HomeJANVA JEVUKingdom સૌરાષ્ટ્રના આ રાજવી આજે પણ પ્રજાના હૈયામાં કેમ છે? 

Kingdom સૌરાષ્ટ્રના આ રાજવી આજે પણ પ્રજાના હૈયામાં કેમ છે? 

- Advertisement -

Kingdom Bhagavatsinhji king of gondal State saurashtra gujarat india

Contents

Kingdom સૌરાષ્ટ્રના આ રાજવી આજે પણ પ્રજાના હૈયામાં કેમ છે? 

Kingdom Bhagavatsinhji king of gondal State saurashtra gujarat india
Kingdom Bhagavatsinhji king of gondal State saurashtra gujarat india

ગોંડલ રાજ્ય વિશે અને તેના દિલેર રાજાને લગભગ બધા જ લોકો ઓળખે છે ગોંડલ રાજ્યના પનોતા અને કુશાગ્ર તથા પ્રામાણિકતા પૂવર્ક શાસન કરનારા “શ્રી ભગવતસિંહજીને લગભગ આપણે બધા જ જાણીએ છીએ.  તો આજે આપણે તેમના વિશેની થોડી રસપ્રદ વાતો જાણીએ.

ભગવતસિંહજીનો જન્મ 24 ઓક્ટોબર 1865ના રોજ ધોરાજી મુકામે થયો હતો. તેમના પિતાનું નામ સંગ્રામસિંહજી હતું. જયારે ભગવતસિંહજીના પિતા અવસાન પામ્યા ત્યારે તેમની ઉંમર માત્ર 4 વર્ષ જ હતી.

4 વર્ષની વયે રાજકુમાર ભગવતસિંહજીને ગાદી પર બેસાડી વહીવટ માટે અંગ્રેજ એજન્સી દ્વારા ” કેપ્ટ્ન ગુડફેલો”,  ” કે રોઈડ ” અને ” કે ફિલિપ્સ” ની  નિમણુંક કરી હતી.

- Advertisement -

અંગ્રેજ શાસન દરમિયાન એવો નિયમ હતો કે તેઓ 12 રાજ્ય જેમાં જામનગર, ભાવનગર, ગોંડલ વગેરે જેવા 12 રાજ્યોમાં વહીવટ પોતે કરતા અને જયારે તેનો રાજા પુખ્ત વયનો થઈ જાય એટલે તે રાજાને શાસન સોંપી દેતા હતા. જેથી રજવાડા માટે અંદરોઅંદર  થતા સત્તા માટેના દ્વન્દ્વોનું પ્રમાણ ઘટ્યું હતું. અંગ્રેજોની આ નીતિ બિરદાવવા લાયક ગણાય.

Kingdom Bhagavatsinhji king of gondal State saurashtra gujarat india

અંગ્રેજો રાજકુમારોને શિક્ષણ આપતા. તે માટે તેમણે
” રાજકુમાર ” નામક કોલેજ રાજકોટમાં સ્થાપી હતી ભગવતસિંહજી પણ 9 વર્ષની આ સંસ્થામાં શિક્ષણ પ્રાપ્ત કરવા માટે દાખલ થયાં હતા.

કોલેજના અભ્યાસકાળમાં ભગવતસિંહજી અભ્યાસમાં  ખુબ જ તેજસ્વી હતા. કોલેજના સૌ પ્રાધ્યાપકો તેમનાથી અને તેમના જ્ઞાનથી આશ્ચર્ય ચકિત થઈ જતા હતા.

ભગવતસિંહજી જયારે 16 વર્ષના થયા ત્યારે 4 એપ્રિલ 1882 ના રોજ તેમના લગ્ન ચાર રાજકુમારીઓ સાથે થયાં હતા.

- Advertisement -

ભગવતસિંહજીએ જે ચાર રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા હતા તેમાં

1 – ધરમપુરના રાજકુમારી ‘ નંદ કુંવર બા
2 – વાંકાનેરના રાજાના ભત્રીજી નાના બાં
3 – તેમના મામા કલ્યાણસિંહજીના પુત્રી બાઈ બા
4 – ચુડાના રાજકુમારી નાના બા

ભગવત સિંહજીના લગ્નમાં તે સમયે ₹ 2, 50, 000 ( અઢી લાખ ) જેટલો ખર્ચ થયો હતો.

ભગવતસિંહજીના પત્ની નંદકુંવર બા પડદા પ્રથાથી મુક્ત રહેનારા  રાજ પરિવારના એકમાત્ર રાણી હતા.

Also Read::   Success story life chai business youth icon entrepreneur

તેમણે પોતાના રાજ મહેલનો સમારકામ ખર્ચ ટાળી અને પ્રજાના કલ્યાણ માટે ધોરાજીમાં ‘ફર્ગ્યુન ‘ હોસ્પિટલનો પાયો નાખ્યો હતો.

- Advertisement -

તેમણે વિવિધ સંસ્થાઓ કલા પ્રોત્સાહન માટે સ્થાપી હતી. જેમા “સંગ્રામ સિંહજી” પાઠશાળા,” બાઈ બા”  પાઠશાળા  વગેરે સમાવિષ્ટ છે.

તેમના વિશેનો એક પ્રસંગ અહીં યાદ આવે છે.

એકવાર કવિવર રવીન્દ્રનાથ ટાગોરની સંસ્થા
” શાંતિ નિકેતન ” ( કલકતા ) આર્થિક સંકડામણમાં હતી. તે સમયે તેઓ ભગવતસિંહજીના રાજ્યમાં મદદ મેળવવાના આશયથી આવ્યા ભગવતસિંહજીએ તેમને 5 દિવસ સુધી ઉતારો આપ્યો અને સારી રીતે મહેમાન ગતિ કરી. ભગવતસિંહજી આ સંપૂર્ણ બાબત  જાણતા હોવાં  છતાં એકવાર પણ તેમણે ગુરુદેવ સામે મદદ કરવાની ભાવના ન દાખવી.

રવિન્દ્રનાથ ટાગોરને ઘણીવાર એમ થતું કે હું સામેથી મદદ માંગી લઉં. પરંતુ ઘણા સંકોચ સાથે તેમની જીભ ન ઉપડતી . થોડા દિવસ ત્યાં રોકાયા બાદ ભગવતસિંહજી
તરફથી કોઈ મદદ ન મળતા તેઓ શાંતિ નિકેતન પરત આવે છે.  તેમને ઘણું જ દુઃખ થાય છે.

થોડા દિવસ બાદ ભગવતસિંહજી શાંતિ નિકેતનની મુલાકાત લેવા આવે છે. અને ગુરુદેવ સામે અઢળક રૂપિયા મૂકે છે. ત્યારે તેઓ ભગવતસિંહજીને પૂછે છે કે તમે જો દાન આપવા ઇચ્છતા જ હતા તો તમારે મને હું જયારે તમારા રાજ્યમાં આવ્યો હતો ત્યારે જ આપી દેવા હતા ને  આમ અહીં સુધી તમે પોતે શું કરવા આવ્યા?

આ વાત સાંભળી ભગવતસિંહજી સરસ જવાબ આપે છે કે આપ તો ગુરુદેવ છો,  મહાન વિભૂતિ છો તમારે મદદ માંગવા બહાર ન નીકળવાનું હોય જેને દાન કરવાની ઈચ્છા હોય તેણે તમારા દર્શન કરવા અહીં આવવાનું હોય. આ વાત સાંભળી ગુરુદેવ અતિ પ્રસન્ન થાય છે. ભગવતસિંહજી રાજા હોવાં છતાં એક સામાન્ય માનવી જેવી વિનમ્રતાનું પાલન કરતા હતા.

ભગવતસિંહજીએ પોતાના શાસનકાળ દરમિયાન ગોંડલનો વિકાસ સારા એવા પ્રમાણમાં કર્યો હતો.

તેમણે ગોંડલની પ્રજાને તમામ કરવેરા પરથી મુક્ત કરી દીધા હતા.

તેમણે વર્ષ 1903 માં અનાથ બાળકો માટે “બાલાશ્રમ” ની સ્થાપના કરાવી હતી.

તેમના સ્થાપત્ય કલાના અને જાહેર બાંધકામના  નમૂના પણ બે નમૂન હતા .  ગોંડલ સ્થિત ‘ વેરી તળાવ ‘ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય છે.

Also Read::   Rajkot શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલમેન્ટ એક અનોખો ઇતિહાસ....

તેમના વિશેનો  એક બીજો પ્રસંગ પણ સાંભળવા જેવો છે.

ગાંધીજી ગોંડલની મુલાકાત…

એકવાર ગાંધીજી ગોંડલની મુલાકાત લેવા આવે છે. ત્યારે તેમણે ત્યાંની સ્થાનિક પ્રજાના મુખે    ભગવતસિંહજીની પ્રશંસા ખુબ જ સાંભળી હતી. પણ તેમણે કહ્યું કે આપના રાજા પ્રજાવત્સલ અને ખુબ જ કરુણા નિધાન છે તે હું સ્વીકારું છું પરંતુ તેઓ ખુબ જ કરકસર કરવા વાળા છે. અને લોભી વૃત્તિ ધરાવે છે.

આ વાત જયારે ભગવતસિંહજીના કાને પડી તો તેમને ઘણું દુઃખ થયું. એકવાર તેમની સભામાં ‘ બાપુ ‘,
‘સરદાર પટેલ ‘, ‘ મોરારજી દેસાઈ ‘ વગેરે મહાનુભાવો ઉપસ્થિત હતા. ત્યારે ભગવતસિંહજી બોલ્યા કે બાપુ તમને હું લોભીવૃત્તિનો, કરકસરયુક્ત સ્વભાવવાળો લાગુ છું. તો હું તેનો સહજતાથી સ્વિકાર કરું છું.

તેમના દ્વારા બંધાવવામાં આવેલું હાઈસ્કૂલનું મકાન કાળી મીંઢ અને સફેદ પથ્થર માંથી બનાવવામાં આવ્યું હતું. ત્યાંનું રેલવે સ્ટેશન તો હવે જર્જરિત થઈ ગયુ છે.

આજથી 125 વર્ષ પહેલા ગોંડલમાં ઘરે – ઘરે પાણીના નળ હતા અને દરેક ઘરે ટેલિફોન ઉપલબ્ધ હતા.

તેમણે ‘ ભગવદ્ ગોમંડળ’ ની રચના કરી હતી.

Kingdom Bhagavatsinhji king of gondal State saurashtra gujarat india
Kingdom Bhagavatsinhji king of gondal State saurashtra gujarat india

ગોમંડળ એટલે ‘ શબ્દ સંગ્રહ ‘
ભગવદ્ ગોમંડળ એટલે ‘ ભગવત સિંહજી શબ્દ સંગ્રહ’
‘ભગવદ્ ગોમંડળ’ ને ગુજરાતી ભાષાનો
‘મહાન શબ્દકોશ’ તથા ‘મહાન જ્ઞાન કોશ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Kingdom Bhagavatsinhji king of gondal State saurashtra gujarat india

#Bhagavatsinhji #king #gondal #State #saurashtra #gujarat #india

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!