HomeSAHAJ SAHITYAGujarati poem આ યુવા કવિને તમે કદી વાંચ્યા છે? છંદ, લય અને...

Gujarati poem આ યુવા કવિને તમે કદી વાંચ્યા છે? છંદ, લય અને નવા પ્રવાહમાં ભાષાના પુરાણા પોતને ઉજાગર કરે છે, પઠન કરો એની પંક્તિઓ…

- Advertisement -

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand    kavy panktio

આ યુવા કવિને તમે કદી વાંચ્યા છે? છંદ, લય અને નવા પ્રવાહમાં ભાષાના પુરાણા પોતને ઉજાગર કરે છે, પઠન કરો એની પંક્તિઓ…

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand kavy panktio
Hardik Vyas

હાર્દિક વ્યાસ : જેમનો જન્મ તા. ૨૨-૯-૧૯૮૪ માં થયો છે. અમરેલીના ચલાલા ગામે રહે છે. એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ૨૦૧૮ માં આવ્યો. કાવ્યસંગ્રહનું નામ છે ‘ પિંડથી બ્રહ્માંડ ‘

કેટલાંય વર્ષો પછી પ્રાચીન છંદો સાથે અને લય સાથે કવિતાઓ રચનારો જણ મળ્યો. ગુજરાતી ભાષામાં શિષ્ટ – તત્સમ શબ્દોમાં, લાંબા ઢાળે ચાલતી એમની કવિતા જો મોટેથી પઠન કરવામાં આવે તો એક નવું ભવાવરણ  રચાતું જોવા મળે.

અહીં કેટલીક રચનાઓ પંક્તિ રૂપે મૂકી છે. આ કવિનું પોત અલગ છે, અવાજ અલગ છે. શબ્દોનું ચયન અલગ છે. ક્યાંક રાજેન્દ્ર શુક્લની યાદ અપાવે ક્યાંક ઉપનિષદોની બાનીની યાદ અપાવે… જબરું કામ કર્યું છે.

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand kavy panktio

- Advertisement -

આજના સમયમાં  આવી રજૂઆતો કોણ કરે? એના જવાબમાં કવિ કહે છે કે –

પુનર્વિધાન કથ્યનું અકથ્ય પર રહી જશે,
વિલુપ્ત વાણીની બહાર, સ્થિરતા રહી જશે.

તો વળી આજની સ્થિતિને વધુ સુસંગત બે શેર…

યુદ્ધના પડઘમ વિચારો રક્તમાં ઘેરાય છે
બાણ ની પ્રતંચા પર પ્રશ્નાર્થ લાગી જાય છે.

***

- Advertisement -

સુંવાળપ સંગેમરમરની નજરમાં કેદ રાખીને
વતનપ્રેમી કટારોને અધૂરી વાત કહેવા દો.

***

અને જુઓ આ કવિના ભાષા વૈભવને, એમના સ્વાધ્યાયને, જુઓ એમણે કરેલા અભ્યાસને….

Also Read::   Gujarati Varta : ફોબીયા - અજય ઓઝા

નિબીડ અંધકારમાં નિ:શેષ દેહને ત્વરિત
ગળી જતું તમસકિરણ બચે ન અસ્થિ એક પણ!
પરાભુતિક સ્પર્શને સંવેદના વિશદ વરી,
અનંત કાળથી અહીં અખંડ દીપ પ્રજવલે.

***

- Advertisement -

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand    kavy panktio

કલ્પના સાથે કેટલી સુંદર પ્રસ્તુતિ ….

સરોવર કાંઠે સાવ અચાનક મોંસૂઝણાના મંદ સહારે જાગીને કિરણોની સાથે
પાનપાનમાં સચવાયેલા આડશના ભીના ચમકારે સ્તબ્ધ ક્ષણોની ભાળ મળે છે.

***

કથામાં છલકતી નયનરમ્ય પરીઓ સંબંધોના સાગર ઉલ્લેચી રહી છે;
જરી ફક્ત શૈશવમાં પાછા જવામાં ગગન પરથી પીછું હજી પણ કરે છે.

***

હવે નમ્રતાથી સ્વીકારી દલીલો સરળતાથી તારી પ્રવાહી નજરમાં
અણીશુદ્ધ આતુર નૌકા તરાવી, સમયના પ્રવાસે નીકળતો રહું છું.

***

પ્રતીક્ષાની વાત અનુઆધુનિક પ્રતિકો દ્વારા સુંદર રીતે  આવી છે…

બારણે ઝૂલ્યાં કરે છે એકલું તોરણ હજી.
સાવ કોરી રહી ગઈ છે એટલે પાંપણ હજી.

***

એમ કઈ એવી રીતે લાગે ને મહેંદી હાથમાં
સૂર્ય ભીનેવાન થઈ મહોર્યા કરે ચોપસમાં…

***

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand    kavy panktio

વિશ્વવિજેતા નગરમાં ગીધડાં ટોળે વળે,
વિજયધ્વજ ફરકાવવાની શક્યતા ખોટી ઠરી.

***
ટોલ્સટોયથી લઇ અને સુમંત રાવલ સુધીના સર્જકો યાદ આવી જાય એવી પંક્તિઓ…

રોજની તકરારમાં આ જિંદગી હોમી દીધી,
શ્વાસની ભરમારમાં આ જિંદગી હોમી દીધી.

Also Read::   Krushn Dave ભોંદુભાઈ તોફાનીઃ આવા તોફાન સારા…

***

પાંપણો પર પર્વતોનો ભાર વર્તાયા કરે
ઘેનની ઊંડી અસરમાં એક માણસ છે હજી
નામ સરનામા વગરના શહેરમાં ભટક્યા કરે
કોઈ બિડેલાં કવરમાં એક માણસ છે હજી

***

કેટલાં આંસુ છવાયાં, કેટલા પડઘા ઘવાયા.
જાતને પંપાળવામાં સેંકડો સપના ઘવાયા.

***
આવા કવિઓની પ્રેમની અભવ્યક્તિ સામાન્ય ન હોય, કંઇક ઉચ્ચ તબક્કે હોય અને કવિ હાર્દિક વ્યાસ એ લઈ આવે છે….

એક પીંછું આપીને બસ થઈ ગયા અદૃશ્ય એ,
‘ ક્યાંક મળીશું, તટ ઉપર? ‘ એમ પૂછાતું નથી…

***
રસ્તામાં એ દિવસ મળ્યાં ‘તા એવી ક્ષણ
છાતીમાં ફોરમ પસવારે.
આંખોની ભાષાને ઉકેલી આજ સખી
હૈયાને મૂકો મઝધારે.

***

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand    kavy panktio

એમના કાવ્ય સંગ્રહ વિશે ક્યારેક લખું લખું થતું હતું પણ આજ એમના જન્મદિન પૂર્વે લખાશે એવું ધાર્યું નહોતું. પરિચય લખવા બેઠો તો ખ્યાલ આવ્યો. જય હો … આપનો શબ્દયાગ શિખરે ઝળહળે એવી અભિલાષા…

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand kavy panktio

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand kavy panktio

#Gujarati #poem #collection #gujarati #kavita #hardik #vyas #pindthi  #brahmand  #kavy #panktio

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!