HomeSAMPRATAtal bihari vajpayee અટલ બિહારી વાજપેયી :  હિંદ છોડો આંદોલનથી આજ સુધી...

Atal bihari vajpayee અટલ બિહારી વાજપેયી :  હિંદ છોડો આંદોલનથી આજ સુધી…

- Advertisement -

Atal bihari vajpayee life unknown facts

 

અટલ બિહારી વાજપેયી :  હિંદ છોડો આંદોલનથી આજ સુધી…

Atal bihari vajpayee life unknown facts 
Atal bihari vajpayee life unknown facts

સંકલન અને આલેખન – જય પંડયા

 

” બેનકાબ ચેહરે  હૈ, દાગ બડ઼ે ગહરે હૈ.

- Advertisement -

તૂટતાં તિલિસ્મ આજ,  સચ સે ભય ખાતા હું, 

ગીત નહીં ગાતા હું… 

 

આ પંક્તિ છે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની. તેઓ એક વ્યક્તિ નહિ પરંતુ વ્યક્તિત્વ હતા. જેમના વિરોધીઓ પણ એમનું સન્માન કરતા હતા.  તેમણે સફળ રાજકારણી તરીકે મહેનત અને નિષ્ઠા દ્વારા પોતાની છબી ચમકાવી હતી.

 

- Advertisement -

 પોતાના શબ્દો દ્વારા પોતાની વાત જનતા સુધી પહોંચાડવી તેમના હૃદયને સ્પર્શ કરાવવી. તેમની આ કળા એ જ અટલજીને સફળ રાજકારણી બનાવ્યા હતા. તો આવો આજે જાણીએ ભારતના એક વડાપ્રધાન અથવા એમ કહું કે એવા વડાપ્રધાન જેમણે ભારતીય રાજકારણની દિશા અને દશા બદલી નાખી હતી, તેમના વિશે જાણીએ.

 

 અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924 ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ બિહારી વાજપેયી હતું, તેઓ વ્યવસાયમાં એક શિક્ષક હતા. તેમની માતાનું નામ કૃષ્ણા  દેવી હતું. અટલ બિહારી વાજપેયીના પિતા એક શિક્ષક હોવાની  સાથે સાથે પ્રસિદ્ધ કવિ પણ હતા. આ જ કારણ હશે કે અટલજી પણ એક સફળ રાજકારણીની સાથે સાથે એક સારા કવિ પણ હતા.

 

 તેમણે પ્રાથમિક શિક્ષણ સરસ્વતી શિશુ મંદિર, તથા ગોરખી બડા હાઇસ્કુલ ગ્વાલિયર માંથી લીધું. તેમણે મહારાણી લક્ષ્મીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ડી.એ.વી. આર્ટસ કોલેજ કાનપુરથી એમ. એ. કર્યું.

- Advertisement -

 

 તેઓ બાળપણથી જ રાજકારણમાં રસ ધરાવતા હતા. 15 વર્ષની ઉંમરમાં તેઓ આર.એસ.એસ. માં જોડાયા. આટલું જ નહીં 1942માં હિંદ છોડો આંદોલન સમયે તેમણે જેલવાસ પણ ભોગવેલો છે. ત્યારે તેઓ 23 દિવસ સુધી જેલમાં રહ્યા હતા.

 

 1944 માં તેમને આર્ય સમાજના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે મનમાં નિશ્ચય કર્યો કે દેશની સેવા માટે હું આજીવન લગ્ન નહીં કરું. અને 1947 માં જ્યારે ભારત દેશ આઝાદ થયો. ત્યારે તેઓ આર.એસ.એસ.  પ્રચારક બન્યા.

 

 આ બાદ તેમને આર.એસ.એસ.  ના મુખ્ય સભ્ય તરીકે ઉત્તર પ્રદેશ મોકલી દેવામાં આવ્યા. ત્યાં તમને ઘણા બધા વર્તમાનપત્રોમાં લખવાનું શરૂ કર્યું હતું.

 

 1957 માં તેઓ રાષ્ટ્રીય જન સંઘ પાર્ટીના ઉમેદવાર તરીકે મથુરા અને બલરામપુર બે વિસ્તારોમાંથી ચૂંટણી લડ્યા. જેમાંથી તેઓ બલરામપુર વિસ્તારમાંથી જીતી જાય છે.

 

 એ સમયે એક વખત અટલજી એ એક સભામાં સંબોધન કર્યું. તેમનું વક્તવ્ય સાંભળી ભારતના તે સમયના વડાપ્રધાન પંડિત જવાલાલ નેહરૂએ એમ કહ્યું હતું કે અટલ બિહારી વાજપેયી જરૂરથી એક વખત ભારતના વડાપ્રધાન બનશે.

Also Read::   QUAD : દેશના વડા પ્રધાન બેઠક માટે જાપાન ગયા છે. આ QUAD છે શું? જાણો કવાડ વિશે બધું જ...

 

 દિન દયાલ ઉપાધ્યાયના અવસાન બાદ અટલ બિહારી વાજપેયી ભારતીય જનસંઘ પાર્ટીના મુખ્ય કર્મચારી અથવા વડા હતા. તે સમયે અમુક  રાજકીય બાબતોના કારણે 1975 થી 77 ના સમયમાં ઘણા રાજનેતાઓની ધડપકડ કરવામાં આવી હતી.  તેમાં અટલજી પણ હતા. પરંતુ 1977 માં ફરીથી ચૂંટણી થાય છે. જેમાં જનતા દળની સરકાર બને છે. મોરારજી દેસાઈ એ સમયે ભારતના વડાપ્રધાન બને છે તથા અટલબિહારી વાજપેયીને વિદેશ મંત્રી બનાવવામાં આવે છે.

 

 અટલ બિહારી વાજપેયી ભારતના એકમાત્ર એવા વિદેશ મંત્રી હતા, જેમણે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં હિન્દી ભાષામાં વક્તવ્ય આપ્યું હતું. 1979 ના વર્ષમાં જનતા દળની સરકાર પડી જાય છે. પરંતુ અટલ બિહારી વાજપેયીએ ત્યાં સુધીમાં જનતાનો વિશ્વાસ પૂર્ણ રૂપે જીતી લીધો હોય છે. તેમણે પોતાની એક અલગ છબી ઊભી કરી દીધી હતી.

 

 વર્ષ 1980 માં અટલ બિહારી બાજપાઈએ પોતાના લાંબા સમયના મિત્ર લાલકૃષ્ણ અડવાણી, તથા ભૈરવસિંહ શેખાવત સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીની રચના કરી. તેમને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા. 1984 માં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર બે જ સીટ મળી હતી. એક અટલ બિહારી વાજપેયી અને બીજી લાલ કૃષ્ણ અડવાણી. છતાં અટલ બિહારી વાજપેયીને  ઓછી સીટો મળવાથી કોઈ જ નુકસાન થયું ન હતું.

 

 વર્ષ 1996 સુધીમાં અટલજીએ રાજકારણમાં ખાસ્સી એવી  સફળતા મેળવી હતી. અને ત્યાં સુધીમાં ભારતીય જનતા પાર્ટી એ સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી. 16 મે 1996 ના રોજ અટલબિહારી વાજપેયી ભારતના વડાપ્રધાન બને છે. પરંતુ માત્ર તેર  દિવસમાં સરકાર પડી જાય છે. 1998 ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટી ફરીથી એન.ડી.એ. સાથે ગઠબંધન કરે છે. પરંતુ આ સરકાર પણ 13 મહિનામાં પડી જાય છે. આ સમયે અટલબિહારી વાજપેયીએ પોખરણની અંદર ન્યુક્લિયર બોમ્બ પરીક્ષણ કરવા માટેના આદેશો આપ્યા

 

 1999 માં ભારતીય જનતા પાર્ટીએ ફરીથી એન.ડી.એ. સાથે ગઠબંધન કર્યું 13 ઓક્ટોબર 1999 ના રોજ અટલબિહારી વાજપેયીએ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા.

 

 વર્ષ 2004માં તેમણે પોતાની ઉંમરને ધ્યાનમાં લઇ અને રાજકારણમાંથી સન્યાસ લઈ લીધો. તેમણે દેશ માટે ઘણું કાર્ય કર્યું. જેથી દેશ ઘણો વિકસિત થયો. ભારતીય અર્થવ્યવસ્થાને પણ તેમણે વેગ આપ્યો.  તેમના સફળ કાર્યો માટે ભારત સરકાર દ્વારા તેમને “ભારત રત્ન”એવોર્ડ પણ આપવામાં આવેલો છે.

 

 11 જુન 2018 ના રોજ અટલજીની તબિયત લથડતા તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.  જ્યાં બે માસ સુધી રહ્યા બાદ 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની જૈફ વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Also Read::   Stock Market : શેર બજારમાં ઇન્વેસ્ટ કરતાં હો કે ન કરતાં હો, આ વાત તમારે જાણવી જરૂરી છે...

 

 અટલ બિહારી વાજપેયી દ્વારા લખવામાં આવેલા પુસ્તકો: 

 

“A Constructive Parliamentarian”

“A Selected poems”

” मेरी एक्यावन कविताएं”

“क्या खोया क्या पाया”

“न दैत्यं न पलायनम”

 

 આવો અટલ બિહારી બાજપાઈ ની એક કવિતાનો આસ્વાદ્  માણીએ. 

 

” जुझने का मेरा कोई इरादा न था,

    मोड़ पर मिलेगी उसका वादा न था।

     रास्ता रोक कर वो ख़डी हो गईं,

    युँ लगा जिंदगी से वो बड़ी हो गई।

    मौत की उम्र क्या दो पल भी नहीं,

 जिंदगी है सिलसिला आजकलकी नहीं।

 मैं मन से जिया मैं मन से मरू,

लौटकर आऊंगा कूच से क्यों डरूं?

तू दबे पाँव चोरी छिपे से न आ,

सामने वार कर फिर मुझे आज़मा।

मौत से बेखबर जिंदगी का सफर,

शाम हर सुरमई, रात बंसी का स्वर।

बात ऐसी नहीं की कूछ गम भी नहीं,

दर्द अपने पराए कुछ कम भी नहीं।

मौत जिंदगी से बड़ी कैसे हो गईं?

 

 આમ અટલબિહારી વાજપેયીએ ભારતના ખૂબ જ પ્રતિષ્ઠિત,  કર્મનિષ્ઠ અને સેવાભાવી વ્યક્તિત્વ હતા.

 

 નોંધ –  એક વખત એવું કહેવામાં આવ્યું હતું કે 1996માં જ્યારે 13 દિવસની અંદર જ વાજપેયીની સરકાર પડી જાય છે. તેનું કારણ એ હોય છે કે તેઓ ઉજ્જૈન મહાકાલ મંદિરમાં રોકાયા હોય છે. અને એવું કહેવામાં આવે છે કે ત્યાંના સ્થાનિક લોકો એવું માને છે જો કોઈ રાજા આ મંદિરની અંદર રોકાય છે તો તેનું રાજ્ય રહેતું નથી. અર્થાત ત્યાંથી આવ્યા બાદ જ અટલ બિહારી વાજપેયીની સરકાર દોઢ જ  દિવસમાં પડી ગઈ તેવું માનવામાં આવે છે.

( આવું સ્ત્રોતમાંથી જાણવા મળ્યું છે. )

 

સંકલન અને આલેખન – જય પંડયા

 

Atal bihari vajpayee life unknown facts

 

#Atal #bihari #vajpayee #life #unknown #facts

Join with me…

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link… 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!