HomeTravel & lifestyleHealth શું તમે પણ શરીરમાં આવા લક્ષણો ધરાવો છો? તો થઈ જાઓ...

Health શું તમે પણ શરીરમાં આવા લક્ષણો ધરાવો છો? તો થઈ જાઓ સચેત, જાણો કારણ અને ઉપાય…

- Advertisement -

Health body Flexibility, muscles and joints fitness problem solution

શું તમે પણ શરીરમાં આવા લક્ષણો ધરાવો છો? તો થઈ જાઓ સચેત, જાણો કારણ અને ઉપાય…

આલેખન – રાજલક્ષ્મી

Health body Flexibility, muscles and joints fitness problem solution
Health body Flexibility, muscles and joints fitness problem solution

 

મમ્મી મારા પગ દુખે છે જરા દબાવી આપોને.!!! આ વાક્ય આજનો 14 વર્ષનો બાળક પોતાની માતાને કહે છે. આજની યુવા પેઢીને જાતજાતના રોગો ડિપ્રેશનનો સામનો શા માટે કરવો પડે છે?

મારા સ્વ અનુભવ પ્રમાણે અમારા પરિવારમાં મારા દાદીમાં (મારા સાસુના સાસુ) નું સ્વાસ્થ્ય આજે સૌથી ઉત્તમ છે, ત્યારબાદ મારા સાસુનું સ્વાસ્થ્ય ઉત્તમ છે, એ પછી અમારી પેઢીનું સ્વાસ્થ્ય ઠીક ઠીક કહી શકાય તેવું, અને મારી પછી ની પેઢીનું સ્વાસ્થ્ય કે આવનારી પેઢીનું સ્વાસ્થ્ય કેવું રહેશે આ પ્રશ્ન વિચારતા કરી મૂકે એવો છે..

- Advertisement -

આજની યુવા પેઢી માટે સુપરફાસ્ટ લાઈફ સ્ટાઈલ, જંકફૂડ, જંતુનાશકોનાં ઉપયોગ વડે પકાવેલ ખાદ્ય ચીજો, જરૂર કરતાં વધારે સાધનો, આ બધા પડકારો છે, ઉપરાંત મહત્વનો મુદ્દો રોજિંદા જીવનની અનિયમિતતા અને શરીરને યોગ્ય પરિશ્રમનો અભાવ આ બધા દોષો સ્વયં ઉત્પન્ન કરેલા છે..

આજે મારે આપણા શરીરની લવચિકતા એટલે કે ફ્લેક્સિબીલીટીની વાત કરવી છે. શા માટે આપણી પેઢીમાં ઘૂંટણના દર્દ, સ્થૂળતા, માઈગ્રેન, બીપી, અને ડાયાબિટીસની તકલીફો 40 વર્ષની આસપાસની જેવી ઓછી ઉંમરમાં જોવા મળે છે? મારી ખુદની વાત કરું તો મારા પગનાં સ્નાયુઓમાં મને લવચિકતાની કમી દેખાય છે.

રોજિંદા જીવનમાં દરેક ઘરમાં મહિલાઓ સાવરણી વડે કચરો કાઢે છે. આ સામાન્ય બાબત છે પરંતુ મોટાભાગે બધા જ ઉભા ઉભા જ કચરો વાળે છે, ઘૂંટણના દુખાવાનાં કારણે આજે ઘૂંટણવાળી ને કોઈ કચરો વાળતા નથી, કદાચ આજની સાવરણીઓના લાંબા હાથા આપણી આ પરિસ્થિતિ જોઈને જ બનાવવામાં આવે છે એમ મારું માનવું છે. આજની મોટાભાગની મહિલાઓ ઉભા ઉભા જ મોપ (ઉભું પોતુ) વડે એટલે કે ઉભુ પોતુ કરે છે અથવા તો મદદનીશ મહિલા વડે ઘરના કચરા-પોતા કરાવે છે. પંજા ઉપર બેસીને ઘરમાં પોતા મારવાનાં થાય ત્યારે મારા પગના સ્નાયુઓ પણ ના પાડી દે છે, ઘૂંટણ વાળીને કચરા-પોતા કરવામાં શરીરની ચરબી પણ ઘટે પરંતુ આમ કરવું આજે શરીર માટે પડકારરૂપ છે.

આગળ વિચારીએ તો હાલમાં દરેક ઘરમાં રસોઈ માટે મોર્ડન કિચનમાં રસોઈ માટેના ઊભા પ્લેટફોર્મ જ હોય છે, જેમાં આજની મહિલાઓ ઉભા ઉભા જ રસોઈ કરે છે. આપણા માતા અને દાદીમા ઊભું રસોડું નહોતું ત્યારે ચૂલા પાસે બેસીને રસોઈ બનાવતા.

Also Read::   10 ayurveda tips for Best Health and boost immunity add your lifestyle

સુવિધાઓ આવી તેમ પગ વાળીને નીચે બેસી ગયા પછી ઊભા થવામાં મુશ્કેલી પડતી જણાય છે.

- Advertisement -

મારા જાત અનુભવ મુજબ ટીચર જોબમાં સતત ઊભા રહીને ભણાવવાનું હોય છે સતત ઊભા રહેવાથી આખો દિવસ શરીર સતત સ્ટેન્ડિંગ પોઝિશનમાં જ રહે છે એક વિચાર મને સતત આવે છે કે સવારથી રાત્રે સુધી દરેક કાર્ય માટે આપણે ટ્રેન્ડિંગ કે પછી સીટીંગ પોઝીશનમાં જ રહીએ છીએ.

જુના સમયમાં જ્યારે આપણે નાના હતા ત્યારે પંગતમાં જમવાની લિજ્જત લીધી છે પરંતુ આજની પેઢીને એ પંગત માત્ર ફોટોમાં જ જોવા મળે છે. આજે બુફેની અંદર લોકો પગ વાળીને જમતા નથી ઘરમાં પણ ડાઇનિંગ ટેબલ ઉપર જમે છે તો પલાઠી વાળવાનો અવકાશ પણ રહેતો નથી.

ધીરે ધીરે આજના સમયમાં દરેક ઘરોમાં વેસ્ટન ટોઇલેટ એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે પરંતુ સાદા ટોયલેટમાં બેસવાથી પગના સ્નાયુઓની કસરત થાય અને પેટ પણ સાફ આવે છે જે વેસ્ટન ટોયલેટમાં જોવા મળતું નથી ખેતીમાં નિંદણ કે બગીચામાં માળી કામ એ તો આજે બહુ દૂરની વાત થઈ ગઈ પરંતુ લાંબા સમય સુધી ઉભડક કે પલાઠી વાળીને બેસવામાં આજે લગભગ દરેકના પગ દુ:ખે છે.

એમ કહીએ તો પણ ચાલે કે પગના સ્નાયુને કસરત મળે એ રીતે બેસવાની ટેવ જ આજના સમયમાં છૂટી ગઈ છે. વિચારવા જેવું છે કે શરીરના સ્નાયુઓની લવચીકતા કદાચ સ્ટેન્ડિંગ પોઝિશનમાં બધા કામો કરવાના કારણે ઓછી થતી જાય છે એવું મને લાગે છે.

શરીરની સ્થૂળતા માટે પણ લગભગ આ જ કારણ જવાબદાર હશે. આજના સમયમાં નવી નવી ટેકનોલોજી આવતા લોકોના દૈનિક જીવનમાં પરિશ્રમ ખૂબ જ ઘટી ગયો છે જે એક સારી બાબત પણ છે પરંતુ રોજિંદા જીવનના કાર્ય શારીરિક શ્રમ સાથે કરવાથી શારીરિક કસરતો આપોઆપ થઈ જતી અને શરીર સ્ફૂર્તિમાં રહેતું જે આજે જોવા મળતું નથી.

- Advertisement -

મારા દાદીમાં 75 વર્ષે આજે પણ અમારી વાડી જે ગામથી 4 કિલોમીટર દૂર આવેલી છે ત્યાં સુધી આરામથી ચાલી ને જઇ અને આવી શકે છે, આજે પણ તેમને ઘૂંટણની કોઈ જ તકલીફ નથી, મારા સાસુને 60 વર્ષે ઘૂંટણની થોડી પરેશાની છે બાકી સ્વાસ્થ્યપૂર્ણ સરસ જીવન જીવે છે, જ્યારે મને 40 વર્ષે શરીરમાં લવચીકતા પણું ઓછું થઈ ગયું હોય એવું લાગે છે અને મારા દીકરાને 14 વર્ષે પગના દુખાવાની ફરિયાદ છે. (!)

Also Read::   Kurukshetra કુરુક્ષેત્ર ભૂમિનો ટૂંકો પરિચય

વિચારવા જેવી બાબતો છે દાદીમાં સાસુમા મેગી કે કોઈપણ પ્રકારના ફાસ્ટ ફૂડ જંક ફૂડ આરોગતા નથી રોજિંદા કાર્યો ઉપરાંત ખેતીના કાર્ય પણ કરી શકે છે તેઓએ જુના ઘંટલામાં લોટ દળેલો કુવામાંથી પાણી સીંચેલું અને છાશ માટે હાથવલોણું પણ ફેરવેલું આ બધી દૈનિક પ્રવૃતિઓમાં શારીરિક બધી કસરતો થઈ જતી એમ મારા દાદીમાં કહે છે તમારી જેમ અમારે જીમમાં જઈને ક્યારેય કસરત કરવી નહોતી પડતી.

દૈનિક જીવનની ચોક્કસ નિયમિતતા અને કસરતો વડે શરીરની લવચિકતા હું શરીરમાં લાવી શકું છું પરંતુ નિયમિતતા શબ્દ લખવામાં સહેલો છે જ્યારે તેને અનુસરવામાં એટલો જ કઠિન છે. સ્થુળતા અને શરીરમાં લવચિકતા ન હોવી આ બંને દોષો આપણે જાતે જ ચોક્કસપણે દૂર કરી શકીએ છીએ.

ભવિષ્યમાં એક સમસ્યા પડકારરૂપ રહેશે એ છે સ્વાસ્થ્ય પૂર્ણ જીવન. લવચિકતા પૂર્ણ જીવન જીવવા હળવી કસરતો અને 20 મિનિટ નું વોકિંગ કરવું ખૂબ જરૂરી છે. આ પ્રવૃત્તિ એક દવા નું કાર્ય કરે છે. આ 20 મિનિટ ભવિષ્યમાં આપણા શરીરની સ્માઈલ એટલે કે ફ્લેક્સિબીલીટી માટે આશીર્વાદ બની રહેશે એ મારું માનવું છે.

આલેખન – રાજલક્ષ્મી

Health body Flexibility, muscles and joints fitness problem solution

#Health #body #Flexibility, #muscles #joints #fitness #problem #solution

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!