HomeEnvironmentArdusi આપણાં વૃક્ષોઃ અરડુસીઃ ઔષધીયઃ ઓળખ અને ઉપાય

Ardusi આપણાં વૃક્ષોઃ અરડુસીઃ ઔષધીયઃ ઓળખ અને ઉપાય

- Advertisement -

Ardusi aayurved medicine use

7 – આપણાં વૃક્ષોઃ અરડુસીઃ ઔષધીયઃ ઓળખ અને ઉપાય

 

સંકલન અને આલેખન – જય પંડ્યા

Ardusi aayurved medicine use
Ardusi aayurved medicine use

મૂળ નામ – અરડૂસી

વૈજ્ઞાનિક નામ – જસ્ટિસિયા અડતોડા

- Advertisement -

અરડૂસી અથવા વસાકા એક દ્વિબીજપત્રી ઘટાદાર વનસ્પતિ છે. આ છોડ એકેન્થેસિયા પરિવારની વનસ્પતિ છે. અરડૂસીનાં પાંદડાં લાંબા હોય છે અને શાખાની પર્વસન્ધિઓ પર સમ્મુખ ક્રમમાં સજ્જ રહેતી હોય છે. એનાં ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ આયુર્વેદ અને હોમિયોપેથીમાં વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.

અરડૂસી એ ક્ષયમાં ખુબ જ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ હિતાવહ છે. કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસી સારુ કામ કરે છે.

ardusi ઉપયોગ :

* અરડૂસીનાં તાજા પાનને ખુબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છુટ્ટો પડે છે.

* નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાજં આપવાથી રાહત થાય છે.

* અરડૂસીના અવલેહને વાસાવલહે કહે છે. તે ખાંસી, દમ અને સસણીમાં સારુ પરિણામ આપે છે.

- Advertisement -

* પરસવો ખુબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીના પાનનું ચુર્ણ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે.

Also Read::   Neem Tree આપણા વૃક્ષો : લીમડો - ઉત્પત્તિ, ગુણ અને ઉછેર

* અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.

 

બહુશાખિત 1.5થી 2.5 મીટર ઊંચા રોપ અગર છોડ. સદા લીલા રહે. સામસામાં 11 સેમી. × 3.8 સેમી. માપનાં તીવ્ર વાસવાળાં, અંડાકાર, સાંકડા થતા પર્ણતલવાળાં પર્ણો. પુષ્પદંડ વગરનાં, સફેદ (ક્વચિત જ કાળાશ પડતાં) ઑગસ્ટ-નવેમ્બર માસમાં પંચાવયવી પુષ્પો આવે. વજ્રપત્રો ઉપરથી નીચે સુધી ફાટવાળાં અને ફક્ત કિનારી-તલથી જોડાયેલાં. બે ઓષ્ટકવાળું દલપુંજ. નલિકાના નાકા ઉપર પાંખડીઓ ગુલાબી રંગની લીટીઓ ધરાવે. બે રુવાંટીવાળાં પુંકેસરો. ફેબ્રુઆરી-મે માસ દરમિયાન ફાટે તેવું પ્રાવર (capsule) ફળ આવે. [‘ગુજરાતની વનસ્પતિ’(લે. શાહ જી. એલ.)ના પૃષ્ઠ 527 પર ઉલ્લેખ છે કે તેને ફળ બેસતાં જ નથી.] ગરમ અથવા સાધારણ ઠંડા પ્રદેશમાં થાય છે. ભારતમાં બધે જ જોવા મળે છે. મુખ્યત્વે દેહરાદૂન અને સહારનપુર જિલ્લાના કેટલાક ભાગોમાં, જેસોરની ખીણમાં આશરે 1,200 મીટર ઊંચાઈ સુધી જોવા મળે છે.

અરડૂસીમાં આલ્કેલૉઇડ અને બાષ્પશીલ તેલ રહેલાં છે. આલ્કેલૉઇડ છોડના બધા ભાગોમાં હોય છે અને તેનું પ્રમાણ 2થી 4 ટકા જેટલું હોય છે. ઔષધ તરીકે પર્ણ અને ફૂલવાળી ડાળીઓ જ મુખ્યત્વે વપરાય છે. વાસીસિન અને વાસીસિનોન મુખ્ય આલ્કેલૉઇડ છે. વાસીસિનનું ઉપચયન (oxidation) થતાં વાસીસિનોન બને છે. વાસીસિન અનૈચ્છિક (autonomic) પેશીઓનું સંકોચન (contract) કરે છે, જ્યારે વાસીસિનોન તેને વિસ્ફારિત (dilate) કરે છે. દમ જેવા રોગોમાં શ્વાસનળીઓ સંકોચાય છે. મોં વાટે આપેલ અરડૂસીમાંનું વાસીસિન શરીરમાં વાસીસિનોનમાં રૂપાંતરિત થાય છે અને સંકોચાયેલ શ્વાસનળીઓને વિસ્ફારિત કરીને દમમાં રાહત આપે છે. જમ્મુની રિજ્યૉનલ રિસર્ચ લૅબોરેટરીએ 1975ના અરસામાં અરડૂસી ઉપર સઘન સંશોધન કર્યું હતું. આમાં અરડૂસી રક્તપિત્ત ઉપર, ગર્ભાશય તેમજ બીજાં અંગોમાં થતો રક્તસ્રાવ અટકાવવામાં અને ગર્ભાશયને સંકોચનાર તરીકે ઉપયોગી હોવાનું માલૂમ પડ્યું હતું.

Also Read::   Badam આપણા વૃક્ષો: બદામ - ઓળખ અને ઉપયોગિતા...
- Advertisement -

ગુજરાતમાં વનવિસ્તારમાં તેમજ રસ્તા પર તે જોવા મળે છે. ડાંગમાં તે ઓછો થાય છે. હલકી નબળી જમીન અને ઓછો વરસાદ તેને અનુકૂળ આવે છે. ફળ-પાપડી વજનમાં હલકી હોવાથી પવનથી તે ઊડે છે અને એમ ફેલાવો થાય છે.

લાકડું પોચું અને હલકું. ઇમારતી લાકડા તરીકે બિનઉપયોગી. પરંતુ તલવાર-છરીનાં મ્યાન, ઢોલ, હલકાં રમકડાં, ફ્રેમ, ખોખાં અને દીવાસળી બનાવવામાં ઉપયોગી.

પવનથી ઊડતી માટીને રોકી પ્રદૂષણ-અવરોધક તરીકે તે વપરાય છે. આયુર્વેદ અનુસાર ધનુર્વાતમાં તેનો પત્રસ્વેદ અને જૂના મરડામાં છાલનો પુટપાક  સ્વરસ ઉપયોગી છે.

આમ આપણે આ એપિસોડમાં અરડૂસી વિશે માહિતી મેળવી હવે પછીના એપિસોડમાં આપણે અન્ય વનસ્પતિ વિશેની માહિતી મેળવીશું.

સંકલન અને આલેખન – જય પંડ્યા

 

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link… 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!