HomeSAHAJ SAHITYASummer Vacation : વેકેશનમાં ઉનાળાની આવી મોજ, તમે કરી છે!?

Summer Vacation : વેકેશનમાં ઉનાળાની આવી મોજ, તમે કરી છે!?

- Advertisement -

Summer Vacation enjoy in indian village sweet memories

વેકેશનમાં ઉનાળાની આવી મોજ, તમે કરી છે!?

ઉનાળો એટલે બધાને અકળાવે એવો પણ એની ય એક મજા હતી. ખાસ કરીને બાળકોમાં… વેકેશનમાં અને ખાસ તો રાતે… ‘ ઉનાળાની બાપોર ‘ નિબંધ બધાએ લખ્યો હશે કદાચ પણ ‘૮૦ થી ‘૯૦ વચ્ચે જન્મેલા બાળકો માટે તો યાદગાર હશે ‘ ઉનાળાની મોજ ‘ !

આજે આવી જ કંઇક વાત છે…

Summer Vacation enjoy in indian village sweet memories

વેકેશન પડી ગયું છે… ઘણાં બાળકો પોતાના મામાના ઘરે વેકેશનમાં મજા કરવા પહોંચી જ ગયા છે….

- Advertisement -

મામા ફોયના ભાઈ બહેનો ભેગા થાય અને જે મજા આવે એ આપણી જનરેશન સિવાય કોઈને કદાચ ખબર જ નહિ હોય… સવારના વહેલા ઉઠી, નહાઈધોઈ, તૈયાર થાય, બધા સાથે બેસી નાસ્તો કરી બેટ દડો લય બધા જ બાળકો શેરીમાં રમવા ભેગા થઈ જાય…

આખી શેરીમાં જુદા જુદા ગામેથી પોતપોતાના મામાના ઘરે વેકેશન કરવા આવેલા બધા જ બાળકોને નવા નવા દોસ્તારો મળતા…

જેમ જેમ તડકો ચડે એમ એમ રમવાનો ઉત્સાહ પણ વધતો જતો… પરસેવાથી સાવ રેબઝેબ થયેલ શરીર હોય તો પણ રમત પ્રત્યેની પ્રમાણિકતા એમની એમ જ હોય… રમતા રમતા શું ટાણું થયું એનું કોઈને ભાન જ ન હોય…?!

જ્યાં સુધી સૌના સૌના ઘરેથી વ્યક્તિદીઠ બોલાવો ના આવે કે પેલા જમી લ્યો પછી રમજો તમતારે ત્યાં સુધી ઘરે જવાનું જ નય….

Summer Vacation enjoy in indian village sweet memories

- Advertisement -

આહા… એ ઉનાળાનું ભોજન, રસોડામાંથી શાકની મહેક, લાગેલી ભૂખને દસગની વધારી દેતી…! ગાડાના પૈડાં જેવા રોટલા મોટા એવા ત્રાંસમાં ફરતે એવા ગોઠવેલા હોય કે જેની સામે જોઈને એમ થય જાય કે એક નય પણ આજે બે ત્રણ રોટલા અક્લો જ ખાઈ જયશ…! ટીનના ટોપિયામાં બનાવેલ શાકની સુગંધ મોંમાં પાણી લાવી દે…! દાળ, ભાત, કેરી, ગુંદાના અથાણાનો તો એક અલગ જ ગોળ ચપટો ડબ્બો…, ઉનાળામાં જમવા બેસીએ ત્યારે કેરીના રસને કેમ ભૂલવો…?! એક મોટા તપેલામાં કેરીનો રસ કાઢેલ પડ્યો હોય, બહારથી લાવી અને પાણીના કળશાથી ધોયેલ બરફનો ટુકડો કેરીના રસને એકદમ ઠંડો કરી દેતો…! બધા જ સભ્યો એક જ ઓરડામાં, એકસાથે, ભોંયતળિયે જમવા બેસતા હોય…!

Also Read::   Book Review : અગ્નિકન્યા - ધૃવ ભટ્ટ

જમી લીધા પછી ચૂલા પર એક મોટું તપેલું મુકેલું હોય; મનમાં પ્રશ્ન થતો કે હમણાં તો જમ્યા છીએ પછી ચૂલા પર વળી આ શું મૂકાયુ છે…??? થોડાં સમયમાં એ તપેલું અગાસી પર લય જવામાં આવતું. તેમાં તૈયાર થયેલ ચીજને ખીચું કેવાતું. આ ખીચું ખાવાની બોવ જ મજા પડતી… આ ખીચાને જુદાજુદા સંચા વડે પ્લાસ્ટિકની ચાદર પર પાડવામાં આવતી. તડકામાં આ ખીચું સુકાવા દેવામાં આવતું. આની સાથે સાથે બાફેલા બટેટાની વેફર પણ પાડવામાં આવતી અને સૂકવી દેવામાં આવતી. આવું કામ થતાં થતાં સાંજના 4 5 વાગી જતા…

Summer Vacation enjoy in indian village sweet memories

 

સાંજના ચાર પાંચ વાગ્યે ઘરના કોઈક વડીલ બધાને રૂપિયો બે રૂપિયા ભાગ ખાવા આપતા. આ પૈસા ખિસ્સામાં નાખી ફરી પાછા બધા સાથે શેરીમાં રમવા પહોંચી જવાનું. રમતની વચમાં ઘરેથી આપેલા 1 2 રૂપિયાનો ભાગ ખાવાનો સમય અલગથી કાઢવામાં આવતો…

- Advertisement -

શેરીમાં રહેલ એક દુકાને જઇ પેલા તો બધા જ મિત્રો એકસાથે ધક્કામુક્કી કરતા કરતા ઊભા ગોઠવાઈ જતા અને દુકાનમાં રહેલ બધી જ વસ્તુઓને તાકી તાકીને જોવામાં આવતી. પોતાને શું ખાવું છે? એ કરતાં, દોસ્તાર શું ખાય છે? એ વિચાર વધુ કરતા…

કોઈક જીણાં જીણાં બિસ્કીટ લેય, કોક 25 પૈસાની 4 એમ 1 રૂપિયાની 16 મધગોલી લેય તો કોક સંતરાની ગોળી લેય, એમાંથી એક સુરતી લેવા વાળો તો ખરો જ… એ સુરતી લેય અને એમાં શું ઈનામ લાગે એ જાણવાની તો બધાને ઉતાવળ….!

16 16 મધગોળી કે બિસ્કટ પોતપોતાના ખિસ્સામાં ભરી, ફરી પાછા રમત રમવા લાગી જતા…

Summer Vacation enjoy in indian village sweet memories

પકડમદાવ, ભેગી સાંકળી, છુંટી સાંકળી, સંતાવો દા… વગેરે રમતો રમવામાં આખી શેરી માથે લેતા… એમાં ક્યારેક ક્યારેક વડીલોની રાડો પણ સાંભળતા પણ એ પણ એક મજા હતી…

આખો દિવસ રમીરમી ને થાકી જઈ, ઘરે જમીને સૂવાની તૈયારી થતી પણ પથારી તો ક્યાંય જોવાજ ના મળે…! થોડી વારમાં ખબર પડે કે અગાસીમાં સૂવાનું છે…! એ સાંભળતાની સાથે જ સૌ પેલા અગાસીમાં જઈ આમ તેમ આંટા મારવા લાગવાના, થોડી વારમાં આજુબાજુમાં રહેતા બધા જ પાડોશીઓ પણ અગાસી પર સૂવા આવી જતા…

Also Read::   Annie Ernaux નોબેલ પ્રાઈઝ વિજેતા લેખિકાનું જીવન ને એના પુસ્તકો વિશે જાણવા જેવું...

Summer Vacation enjoy in indian village sweet memories

અગાસી પર પથારી પાથરી તેના પર એયયય ને લાંબા થય જવાનું…. એકધારું આકાશ સામે જોયા કરવાનું… ઘડી ઘડી ચંદામામાને તો ઘડીવારમાં ટમટમતા તારાઓને જોયા જ કરવાનું! એટલામાં એક ઠંડી પવનની લહેરખીઓ આવે અને આખા દિવસનો રમતગમતનો થાક ઉતારી આંખમાં ધીમે ધીમે ઘેન પૂરવા લાગે…! અડધી ખુલી આંખે આકાશમાં વેતા વાદળોને છેક નજર પહોંચે ત્યાં સુધી મૂકી આવવાના અને વાદળો માંથી જુદા જુદા પ્રાણી અને વાહનોના આકરો તો ધાર્યા જ કરવાના! અને બીજાને પોતે જે વાદળ જોવે છે એ જ વાદળ દેખાડવામાં જે પ્રયત્ન કરવામાં આવતા એ ખૂબ જ નિખાલસ અને શુદ્ધ હતા.

આવી જ રીતે આકાશ દર્શન કરતાં કરતાં આંખો ક્યારેક ક્યારેક ઠપ દયને બંધ થાય જાય પણ બીજા બધા વાતો કરતા હોય એ સંભાળવા અને આકાશને વધુને વધુ જોવા ફરી ફરીને આંખો ખોલવાની મજા જ કંઈક અલગ હોઈ છે…!

Summer Vacation enjoy in indian village sweet memories

 

ઘરના કોઈક મોટા દ્વારા કહેવાતી જૂનીજૂની વાતો વારતાઓ અને પ્રસંગો સાંભળતા સાંભળતા ક્યારે ઘસઘસાટ ઉંઘ આવી જતી એનો ખ્યાલ જ ના રહેતો…

એકવાર આંખ બંધ કરી સિધી સવારે ઉઠવા માટે જ આંખ ખુલતી! આવી ઉંઘ તો કદાચ હવેની પેઢીના બાળકોએ ભાગ્યે જ કરી હસે…

આમ કરતાં કરતાં ઉનાળુ વેકેશન કેમ પૂરું થઈ જતું એની ખબર જ ના પડતી…!

જો તમને પણ તમારા બાળપણના વેકેશનને યાદ આવી હોય તો આજના બાળકો સાથે આવા જૂના વેકેશની વાત કરજો…

સૌજન્ય નોંધ – અહીં પ્રસ્તુત તસ્વીર the memories page facebook પરથી લેવામાં આવેલ છે. 

આકાશદર્શનના ફોટોઝ – જયદીપસિંહ બાબરિયા

Summer Vacation enjoy in indian village sweet memories

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!