HomeANAND THAKAR'S WORDInterview ‘સેલિબ્રિટી સાથે સંવાદ’ માં ગુજરાતમાંથી સિતાર વાદનમાં પ્રસિદ્ધિ મેળવનારા ભગીરથ ભટ્ટ...

Interview ‘સેલિબ્રિટી સાથે સંવાદ’ માં ગુજરાતમાંથી સિતાર વાદનમાં પ્રસિદ્ધિ મેળવનારા ભગીરથ ભટ્ટ : ત્રણ સાડાત્રણ વર્ષના હતા ત્યારથી પ્રારંભેલી સંગીત સાધના

- Advertisement -

Contents

Interview | Celebrity Sathe Samvaad | Sitar | Bhagirath Bhatt | Morari Bapu | Classical Music

‘સેલિબ્રિટી સાથે સંવાદ’ માં આજે આપણી સાથે છે ભગીરથ ભટ્ટ…

Interview Celebrity Sathe Samvaad Sitar Bhagirath Bhatt Morari Bapu Classical Music
Bhagirath Bhatt

Interview | Celebrity Sathe Samvaad | Sitar | Bhagirath Bhatt | Morari Bapu | Classical Music

મુલાકાત લેનાર – આનંદ ઠાકર

ભગીરથ ભટ્ટ સિતારવાદનમાં ગુજરાતમાં જ નહીં પણ Bollywood રિયાલિટી શો અને લાઈવ પ્રોગ્રામોમાં ગુંજતું એક નામ.

ભગીરથભાઈ એક યુવા સંગીતકાર છે. તેમના પિતાજી પણ સંગીતજ્ઞ છે. જો એમના પિતાની ઓળખાણ આપીશ તો આપ તરત તેમને ઓળખી જશો પણ મારી અહીં પ્રથમ એમની અને એમની કલાની વાત કરવી છે. 

- Advertisement -

એમની એક ઓળખાણ આપું કે આપ સૌએ તેમને જોયાં જ હશે એ Indian Idol પર સિતાર વગાડતા. અત્યારે પણ બાળ ગાયકોની સ્પર્ધા Littel Champ આવે છે એમાં પણ આપે અનેક વખત એમની સિતાર સાંભળી હશે અને એમને જોયાં પણ હશે ત્યાં સુધી કે એમની કલાની કદર કરીને જ્યારે જ્યારે એમને સિતાર વગાડતા બતાવે ત્યારે ત્યારે એમનું નામ સ્ક્રિન પર લખેલું બતાવે છે. કલાકાર માટે આ મોટું સન્માન છે. 

આ તો માત્ર એમની કલાક્ષેત્રની ઝલક છે. એમને દેશવિદેશમાં અનેક કાર્યક્રમો કર્યા છે. God’s Gift Group વતી તેમનું Interview કરવાની તક મળેલી. તે ઈન્ટરવ્યુ આગળ વાચો…

Interview | Celebrity Sathe Samvaad | Sitar | Bhagirath Bhatt | Morari Bapu | Classical Music

આપની સંગીત (Music) ક્ષેત્રે શરુઆત કઈ રીતે થઈ?

ભગીરથભાઈ – આમ તો લાંબી કથા છે. સંગીત મારા લોહીમાં વણાયેલું છે. સંગીત અને અધ્યાત્મ અમારા પરિવારમાં છે. મારા પ્રપિતામહ સંગીતમય હરિકથા કરતા હતા. મારા દાદા પણ તબલા અને હારમોનિયમ વગાડતા. શિક્ષક હતા પણ ઘરમાં સંગીતનો માહોલ હતો. મારા પિતાજી પણ મોરારીબાપુની કથામાં છેલ્લા 45 વર્ષથી તબલા અને ગાયનની સેવા આપે છે. (અમારા વાચકોને બતાવી દઈએ કે મોરારીબાપુની કથામાં તબલા વાદક એવા માન. શ્રી પંકજભાઈ ભટ્ટ એ ભગીરથભાઈના પિતાજી થાય.) અને એ જ વારસો પછી મને સોંપેલો.  Music

Interview Celebrity Sathe Samvaad Sitar Bhagirath Bhatt Morari Bapu Classical Music
Bhagirath Bhatt Blessing Morari Bapu RamKatha Music

Interview | Celebrity Sathe Samvaad | Sitar | Bhagirath Bhatt | Morari Bapu | Classical Music

બાળપણમાં આપનો સંગીત (Music) ક્ષેત્રે શિક્ષા તરીકે શરુઆત કઈ રીતે થઈ?

- Advertisement -

મારા પ્રથમ ગુરુજી મારા પિતાજી જ છે. એમની પાસેથી જ મેં તબલા, હારમોનિયમ, ગાયન, ભજનોને એવું બધું શીખતાં. ઘરમાં જ માહોલ હતો. ત્રણ સાડાત્રણ વર્ષનો હોઈશ ત્યારથી જ સંગીતમાં રસ. પછી પિતાજીને થયું કે મારા દિકરામાં લય અને તાલ છે અને સિતાર એક યુનિક ઈન્સ્ટ્રુમેન્ટ છે તો મારો દિકરો તે શીખશે. આમ આઠ વર્ષની ઉમરે મારો પ્રવેશ સિતાર શિક્ષણમાં થયો.  આ બધામાં મારા પિતાજી જ કારણભૂત છે. 

Interview Celebrity Sathe Samvaad Sitar Bhagirath Bhatt Morari Bapu Classical Music
Bhagirath Bhatt with his Father Mr. Pankaj Bhatt sangat Tabala And Sitar

Interview | Celebrity Sathe Samvaad | Sitar | Bhagirath Bhatt | Morari Bapu | Classical Music

આપની શાસ્ત્રીય (Classical Music) તાલીમ કોની પાસે કઈ રીતે મેળવી? 

મારી સૌ પ્રથમ શાસ્ત્રીય તાલીમ જામનગરના ચેતનભાઈ શાસ્ત્રી પાસેથી લીધી. તેમણે જ મને પ્રેરણા આપી કે જે ઘરાનામાં હું શીખતો હતો તેના ઉસ્તાદ અબ્દુલ અલી જાફર ખાન સાહેબ પાસે શીખવા ગયો. પછી ઉસ્તાદ શાહીદ પરવેઝજી અને રસદ ખાન સાહેબ એમની પાસે પણ શીખ્યો. આમ ટોટલ લગભગ 20 – 21 વર્ષથી સાધના ચાલુ છે અને શીખવાનું ચાલું છે. 

Interview Celebrity Sathe Samvaad Sitar Bhagirath Bhatt Morari Bapu Classical Music
Bhagirath Bhatt playing Sitar

Interview | Celebrity Sathe Samvaad | Sitar | Bhagirath Bhatt | Morari Bapu | Classical Music

આ પણ વાંચો….

- Advertisement -

Ganga: ગંગાજી વાસ્તવમાં શું છે ? નદી, સ્ત્રી કે બંને ?એમના માતા પિતા કોણ ?

સંગીત (Classical Music) સાધનામાં લાંબી સફર ખેડવી પડે છે તો એની સાથે આપનું સામાન્ય શિક્ષણ પણ શરુ રહ્યું હતું? 

હું નવ- દશ વર્ષનો હતો ત્યારથી મારો ગોલ નિશ્ચિત હતો. પણ ભણવાનું ચાલું હતું. બી. કોમ. મેં કર્યું અને પછી મેં ડબલ ગ્રેજ્યુએશન કર્યું. પછી મેં બીબીએ પણ કર્યું એમ.એસ. યુનિ. માંથી. પછી માસ્ટર્સ પણ ત્યાંથી કર્યું પરફોર્મિંગ આર્ટસમાં (Performing Arts). મને ગોલ્ડ મેડલ પણ મળેલો. 

Also Read::   Celebrity Sathe Smvaad Interview With Apara Maheta

આપના શાસ્ત્રીય સંગીતના (Classical Music) શો કઈ કઈ જગ્યાએ થયા? 

ઘણી બધી જગ્યાએ. મને ગણાવવું સારું નહીં લાગે. ગુજરાત, બંગાળ, આસામ, મધ્યપ્રદેશ, આ ઉપરાંત સંગીતના જે મહોત્સવો થાય છે એ મહોત્સવોમાં પણ ઘણીબધી જગ્યાએ વગાડવાનો ચાન્સ મળ્યો છે. વિદેશમાં પણ યુ.એસ., યુ.કે., સિંગાપોર, મલેશિયા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, વગેરે જગ્યાએ ટ્રિપમાં સિતારવાદન કરવાની તક મળી છે. 

સંગીતમાં હરેક વખતે પડકાર હોય છે કારણ કે Live Music હોય છે એટલે આપનો એવો યાદગાર શો જણાવો કે જે આપના માટે કાયમ સ્મૃતિમાં સચવાઈ રહ્યો હોય?  

જી. સંગીતમાં દરેક વખતે બન્ને પળોનો અનુભવ થાય કે પ્રસ્તુતિમાં ક્યારેક પડકારની ક્ષણ આવે ક્યારેક આનંદની ક્ષણ આવે. પણ મને કાયમ માટે સ્મૃતિમાં રહેશે એવી પ્રસ્તુતિ છે પૂ. બાપુની સમક્ષ તલગાજરડામાં સરસ્વતી મંદીર છે. તે પ્રસ્તુતિ યાદગાર હતી કારણ કે મારી પ્રથમ પ્રસ્તુતિ હતી એટલે થોડું ચેલેન્જિંગ પણ હતું એટલે એ યાદગાર કહી શકાય.  ( Morari Bapu | Talgajarada Temple )

Indian Idiol અને બીજા ઘણાં રિયાલિટી શોમાં આપે Music આપ્યું છે તો તેનો અનુભવ કેવો રહ્યો? 

ચોક્કસ. Indian Idiol થકી લોકો મને ઓળખે પણ છે અને એવા ઘણાં રિયાલિટી શોમાં મેં પરફોર્મ કર્યું છે જેમ કે સારેગામાપા, સિંગીંગ સુપર સ્ટાર, એ સિવાય પણ MTV Unplugged છે, બીજા OTT pletform છે વગેરેમાં કામ કર્યું છે. પણ Indian Idol ખૂબ લાંબુ ચાલ્યું. એ સમયે પેન્ડેમિક ગાળો હતો ત્યારે લોકોના ધ્યાને આવ્યું અને એ રીતે એ સફર યાદગાર રહી. 

Interview Celebrity Sathe Samvaad Sitar Bhagirath Bhatt Morari Bapu Classical Music
Bhagirath Bhatt With Arunita and Pawan Indian Idiol

Interview | Celebrity Sathe Samvaad | Sitar | Bhagirath Bhatt | Morari Bapu | Classical Music

આ પણ વાંચો….
Ramayana : વાનર પ્રજાતિ કઈ રીતે ઉત્પન્ન થઈ? રામાયણમાં આવતા વાનરો ખરેખર કોણ હતા?

આપે ઉગતા કલાકારો સાથે પણ કામ કર્યું અને Classical Music માં ઉસ્તાદો સાથે પણ કામ કર્યું, આપને શું લાગે છે નવી જનરેશન સંગીતને કઈ રીતે લઈ રહી છે?

બદલાવ બધામાં જરૂરી છે. હું એવું કહેવા નથી માંગતો કે આપણી શાસ્ત્રીયતા કે Authenticity છે એને ભૂલી જવી જોઈએ, પરંતુ આજકાલની જનરેશનને ગમે એ રીતનું સંગીત, એના ટેસ્ટ પ્રમાણે આપણા વાદ્યો દ્વારા કઈ રીતે મળે એ કરવું જરૂરી થઈ ગયું છે.  કારણ કે તમે જૂઓ, પહેલા ટેસ્ટ મેચ રમાતો હતો, પછી વનડે આવ્યું. પછી ટ્વેન્ટી ટ્વેન્ટી આવ્યું. ખેલાડીની ઈચ્છા હોય કે હું ટેસ્ટ મેચ જ રમું  પણ તેનું અરનિંગનું સાધન હંમેશા ટ્વેન્ટી ટ્વેન્ટી – IPL – જ રહેશે. કહેવાનો મતલબ એવો છે કે આજકાલ Fusion Music એવું છે કે જેમાં પાશ્ચાત્ય (western) અને ક્લાસિકલ (Indian Classical Music) બન્ને સંગીતો સમાવેશ થાય છે. એ યુવા જનરેશનનો જે ટેસ્ટ છે એ આપો અને પછી ધીમે ધીમે શાસ્ત્રીય સંગીત પણ આપતા જાઓ જેથી તેનો ટેસ્ટ ડેવલપ થાય. અને સમજાય કે આપણું મૂળ સંગીત આ છે. 

Interview Celebrity Sathe Samvaad Sitar Bhagirath Bhatt Morari Bapu Classical Music
Bhagirath Bhatt with buppy Laheri

Interview | Celebrity Sathe Samvaad | Sitar | Bhagirath Bhatt | Morari Bapu | Classical Music

આ પણ વાંચો….
Good Governance : સરકાર કેમ ચલાવાય? ફક્ત 35 મુદ્દાઓમાં – સાંભળો, શ્રી રામના મુખે

આપની આ વાત પરથી જ મને પ્રશ્ન થાય કે સંગીતના નવા કલાકારોએ અર્નિંગ માટે શું કરવું જોઈએ? 

હું એવું કહીશ કે અર્નિંગ શબ્દ કલાકારે વિચારવાનો જ ન હોય. કલાકારે હંમેશા સાધક બનીને જીવવું જોઈએ. તમે જે અર્નિંગની વાત કરો છો એ પછી એ ઓટોમેટીક સાધ્ય બની જશે કારણ કે જો તમે સાધના કરી હશે તો સરસ્વતી માતાની કૃપાથી લક્ષ્મીજી પ્રસન્ન રહેશે જ. મારા મતે કલાકારે પહેલા અર્નિંગ માટે ન વિચારવું જોઈએ. સાધના પૂરેપૂરી કરવી જોઈએ. જો તમે સારા કલાકાર હશો અને સાચી જગ્યાએ તમને પિંચ કરતા આવડતું હશે. 

Interview Celebrity Sathe Samvaad Sitar Bhagirath Bhatt Morari Bapu Classical Music
Bhagirath Bhatt With the Great Musician A R Rahman

Interview | Celebrity Sathe Samvaad | Sitar | Bhagirath Bhatt | Morari Bapu | Classical Music

આપે ફિલ્મ અને સિરિયલ્સમાં મોટામોટા સંગીતકારો સાથે કામ કર્યું છે, તો એની થોડી વાતો…

મેં સિતારવાદન કર્યું છે. મોટા બેનરમાં પદ્માવત ફિલ્મમાં એ. આર. રહેમાન, અમિત ત્રિવેદી, શંકર મહાદેવનજી, આપણાં ગુજરાતના સચિન – જીગર છે, ઘણાં બધા સંગીતકાર (Music Director) સાથે કામ કરવાનો અવસર મળેલો છે. હમણાં ઓટીટી પ્લેટફોર્મ પર (Lataji tribute show) લત્તાજીને ટ્રિબ્યુટ કરતો એક શો આવી રહ્યો છે, જેમાં અરજીત સિંઘ (Arijit Singh) સાથે કામ કરેલું છે, અગેઈન હું એવું કહીશ અરજીત સિંઘને અત્યારે યાદ કરવા પાછળનું કારણ એટલું જ છે કે લતાજીના ગીતો એમણે એવા સરસ ગાયાં અને જે લોકો સુધી નથી પહોંચ્યા એવી એવી ભાષાઓના ગીતો ગાઈ ને લોકો સુધી પહોંચાડ્યું, કારણ કે એ ગાશે તો લોકો જાણશે તો એમણે એ બીડું ઝડપેલું છે કે હું લોકોને ઓફબીટ વસ્તુ આપું જેથી લોકોનો સાચો ટેસ્ટ જળવાય. તો એ વસ્તુ કાબિલે તારિફ છે.  lataji song | A R Rahman | Sachin – Jigar | Amit Trivedi | Shankar Mahadevan | Padmavat | 

Also Read::   પ્રમુખ સ્વામીજીનું જીવન યુવાનોને આ ત્રણ પગલા અનુસરવા કહે છે: શું કહે છે કલામ?
Interview Celebrity Sathe Samvaad Sitar Bhagirath Bhatt Morari Bapu Classical Music
Bhagirath Bhatt With Arjit Singh

Interview | Celebrity Sathe Samvaad | Sitar | Bhagirath Bhatt | Morari Bapu | Classical Music

અરજિત સિંઘ (Arijit Singh) પણ નવી જ જનરેશન માંથી આવ્યા છે તો એમનો ટેસ્ટ આખો અલગ જ લાગ્યો? 

બેઝિકલી, મેં તમને કહ્યું તેમ કે અરજિત સિંઘની તાલીમ પણ શાસ્ત્રીય છે. મૂળ એનું એ જ છે. પછી ધીરે ધીરે પોતાની એક આગવી શૈલી ઉભી કરેલી – ગાયનની, પ્રેઝન્ટેસનની, અરેન્જમેન્ટની, – એ પહેલા સારા અરેન્જનર્સ હતા – કંપોઝનર હતા. હજી પણ છે અને ગાયક પણ છે. કહેવાનો મતલબ જ્યાં સુધી તમારામાં સાધક ભાવ રાખશો ત્યાં સુધી તમે આગળ જ જતા રહેશો, પણ જેવા તમને એવું થાય કે હું સંપૂર્ણ થઈ ગયો ત્યારથી તમારો ડાઉનફોલ શરૂ થાય આવું મારું માનવું છે. 

કદાચ, અમે આપના વિશે ઓછું જાણતા હોય અને આપની પાસે એવી કોઈ ઉપલબ્ધી હોય, જે અમારા શ્રોતા કે વાચક મિત્રો સાથે શેર કરવા ઈચ્છતા હો તો જણાવી શકો….

ઉપલબ્ધી તો એ જ છે કે મને આવા સારા મા-બાપ મળ્યા. મારો આટલો સારો પરિવાર મળ્યો કે જેમના થકી હું આગળ આવી શક્યો. કારણ કે કોઈ કલાકાર પોતાના પરિવારના સહકાર વગર આગળ આવી ન શકે. હું માનતો નથી કે મારી પાસે એવી કોઈ ઉપલબ્ધી હોય. લોકોનો પ્રેમ છે અને આદર છે મારા પ્રત્યે કે હું એટલે આગળ છું. 

આભાર, ભગીરથભાઈ, અમને આપનો કિંમતી સમય આપ્યો અને આ રીતે એક મુલાકાત થઈ શકી. ખૂબ ખૂબ આભાર. 

આ ઇન્ટરવ્યૂ YouTube પર જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

Bhagirath bhai facebook – https://www.facebook.com/bhagirathbhattsitar/

નિચેની લિંક પરથી તમે એની સિતાર સંગીત પણ સાંભળી શકશો….

Sitar Bhagirath Bhatt On Youtube 

God’s Gift Group વતી મુલાકાત લેનાર – આનંદ ઠાકર

Interview | Celebrity Sathe Samvaad | Sitar | Bhagirath Bhatt | Morari Bapu | Classical Music

Bhagirath Bhatt is a music composer and sitar player. very successful and well-known sitarist. not only in Gujarat but also in Bollywood reality shows and live programs. The sitarist has done live shows all around the world. The list of countries where he has done shows is long, some of them are the USA, UK, Russia, Canada, UAE, Singapore, etc… blessing Morari Bapu. After the huge success of Indian Idol Season 12, Bhagirath bhatt has now joined Saregamapa crew. He very Well know About classical Music, Fusion Music, western Music.

#celebrity_sathe _samvaad #Bhagirath Bhatt #Sitar #gujarat #morari bapu #classicalMusic #indian_classical_Music #Arijit Singh #Lataji #latasong #latajitributeshow #bappilaheri  #ARRahman #Sachi_Jigar #gujaratiMusician #GujaratiMusicDirector #AmitTrivedi #ShankarMahadevan #Padmavat 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!