HomeJANVA JEVUindia-PNG relationship PM Modi શા માટે ન્યુ ગીનીમાં? જાણો, ભારત અને...

india-PNG relationship PM Modi શા માટે ન્યુ ગીનીમાં? જાણો, ભારત અને ન્યુ ગીનીના સંબંધો અને મહત્વ વિશે…

- Advertisement -

Why PM Modi in Papua New Guinea : about india-PNG relationship and importance

 

Contents

શા માટે PM Modi Papua New Guinea માં? જાણો, ભારત અને ન્યુ ગીનીના સંબંધો અને મહત્વ વિશે… 

સંકલન – સહજ સાહિત્ય પોર્ટલ 

Why PM Modi in Papua New Guinea : about india-PNG relationship and importance
Why PM Modi in Papua New Guinea : about india-PNG relationship and importance photo courtesy photo courtesy: IANS

આપણે હમણાં જોતા હોઈશું કે એક દેશના વડાપ્રધાન આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરવામાં આવ્યા. જે વિડીયો ખુબ જ વાઇરલ થયો છે. તો કોણ છે આ પ્રધાનમંત્રી? તેઓ કયા દેશના છે? શા માટે તેઓએ મોદી સાહેબ સાથે મુલાકાત કરી? તે દેશની જન સંખ્યા અને વર્તમાન સ્થિતિ શું છે? શા માટે મોદી સાહેબે આ દેશની મુલાકાત લીધી? આ બધી જ બાબતો વિશે માહિતી મેળવીએ….

PM Modi શા માટે પપુઆ ન્યુ ગીની ગયા ?

- Advertisement -

મોદી સાહેબ ‘ ફોરમ ફોર ઇન્ડિયા – પેસિફિક આઇલેન્ડ કો – ઑપરેશન સમિટ માટે ન્યુ ગીની ગયા છે. જ્યાં વડાપ્રધાન જેમ્સ મેરેપ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

india-PNG relationship પપુઆ ન્યુ ગીની અને ભારત વચ્ચેના સંબંધો….

વર્ષ 1975માં ભારત અને પપુઆ ન્યુ ગીની દ્વારા રાજદ્વારી સંબંધો સ્થાપવામાં આવ્યા હતા. એ માટે પપુઆ ન્યુ ગીની દિલ્હી ખાતે તથા ભારત પોર્ટ મૉરેસ્બીમાં પોતાનું હાઈ કમિશન ચલાવે છે. ભારત અને PNG કોમન વેલ્થ દેશો છે. તેઓ મોટાભાગના વૈશ્વિક મુદ્દા પર પોતના મંતવ્યો રજુ કરે છે. તેઓ NAM અને UN સહીત આંતરરાષ્ટ્રીય મંચો પર નજીકથી કામ કરી રહ્યા છે.

Papua New Guinea દેશની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડા પ્રધાન, તેમણે ભારત અને 14 પેસિફિક ટાપુ દેશોના જૂથના ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) માટે પાપુઆ ન્યુ ગિની જવાનો માર્ગ અપનાવ્યો.

આ મુલાકાત અને ભારતના વડપ્રધાનને ન્યુ ગીનીના વડાપ્રધાન દ્વારા પગે લાગવા માટેના ઘણાં તારણો સામે આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમીકરણો દ્વારા જોઈએ તો અત્યારે નીચે પ્રમાણેના તારણો મળી આવે છે…

– ભારતે 2016 ની સાલમાં આર્થિક રીતે નબળા પડેલાં આ રાષ્ટ્રને 100$ ફંડની મદદ કરેલી અને આજે પણ ભારત અનેક ક્ષેત્રે આ દેશને મદદ કરી રહ્યું છે. વર્તમાનમાં ભારતે તેની ગ્રાન્ટ-ઇન-સહાયને વાર્ષિક US$200,000 સુધી વધારવાની પણ તૈયારી દર્શાવી હતી.

- Advertisement -

– ન્યુ ગીની એવા વ્યૂહાત્મક સ્થળે આવેલું છે કે ભારતીય નૌકદળ માટે ખૂબ ઉપયોગી છે.

– ચીન તેની બેલ્ટ એન્ડ રોડ પહેલ દ્વારા પ્રદેશમાં તેના રાજકીય અને આર્થિક એજન્ડાને આગળ ધપાવી રહ્યું છે. હકીકતમાં, 2022 માં, ચીને સોલોમન ટાપુઓ સાથે સુરક્ષા સોદો કર્યો હતો અને તેણે તેની રાજધાની શહેર હોનિયારામાં બંદરને પુનઃવિકાસ કરવાનો કરાર રિન્યુ કર્યો હતો.

Also Read::   Mental Health : માનસિક તંદુરસ્તીની મહામારી : કારણો અને ઉપાયો...

– ચીન અત્યારે પેસેફિક અને હિંદ મહાસાગર તરફ વધુ જોર આપી અને તેની દરિયાઈ સત્તા વધારી રહ્યું છે ત્યારે એમને જવાબ આપવા માટે પણ આ રાષ્ટ્ર સાથેના વ્યૂહાત્મક સંબંધો તો જરૂરી છે જ પણ નૌકાદળ અને ભારતીય આર્મી માટેનું સશક્ત સ્થળ મળી રહે માટે પણ ન્યુ ગીની સાથે મજબૂત સંબંધો જરૂરી છે.

– આર્થિક અને વ્યાપારિક રીતે પણ આ દેશ ભવિષ્યમાં ભારત માટે આશીર્વાદરૂપ બને એમ છે. જો કે એની શરૂઆત પણ થઈ ગઈ છે કારણ કે આ દેશ આજે પણ આર્થિક સંસાધનોથી ભરપૂર છે. જેથી અહીં અદાણીએ જેમ ઓસ્ટ્રેલિયામાં ખનિજ ખાણ શરૂ કરી છે એમ અહીં પણ બીજા ખનિજો ને ગેસની શક્યતાઓ છે જે ભારત માટે ઉપયોગી સાબિત થશે એની પાછળનું કારણ એ છે કે તે દેશમાં ગરીબી ને ભૂખમરો છે. અનેક રોગો છે. આર્થિક જરૂરિયાત વાળા વ્યક્તિ છે અને વેપાર માટે સસ્તા મજૂર વર્ગ અને પ્રાપ્તિ માટે ભંડારો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં અદાણી દ્વારા જે પ્રોજેક્ટ શરૂ થયો છે એ પણ ન્યુ ગીનીની સામેના કિનારે જ છે.

– આ મજબૂતાઇ ને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત મોડેલ ચર્ચામાં રહી શકે.

About Papua New Guinea આ ઉપરાંત પણ તે દેશ વિશે અને પરિસ્થિતિ અને વ્યવસ્થાપન તેમજ લોકો વિશે પણ આગળ જાણો…

- Advertisement -

દેશ – પપુઆ ન્યુ ગીની Papua New Guinea ( PNG )

રાજધાની – પોર્ટ મૉરેસ્બી

પ્રધાનમંત્રી – જેમ્સ મેરેપ

દેશની કુલ જન સંખ્યા – 99.5 lakh ( નવ્વાણું લાખ પચાસ હજાર વર્ષ 2021 મુજબ )

કોણ છે જેમ્સ મેરેપ? તેઓ કેટલામાં વડાપ્રધાન છે? ક્યાં રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે?

નામ – જેમ્સ મેરેપ

જન્મ તારીખ – 24 એપ્રિલ 1971

રાજકીય પક્ષ – પંગુ પાર્ટી

શૈક્ષણિક લાયકાત – ધ યુનિવર્સીટી ઓફ પપુઆ ન્યુ ગીની

તેઓ Papua New Guinea ન્યુ ગીનીના 8 માં વડાપ્રધાન છે . વર્ષ 2019થી તેઓ અહીંના પ્રધાનમંત્રી તરીકે ફરજ બજાવે છે . વર્ષ 2007 થી ન્યુ ગિનીમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાય છે. અને તારી પોરી વિસ્તારના ઉમેદવાર છે.

શું પપુઆ ન્યુ ગીની ઓસ્ટ્રેલિયાનો જ એક ભાગ છે ?

વર્ષ 1971 માં ઓસ્ટ્રેલિયાના એક વિસ્તારનું નામ ‘ પપુઆ ન્યુ ગીની’ હતું.
પરંતુ 16 સપ્ટેમ્બર 1975 ના રોજ ઓસ્ટ્રેલિયા દ્વારા તેને સ્વતંત્રતા આપવામાં આવી અને વર્ષ 2001 માં તે અંગેના કાયદાઓનું ઘડતર અને અમલીકરણ કરવામાં આવ્યું.

Also Read::   Gujarat Police: કચ્છના રણમાં કોન્સ્ટેબલ વર્ષા પરમારના આવા સાહસને જોઈ તમને પણ સલામ કરવાનું મન થશે...

શું છે આ દેશની વર્તમાન પરિસ્થિતિ ?

આમ તો આ દેશ સંસાધનોથી સમૃદ્ધ છે, પરંતુ કોરોના લહેર બાદ અને ગેર વહીવટી રીતિના કારણે આ દેશની લગભગ 40% વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે.

શું ન્યુ ગીની પર્યટકો માટે હાનિકારક છે? કંઈ રીતે?

પપુઆ ન્યુ ગીનીમાં ક્રાઇમનું પ્રમાણ અતિશય છે, ત્યાં આરોગ્યની સુવિધા અપૂરતી છે. તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ ત્યાં જવું જોઈએ. નહીંતર ઘણું નુકસાન થઈ શકે. જાનહાનીની સંભાવના પણ રહેલી છે .

આ દેશની મુખ્ય સમસ્યાઓ કંઈ કંઈ છે ?

ન્યુ ગીનીમાં રોગચાળાનું પ્રમાણ દિવસે દિવસે સતત વધી રહ્યું છે. જેની સામે તેમની પાસે આરોગ્યને લગતા સંસાધન કે સુવિધા પૂરતા પ્રમાણમાં નથી.

ત્યાં મૂડી રોકાણનું પ્રમાણ ખુબ જ નીચું છે, ત્યાં કર વસુલાત પણ વ્યવસ્થિત રીતે થતી નથી. તેથી અર્થતંત્ર ખાડે ગયું છે . ત્યાં વિદેશી હૂંડિયામણની પણ અછત જોવા મળે છે. આમ ન્યુ ગીની ઘણી સમસ્યાથી ઘેરાયેલું છે.

PNG નું રાષ્ટ્રીય ચલણ શું છે ?

PNG નું રાષ્ટ્રીય ચલણ ‘તોઈઆ’ અને ‘કિના’ છે. જેમાં કિના મુખ્ય ચલણ છે.

1PNGK = 23.41 ( indian rupee )

PNG વિશેની જાણી અજાણી વાતો…

* PNG ની અંદાજિત વસ્તી 9 મિલિયન છે.

* PNG નો કુલ જમીન વિસ્તાર 452,860 ચોરસ કિલોમીટર છે.

* PNG માં રહેતા મોટાભાગના લોકો મેલેનેશિયન છે, પરંતુ કેટલાક
માઇક્રોનેશિયન અથવા પોલિનેશિયન છે.

* એક અંદાજ મુજબ PNG ના લોકો 800 કરતા પણ વધુ ભાષાઓની જાણકારી ધરાવે છે.

* PNG રાષ્ટ્રીય જૈવ વિવિધતામાં 5 % હિસ્સો ધરાવે છે.

* વિશ્વના જાણીતા ઝેરી પક્ષીઓમાંની કેટલીક પ્રજાતિઓ અહીં વસવાટ કરે છે.

Why PM Modi in Papua New Guinea : about india-PNG relationship and importance

#PMModi #NarendraModi #Papua_New_Guinea #india-PNG #relationship #importance #AdaniGroup #पापुआ_न्यू_गिनी #પપુઆ_ન્યુ_ગીની

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!