HomeANAND THAKAR'S WORDCelebrity Sathe Smvaad Interview With Apara Maheta

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta

- Advertisement -

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

સેલિબ્રિટી સાથે સંવાદ : અપરા મહેતા સાથે ઇન્ટરવ્યુ…

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

ઇન્ટરવ્યુ – આનંદ ઠાકર 

માથા પર મોટો ચાંલ્લો, ભરાઉદાર ગાલ વચ્ચે હસમુખુ સ્મિત, નાગરનો મોભો અને કલાકારનો મરતબો તેના ચહેરામાંથી ઉપસતા તમે સહજે જોઈ શકો છો; સાથે રુઆબી અવાજવાળું એટલે અપરા મહેતા.

૧૩ ઓગષ્ટ ૧૯૬૦ ના રોજ એમનો જન્મ થયો છે.

- Advertisement -

સપનાના વાવેતરગુજરાતી સિરિયલથી ગુજરાતી જનતાના હૈયામાં મીઠું મધુરુ સ્થાન પામનારા અપરા મહેતાને તમે સૌ ક્યૂં કી સાસ ભી કભી બહુ થીસિરિયલમાં તુલસીની સાસુ તરીકે ઓળખો જ છો. આ ઉપરાંતખીચડી‘, ‘સજન રે જૂઠ મત બોલો‘, જેવી સિરિયલ્સમાં તથા ચુપકે ચુપકેમાં સલમાન સાથે તથા તીસમારખાંફિલ્મમાં અક્ષયકુમાર સાથે તમે સૌએ તેમને જોયા છે.

આ ઉપરાંત મહત્વની વાતો તો એ છે કે તેમણે ક્લાસિકલ ડાંસથી ચાલુ કરેલી સફર વાયા ગુજરાતી નાટકોથી આજે આ મુકામ પર પહોંચી છે, ત્યારે તેમની સાથે અમે કરેલી કેટલીક ગૂફ્તેગોનો ચિતાર તમારી સામે છે.

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

આપના જીવન સાથે સંકળાયેલી એવી ઘટના જેમાં કુદરતી શક્તિનો અહેસાસ થયો હોય?

હા. મને સારી-ખરાબ ઘટનાનો બહુ પહેલેથી જ ખ્યાલ આવવા લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. મને આવતા આ અણસારા જનરલી ખોટા નથી પડતા. જીવનની નાની-નાની વાતોમાં સંકેત મળે છે કે આ મારું કામ થઈ જ જશે કે આ નહીં જ થાય, મારું નાટક કેવું જશે કે મારી સિરિયલ કેવી જશે તેનો અણસાર આવી જાય અને તેમાં ઘણાં બધા અંશે હું સાચી છું. ઘણીવાર પર્સનલ લાઈફ વિશેના અણસાર પણ આવી જાય છે.

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

- Advertisement -

હાલ આપ જ્યાં છો તે શું તમારો વિચાર કે સ્વપ્ન હતું?

બિલકુલ નહીં. એક્ટિંગ કરવી છે એ પણ મને ખબર ન હતી, હું તો ડાંસ શીખેલી, ક્લાસિકલ ડાંસ શીખતી હતી. મને અને મારા મમ્મી પપ્પાને એ ખ્યાલ હતો કે હું આર્ટના ફિલ્ડમાં જ હોઈશ, પણ એક્ટિંગ કરીશ કે નહીં, એ ખબર ન હતી. જિંદગીમાં જ્યાં પહોંચી છું ત્યાં પહોંચીશ, એવો તો ખ્યાલ જ ન હતો. જો કે હું પોતે એસ્ટ્રોલોજીમાં ખૂબ માનું છું. હું ખૂબ નાની હતી ત્યારે મારા મમ્મી પપ્પાને કોઈએ કહેલું કે આ બહુ મોટું નામ કરશે. પણ, અમને ત્યારે કશું લાગતું નહતું.

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

આપના જીવનમાં ધર્મની કોઈ ભૂમિકા છે અને છે તો કઈ રીતે છે?

જો. ધર્મ એટલે હું પૂજા-પાઠ કરું કે મંદિરે જાઉં એવી નથી, પણ એટલી અંદરથી આધ્યાત્મિક છું કે મારો ભગવાન સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોઈ એવું મને લાગે છે. બીજું હું જે કામ કરું છું તે કલા, ભગવાન બહુ ઓછા લોકોને આપે છે, એટલે કલાથી મારો રસ્તો ભગવાન તરફનો એકદમ જ ખૂલ્લો થઈ જાય  છે. પૂજા-પાઠ, વાર-તહેવારો અને રીતિ રિવાજો…આ બધું કરવાની જરૂર રહેતી નથી. ધર્મની વાત કરીએ તો હું પ્યોર હિન્દુ, ગુજરાતી છું. પણ એવું નથી કે હું બીજા ધર્મને ન માનું હું ચર્ચમાં પણ જાઉં છું, મંદિરમાં પણ જાઉં છું, મસ્જિદમાં પણ જાઉં છું, હાજી અલી દરગાહમાં પણ જાઉં છું. એટલે એ મને ખબર છે કે આપણી ઉપર એવો કોઈ સુપરનેચરલપાવર છે. ભગવાન અને ધર્મ બધા એક જ છે કોઈ ધર્મ ક્યારેય ખરાબ શીખવે જ નહીં.

Also Read::   Gujarati Varta: માટીની સહી... - આનંદ ઠાકર

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

જીવનમાં ખુશ રહેવાનો તમારો મંત્ર શું છે?

અંદરથી હું સાફ રહું છું. શાંતચિત્ત વાળી છું. મારી લાઈફમાં કશી હાઈહોઈ નથી. મને જે મળ્યું છે તેનો હું ભગવાનને આભાર માનતી હોઉં છું. મે જે ધાર્યું નહોતું તેટલું આપ્યું. મારી કોઈ દિવસ માંગણી નથી હોતી, એટલે મને જિંદગી જીવવામાં પોઝિટીવિટી જ લાગે છે.

- Advertisement -

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

તમારા મતે સુખ કેવું હોવું જોઈએ? ભૌતિક કે માનસિક?

માનસિક અને ભૌતિક બન્ને જુદાં સુખ છે. ઘણીવાર બધું સુખ હોય પણ માનસિક રીતે માણસ સુખી ન હોય અને મીઠું ને રોટલી ખાનારો માણસ માનસિક રીતે સુખી હોય. એટલે હું એ પ્રકારની છું કે મારી પાસે જે છે તેનાથી હું સંતુષ્ટ છું. નવી વસ્તુ બધાને ગમે, રોજ નવી વસ્તુ મળે, પણ એનો અર્થ એ નથી કે તેનાથી આપણી જિંદગી નથી ચાલવાની. અંદરથી મને એવું નથી લાગતું કે જો મારી પાસે ભૌતિક સુખ હોય તો જ માનસિક સુખી રહું.

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

આપને મૃત્યુનો ડર લાગે છે?

મને ખબર નહીં આ મારે ક્વોટ કરાય કે નહીં, મારે ઈન્ટરવ્યૂમાં કહેવાય કે નહીં પણ બહુ વર્ષો પહેલા દર્શન મારા પતિ-એ મારી કુંડળી કોઈ જ્યોતિષીને બતાવેલી, ભાઈ કોઈ પરિચયમાં નહોતા, તેણે કુંડળી જોઈને કહેલું કે આ જે વ્યક્તિ છે તે મોટો ચાંલ્લો  કરે છે? એટેલ દર્શને કહ્યું હા. એટલે તેમણે કહેલું કે આમનો મોક્ષ છે. મેં જ્યારે સાંભળ્યું ત્યારે હું દુઃખી થઈ ગઈ, થયું કે હાય..હાય.., હવે હું બીજી વાર નથી આવવાની! મને જીવવું બહું ગમે છે. મૃત્યુનો ડર નહીં કારણ કે જનમ-મરણ ને પરણ તો ભગવાનના જ હાથમાં છે, પણ મને જીવવું બહુ ગમે છે.

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

પુનર્જન્મ જેવું કશું હોય અને તેની પસંદગી તમારા હાથમાં હોય તો તમે શું બનવા ઈચ્છશો?

Also Read::   6 ફેબ્રઆરી: ' પુષ્પા ' ફિલ્મનો હીરો આલ્લુ અર્જુન આવે છે તમારા ટીવી પર...

ફરીથી હું સ્ત્રી જ બનવા ઈચ્છીશ. તેમાં પણ મારે મારા મા-બાપ જેવા મા-બાપ મળે, મારી ફેમિલી જેવું કુટુંબ મળે, આવી જ જિંદગી મને પાછી મળે. અપરા મહેતા ફરી અપરા મહેતા તરીકે જ જન્મવા ઈચ્છે છે. મને મારા સુખની પરાકાષ્ટા લાગે છે અત્યારે. ભૌતિક સુખની વાત કરીએ તો બધાને એવું થાય કે મારે મુકેશ અંબાણી કે અનિલ અંબાણી બનવું છે, પણ એ બધાને નથી બનવા મળતું. એ માટે એમના એવા કર્મો હોય છે. હું કર્મમાં બહુ માનું છું. ભગવાન તમને ડેસ્ટિની આપે છે અને આ નિયતિ તમારું ઘણું બધું નક્કી કરી લે છે.

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

ધર્મ અને અધ્યાત્મ આ બન્નેને આપ કઈ રીતે જુઓ છો ?

હું કોઈ ઋષિમુનિઓમાં કે બાબાઓમાં માનતી નથી, મેં સિક્રેટ નામની બુક હાથમાં લીધી અને વાંચી ન શકી, કારણ કે શરૂઆતથી લાગ્યું કે આવી લાઈફ હું જીવું છું. હું બહુ પોઝિટિવ છું, મેં નક્કી કર્યું હોય કે આ હું કરીને રહીશ તો કરીને જ રહું છું. જ્યારે તમે અંદરથી નિર્મળ હોવ તો તે તમારી દરેક બાબતમાં દેખાતું હોય છે. ઘણી ત્રસ્ત આત્માઓ હોય તે તરત ખબર પડી જાય છે. હું પેલાને ફોલો કરું છું અને પેલા વિશે માનું છું એવું બધું મને ગમતું નથી, તેની રીતે તે યોગ્ય હોય છે. જેને કલાકાર બનવાનું સદભાગ્ય આપે છે તે બહુ મોટી વાત છે, ભગવાન ગણીને કેટલાક લોકોને કલાકાર બનાવે છે. કોઈ પણ સાચો કલાકાર અંદરથી એટલો જ નિર્મળ માણસ હશે.

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

આપની સફળતાનું શ્રેય તમે કોને આપવા ઈચ્છશો?

સૌથી પહેલા તો ભગવાને, જેણે મારી આવી ડેસ્ટિની ઘડી, પછી તેના પર મેં અથાગ  મહેનત કરી તેને અને મારા મા-બાપે જે સપોર્ટસિસ્ટમ આપી. જ્યારે તમને વાતાવરણ સારું મળે તો તમે ખૂબ ફૂલો, ફલો અને વિકસો. એ મને મારા મા-બાપે આપી. દર્શનની ફેમિલી, ખુશાલીનો સપોર્ટ મળ્યો.

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

આપના જીવનસાથીની સૌથી સારી અને સૌથી ખરાબ વાત?

જેટલા દર્શનને હું જાણું છું, તે ઘણાં પ્રામાણિક માણસ છે, પણ પછી મને લાગે છે કે દર્શનના ઘણાં બધા ઈસ્યૂ તેની જિંદગીમાં અને તેની અંદર છે. હું જેટલી સરળતાથી જિંદગી જીવી શકું છું, તેટલી તેની જિંદગી મને ગૂંચવાયેલી લાગે છે.

ઇન્ટરવ્યુ – આનંદ ઠાકર 

Celebrity Sathe Smvaad Interview With Apara Maheta Actress Gujarati Natak Film Series

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!