HomeSAMPRATScience: ચોમાસાની વીજળી : આધુનિક વિજ્ઞાનમાં વિશિષ્ટતાઓ અને પ્રકાર

Science: ચોમાસાની વીજળી : આધુનિક વિજ્ઞાનમાં વિશિષ્ટતાઓ અને પ્રકાર

- Advertisement -

Science Rain Vijali lightningstrike effect and type Fulminology

Science: ચોમાસાની વીજળી : આધુનિક વિજ્ઞાનમાં વિશિષ્ટતાઓ અને પ્રકાર

આલેખન – આશિષ ખારોડ

( લેખક – 20 વર્ષ સરકારી સેવામાં, માહિતી અધિકારી તરીકે રાજ્યના જુદાજુદા વિસ્તારોમાં કાર્યરત રહ્યા હતા. હાલ 10 વર્ષથી રિલાયન્સમાં જનસંપર્ક વિભાગમાં છે. )

Science Rain Vijali lightningstrike effect and type Fulminology

ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે વીજળી પડવાના અને માલ-ઢોરની કે માણસોની જાનહાની થવાના સમાચારો જોવા મળે.

- Advertisement -

વર્ષો પહેલાં ગંગાસતીએ વીજળીનો સંદર્ભ લઈને લખેલું કે, વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ… જેટલું ગહન ગંગાસતીનું આ જ્ઞાન છે એટલો જ ગહન વીજળીનો આધુનિક અભ્યાસ પણ છે.

આકાશી વીજળીના અભ્યાસ અથવા વિજ્ઞાનને Fulminology કહે છે.

Rain Science Vijali lightningstrike effect and type Fulminology

આ વિજ્ઞાન મુજબ વીજળીની કેટલીક વિશિષ્ટતાઓ વિશે જાણીએ.

•વીજળી લગભગ ત્રણ- ચાર કિ.મી. લાંબી અને 2 થી 3 ઇંચ પહોળી હોય છે. જેનું ઉષ્ણતામાન લગભગ 50,000 ડિગ્રી ફેરનહીટ હોય છે એટલે કે, સૂર્ય કરતાં પાંચ ગણી વધુ ગરમી! ઉપરાંત 10,000 amps અને 100 મિલિયન વોલ્ટ ની વિદ્યુત ઉર્જાનું તે વહન કરે છે.

•સામાન્ય રીતે વીજળી એકાદ સેકન્ડ કરતાં પણ ઓછા સમય સુધી ચાલે છે.

- Advertisement -

•દર સેકન્ડે લગભગ 40 વાર વીજળી પડે છે, મતલબ દિવસમાં લગભગ 30 લાખ વખત- પણ આમાંની મોટાભાગની વાદળોમાં જ સમાઈ જાય છે.

• વર્ષ 1902માં વીજળી પડવાથી એફિલ ટાવરના ઉપરના થોડા ભાગને નુકશાન થયું હતું, જેની પછીથી મરામત કરાઈ હતી.

Also Read::   Shinzo Abe સ્વપ્નદૃષ્ટા શિન્ઝો આબે ( Shinzo Abe ) : કોણ અને શું હતા? જાણો...

• સન 1998માં આફ્રિકાના કોંગોમાં ફૂટબોલ મેચ દરમિયાન અચાનક વીજળી પડવાથી 11 ખેલાડીઓના મૃત્યુ થયાં હતાં.

• સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર વર્ષે લગભગ 300 વાર વીજળી પડે છે.

• આપણને જે દેખાય છે તે પડતી નહીં, પરંતુ પડીને પાછી ઉપર જતી વીજળી હોય છે. તેની પડવા અને પાછી ફરવાની આખી ઘટના 2 માઈક્રો સેકન્ડમાં પૂરી થઈ જાય છે.

- Advertisement -

•”વીજળી ક્યારેય એક જ જગ્યાએ બે વાર પડતી નથી” એ માન્યતા ખોટી છે. એક જ જગ્યાએ તે ગમે તેટલી વખત પ્રહાર કરી શકે છે. દાખલા તરીકે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ પર દર વર્ષે સરેરાશ 23 વખત ત્રાટકે છે.

• વીજળીના સામાન્ય પ્રકારોમાં ઈન્ટ્રા-ક્લાઉડ લાઈટનિંગ તરીકે ઓળખાતા એટલે કે વાદળોની અંદર થતા , ઈન્ટર-ક્લાઉડ લાઈટનિંગ તરીકે ઓળખાતા એટલેકે વાદળોની વચ્ચે થતા અને ક્લાઉડ-ટુ-ગ્રાઉન્ડ લાઈટનિંગ તરીકે ઓળખાતા એટલે કે વાદળો અને પૃથ્વી વચ્ચેના ચમકારાઓનો સમાવેશ થાય છે.

Rain Science Vijali lightningstrike effect and type Fulminology

•આ ઉપરાંત પણ કેટલાક વિશિષ્ટ પ્રકારો છે – જેમકે

°બોલ્ટ-ફ્રોમ-ધ-બ્લુ: આ આમ તો વાદળ-થી-જમીન પર પડનારી વીજળી જ છે, પરંતુ તે એટલા પૂરતી અલગ પડે છે કે, તે તોફાનના વાદળના ઉચ્ચતમ પ્રદેશમાંથી ઉદ્દભવે છે અને ધરતી પર ત્રાટકતાં પહેલા એનાં ઉદ્ભવસ્થાનથી આડી દિશામાં (Horizontally) મુસાફરી કરે છે, જે 20 -25 કિ.મી. જેટલી હોઈ શકે છે અને સ્વચ્છ, વાદળી આકાશ હેઠળના સ્થળોએથી તે જોઈ પણ શકાય છે.

Also Read::   COVID19 બાબતે એક મહત્ત્વનો નિર્ણય...

°રેડ સ્પ્રાઈટ્સ: આનો ઉદ્ભવ તોફાનના વાદળની ઉપર થાય છે. તે જમીન તરફ નહીં પરંતુ ઉપર તરફ જાય છે અને તેનો રંગ લાલ હોય છે. સામાન્ય વીજળી કરતાં તેની ઉષ્મા ઓછી હોય છે.

°બોલ લાઈટનિંગ: આ એક એવી ઘટના છે જેનું વર્ણન એક પ્રકાશિત ક્ષેત્ર તરીકે કરવામાં આવ્યું છે. તે વાવાઝોડા દરમિયાન અવાજ સાથે અનિર્ણિત દિશામાં તરતું રહે છે. જો કે આ પ્રકારની વીજળીના કોઈ ફોટોગ્રાફિક પુરાવા નથી.

ગર્જના અને વીજળીના ભયને એસ્ટ્રાફોબિયા Astraphobia કહે છે. તે સામાન્ય રીતે બાળકોને અસર કરે છે, પરંતુ ઘણા મોટી ઉંમરના લોકો પણ વાવાઝોડા અને વિજળીના ભયથી પીડાય છે. એસ્ટ્રાફોબિયા એ સૌથી સામાન્ય ફોબિયાઓમાંનો એક છે. ટોક થેરાપી અથવા દવા જેવી સારવાર તેનાથી મુક્ત થવામાં મદદ કરી શકે છે.

Rain Science Vijali lightningstrike effect and type Fulminology

#lightning #lightningstrike #fulminology
#ashishkharod #Astraphobia

Rain Science Vijali lightningstrike effect and type Fulminology

 

- Advertisement -
RELATED ARTICLES

2 COMMENTS

Comments are closed.

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!