HomeSAHAJ SAHITYATiranga આ છે આપણા ત્રિરંગાની તાકાત!!

Tiranga આ છે આપણા ત્રિરંગાની તાકાત!!

- Advertisement -

Tiranga Indian flag tricolour strength national flag motivational story Indian national flag 

Tiranga  આ છે આપણા ત્રિરંગાની તાકાત!!

Tiranga Indian flag tricolour strength national flag motivational story

આલેખન – હરેશ ચૌધરી

( લેખક, હરેશ ચૌધરી- રીચ ટુ ટીચ- (GCERT)
ગાંધીનગરમાં છે. તેઓનો અભ્યાસ: B.Sc., M.Ed. MBA, PhD છે. તેઓ છેલ્લા ૨૪ વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલા છે. )

Tiranga Indian flag tricolour strength national flag motivational story Indian national flag

15 ઑગસ્ટ 2022.

- Advertisement -

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગામની શાળામાં ધ્વજ વંદન કરવું હતું. પણ, એક તબીબી ઈમરજન્સી આવી અને વહેલી સવારે મહેસાણા જવું પડ્યું.

મહેસાણા હબ ટાઉનથી અભય હોસ્પિટલ માટે રીક્ષા ભાડે કરી. અભય હોસ્પિટલ પહોંચીને રીક્ષા ચાલકને ચાલીસ રૂપિયા આપીને હું નીચે ઉતર્યો. સામે જ દૂધસાગર ડેરી પર વિરાટ કદનો ત્રિરંગો ફરકતો જોયો. ત્યાં જ ઊભા રહી સલામી આપી.

Also Read::   Book Review : ગુઝરા હુઆ ઝમાનાઃ અનુભવોના દાબડાની એક મૂઠ્ઠી….

રીક્ષાચાલક ભાઈ હજુ ત્યાં જ હતા. ધ્વજ વંદન પૂરું થયું ત્યાં એમણે મને કહ્યું,”આ દસ રૂપિયા પાછા લો, ખરેખર ત્રીસ રૂપિયા જ ભાડું થાય છે!” મેં કહ્યું, “આપણે ચાલીસ જ નક્કી થયા છે, એટલે હવે મારાથી પણ દસ પાછા ન લેવાય.”

“તમારા વધારે ન લેવાય, સાહેબ” રીક્ષાચાલક ભાઈએ કહ્યું.

‘ તમારા ‘ શબ્દ પરનો ભાર મને ગદગદ કરી ગયો! કશીજ ઓળખાણ નહીં, માત્ર મને આ રીતે એકલો ધ્વજ વંદન કરતો જોઈને રીક્ષાચાલક ભાઈને દસ રૂપિયા વધારે લેવાઈ ગયા હોવાની લાગણી થઈ!

- Advertisement -

આ છે આપણા ત્રિરંગાની તાકાત!!

મને ખાતરી છે કે મેં ભલે દસ રૂપિયા પાછા ન લીધા, પણ એ રીક્ષાચાલક ભાઈ પણ એ પૈસા પોતાની પાસે નહિ રાખે, ક્યાંક દાન કરી દેશે..!

Also Read::   Gujarati Varta : જાદુગરણી હજી જીવે છે! – આનંદ ઠાકર

આલેખન – હરેશ ચૌધરી

Tiranga Indian flag tricolour strength national flag motivational story Indian national flag

#Indian nationalflag #tiranga #Nationalflag #indianflag #tricolour #strength #motivationalstory

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!