HomeSAHAJ SAHITYAFriendship મારા બાળપણનો મૌન સાથી એટલે મારો રેડિયો...

Friendship મારા બાળપણનો મૌન સાથી એટલે મારો રેડિયો…

- Advertisement -

My childhood friend radio transmission friendship

Contents

મારા બાળપણનો મૌન સાથી એટલે મારો રેડિયો…

આલેખન – રાજ લક્ષ્મી

My childhood friend redio transmission friendship
My childhood friend redio transmission friendship

બચપણથી લઈને આજ સુધી અમારી આ મિત્રતા હજુ કાયમ છે. મિત્રતા દિવસની ઉજવણી થોડા સમય પહેલા જ આપણે સૌએ કરી, તો આજે મારે મારા એક વિશિષ્ટ મિત્ર વિશે વાત કરવી છે.

Friendship મારો એ મિત્ર….

મારો એ મિત્ર એટલે મારો રેડિયો પોતે મૌન રહીનેમારા સુખ દુઃખ જોયા કરે એમ મને લાગે.એક અલગ જ અનુભૂતિથી હું તેના સાથે જોડાયેલી છું લગભગ ધોરણ ચારમાં હતી ત્યારથી રેડિયો સાંભળી રહી છું. લગભગ 30 વર્ષથી આ રેડિયો અને હું મિત્ર રહયા છીએ. મારા મતે આજની યાંત્રિકતા વચ્ચે એક જીવંત પાત્ર એટલે રેડિયો.

Radio રેડિયો પ્રસારણ વિશે માહિતી…

- Advertisement -

રેડિયો પ્રસારણ ની શરૂઆત 23મી જુલાઈ 1927 ના રોજ મુંબઈમાં ઇન્ડિયન બ્રોડ કાસ્ટિંગ સર્વિસ ના નામે શરૂ થઈ હતી. 1 માર્ચના રોજ તેને તત્કાલીન સરકારે ખોટમાંથી ઉગાડવા ને કારણે પોતાને હસ્તક કરી હતી. જે ત્યારબાદ ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ ના નામે ઓળખાતી હતી ઈસ. 1936 માં તેનો સત્તાવાર નામ ઓલ ઇન્ડિયા રેડિયોમાં પરિવર્તિત થયું હતું.

Aakashvaani આકાશવાણી…

આકાશવાણીને આ પ્રાથમિક ચેનલ દેશના લગભગ બધા જ પ્રમુખ શહેરોમાં સૂચના અને મનોરંજન પૂર્તિ કરતી હતી. તેમ છતાં કોઈ પણ કારણસર આકાશવાણી ચેનલ દ્વારા હિન્દી ગીતોનો પ્રસારણ બંધ કરવામાં આવ્યું .આ હિન્દી સંગીત જગતનો સુવર્ણયોગ હતો ,તે સમયે ફિલ્મ જગતના એક થી એક ચડિયાતા સંગીતકારો એક થી એક ચડિયાતા ગીતો તૈયાર કરી રહ્યા હતા આ સમયે શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની વિદેશી સેવા કે જેને આપણે રેડિયો સીલોનના નામે ઓળખીએ છીએ તે હિન્દી ફિલ્મી ગીતો વગાડતી. તેના કાર્યક્રમની લોકપ્રિયતા પણ વધારે હતી.

અખિલ ભારતીય મનોરંજન સેવા…

આ જ સમયે આકાશવાણીના તત્કાલીન મહાનિર્દેશક ગિરીશકુમારે પંડિત નરેન્દ્ર શર્મા ગોપાલદાસ કેશવ પંડિત અને અન્ય સહયોગી સાથે મળીને એક અખિલ ભારતીય મનોરંજન સેવાની બીજ રોપીઓ જેનું નામ રાખવામાં આવ્યું વિવિધ ભારતી સાર્વજનિક સેવા પ્રસારક ઓલ ઇન્ડિયા રેડિયો એ ભારતમાં પ્રસારણ સેવાઓ આપી શકાય તે માટે 662 રેડિયો ટ્રાન્સમીટર અને 467 રેડિયો સ્ટેશન સ્થાપિત કરેલા છે.

હવે જાણીએ આપણે વિવિધ ભારતી ચેનલ વિશે….

મારે વાત કરવી છે વિવિધ ભારતી ચેનલની.બાળપણથી જ હું, મારા મમ્મી અને મારી બેન વિવિધભારતી સાંભળતા હતા. રેડિયોનો લગાવ મારા માતાની દેન છે.જે હું મારા માતાની આભારી છું.

ઘણી વખત મને પ્રશ્ન થતો કે વળી આ વિવિધ ભારતીય એટલે શું? વિવિધભારતી ભારતમાં સાર્વજનિક ક્ષેત્રના રેડિયો ચેનલ આકાશવાણીનું એક પ્રમુખ પ્રસારણ છે ભારતમાં રેડિયો સાંભળનાર શ્રોતાઓની વચ્ચે આ ચેનલની એક અલગ પહેચાન છે. આ એક અત્યંત લોકપ્રિય સેવા છે.

દેશના બે મોટા કેન્દ્ર મુંબઈ અને મદ્રાસ…

- Advertisement -

વિવિધ ભારતીની શરૂઆત 3 ઓક્ટોબર 1957 ના રોજ થઈ હતી.વર્ષ 2006 અને 2007 ને વિવિધ ભારતીનું સુવર્ણ જયંતી વર્ષ તરીકે મનાવવામાં આવ્યો હતો વિવિધભારતી ઉપર મુખ્યત્વે હિન્દી ભાષામાં મનોરંજનના કાર્યક્રમમાં પ્રસારિત થાય છે શરૂઆતમાં આ કાર્યક્રમનો પ્રસારણ દેશના બે મોટા કેન્દ્ર મુંબઈ અને મદ્રાસ કેન્દ્રથી થતું હતું. પરંતુ ધીરે ધીરે તેને લોકપ્રિયતા ખૂબ જ વધવાને કારણે આકાશવાણીના દરેક કેન્દ્ર ઉપર થી તેનું પ્રસારણ થવા લાગ્યું. હું માનું છું ત્યાં સુધી આ ચેનલ રેડિયો સાંભળતા દરેક ભારતીય વ્યક્તિની એક મનપસંદ ચેનલ હશે જ…

Also Read::   Shahbuddin rathod ગુજરાતના ' હાસ્યપીઠ ' ના સ્થાપક શાહબુદ્દીન રાઠોડ વિશે જાણી - અજાણી વાતો... 

જ્યારે આપણા દેશમાં દુરદર્શન ચેનલ ન હતી અને તેના આવ્યા બાદ પણ દૂરદર્શન રેડિયો જેટલી લોકપ્રિયતા હાંસેલના કરી શકે હતી એટલે લોકપ્રિયતા વિવિધભારતી ચેનલની છે .

Vividhbharati વિવિધ ભારતી ઉપરથી પહેલું પ્રસારિત થયેલું ગીત….

પંડિત નરેન્દ્ર શર્માએ લખેલ હતું જેને સંગીતમય કરવાનું કામ સંગીતકાર અનિલ વિશ્વાસે કર્યું હતું. જે પ્રસાર ગીત તરીકે ઓળખાયું અને તેના સ્વર હતા ‘નાચે મયુરા નાચે’ આ ગીતનો સ્વર આપેલો હતો મન્નાડેજી એ. આજે પણ આ ગીત વિવિધ ભારતની ચેનલના સંગ્રહાલયમાં જોવા સાંભળવા મળી જશે .અખિલ ભારતીય મનોરંજન સેવા વિવિધભારતી ચેનલ પહેલી ઉદ્ઘોષણા શેલ કુમારે કરી હતી. તે આગળના વર્ષોમાં એમની સાથે અમીન સયાની નું નામ પણ સારી રીતે જોડાઈ ગયું.

નામકરણ…

વિવિધ ભારતી મૂળ અંગ્રેજી શબ્દ મિસ્લેનિયસ શબ્દનો હિન્દી અનુવાદ છે. પંડિત નરેન્દ્ર શર્માએ આ નવી સેવાની આપેલ હતું.

સેવાની પ્રસારણ આવૃતિઓ…

મુંબઈ 1188 K Hz ,દિલ્હી 1368 K Hz
પ્રારંભિક કાર્યક્રમ જયમાલા અને હવા મહેલ વિવિધ ભારતી ચેનલના શરૂઆતના કાર્યક્રમ હતા. જે આજ સુધી આ ચેનલ ઉપર આવે છે હું પણ તેને નિયમિત સાંભળું છું.

જય માલા…

- Advertisement -

જય માલા ભાઈઓ માટેનો કાર્યક્રમ છે. જે સોમવારથી શુક્રવાર સુધી દરરોજ આવે છે. અને તેમાં ફૌજી ભાઈઓ ના પસંદગીના ગીતો પ્રસારીત કરવામાં આવે છે .વિવિધ ભારતી એવી રેડિયો ચેનલ છે કે નેમાને ફૌજીભાઈઓ માટેનો ખાસ કાર્યક્રમ શરૂ કર્યો. ત્યારબાદ આ ફોર્મેટની નકલ અન્ય ઘણી ચેનલોએ કરેલી છે. અભિનેત્રી નરગીસે વિવિધ ભારતી ચેનલ ઉપર પહેલો કાર્યક્રમ રજૂ કરેલ હતો. ત્યારબાદ આશા પારેખ, માલા સિંહા, વહીદા રહેમાન અને હેમામાલીની કે આજની પેઢીમાં અમૃતા રાવ સુધી રજુઆત કરેલ છે.

હવામહેલ કાર્યક્રમ…

હવા મહેલ નાટિકાઓ અને ઝલકીઓનો કાર્યક્રમ છે .પહેલા આ કાર્યક્રમ રાતના 9.15 આવતો હતો પરંતુ હવે આ કાર્યક્રમનો સમય રાત્રે 8:00 વાગ્યાનો કરાયો છે. હવા મહેલની આ નાટિકાઓ દેશભરમાંથી તૈયાર થાય થઈને આવે છે .એક સમયમાં હિન્દી ફિલ્મ જગતના નામે કલાકાર અસરાની ,અમરીશપુરી કે દીના પાઠક વગેરે જેવા દિગ્ગજ કલાકારો હવામહેલના આ કાર્યક્રમમાં અભિનય કરતા હતા.

વિવિધ ભારતીના અન્ય કાર્યક્રમની સૂચિ….

સંગીતસરિતા ,પીટારા ,સખી સહેલી
યુથ એક્સપ્રેસ ,ઉજાલે ઉનકી યાદો કે ,ભૂલે બિસરે ગીત ,છાયા ગીત વગેરે જેવા કાર્યક્રમો વર્ષોથી ભારતની જનતાને પિરશી રહી છે.

 

સવારથી રેડિયો શરૂ થાય તો સાંજે અથવા રાત્રે બંધ થતો પરંતુ અભ્યાસ માટે થોડા વર્ષો બહાર જવાનું થયેલ હોવાથી મારો અને રેડિયા સાથેનો નાતો માં થોડી દુરી આવી ગયેલ ,જોકે રેડિયમના ખૂબ વહાલો છે તે માલુમ પડતા હોસ્ટેલમાં પણ મારા એક ફ્રેન્ડ દ્વારા મને રેડિયો ગિફ્ટ મળેલો.

રેડિયોના પ્રોગ્રામ મારી દ્રષ્ટિએ…

વંદન વાર, સંગીત સરિતા નું સંગીત સાંભળીને મન શાંત થઈ જાય છે. પત્રાવલી કાર્યક્રમ ખૂબ જ ગમતો હતો દર્શકોના પત્ર જાણે રૂબરૂ જોતા હોય એવો આખો દેખો હાલ સાંભળતા હતા. હવામહેલની ઝલકીઓ સાંભળતા સાંભળતા લેસન કરતા અને ઘરે હોય ત્યારે ફૂલ વોલ્યુમમાં ગાયન ગીતો સાંભળતા હોય અને અચાનક પપ્પાને ગાડીનો અવાજ બહારથી આવે તો રેડિયાનો વોલ્યુમ ધીમો કરવા ભાગતા.

Also Read::   Winner : તમે સામાન્ય છો કે અસાધારણ? નક્કી કરો, એક રસપ્રદ યાદી વાંચીને...

છાયા ગીત…

રાતના છાયા ગીત સાંભળતા મારા મમ્મી પણ સાથે ગીતો ગાતા. તેમાં આવતા જુના ફિલ્મી ગીતો એક અલગ જ માહોલ બનાવી દે છે. યુનુસ ખાન દ્વારા પ્રસારિત થતો પ્રોગ્રામ યુથ એક્સપ્રેસ આપણા અંદરની જિજ્ઞાસા વધારે દેતો હતો. અમિન સયાની દ્વારા પ્રસારિત ગીતમાલામાં ગીતોના નંબરનો ક્રમ આપવાની પ્રથા આજે પણ યાદ આવતા મજા પડી જાય છે, ખરુંને!

નવી હિન્દી ફિલ્મના રીવ્યુ નો એક પ્રોગ્રામ હતો ત્યારે માલુમ પડતું કે હમણાં કહ્યું નવું પિક્ચર બહાર પડવાનું છે.

જ્યારે મરાઠી ગીતોનો પણ એક પ્રોગ્રામ હતો તેમાં પણ મરાઠી ના ગીતો સાંભળતા અને સાથે ગાતા .બાળપણમાં રેડિયોની ફ્રિકવન્સીમાં થોડી અડચણ જોવા મળતી એટલે ઘર અવાજ આવતો જેનાથી મારા પપ્પા પરેશાન થઈ જતા અને મને કહેતા બેન હવે આ રેડિયો બંધ કરો તો સારું.

આકાશવાણીમાં…

આકાશવાણીમાં ગામનો ચોરો અને હિન્દી ફિલ્મ ગીતોનો પ્રોગ્રામ નિયમિત સાંભળતા.અરે ક્રિકેટની કોમેન્ટ્રી પૂરો પરિવાર રેડિયો પાસે ટોળું બનીને સાંભળતા હતા અને મેચમાં સિક્સ કે ફોર કોમેન્ટ્રી રેડિયોમાંથી બહાર બહાર આવતી. ટીવી પહેલાના યુગમાં રેડિયોના માન પાન મોબાઇલ જેવા હતા પરંતુ આજના મોબાઇલ યુગમાં રેડિયો સાવ વિસરાઈ ગયો છે એવું લાગે છે.

 

જુજ લોકો જ રેડિયો સાંભળતા હશે સિમેન્ટના જંગલોમાં મોબાઈલ રાજા બની ગયો અને લોકો મોબાઇલના આદી થઈ ગયા છે… જોકે મોબાઈલ નો ઉપયોગ આશીર્વાદ છે કે અભિશાપ! એ પણ ચર્ચાનો વિષય છે.

આજે રેડિયો…

આજે રેડિયો મોટેભાગે FM સ્ટેશનમાં સંકોચાઈને રહી ગયા છે આજે રેડિયો ચલાવવા માટે રેડિયો ખરીદવાની પણ જરૂર નથી ,તમારા આપણા મોબાઇલમાં પણ એપ્લિકેશન દ્વારા રેડિયો સાંભળી શકાય છે એ પણ કોઈ પણ જાતના ઘર અવાજ વિના જોકે મારે તો આજે પણ રેડિયો સાંભળવાની ટેવ હજુ સુધી છૂટી નથી આજે પણ મારે રેડિયોમાં ગીત સાંભળતા સાંભળતા રસોઈ બની જાય છે.

9:30 વાગ્યાનો કાર્યક્રમ એકફનકાર શરૂ થતા કામની ઝડપ વધી જાય છે અને અંદાજો આવી જાય છે કે શાળાનો સમય થવા આવી રહ્યો છે તો ઝડપ કરો.

આલેખન – રાજ લક્ષ્મી

My childhood friend radio transmission friendship

#My #childhood #friend #radio #transmission #friendship

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!