HomeSAHAJ SAHITYAWinner : તમે સામાન્ય છો કે અસાધારણ? નક્કી કરો, એક રસપ્રદ યાદી...

Winner : તમે સામાન્ય છો કે અસાધારણ? નક્કી કરો, એક રસપ્રદ યાદી વાંચીને…

- Advertisement -

Winner : તમે સામાન્ય છો કે અસાધારણ? નક્કી કરો, એક રસપ્રદ યાદી વાંચીને…

Winner You normal or unique? The Winner Stands Alone by Paulo Coelho

તમે સામાન્ય છો કે અસાધારણ? નક્કી કરો, એક રસપ્રદ યાદી વાંચીને…

The Winner Stands Alone by Paulo Coelho

તમે કોઈ ક્ષેત્રમાં ન માત્ર સફળ પણ વિજેતા બનવા ઇચ્છતા હોવ તો આ લેખ તમારા માટે છે. જો તમે કોઈનું મોટીવેશન લઈને નહિ પણ ખુદ કોઈ બીજાનું મોટીવેશન બનવા માંગો છો તો આ લેખ તમારા માટે છે… 

સૌ પ્રથમ તો તમે યાદી જોઈ લો. સામાન્ય લોકો કરે એવી હરેક બાબતો આપ પણ કરો છો તો તમે પણ સામાન્ય જ છો ને એવી જ રીતે જીવન વિતાવશો. જો એનાથી વિપરીત કશુંક નવું કરવા જીવવાના હો તો તમે એક અસાધારણ વ્યક્તિત્વ ધરાવો છો. પણ એ ત્યારે ખ્યાલ આવે કે સામાન્ય શું છે? અહીં યાદી આપેલી છે. આ યાદી કોણે આપી ને કેટલી ઓથેંટિક છે એ છેલ્લે લખ્યું છે.

સામાન્ય એટલે શું?

- Advertisement -

આ યાદી સામાન્ય માણસ કોને કહેવાય તેની વ્યાખ્યાઓ આપે છે…

સામાન્ય એટલે એવી પરિસ્થિતિ જે આપણને આપણી ઓળખ અને ઈચ્છાઓ ભુલાવી દે છે. આ રીતે આપણે ઉત્પાદન, પુનઃઉત્પાદન કરવા અને નાણાં કમાવા માટે કામ કરી શકીએ છીએ.

યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં વર્ષો પસાર કરવા અને છેવટે જાણ થાય કે તમે બેરોજગાર છો.

કોઈ જ આનંદ ના મળતો હોય તેવું કામ રોજ નવથી પાંચ વાગ્યા સુધી કરવું જેથી 30 વર્ષ પછી તમે નિવૃત્ત થઈ શકો.

Also Read::   રાજેન્દ્ર શુક્લ - સ્મરણો અને શબ્દો : ગૂહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંઘરશે...

નિવૃત્ત થવું અને પછી જીવન જીવવા માટે તમારી પાસે પૂરતી તાકાત રહી નથી તેનું ભાન થવું. ત્યાર પછીનાં જીવનનાં પાછલાં થોડાં વર્ષો કંટાળામાં પસાર કરીને મૃત્યુ પામવું.

- Advertisement -

સંપત્તિ કરતાં સત્તા ઘણી વધારે મહત્વની છે અને આનંદ કરતાં નાણાં વધુ મહત્વનાં છે તેવી માન્યતાણાં રાચવું.

પૈસા કરતાં આનંદને વધારે મહત્વ આપતા માણસની મજાક ઉડાવવી અને તેનામાં મહત્વકાંક્ષાનો અભાવ હોવાના આક્ષેપ કરવો.

માતા-પિતા હંમેશા સાચાં હોય છે તેમ માનવું.
લગ્ન કરવાં, બાળકો પેદાં કરવાં અને પ્રેમનું તત્વ ઊડી ગયું હોવા છતાં લાંબો સમય સુધી સાથે રહેવું અને તેનું કારણ આપવુઃ આ અમે બાળકોના ભલા માટે કર્યું છે.

રોજ સવારે પથારીની બાજુના ટેબલ પર પડેલી આલાર્મના એકધારા અવાજથી ઊઠવું.

તમામ લખાણને સાચાં માનવાં.

- Advertisement -

ગળાની આસપાસ રંગીન કપડાંની પટ્ટી ભરાવવી. તેનો કોઈ ઉપયોગ ન હોવા છતાં, તેનું નામ ટાઈ છે તેથી પહેરવી.

કલા કાં તો સંપત્તિ જેટલી મૂલ્યવાન છે, અથવા તો તદ્દન નિર્મૂલ્ય છે.

ફેશનનો પ્રવાહ વિચિત્ર ને અગવડ ભરેલો હોય છતાં તેને અનુસરવો.

બાહ્ય સુંદરતા તરફ ઘણો સમય અને પૈસાનો વ્યય કરવો, પણ આંતરિક મનની સુંદરતા તરફ દુર્લક્ષ સેવવું.

ભૂખ ના લાગી હોય તો પણ દિવસમાં ત્રણ વખત જમવું.

રોજ ઘણોબધો સમય ટીવી જોવામાં પસાર કરીને તાણને દૂર રાખવો.

તમામ ખરાબ ઘટનાઓ માટે સરકારને દોષ દેવો.

Also Read::   History : ડાયરામાં કે નવરાત્રિમાં છેલ્લે ધૂમ મચાવવા ગવાતી આ રચનાનો ઇતિહાસ કંઇક અલગ જ છે, જાણો...

***

આ યાદી જગત પ્રસિદ્ધ લેખક પોલો કોએલોની નવલકથા વિનર સ્ટેન્ડ અલોન માં સામાન્ય માણસ કોને કહેવાય તેની વ્યાખ્યાઓ નક્કી કરતું એક પાત્ર બોલે છે. બે મિત્રો વાત કરે છે એમાં એક પૂછે છે કે સામાન્ય એટલે શું?

પહેલા મિત્રએ જવા આપ્યો, સામાન્ય એટલે મહત્વકાંક્ષા ના હોય તેવા માણસની જેમ જીવન પસાર કરવું.

જેવિટ્સે ખિસ્સામાંથી યાદી બહાર કાઢીને ટેબલ પર મૂકી અને કહ્યું : હું આ યાદી કાયમ મારી સાથે રાખું છું અને તેમાં ઉમેરો કરતો રહું છું.

***

Winner You normal or unique? The Winner Stands Alone by Paulo Coelho

આપણી જાતને આપણે જ પ્રેરણા આપવાની છે. પોલો કોએલો ‘ ધ અલ્કેમિસ્ટ ‘ નવલકથા માટે ખૂબ પ્રખ્યાત છે. તેમની વિનર સ્ટેન્ડ અલોન ગુજરાતીમાં એકલવીર તરીકે અનુવાદિત થઈ છે.  આ નવલકથાનું કવર પેજ છે.

પોલો કોએલોની લેખક તરીકે એક યુનિક છાપ એ છે કે તેઓ વાર્તા કહેતા કહેતા જીવનના સત્યોને અને એમના વિચારોને વ્યક્ત કરે છે જેથી જીવન પ્રત્યેના અભિગમને તમે પણ આત્મસાત કરી શકો છો.

Winner You normal or unique? The Winner Stands Alone by Paulo Coelho

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!