HomeANAND THAKAR'S WORDઈકોફ્રેન્ડલી રોબોટ 

ઈકોફ્રેન્ડલી રોબોટ 

- Advertisement -

ઈકોફ્રેન્ડલી રોબોટ

– આનંદ ઠાકર


મેઘાના ઘરે સરસ મજાનો બગીચો હતો. બગીચામાં ઘણાં બધા ફૂલછોડ, મોટા વૃક્ષો હતાં. આ બગીચામાં ઘણાં પંખીઓ આવતા હતાં. તેમાં એક બુલબુલ પણ હતું. આ બુલબુલ ઘરના બધા સભ્યોને લાડકું હતું. મેઘાને અને બુલબુલને તો મિત્રતા છે પણ હમણાં હમણાં બુલબુલ સાથે મેઘા ઓછો સમય વાત કરે છે, તેથી બુલબુલ પણ ઉદાસ થઈ ગયું છે.

વાત જાણે એમ હતી કે એક દિવસ આ બુલબુલ અહીં આવી ચડ્યું હતું, ત્યારે તેની પાંખ કોઈ તારમાં કપાયેલી હશે, જેથી લોહી નીકળતાં હતાં. મેઘાના પપ્પાએ તેને ઉપાડ્યું અને ઘરમાં લઈ આવ્યા. તેની સારવાર કરી. ઘરની ઓસરીમાં ઉગાડેલી મની વેલની ડાળીઓ પર તેને સરસ મજાનું નાનું લાકડાનું ઘર બનાવી દીધું. તે બુલબુલ તો તેમાં રહેવા લાગ્યું. મેઘાના મમ્મી દરરોજ તેને રોટલી ને ગોળ આપે. આ બુલબુલને કેળું ખુબ ભાવે તેથી પપ્પા બજારમાંથી કેળા લઈ આવે અને મેઘા કેળાને ઓસરીના કોરે મૂકીને બુલબુલને ત્યાં ખાવા બોલાવે. બુલબુલ મેઘા પાસે આવીને કેળું ખાય. બુલબુલને તો આખા ઘર સાથે મિત્રતા થઈ ગઈ.

થોડા દિવસોમાં તો તે સાજું થઈ ગયું. બધે ફરવા લાગ્યું, છતાં તેણે મેઘાનું ઘર ન છોડ્યું. બપોર થાય અને મેઘાના મમ્મી રસોડામાં કામ કરતા હોય તો ત્યાં આવીને એવું મીઠું મીઠું બોલે કે જાણે રોટલીની માંગણી ન કરતું હોય! મેઘાના મમ્મી તેને રોટલીના ટૂકડા કરીને ગોળ સાથે તેના કટોરામાં મૂકી આવે પછી જ ત્યાંથી દૂર ખસે.

- Advertisement -

એવી જ રીતે રોજ સાંજે મેઘા ભણીને આવે એટલે તે ઓસરીના કોરે બેસીને મેઘાની રાહ જુએ. મેઘા આવે એટલે આખા ઘરમાં તેની પાછળ પાછળ ઉડે. તે આખા ઘરનું હેવાયું થઈ ગયેલું. પંખો ચાલતો હોય તો નીચે-નીચે ઉડે. મેઘા ફ્રીજમાંથી કેળું લઈ ઓસરીમાં લેશન કરવા બેસે અને બુલબુલ કેળું ખાય. બુલબુલ મીઠું-મીઠું ટહુંકા કરતું જાય અને મેઘા દરરોજ તેની સાથે શાળામાં થયેલી ઘટના તેને કેહતી જાય. આમ મેઘા અને બુલબુલની દોસ્તી જામી ગઈ હતી.

એવામાં મેઘા મોટી થવા લાગી. એકવાર મેઘાના પપ્પાએ સ્માર્ટ ફોન લીધો. તેમાં વિવિધ પ્રકારની અનેક ગેમ્સ આવતી હતી. મેઘાએ એક દિવસ તે ગેમ્સ રમવાની શરૂ કરી. તેને તો તેમાં રસ પડવા લાગ્યો. ધીરેધીરે મેઘાનો ક્રમ બદલતો ગયો. તે સ્કૂલેથી આવે કે પહેલા પપ્પાનો ફોન શોધે. ફોનમાં ગેમ્સ શરૂ કરીને રમવા લાગે. પહેલા તો કેળું આપીને ગેમ્સ રમતી ધીરે ધીરે એ પણ ભુલાતું હતું. પછી પેલું બુલબુલ તેના પગ પાસે ઉડે અને હળવી ચાંચ મારે. મેઘાબેનને ગુસ્સો આવે એટલે તે કેળું આપી દેતા.

Also Read::   StoryBook : અમારું એક અવલોકનઃ બાપાની પીંપર

હમણાં થોડા સમયથી મેઘા ફ્રેશ થવાના બહાને પપ્પાનો ફોન લઈને તેના રૂમમાં ગેમ્સ રમવા ચાલી જતી. પેલું બીચારું બુલબુલ મેઘાબેનના રૂમના બારણે આંટા મારે, ચાંચથી હળવા ટકોરા કરે. આખરે કંઈ ન ઉપજતાં નારાજ થઈને બેસી જાય.  મેઘાના મમ્મી-પપ્પાએ આ જોયું. મમ્મી-પપ્પાને થયું મેઘાને ખીજાવું નથી કે નથી તો તેને ગેમ્સથી એમ આંચકીને દૂર કરવી. પણ આનો રસ્તો તો કાઢવો જ પડશે.

એવામાં મેઘાના પપ્પાના મિત્ર જે વિજ્ઞાની હતા. તે ફરવા આવ્યા હતા, તેથી મેઘાના ઘરે આવ્યા. મેઘાના પપ્પા અને તેના મિત્ર નિરાંતે બેઠા હતા ત્યારે મેઘાના પપ્પાએ તેના મિત્ર આશુતોષને મેઘા અને બુલબુલનો પ્રોબ્લેમ્સ કહ્યો.

- Advertisement -

આશુતોષ અંકલે કહ્યું, ‘‘દોસ્ત હમણાં આવા પ્રોબ્લેમ્સ ખૂબ વધી ગયા છે. બાળકો કોમ્પ્યુટર, મોબાઈલ, નેટ કે ગેમ્સમાં પડ્યા રહે છે તેથી અમે નવો રોબોટ બનાવીએ છીએ જે ઈકોફ્રેન્ડલી રોબો છે. ખાસ બાળકો માટે જ બનાવાયો છે, તે તને હું મોકલીશ.’’

થોડા દિવસો પછી આશુતોષ અંકલે તો બેંગ્લોરથી રોબોને મેઘા માટે મોકલ્યો. રોબો આવ્યો. મેઘા તો ખૂશ થઈ ગઈ. તેણે તો રોબોની સાથે રમવાનું શરૂ કરી દીધું. તેને મોબાઈલ કરતા પણ વધારે રોબો સાથે રમવાની મજા આવી.

આખો દિવસ મેઘાએ રોબોટ સાથે મજા કરી. તેની છાતીમાં સ્ક્રિન હતી કે જેમાં અઢળક ગેમ્સ હતી. તે રોબોર્ટના હાથ ગેમ્સ રમવા સમયે કિબોર્ડ બની જતાં હતા. તે રોબોના ડાબા હાથને ઉંધો કરો એટલે તે માઉસ બની જતો. મેઘાને તો મજા આવી ગઈ.

બીજા દિવસે મેઘા જ્યારે સવારે ઉઠીને રોબોને શરૂ કરવા જાય તો તે કંઈ હલન ચલન કરે જ નહીં. એટલે મેઘા તો રડવા બેઠી. તેના પપ્પાએ આશુતોષ અંકલને જોડ્યો ફોન. આશુતોષ અંકલને કહ્યું, ‘‘તમારો રોબોટ તો બંધ થઈ ગયો છે….’’

Also Read::   હાસ્યલેખક વિનોદ ભટ્ટ સાથે હાસ્યથી ભરપૂર સંવાદ
- Advertisement -

મેઘાના પપ્પાની આખી વિગત સાંભળી પછી આશોતોષ અંકલે હસતા હસતા કહ્યું, ‘‘એ જ તો ખૂબી છે આ રોબોની કે આ રોબોટ એક આખો દિવસ ચાલશે. રોબો વૃક્ષના સૂકા પાનથી જ તે ચાર્જ થશે અને દરરોજ સવારે તેની આંગળી કોઈ વૃક્ષના થડને અડાડશો તો જ શરૂ થશે. આ તેનો પાસવર્ડ છે.’’

આ ઉપરાંત પણ આશુતોષ અંકલે મેઘાને નવીન વાત જણાવી કે આ રોબોટ પંખીઓ અને પતંગીયાને પોતાની તરફ આકર્ષિ શકે છે.

મેઘા તો રોબોટને લઈને બહાર ગઈ. તેની આંગળી લીમડાના થડીયાને અડાડી કે રોબોટ તો જાણે સજીવન થઈ ગયો! મેઘાએ તો વૃક્ષોના ખરેલા પાનને આશુતોષ અંકલે કહ્યું તે જગ્યાએ રોબોટમાં નાખી દીધા. આશુતોષ અંકલે કહ્યું તે રીતે રોબોના ગળા પાસેનું બટન પ્રેસ કર્યું તો….રોબોટના માથામાંથી અજીબ પ્રકારના ફૂલ નીકળ્યા. થોડીવારમાં તો પતંગીયા તેની પાસે આવવા લાગ્યા. મેઘાના આંગણાનાં બગીચામાં જેટલા પક્ષી બોલતાં હતાં તેટલા પક્ષીનો અવાજ રોબોટ કાઢવા લાગ્યું. મેઘાને તો આ નવી ‘ગેમ’ ગમી ગઈ!

હવે મેઘા બેન વૃક્ષોને પાણી પાવા લાગ્યા હતા અને કહેતા જતા હતા કે તમે તમારા સૂકા પાન મને આપજો જેથી મારો રોબોટ ચાલે….રોબોટે બુલબુલ સાથે મેઘાને ફરી દોસ્તી કરાવી દીધી, પછી બુલબુલનું ધ્યાન રોબોટ રાખવા લાગ્યું. બુલબુલ રોબોટના ખંભે બેસી, તેની સાથે ફરવા લાગ્યું. બુલબુલની માંગ પૂરી કરે તો જ રોબો મેઘાબેન સાથે સારી રીતે ચાલે.

મેઘા બેનના મમ્મી પપ્પા આવો ઈકો ફ્રેન્ડલી રોબોટ જોઈને અને તેના કારણે મેઘાબેનમાં આવેલું પરિવર્તન જોઈને ખૂબ ખૂશ થયાં. મેઘા બેન હવે ગેમ્સ પણ રમે, વૃક્ષો પણ ઉછેરે. મેઘા બેનના આવા ઈકોફ્રેન્ડલી રોબોને જોવો માટે તો તેના દોસ્તો અને સાહેબો-સંબંધીઓ આવતા હતા. આમ, મેઘાબેન ખૂશ, તેના મમ્મી-પપ્પા પણ ખૂશ. બધાએ ખાધું, પીધું અને પાર્ટી કરી.

અમારી અન્ય બાળવાર્તાઓ… 👇

સ્કુલના વડલા દાદા 👇

https://bit.ly/3pufdfy

જંગલ એપ્લિકેશન 👇

https://bit.ly/3pKu5a3

રોબોટિક ઉંદર 👇

https://bit.ly/3nanZOi

એડન્ટની શોધ 👇

https://bit.ly/3GxFQq1

અમારી વેબ સાઈટની મુલાકાત લેવા બદલ આભાર…
🙏💐🙏😊

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments