HomeSAHAJ SAHITYAરત્નો બલ્દાણીયો

રત્નો બલ્દાણીયો

- Advertisement -

Teacher students story guru vidyarthi

માસ્તરની એક વાતે મરતો બચાવ્યો…

આલેખન – કાળુભાઈ ભાલિયા

Teacher students guru vidyarthi

 

( લેખક નિવૃત્ત શિક્ષક છે, જેઓ પોતાના અનુભવની, સત્ય ઘટનાની પોતાના અતિતની વાતો આલેખી નવું અનુભવવિશ્વ આપણી  સામે ખોલી આપે છે.) 

Teacher students story guru vidyarthi

- Advertisement -

રત્નો બલ્દાણીયો

                (સને ૧૯૭૦ની સત્ય ઘટના) હું ધોકડવા શાળામાં ધોરણ ૬ ના વર્ગશિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, ત્યારે વિજ્ઞાન વિશે પ્રકરણ ચાલતું હતું અને વાત-વાતમાં હું બોલેલો કે કોઈ ઝેરી જનાવર (સાપ) કરડે તો તે ભાગ દોરી કે  કપડાથી મુશ્કેટાટ બાંધવો જેથી ઝેર શરીરમાં આગળ ન  જાય  અથવા તો દાંતથી કરડી તે સાપ કરડેલા ભાગને  દૂર કરવો જેથી ઝેર શરીરમાં પ્રવેશ જ ન કરે.. 

 

થોડા સમય બાદ ધોકડવાની બાજુમાં “નગડીયા” નામનું ૫૦૦ ની વસ્તી ધરાવતું નાનકડું ગામ અને ત્યાંથી ચાલીને બાળકો મારી શાળામાં ભણવા આવતા. તે સમયમાં જંગલના આજુબાજુ  ગામડાના માલધારીઓને જંગલમાં  માલઢોર ચરાવવા ની છૂટ હતી.

 

- Advertisement -

                    મારા એક વિદ્યાર્થી રતન બલ્દાણીયાની ઉમર ત્યારે ૧૧ થી ૧૨ વર્ષની હશે, તે પોતાના પિતાના કહેવાથી ‘મીંઢા’ નામના નેસમાં માલઢોર ચરાવવા એકલો  જાય છે અને ગીર જંગલના એ નેસ વિસ્તારમાં ઊંચા ઘાંસ માં નાનકડી કેડી આસપાસ  પોતાના ઢોર ચરાવતા આગળ ઢોર ચાલે અને પાછળ પોતે ચાલે છે. એમાં અચાનક ઘાસ માંથી તેના પગમાં કાંઈક  કરડી જાય છે. એને ખબર પડી કે નક્કી સાપ કરડ્યો છે. આ ગાઢ જંગલમાં એ એના માલઢોર સાથે એકલો જ છે, શું કરવું? 

Also Read::   Friendship મારા બાળપણનો મૌન સાથી એટલે મારો રેડિયો...

 

પોતાના ગામ સુધી જવામાં પણ સમય લાગે, આ નાનકડા બાળકના મનમાં એના શિક્ષકની યાદ આવી કે શિક્ષકે કહ્યું હતું  કે સાપ કરડ્યો હોય એનાથી ઉપરના ભાગમાં કડક દોરી બાંધી દેવી જેથી ઝેર શરીરમાં આગળ ન વધે,પરંતુ ત્યાં તેની પાસે દોરી તો નહોતી. બીજો ઉપાય હતો કે કરડીને એ ભાગને કાઢી નાખવો. 

 

એને પોતાના શિક્ષક ઉપર અપાર શ્રદ્ધા કે સાહેબે કહ્યું એ સાચું જ હોય.  એણે ત્વરિત નિર્ણય લઈને પોતાના જ પગમાં બચકું ભરીને એ પોતાના પગના એ ભાગને કરડીને ફેંકી દીધો. પછી પોતે લંગડાતા ચાલીને મહા મુસીબતે એ ઘરે પહોચ્યો. ઘરે આવીને  પોતાના બાપા ને વાત  કરી કે આજે જંગલમાં આવું બન્યું. તેના પિતા એ કહ્યું કે, ‘મૂરખ આવું કરાય?’ કોણે શીખડાવ્યું  તને આવું કરવાનું? એણે જવાબ આપ્યો કે મારા સાહેબે કહ્યું હતું એ સાચા જ હોય એટલે મેં આવું કર્યું. 

- Advertisement -

                  તરત એને દવાખાને લઇ ગયા ત્યાં દાક્તરે પણ આ રતનની હિંમત અને સમય સૂચકતાને બિરદાવી. 

 

બે દિવસ રત્નો નિશાળે ન આવ્યો એટલે અમને ખબર મળી કે એની સાથે આવી ઘટના બની છે એટલે હું અને મારા આખા વર્ગના બધા બાળકો બધા પગપાળા ( ત્યારે વાહનો તો ન હતા ) રત્નાના ગામ નગડીયા ગયા. એના ઘરે પહોચ્યા તેના પિતા એ મને જોયો તો કહે કાં  માસ્તર કેમ છો? તમે તો આખી સેનાને લઈ આવ્યા. એમણે માંડીને બધી વાત કરી, અમારો રત્નો તમારી વાત બહુ માને હો એમ પણ કહ્યું. પછી અમને  બધાને દૂધ પાયું અમને સૌને આનંદ થયો.  

Also Read::   Gujrati Kavita: વરસાદી મોસમમાં ૧૧ કાવ્ય પંક્તિઓ : આવો, મેઘધનુના ઢાળ પર...

                          આ માલધારી સુખી સમૃદ્ધ હતા. તેની પાછળ ખર્ચો પણ ઘણો થયો, એક મહિના સુધી એને નિયમિત દવાખાને જવું પડ્યું પછી એ રત્નો સાજો થયો અને નિશાળે પણ આવવા લાગ્યો હતો. આજે એ નાનકડો છોકરડો રત્નો રતનભાઈ બલ્દાણીયા બની ગયા છે અને  તેઓ આજે મોટા ખેડૂત છે. 

 

                   તે સમય જુદો હતો આજે ગણતરી યુગ છે. પૈસા જ સર્વસ્વ છે,  ત્યારે એવું ન હતું. પ્રેમભાવ, લાગણી હતા. શિક્ષક પોતાના વર્ગમાં બાળકોને આત્મજન માનીને ભણાવતા અને બાળકો પણ માસ્તર ને માં જેટલુજ માન આપતા.

બાલદેવો ભવ: ની માન્યતા હતી. 

 

આલેખન – કાળુભાઈ ભાલિયા

Teacher students story guru vidyarthi

- Advertisement -
RELATED ARTICLES

2 COMMENTS

  1. આજના સમયમાં આવા ગૂરૂ કે આવા શિષ્યો જોવા મળતાં નથી.. ગુરૂ અને શિષ્ય બન્ને પ્રોફેશનલ બની ગયા છે.

  2. Khubaj sunder lakhyu che Nitin bhai ane te chokrani himat ne pan Salam che teacher nu shikshan tene yad rakhuu ane tene amal ma Lai ne tene Kam aavyu sarp dans ma khub khub abhinandan tame Tamara jivan ma aaj rite khub safalta prapt karo

Comments are closed.

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!