HomeTravel & lifestyleHoly Land of Mahabharata : એક પ્રવાસ ડાયરી

Holy Land of Mahabharata : એક પ્રવાસ ડાયરી

- Advertisement -

Contents

Holy Land of Mahabharata : એક પ્રવાસ ડાયરી 

આલેખન – રાજલક્ષ્મી
( લખિકા એક શિક્ષિકા છે. પક્ષી પરિચય અને પર્યાવરણ જતન માટે કામ કરે છે. વિજ્ઞાનમાં એમનો ઊંડો રસ અને અભ્યાસ છે તેમજ પ્રવાસના શોખીન અને જાણકાર છે. )

Holy Land of Mahabharata
Holy Land of Mahabharata

મારા દાદીમાં એટલે કે (સાસુના સાસુ) મુખેથી કુરુક્ષેત્રનું નામ હાલનાં સમયમાં વારંવાર સાંભળવા મળતું હતું. તેઓ કહેતા ત્યાંનું તળાવ અને શ્રીકૃષ્ણ ભગવાનનો અને અર્જુનના રથની પ્રતિમા જોવા જેવી છે અને તે જગ્યાનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે, માટે તમે ત્યાં એકવાર જરૂર જજો, તમને તે બધું જોવું ગમશે. આવું તેઓ અમોને અવારનવાર કહેતા હતા.

મારા કાકાજી આર્મી ઓફિસર તરીકે અંબાલા કેન્ટ માં અત્યારે ફરજ બજાવે છે ત્યાંથી કુરુક્ષેત્ર સાવ નજીક થાય તો એમણે કુરુક્ષેત્ર જવા માટે પોતાના ત્યાં આવવા માટે આમંત્રણ આપ્યું. આ વેકેશન પડ્યાના એક દિવસ બાદ જ અમે અમારો કુરુક્ષેત્રનો પ્રવાસ શરૂ કર્યો.

આ પ્રવાસની તૈયારી તો બે મહિના અગાઉથી…

ટ્રેનના એડવાન્સ બુકિંગ સમયથી જ શરૂ થઈ ગઈ હતી. નિયત કરેલા યાત્રાના દિવસે રાત્રે માળિયાહાટીના થી ટ્રેનની અમારી સફર શરૂ થઈ હતી. શેરગઢ અમારૂં વતન છે ત્યાંથી માળીયાહાટીના નજીક થાય એટલે ટિકિટ ત્યાંથી કરાવેલી હતી. આમારો પ્રવાસ શેરગઢ અમારી વાડીથી શરૂ થયો, શેરગઢ અમારી વાડીએથી તો પ્રવાસની શરૂઆત આપણા સૌરાષ્ટ્રના લોકલ વિમાન એટલે કે છકડા રિક્ષામાં જ થઈ. અમારા પ્રવાસનો જરૂરી સામાન ભરીને અમે સૌ પ્રથમ એ છકડા રિક્ષામાં માળિયાહાટીના પહોંચ્યા ત્યાં અમારા ફઈ-ફુવા રહેતા હોવાથી તેમના ઘરે પહોંચી ત્યાં ઉતરી ગયા કારણ કે ટ્રેન ને હજુ વાર હતી.

રાત્રે 10:00 વાગે….

- Advertisement -

રાત્રે 10:00 વાગે સમયસર જ ટ્રેન સોમનાથ એક્સપ્રેસ સ્ટેશનમાં આવી ગઈ. તેમાં અમારો કોચ અને અમારી સીટ શોધીને અમે ગોઠવાઈ પણ ગયા. અમે જ્યારે ટ્રેનમાં ચડ્યા ત્યારે મોટાભાગના યાત્રીઓ પોતપોતાની સીટ ઉપર સૂઈ ગયા હતા તો અમે પણ અમારી સીટ ઉપર પહોંચી સામાન ગોઠવી અમે પણ થોડીવાર પછી આરામ ફરમાવવા લાગ્યા.

ટ્રેનના સ્લીપિંગ કોચમાં આખી સીટ આપણી જેના ઉપર આપણે આરામદાયક રીતે સુઈ શકીએ છીએ .અને એ પણ જો એ.સી કોચ હોય તો મુસાફરી એકદમ આરામદાયક રહે છે. હા પરંતુ જો તમારી સીટ ઉપરની મળી હશે તો આખી રાત હાલક ડોલક થવું પડે..

Also Read::   Health ઇમ્યુનિટીની રામાયણ : ભાગ - 9 યોગ

સવારે 5:30…

એમ કરતા કરતા રાતવીતી અને સવારે 5:30 આસપાસ અમે અમદાવાદ જંકશન પહોંચી ગયા. અમદાવાદથી અમારે ટ્રેન બદલવાની હતી અને અમારી આગળની ટ્રેન સાબરમતી જંકશનથી પકડવાની હતી. અમે ઉતર્યા એ કાલુપુર રેલવે સ્ટેશન હતું તો અમદાવાદ રેલવે સ્ટેશનનો વેઇટીંગ રૂમનો સહારો લેવો અમને યોગ્ય જણાયો.

આગળના સફરની ટિકિટ એ.સી કોચની હોવાથી અમને એ.સી વેઇટીંગ રૂમમાં એન્ટ્રી મળી ત્યાં જઈ અમે ફ્રેશ થઈ અને નિયત સમયે અંબાલા જવા માટેની ટ્રેન અમે પકડી લીધી..

RAC એટલે શું?

અરે સફર શરૂ થતા પહેલા જણાવી દઉં કે અમો ચાર વ્યક્તિ સફર કરવાના હતા વેકેશન હોવાથી બે મહિના અગાઉ બુકિંગ કરાવેલું હતું તેમ છતાં અમને ચાર જણા વચ્ચે બે સીટ જ મળી જેને RAC કહે છે. ચાર જણા વચ્ચે માત્ર બે સીટ મળી હતી એ સીટ એટલે આ RAC એટલે સુવાની મોટી સીટ એ બે વ્યક્તિ વચ્ચે એક મળે છે જેથી કરીને આરામથી બે વ્યક્તિ તેમાં બેસી શકે પરંતુ સૂઈ ના શકે તો અમે ચાર વ્યક્તિ આ બે સીટમાં અમારા સામાન સાથે અમે પણ ગોઠવાઈ ગયા.

- Advertisement -

ટ્રેન ઉપડ્યા બાદ થોડીવારમાં ટ્રેનનું કુલિંગ એટલું બધું વધી ગયું કે ભર ઉનાળામાં પણ આખા કોચમાં બધાને ઠંડી લાગવા મંડી તો એક કાકાએ ઓનલાઈન ફરિયાદ નોંધાવી તો થોડીવારમાં રેલ્વે સ્ટાફ આવી એ કુલિંગ ને થોડુંક આરામદાયક કરી ગયા.

સવારે 9:00 વાગે…

આ AC કોચની સફરમાં એક મજા એ કે બહારની ગરમીનો અહેસાસ ન થાય અને વારંવાર પરેશાન કરતા ફેરિયા આપણને જાજા પરેશાન ન કરે.. તેમ છતાં આ કોચ માં પણ ક્યારેક ક્યારેક ઠંડા પીણા લઈ લો ના અવાજ તો સાંભળવા મળે જ છે. વહેલી સવારે પાંચ વાગ્યે નીંદ ખુલી ગઈ અને મોબાઈલમાં લોકેશન જોયું તો કુરુક્ષેત્રની નજીકનું જ હતું તો ફટાફટ જાગી સામાન રેડી કર્યો અને 5: 20 ની આસપાસ કુરુક્ષેત્ર જંકશન રેલવે સ્ટેશન આવી ગયું અમે ફટાફટ સામાન ઉતારી અમે નીચે ઉતર્યા અને રેલ્વે સ્ટેશનની સામે જ અગ્રવાલ ધર્મશાળા છે ત્યાં અમે ઉતારો લઈ લીધો. ત્યાં જઈ ફ્રેશ થયા અને થોડીવાર ત્યાં આરામ કરી ત્યારબાદ સવારે 9:00 વાગે અમે કુરુક્ષેત્ર ભ્રમણ માટે અમારી યાત્રા શરૂ કરી. ધર્મશાળામાં ત્યારે કોઈ કાર્યક્રમ હોવાથી એ રૂમ અમને માત્ર બે કલાક માટે જ ફાળવાયેલો હતો એટલા માટે અમારો સામાન અમે ઓફિસમાં જમા કરી અને રૂમ પણ જમા કરી દીધો હતો. કુરુક્ષેત્રમાં રહેવા માટે ઘણી બધી ધર્મશાળા અને ગેસ્ટ હાઉસ રેલવે સ્ટેશનની આસપાસ છે, અને ત્યાં ગરમ ગરમ સવારે નાસ્તો પણ સરસ મળી જાય છે. સવારે નાસ્તામાં અમને અગ્રવાલ ધર્મશાળા ની બાજુમાં જ આલુ પરોઠા અને ચા ની લિજ્જત મળી અને મોટો આલુ પરોઠો માત્ર 40 રૂપિયામાં ફૂલ સાઈઝ એક આલુ પરાઠા સાથે પાછી સબ્જી અને અથાણું પણ ફ્રીમાં તો ખરા જ.

Also Read::   Travel ઋષિકેશમાં જોવા લાયક 10 સ્થળો...

રિક્ષાવાળા ભાઈ આપણને મુખ્ય મુખ્ય સ્થળોએ લઈ જશે….

કુરુક્ષેત્રમાં ડીઝલ અને બેટરી સંચાલિત એમ બંને પ્રકારની રિક્ષાઓ મળી રહે છે. તમે તમારી પસંદગી મુજબ કોઈપણ રીક્ષા બંધાવી શકો છો. આમારે નિયત સમયમાં કુરુક્ષેત્ર ફરવાનું હોવાથી 600 રૂપિયામાં અમે રીક્ષા બંધાવી અને ગોઠવાઈ ગયા. રિક્ષાવાળા ભાઈ આપણને મુખ્ય મુખ્ય સ્થળોએ લઈ જશે અને કુરુક્ષેત્રના નાનામોટા બધાજ તીર્થોની સંખ્યા અંદાજિત 360 જેટલી છે જેમાંથી મુખ્ય મુખ્ય તીર્થં અને જગ્યાઓ જોવાની હતી..

( ક્રમશઃ… )

આલેખન – રાજલક્ષ્મી

- Advertisement -

#Holy #Land #Mahabharata #Krukshetra #yudhdh #medan #parichay #mahabharat #Travel

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!