HomeTravel & lifestyleAyurveda સુખેથી જીવવા પણ ન દેતો આ રોગ આવનારા સમયમાં માથું ઊંચકાશે?...

Ayurveda સુખેથી જીવવા પણ ન દેતો આ રોગ આવનારા સમયમાં માથું ઊંચકાશે? જાણો એના વિશે…

- Advertisement -

Crohn’s disease aayurveda medicine

Contents

આયુર્વેદ અને ક્રોન્સ/ક્રોહ્ન્સ ડિસીઝ (Crohn’s disease)..

આલેખન – વૈદ્ય પાર્થ ઠક્કર

Crohn's disease aayurveda medicine

( લેખક વૈદ્ય છે. આયુર્વેદમાં MD છે. વર્તમાનમાં ગાંધીધામ, કચ્છ ખાતે સરકારી આયુર્વેદ દવાખાનામાં ક્લાસ – 2 મેડિકલ ઓફિસર તરીકે સેવારત છે. તેમણે નડિયાદની જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલયમાંથી BAMS અને જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સાથે સંલગ્ન વર્તમાન ITRA ઇન્સ્ટિટ્યૂટ માંથી MD (Ayurved) નું શિક્ષણ મેળવ્યું છે. અને એક વર્ષ સુધી રાજકોટની ગ્લોબલ આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે શિક્ષણ કાર્ય કર્યું. વિશાળ વાંચન, અભ્યાસ, સંશોધન અને આયુર્વેદને સમર્પણ ધરાવતા આ વૈદ્ય સાહેબે અહીં જે રોગની વાત કરી છે એ રોગ કે અન્ય પાચન સંબંધિત તકલીફો આવનારા સમયમાં આ રાસાયણિક અને જંતુનાશકો યુક્ત ખોરાક, બહારના ખોરાક ખાવાથી લગભગ લગભગના શરીરમાં જોવા મળવાના છે. ત્યારે ખૂબ સરસ માહિતી મળી રહે અને લોકો ચેતે એવી વિગતો અહીં અપાયેલી છે. )

Ayurveda સુખેથી જીવવા પણ ન દેતો આ રોગ આવનારા સમયમાં માથું ઊંચકાશે? જાણો એના વિશે…

- Advertisement -

Crohn's disease aayurveda medicine

ક્રોન્સ ડિસીઝ એ પાચનતંત્રનો એક એવો રોગ જે માણસને મારી નથી નાખતો.. પણ સુખેથી જીવવા પણ નથી દેતો..

ક્રોન્સ ડિસીઝના મુખ્ય લક્ષણોમાં..

ઝાડા થવા..

ઝાડા જેવું ન હોય તો પણ વારંવાર મળપ્રવૃત્તિ માટે જવું પડે..

પેટમાં હળવાથી લઈને તીવ્ર દુઃખાવો થાય..

- Advertisement -

આંટીઓ આવ્યા કરે..

ખાટા/સાદા ઓડકારો આવ્યા કરે..

ઉલટી થાય/મોળ આવ્યા કરે..

પેટ ભરેલું ભરેલું લાગે..

પેટમાં બળતરા થાય..

- Advertisement -

શરીરમાં નબળાઈ/થાક લાગ્યા કરે..

વજન ઘટતું જાય..

ભૂખ લાગતી જ ઓછી થઈ જાય કે પછી લાગતું હોય તો પણ જમવામાં બિલકુલ રસ-રુચિ ન રહે..
મળમાર્ગમાં ચીરા પડે (ફિશર્સ)..

મળ સાથે લોહી આવે..

આમાંથી અમુક, ઘણા બધા કે બધા જ લક્ષણો ક્રોન્સ ડિસીઝના દર્દીમાં જોવા મળે..

કારણ કે જેનું પાચન ખરાબ એનું આગળ જતાં બધું જ ખરાબ થવા લાગે.. આયુર્વેદ પણ કહે છે, “रोगा: सर्वे अपि मंदे अग्नौ सुतरां उदराणि तु।” બધા જ રોગો મૂળભૂત રીતે મંદ – ખરાબ થયેલા અગ્નિથી જ થાય છે.

આધુનિક વિજ્ઞાન ક્રોન્સ ડિસીઝને ઓટોઇમ્યુન કેટેગરીમાં મૂકે છે.. એટલે કે શરીરની પોતાની જ વધુ પડતી/ખોટી દિશામાં ગયેલી ઇમ્યુનિટીના કારણે થતો રોગ..

શરીરની ઇમ્યુન સિસ્ટમ જ આંતરડાને નુકસાન પહોંચાડે અને એના કારણે આંતરડાની અંદરની દિવાલો પર અલ્સર/ચાંદા થાય, એના કારણે પાચન બગડે ત્યારે આ લક્ષણો થઇ શકે. અને આધુનિક વિજ્ઞાન આ રોગને અસાધ્યની શ્રેણીમાં મૂકે છે.. મતલબ એ રોગ જેને થયો એને ક્યારેય મટે નહીં..


સ્ટીરોઇડ્સ, ઇમ્યુનોસપ્રેસન્ટ્સ (ઇમ્યુનિટીને દબાવનાર દવાઓ), એન્ટિ બાયોટિક્સ અને એન્ટી ઈન્ફ્લામેટરી દવાઓ- આપવામાં આવતી હોય છે એ માટે..

ઘણી વાર સર્જરી પણ સજેસ્ટ કરવામાં આવતી હોય છે. પણ ઘણા બધા દર્દીઓ એ બધું કરવા છતાં આ રોગમાં બહુ જ પીડાતા હોય છે.. હા, આ રોગ મટી શકે નહીં એવું આધુનિક વિજ્ઞાન કહે છે, પણ સાથે સાથે એમ પણ કહે છે, કે સ્ટીરોઇડ્સ સહિતની અનેક સારવાર લેવામાં આવે તો અમુક દર્દીઓમાં એ “રેમિશન” સ્ટેજમાં જઇ શકે.. રેમિશન સ્ટેજ એટલે રોગનાં લક્ષણો જતાં રહે, રિપોર્ટ/એન્ડોસ્કોપી નોર્મલ આવે.. પણ એ ફરી ગમે ત્યારે ઉથલો મારી શકે.. રોગ મટી ગયો એમ ન કહી શકાય.. પણ એ માટે દર્દીએ ઉપર કહી એવી ભારે સારવારોમાંથી પસાર થવું પડે.. લાંબા સમય સુધી/આજીવન ભારે દવાઓ લેવી પડે.. સામાન્ય રીતે ડૉક્ટર્સ આમાં દર્દીઓને આગોતરું કહી દેતા હોય છે કે આમાં તમારે આખું જીવન દવાઓ/ઇમ્યુનોસપ્રેસન્ટ્સ/સ્ટીરોઇડ્સ લેવા પડશે- રેમિશન લાવવા માટે પણ અને એ લાવ્યા પછી પણ.. પણ તેમ છતાં ઉથલો આવતાં દર્દી ફરી એ જ પરિસ્થિતિમાં મૂકાય..

Also Read::   10 ayurveda tips for Best Health and boost immunity add your lifestyle

સૌથી વધારે તકલીફ દર્દી માનસિક સ્તરે ભોગવે..

તમને એક-બે દિવસ પાચન બગડ્યું હશે કે લૂઝ મોશન્સ થયાં હશે તો ખ્યાલ હશે, કે પાચનની તકલીફ માનસિક સ્તરે પણ બહુ ખરાબ અસર કરે..

જ્યારે આ દર્દીઓને તો આખું જીવન સતત એની તકલીફ સાથે જીવવાનું.. સેલ્ફ કોન્ફિડન્સ ઘટતો જાય.. માણસ સતત ઉદાસ અને ડાઉન રહ્યા કરે.. હતાશા/નિરાશા તરફ ધકેલાતો જાય.. ટૂંકમાં કહીએ તો એને જીવનમાંથી જ રસ ઉડી જાય.. કારણ કે આપણા આંતરડાંનું આપણા વિચારો સાથે કનેક્શન છે, જેને આધુનિક વિજ્ઞાન Gut-Brain-Connection કહે છે..

વિજ્ઞાનીઓ આલંકારિક રીતે એવું પણ કહેતા થયા છે હવે, કે Gut is the second brain. એટલે પાચનની તકલીફ સૌથી પહેલાં વ્યક્તિની માનસિકતા અને મનને ખરાબ અસર કરે છે.

આયુર્વેદ આ રોગમાં શું કરી શકે એના બે દર્દીઓના ઉદાહરણ હવે લઈએ.. જે બંને દર્દીઓની વાત કરવાની છે એ બંનેને એક વર્ષ કરતાં પણ વધુ સમયથી આ તકલીફ પરેશાન કરતી હતી..

Crohn's disease aayurveda medicine

 

વાત સ્ટીરોઇડ્સ સુધી પહોંચી ગઈ હતી અને સ્ટીરોઇડ્સ લેવા છતાં તકલીફ એવી ને એવી જ રહેતી હતી.. એ પછી એ કોઈકના રિકમેન્ડેશનથી સરકારી આયુર્વેદ દવાખાના, ગાંધીધામમાં બતાવવા આવ્યા અને આયુર્વેદ સારવાર લેવાની ઈચ્છા વ્યક્ત કરી..

આવા દર્દીઓને સૌથી પહેલાં દવા તરીકે આશાની – “હોપ”ની જરૂર હોય છે..

કારણ કે મહદ્ અંશે તેઓ નિરાશાથી ઘેરાયેલા જ હોય.. એટલે એક ચિકિત્સક તરીકે પહેલાં એમને (ખોટી નહીં, સાચી, આત્મવિશ્વાસયુક્ત) આશા જન્માવીને હકારાત્મક કરવા જરુરી બને.. (આ હકારાત્મકતા એને વધુ સારું રિઝલ્ટ જરૂર અપાવે..)

 

એ પછી આહારમાં ધ્યાન રાખવાનું સમજાવવું પડે.. કારણ કે પાચનની તકલીફ છે, તો સ્વાભાવિક રીતે ખાવા પીવાની પરેજી એટ લિસ્ટ આયુર્વેદ સારવાર શરૂ હોય ત્યારે તો પાળવી જ પડે.. મહત્તમ શક્ય પરિણામ મેળવવું હોય દર્દીએ તો..

એ પછી દવાઓનો વારો આવે.. આયુર્વેદમાં “ग्रहणी रोग”નું જે વર્ણન છે, એ બીજી ઘણી પાચનની સમસ્યાઓ સાથે સાથે ક્રોન્સ ડિસીઝને પણ લાગુ પડે છે.. એટલે એમાં આયુર્વેદે ગ્રહણી રોગમાં સૂચવેલી ચિકિત્સા કરવાની થાય..

બંને દર્દીઓની સારવારના પરિણામ વિશે વાત કરીએ તો…

પહેલા દર્દીનો આયુર્વેદ સારવાર પહેલાંનો અને સારવાર પછીનો એન્ડોસ્કોપી રિપોર્ટ અહીં મૂક્યો છે.. પહેલા રિપોર્ટમાં આંતરડામાં દેખાઈ રહેલા અલ્સર્સ સાથે ક્રોન્સ ડિસીઝની પુષ્ટિ કરવામાં આવી છે.. એ રિપોર્ટ છે તા. 12/10/2020 નો.. એ પછી એમણે જાન્યુઆરી, 2022 માં આયુર્વેદ સારવાર શરૂ કરી ત્યાં સુધી દવાઓ ચાલુ હોવા છતાં સતત એમની તકલીફ વધી રહી હતી.. જાન્યુઆરી 2022 માં એમને સ્ટીરોઇડ્સ શરૂ કરવાની સલાહ આપવામાં આવી હતી. સ્ટીરોઇડ્સ સજેસ્ટ કરવામાં આવ્યા એ કારણે એમણે સ્ટીરોઈડ લેવાનું ટાળીને, આગળની ચાલુ દવાઓ બંધ કરીને, બે મહિના આયુર્વેદની સારવાર લીધી.

Also Read::   Statue of unity સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છો? રહેવાની ઉત્તમ જગ્યા...

એ બે મહિનામાં એમના બધા લક્ષણો પણ દૂર થયાં, એ પહેલાં કરતાં સારું ખાઈ શકવા લાગ્યા.. અને પેટના દુઃખાવાની અને મળપ્રવૃત્તિ સમયે થતી સમસ્યાઓ પણ દૂર થઇ. એ બે મહિના પછીનો એન્ડોસ્કોપી રિપોર્ટ પણ નોર્મલ આવ્યો.. મતલબ એમાં દર્દીના આંતરડાની એન્ડોસ્કોપી કરતાં ક્રોન્સ ડિસીઝની પુષ્ટિ કરે એવું કઈં મળ્યું નહીં.. અલ્સર્સ રૂઝાયેલા જોવા મળ્યા.. એ રિપોર્ટ છે તા. 25/02/2022 નો.. (આયુર્વેદ સારવાર શરૂ કર્યા પહેલાં લક્ષણો સતત વધ્યા હોવાથી એ અલ્સર્સ પહેલાં રૂઝાયા હોવાની શક્યતા નથી..) અને એ પછી એમણે હજી સુધી આધુનિક ચિકિત્સા પદ્ધતિની કે આયુર્વેદની- કોઈ પણ દવા નથી લીધી અને આજની તારીખ સુધીમાં કોઈ પણ તકલીફોથી મુક્ત છે.

બીજા દર્દી વિશે એમણે પોતે ગૂગલ મેપ્સમાં લખેલો રિવ્યૂ જ પૂરતો છે.. વૈદ્યનું પોતાનું શેર લોહી ચડી જાય એવો આ પ્રતિભાવ વાંચીને તમે એમની રોગના લક્ષણોમાંથી મુક્ત થયાની ખુશી અનુભવી શકશો.. એમણે એમના ચાલુ સ્ટીરોઇડ્સ આયુર્વેદ સારવાર શરૂ કર્યા બાદ બંધ કર્યા હતા અને એ પછી પણ એમને સારું ઇમ્પ્રૂવમેન્ટ મળી રહ્યું છે.. સ્ટીરોઇડ્સ લેતા હતા ત્યારે પણ એમને લક્ષણોમાં કોઈ ફાયદો થઇ રહ્યો ન હતો એ એમણે એમના પ્રતિભાવમાં પણ કહ્યું છે..

અહીં એવું ક્લેઇમ/દાવો કરવાનું મને બિલકુલ જરૂરી નથી લાગતું, કે આયુર્વેદ સારવારથી ક્રોન્સ ડિસીઝ મટે છે/રેમિશન સ્ટેજમાં આવી જાય છે.. કારણ કે સૌથી મહત્વનું એ જ છે, કે દર્દીની બધી તકલીફો દૂર થાય અને એ સામાન્ય જીવન જીવી શકે.. એ અચિવ થઈ જતું હોય, તો પછી એને ટેક્નિકલી “ક્યોર”/”રેમિશન” કહેવાય કે નહીં એ પછી મહત્વનું નથી રહેતું.. પણ એટલું જરૂર કહી શકાય, કે કોઈ પણ સ્ટીરોઇડ કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની દવા વગર, માત્ર શુદ્ધ આયુર્વેદ સારવારથી ક્રોન્સ ડિસીઝનો રોગી લક્ષણોમાં મહત્તમ શક્ય રાહત મેળવી શકે છે, માનસિક રીતે હળવો અને પ્રસન્ન થઈ શકે છે, અને નોર્મલ ક્વોલિટી ઓફ લાઈફ જીવતો શકે છે.

આયુર્વેદ સારવારે આ બંને દર્દીઓને એટલા પ્રભાવિત કર્યા છે, કે એમના કહેવા મુજબ જો ફરીથી લક્ષણો દેખાશે તો પણ એ આયુર્વેદ સારવાર જ પસંદ કરશે..

આયુર્વેદથી રોગમુક્ત અને પ્રસન્ન ચિત્ત થયેલા દર્દીને જોઈને એક વૈદ્યને જેટલા આનંદ, આત્મસંતોષ અને સૌભાગ્યની લાગણીની અનુભૂતિ થાય, એટલી બીજી કોઈ બાબતથી થવી શક્ય નથી..

Crohn’s disease aayurveda medicine

આવા બીજા લેખો વાંચવા અને અમારી સાથે જોડાવવા Follow બટન પર ક્લિક કરોSahaj Sahity

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!