવકાર અંક – ૧

આવકાર દ્રોણવસાહત

આવકાર વિશે વિશેષ માહિતી…. 👇👇👇

- Advertisement -

‘આવકાર’ માટે દર વખતે ધો. 6,7,8ના અલગ અલગ વિદ્યાર્થીઓના –સંપાદન મંડળ-ની રચના કરવામાં આવે છે. જેમાં સંપાદનથી લઈને મુખપત્રને વાલીઓ સુધી પહોંચાડવાની જવાબદારી વિદ્યાર્થીઓને જ સોપવામાં આવે છે. જેમાં મુખ્યસંપાદક, સહસંપાદક, આલેખક, ચિત્રાંકનકાર, પ્રુફરિડર, ગામ પત્રકારો, શાળા પત્રકારો અને વાંચક કાર્યકરો. વગેરેને પસંદ કરવામાં આવે. આ સંપાદક મંડળમાં દર વખતે શક્ય તેટલા અલગ અલગ વિદ્યાર્થીઓ નિમાય તેની ખેવના રાખવામાં આવે.

પત્રકારો ગામના અને શાળાના નવા સમાચારો લઈ આવે. તે સહસંપાદકને સોંપે. સહસંપાદક અને મુખ્યસંપાદક બન્ને મળીને જરૂરી ફેરફાર કરે. તે પ્રુફરિડરને આપે. પ્રુફરિડર ભાષાદોષ દૂર કરી અને વ્યવસ્થિત લખીને તે શિક્ષકના ધ્યાને મૂકે. હું તેમાં જરૂરી ફેરફાર લાગે તો કરું છું નહીં તો તે આલેખન અને ચિત્રાંકન માટે ચાલ્યું જાય છે. પેઈજમાં બાળકોના જ હસ્તાક્ષરે તેનું આલેખન અને ચિત્રાંકન થાય છે. એ થઈ ગયા બાદ તેની 40 જેટલી નકલ ઝેરોક્ષ રૂપે બનાવીને (ઝેરોક્ષ શિક્ષક સ્વખર્ચે કરાવે છે.) ગામની અલગ અલગ શેરીમાં આઠથી દસ ઘર વચ્ચે એક વિદ્યાર્થીને વંચાવવા માટે આપીએ છીએ.

Also Read::   Money power ‘સત્તા એટલે શું ?’ - તમે ક્યારેય આવો જવાબ વિચાર્યો?!

ગામના પોતાના સમાચાર હોવાથી વાલીને રસ પડે છે અને શાળામાં થતી નવી નવી પ્રવૃત્તિઓથી વાલીઓ, ગામ અવગત થાય છે. વિદ્યાર્થીઓમાં ભાષા બાબતે કેટલીક નિષ્પત્તિઓ મળે છે તેનું પરિણામ પણ જોઈ શકાય છે.

‘ આવકાર ‘ ના અગાઉના અંકો જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો અને PDF રૂપે અગાઉના અંકો ડાઉનલોડ કરો… 👇👇👇

‘ આવકાર ‘ ના અગાઉના અંકો જોવા માટે…

આવકાર…. ON-LINE

 

- Advertisement -
RELATED ARTICLES

1 COMMENT

Comments are closed.

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!