HomeTravel & lifestyleKurukshetra કુરુક્ષેત્ર ભૂમિનો ટૂંકો પરિચય

Kurukshetra કુરુક્ષેત્ર ભૂમિનો ટૂંકો પરિચય

- Advertisement -

Kurukshetra yudhdh medan parichay mahabharat

Contents

કુરુક્ષેત્ર ભૂમિનો ટૂંકો પરિચય

આલેખન – રાજલક્ષ્મી

Kurukshetra yudhdh medan parichay mahabharat
Kurukshetra yudhdh medan parichay mahabharat

Kurukshetra ભગવદ્ ગીતાના આ શ્લોક મુજબ…

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાં યુયુત્સવાં,
મામકાઃ પાડવાંચૈવ કિમકૃવર્ત સંજય.

ભગવદ્ ગીતાના આ શ્લોક મુજબ જાણકારી આપણને પ્રાપ્ત થાય છે કે મહાભારતના યુદ્ધ પહેલાથી જ કુરુક્ષેત્ર નામ પ્રચલિત હતું.

રાજા કુરુ…

- Advertisement -

કુરુક્ષેત્રના રાજા કુરુ એ કૌરવ અને પાંડવોના પૂર્વ જ હતા. તેમના નામ ઉપરથી જ આ ક્ષેત્રનું નામ કુરુક્ષેત્ર પડ્યું હતું. રાજા કુરુ ખૂબ તપસ્વી અને ધર્માત્મા હતા. તેમણે તપ અને ત્યાગ વડે આ ભૂમિને ધર્મભૂમિ બનાવી હતી તેથી તેમના નામ પરથી આ ભૂમિ કુરુક્ષેત્ર બની ગઈ કારણ કે રાજા કુરુએ કઠોર તપસ્યા અને પરિશ્રમ કર્યા હતા. અને પોતાના હાથ વડે અહીં હળ ચલાવ્યું હતું એવું માનવામાં આવે છે.

Kurukshetra ભૌગોલિક સ્થાન…

આ ક્ષેત્રનું ભૌગોલિક સ્થાન હરિયાણામાં રાજ્યમાં આવેલા અંબાલાથી દક્ષિણ દિશા તરફ અને દિલ્હીથી ઉત્તર દિશા તરફ આવેલું છે. કુરુક્ષેત્રની ભૂમિ 48 કોસમાં ફેલાયેલી છે.

મહાભારતનું યુદ્ધ…

મહાભારતનું યુદ્ધ આ ભૂમિ ઉપર થયેલું છે ,અને શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ગીતા સંદેશ આ પવિત્ર ભૂમિ ઉપર જ આપેલો છે. ભીષ્મપિતામહ અને પરશુરામનું યુદ્ધ પણ આ ભૂમિ ઉપર જ થયેલ હતું. આ જ 48 કોષની અંદર મહાભારતનું યુદ્ધ થયું હતું.

Also Read::   Holy Land of Mahabharata : એક પ્રવાસ ડાયરી

યુદ્ધમાં ભાગ લેનાર 18 અક્ષૌહિણી સેનામાં ભારતનાં ખૂણેખૂણા માંથી રાજા, મહારાજા, રાજકુંવરો અને સૈનિકો વગેરે એકત્રિત થયા હતા.

આ યુદ્ધ કુલ ૧૮ દિવસ ચાલેલું જેમાં પાંડવો તરફથી 7 અક્ષોહીની સેના હતી તથા તેના પ્રધાન સેનાપતિ દૃષ્ટદ્યુમ્ન હતા. દુર્યોધનની તરફથી સેનાપતિ તરીકે ભીષ્મપિતામહ હતા અને તેમની 11 અક્ષોહિની સેના હતી.

કૌરવ અને પાંડવોએ યુદ્ધ માટે તેના પૂર્વજોની ભૂમિ જ શા માટે પસંદ કરી?

- Advertisement -

કુરુક્ષેત્રની ભૂમિ હસ્તિનાપુરથી સેંકડો કિલોમીટર દૂર હતી તો પણ શા માટે કૌરવ પાંડવો ચાલીને આ ભૂમિ યુદ્ધ લડવા માટે પસંદ કરી હતી !!! જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે સુલેહ માટે પાંડવો તરફથી દુર્યોધનના રાજદરબારમાં રાજદૂત તરીકે ખુદ ભગવાન શ્રીકૃષ્ણ ગયા ત્યારે અભિમાની દુર્યોધને પાંડવો ને યુદ્ધ વગર એક સોય જેટલી પણ જમીન આપવાની ના પાડી ત્યારે બંને પક્ષે યુદ્ધની તૈયારી થવા લાગી હતી બંને પક્ષોએ વિચાર કરવા લાગ્યા કે યુદ્ધ માટે કયું યોગ્ય સ્થાન રહેશે? કારણકે આ યુદ્ધમાં ભાગ લેવા માટે 18 અક્ષૌહિણી સેના માટે એક વિશાળ નિર્જન ભૂમિ જોઈએ તથા તે ભૂમિ ઉપર પાણી અને ઇંધણની વ્યવસ્થા હોય તેવી ભૂમિ હોવી જરૂરી હતી.

અંદાજિત આંકડા મુજબ મહાભારતના યુદ્ધમાં બંને સેના તરફથી કુલ 24 લાખ સૈનિકો લડ્યા હતા.. જ્યારે બંને પક્ષો તરફથી ગુપ્તચરોને યુદ્ધ સ્થળ નક્કી કરવા માટે મોકલવામાં આવ્યા ક્યારે મોટાભાગના રાજા મહારાજાઓ એ પોતાની ભૂમિ ઉપર આ મહા ભયંકર વિનાશલીલા પોતાની ભૂમિ ઉપર થવા દેવાની અનુમતિ ના આપી એ પણ છે કે ઘણા રાજાઓ પાસે નિર્જનભૂમિ ઉપરાંત જળ કે ઈંધણની વ્યવસ્થા ન હતી. કહેવાય છે કે થોડા સમય બાદ બંને પક્ષના ગુપ્તચરોએ કુરુ જંગલને યુદ્ધ માટે ઉપયોગ સ્થાન છે તેવી સ્વીકૃતિ આપી. આ ભૂમિ કૌરવ અને પાંડવોની પૂર્વજોની જ હતી. આ ઉપરાંત પૂરતી નિર્જન અને ત્યાં જળ અને ઈંધણ બંનેની વ્યવસ્થા પણ હતી.

Also Read::   Health શું તમે પણ શરીરમાં આવા લક્ષણો ધરાવો છો? તો થઈ જાઓ સચેત, જાણો કારણ અને ઉપાય...

Krukshetra yudhdh medan parichay mahabharat

#Krukshetra #yudhdh #medan #parichay #mahabharat

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

- Advertisement -

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!