HomeSAMPRATCricket ક્રિકેટનું વિરાટ વ્યક્તિત્વ : virat kohli વિશે તમે જાણવા ઈચ્છો છો...

Cricket ક્રિકેટનું વિરાટ વ્યક્તિત્વ : virat kohli વિશે તમે જાણવા ઈચ્છો છો એ બધું જ…

- Advertisement -

Cricket virat kohli great personality life and success Anushka

Contents

Cricket ક્રિકેટનું વિરાટ વ્યક્તિત્વ : virat kohli વિશે તમે જાણવા ઈચ્છો છો એ બધું જ…

Cricket virat kohli great personality life and success Anushka 
Cricket virat kohli great personality life and success Anushka

રજુઆત – જય પંડયા

વિરાટ કોહલી કે જેઓ ભારતના શ્રેષ્ઠ ક્રિકેટર અને સુકાની છે. તેમના નામથી આપણે સૌ પરિચિત છીએ, તો આજે આપણે તેના જીવન વિશે થોડી ચર્ચા કરીએ.

વિરાટ કોહલીનું જન્મ અને બાળપણ…

વિરાટ કોહલીનું પૂરું નામ વિરાટ પ્રેમ કોહલી છે. તેનો જન્મ 5 નવેમ્બર 1988 ના રોજ દિલ્હીમાં પંજાબી કુટુંબમાં થયો હતો. તેના પિતાનું નામ પ્રેમ કોહલી છે, તેઓ વ્યવસાયે ક્રિમિનલ લોયર હતા. તેની માતાનું નામ સરોજ કોહલી છે. વિરાટનો ઉછેર દિલ્હીના ઉત્તમ નગરમાં થયો હતો. તેણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ‘ વિશાલ ભારતી પબ્લિક સ્કૂલમાં મેળવ્યું. અને માધ્યમિક શિક્ષણ ‘સેવિયર કોન્વેન્ટ’માં પૂર્ણ કર્યું હતું.

વિરાટના જન્મસ્થળઅંગે અસમંજસ…

- Advertisement -

વિભાજન સમયે વિરાટના દાદા મધ્યપ્રદેશના કટની નામક સ્થળે વસ્યા હતા. એવુ માનવામાં આવે છે કે વિરાટનું મૂળ વતન કટની છે. બાદમાં તેના પિતા દિલ્હી વ્યવસાય અર્થે સ્થાયી થયાં હતા.

ક્રિકેટ તરફ પ્રયાણ…

વિરાટ જયારે 3 વર્ષનો હતો. ત્યારથી જ તેને ક્રિકેટનો શોખ હતો. પહેલા તો તે પોતાની સોસાયટીમાં ક્રિકેટ રમતો અને પોતાની રમતથી જોનાર સૌ કોઈને અચંબિત કરી દેતો હતો.

વિરાટનું આ કૌશલ્ય જોઇ તેના એક સંબંધીએ વિરાટના પિતાને જણાવ્યું કે તમે વિરાટને ક્રિકેટ અંગેની તાલીમ આપવો, ભવિષ્યમાં તે એક શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે ઉભરી આવશે. આ વાત સાંભળી પ્રેમ કોહલીએ તે બાબતે વિચાર કર્યો, જયારે વિરાટ 9 વર્ષનો હતો ત્યારે તેના પિતા વિરાટને “પશ્ચિમ દિલ્હી ક્રિકેટ એકેડેમી”માં કોચ ‘રાજકુમાર શર્મા ‘ પાસે લઈ ગયા. 1998માં આ એકેડેમીની શરૂઆત કરવામાં આવી હતી અને વિરાટ તેની પ્રથમ બેચનો ભાગ હતો. તેણે કોચ ‘ રાજકુમાર શર્મા’ના નેતૃત્વ નીચે ક્રિકેટની તાલીમ પ્રાપ્ત કરી.

Cricket virat kohli great personality life and success Anushka

વિરાટની ક્રિકેટ કારકિર્દી…..

પ્રથમ ક્રિકેટ પ્રદર્શન –

વિરાટ કોહલીએ પોતાનું પ્રથમ ક્રિકેટ પ્રદર્શન 14 વર્ષની વયે વર્ષ 2002 માં કર્યું પરંતુ અમુક કારણોસર તેની પસંદગી થઈ ન હતી. તેથી તેને ઘણું જ દુઃખ થયું હતું.

અંડર – 15 માં –

- Advertisement -

ત્યારબાદ વર્ષ 2003માં અંડર – 15 માં ‘ ઉમરીગર ટ્રોફી માટે દિલ્હી ખાતે પોતાનું કર્તુત્વ બતાવ્યું હતું. અને તે પસંદગી પામ્યો હતો. એટલું જ નહિ તેણે આગામી મેચ માટે ટીમનું નેતૃત્વ કર્યું હતું.

વિજય મર્ચન્ટ ટ્રોફી…

ત્યારબાદ તે વર્ષ 2004માં ‘વિજય મર્ચન્ટ ટ્રોફી ‘ માટે અંડર – 17 માં સિલેક્ટ થયો અને ખુબ જ આક્રમક દાવ રમ્યો અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.

નિષ્ફળતા…

18 વર્ષની વયે તેણે તમિલનાડુ સામેની મેચમાં દિલ્હી તરફથી નેતૃત્વ કરી ફર્સ્ટ ટાઈમ પર્દાર્પણ કર્યું હતું. જેમા તે માત્ર 10 રન બનવી શક્યો હતો.

ઇંગ્લેન્ડ પ્રવાસ…

જુલાઈ 2008માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેણે અંડર – 19 ટીમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ તે T20માં જોડાયો અને ઇન્ટર સ્ટેટ T20 માં 179 રનનો સ્કોર બનાવી વિરાટ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.

Also Read::   Media મીડિયાને હાથ જોડીને વિનંતી....

નસીબ બદલાયું…

વર્ષ 2008માં વિરાટના જીવનની એક નવી દિશાનો ઉદય થયો. જાણે તેનું નસીબ બદલાયું તેણે અંડર – 19 વર્લ્ડકપ વિજેતા ટીમનું નેતૃત્વ કર્યું,’ IPL’ માં ‘RCB’ ટીમ દ્વારા તેને યુવા કરાર પર ખરીદવામાં આવ્યો સાથે સાથે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેણે પર્દાર્પણ કર્યું આમ આ વર્ષ તેના માટે મહત્વનું અને કારકિર્દીને સફળ અને ઉજ્વળ બનાવનાર રહ્યું.

ICC ચેમ્પિયનશિપમાં…

- Advertisement -

વિરાટે 2009 માં ICC ચેમ્પિયનશિપમાં અને શ્રીલંકા સામેની ત્રિકોણીય શ્રેણીમાં પણ સારું પ્રદર્શન કર્યું.

વર્ષ 2010માં તેણે ત્રિરાષ્ટ્રીય ODI માટે સચિનનું સ્થાન લીધું હતું.

વર્લ્ડ કપ વિજેતા…

વર્ષ 2011 માં વર્લ્ડ કપ વિજેતા ટીમનો તે ભાગ બન્યો અને વર્લ્ડ કપમાં પર્દાર્પણ સાથે જ સદિ ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સ મેન હતો.

Cricket virat kohli great personality life and success Anushka

વિશ્વનો પ્રથમ ખેલાડી…

તેણે પોતાની 27મી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં આક્રમક બેટિંગ કરી અને 1000 રન સાથે વિશ્વમાં સૌથી ઝડપી રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો.

ઓસ્ટ્રેલિયા સાથેની શ્રેણીમાં તેણે 25 સદી ફટકારી તથા 7000 રનનો સ્કોર પાર કર્યો અને વિશ્વના સૌથી ઝડપી બેટ્સમેન તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી.

સૌથી વધુ રન…

વિરાટ 2017માં શ્રીલંકા સામેની શ્રેણીમાં કેપ્ટ્ન તરીકે ભારતમાં ઘર આંગણે છઠ્ઠી બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેણે 2818 રન બનાવ્યા. જે આજ સુધીમના સૌથી વધુ છે. વાર્ષિક કેલેન્ડર મુજબ તે સૌથી વધુ રન બનાવનાર ભારતનો ત્રીજો અને વિશ્વનો દસમો ખેલાડી બન્યો હતો.

વિરાટની કેપ્ટ્નશિપ –

વર્ષ 2014 માં T20 મેચમાં વિરાટ વાઇસ કેપ્ટ્ન બન્યો.જેમા તેણે 319 રન બનાવ્યા. અને તે ‘મેન ઓફ ધ ટુર્નામેન્ટ ‘ બન્યો હતો.

તેણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 115 રન બનાવ્યા જ્યાં ધોનીએ આંતરરાષ્ટ્રીય મેચમાંથી નિવૃત્તિ જાહેર કરી અને વિરાટ પૂર્ણ સમયનો કેપ્ટ્ન બન્યો.

વિરાટે 8 વર્ષ માટે IPL શ્રેણીમાં RCB ની કેપ્ટ્નશિપ કરી હતી.

Cricket virat kohli great personality life and success Anushka

વિરાટના જીવનનો કરુણ પ્રસંગ –

વર્ષ 2006 માં જયારે વિરાટ ‘રાજીવ ટ્રોફી ‘ માટેની મેચ દિલ્હી ખાતે રમી રહ્યો હતો ત્યારે તેના પિતા પ્રેમ કોહલી તારીખ 18 ડિસેમ્બર 2006ના રોજ ‘ કાર્ડિયાક એરેસ્ટ’ના કારણે મૃત્યુ પામ્યા હતા. તેને આ સમાચાર મળ્યા બાદ તે મેચ પૂર્ણ કરી ઘરે ગયો.

પિતાના અગ્નિ સંસ્કારની વિધિ માટે. તેણે વિધિ બાદ પોતાના કોચ રાજકુમાર શર્માને ફોન કરીને પૂછ્યું હું હવે શું કરું? ત્યારે તેમણે જવાબ આપ્યો કે ” જે થવાનું હતું તે થઈ ગયું તારી સામે તારું ફ્યુચર છે તારી લાઈફ છે. તો તું તારા કરિયર પર ફોક્સ કર. વિરાટ પોતાના મન સાથે સમાધાન કર્યું અને તે બીજા દિવસે મેચ રમે છે અને ટીમ જીતી જાય છે.

Also Read::   Cricket ગુજરાતના આ યુવાનને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે પ્રેક્ટિસ વખતે શા માટે બોલાવ્યો?

‘વીરુષ્કા’ મિલન…

Cricket virat kohli great personality life and success Anushka 
Cricket virat kohli great personality life and success Anushka

વિરાટે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેની અને અનુષ્કાની પ્રથમ મુલાકાત એક શેમ્પુની એડ માટે થઈ હતી. તેના મેનેજર બંટીએ જણાવ્યું કે સર તમારે અનુષ્કા શર્મા સાથે શૂટ કરવાનું છે આ સાંભળી તે નર્વસ થઈ ગયો હતો. પણ બંને વચ્ચે ધીમેધીમે દોસ્તી થઈ. અને ત્યાંથી વાત આગળ વધી બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂંટવા લાગ્યા. અનુષ્કાને ઘણીવાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં નજરે ચડી હતી.

બન્ને વચ્ચે ઘણી સમાનતા હતી બંને એ પોતાના કરિયરની શરૂઆત 2008 માં કરી હતી. અને બંને પોતાના ફિલ્ડમાં આગળ વધી રહ્યા હતા.

વિરાટે આગળ જણાવ્યું કે તેમના લગ્નની સંપૂર્ણ તૈયારી અનુષ્કાએ જ કરી હતી.

11 ડિસેમ્બર 2017ના રોજ ઇટલી ( ફ્લોરીંસ ) ખાતે ‘વીરુષ્કા’ એ માત્ર 42 સ્વજનોની હાજરીમાં સાદગીથી લગ્ન કર્યા હતા. તેમને એક દીકરી પણ છે જેનું નામ ‘ વામિકા’ છે.

વિરાટ – અનુષ્કાના ફેન્સ( ચાહકો) તેમને પ્રેમથી ‘વીરુષ્કા’ કહે છે.

હાલમાં વિરાટ કોહલી 35 વર્ષના છે.

વિરાટને પ્રાપ્ત થયેલા સન્માન / એવોર્ડ્સ…

ODI ક્રિકેટર ઓફ ધ યર – 2012

અર્જુન એવોર્ડ – 2013

પદ્મશ્રી – 2017

સર ગાર્ફીલ્ડ સોબર્સ ટ્રોફી – 2018

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ – 2018

વિઝડન ક્રિકેટર ઓફ ધ યર – 2019

Cricket virat kohli great personality life and success Anushka

હવે ODI વિશે થોડું જાણીએ…

ODI શું છે?

‘ONE DAY INTERNATIONAL’

One Day International જેને ( ODI) તરીકે ઓળખવામાં આવે છે જેની શરૂઆત વર્ષ 1971 માં કરવામાં આવી હતી. 1980 માં આ શ્રેણીએ ખુબ જ લોકપ્રિયતા મેળવી જેમા 50 ઓવરની મેચમાં ખેલાડીએ પોતાનું રમત કૌશલ્ય સિદ્ધ કરવાનું હોય છે.

ભારત અત્યાર સુધીમાં કુલ 1026 ODI મેચ રમ્યું છે જેમાંથી ભારત 538 મેચ જીત્યું છે.

‘ODI રેન્ક ‘

ODI શ્રેણીમાં 29 જાન્યુઆરી 2023 ના રોજ 114 પોઇન્ટ સાથે ભારત પ્રથમ રેન્ક પર અને ઓસ્ટ્રેલિયા 112 પોઇન્ટ સાથે બીજા રેન્ક પર છે.

વિરાટ કોહલી ભારતનો શ્રેષ્ઠ ‘ODI ‘ ખેલાડી છે.

રજુઆત – જય પંડયા

Cricket virat kohli great personality life and success Anushka

#Cricket #virat #kohli #great #personality #life #success #anushka

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!