HomeSUVICHARUnknown facts "રામાયણ" વિશેની જાણી - અજાણી વાતો

Unknown facts “રામાયણ” વિશેની જાણી – અજાણી વાતો

- Advertisement -

Ramayana unknown facts shri ram

Contents

“રામાયણ” વિશેની જાણી – અજાણી વાતો

આલેખન – જય પંડ્યા

Ramayana unknown facts shri ram
Ramayana unknown facts shri ram

 

“રામાયણ” આપણો પૌરાણિક અને ધાર્મિક ગ્રંથ છે. આપણે સૌ જાણીએ છીએ કે તેમાં શ્રી રામનું સમગ્ર જીવન આલેખવામાં આવ્યું છે. ટી. વિ. પર આપણે ” રામાનંદ સાગર ” રચિત રામાયણ ધારાવાહિક જોઇ છે.

- Advertisement -

આમ છતાં રામાયણમાં ઘણા રહસ્યો એવા પણ છે. જેને ઘણા લોકો હશે જે જાણતા હશે. અને ઘણા લોકો તે વિશે કદાચ નહીં પણ જાણતા હોય. તો આજે આપણે રામાયણની કેટલીક બાબતો વિશે માહિતી મેળવીએ.

અનેક રામાયણની રચના…

આપણે ત્યાં જુદી જુદી ભાષામાં અને વિવિધ પ્રદેશમાં સ્થાનિક માન્યતાઓ પ્રમાણે રામાયણની રચના કરવામાં આવી છે. તેથી એક જ પ્રસંગ પર એકથી વધુ સત્યો બહાર આવે છે. ગુજરાતીમાં પણ કવિ ભાલણે ‘ રામ પ્રસંગ ‘ નામે રામાયણ રચી છે. જેમાં તેમનું ‘ રામ વિવાહ આખ્યાન ‘ ખૂબ પ્રસિદ્ધ છે.

અહીં લેવામાં આવેલા પ્રસંગો આવા અનેક રામાયણના સારરૂપ છે…

રામાયણના રોચક તથ્યો…

1 –  ઋષિ વાલ્મિકી પહેલા પણ કોઈએ લખી હતી રામાયણ? 

ઋષિ “વાલ્મિકી” પહેલા ભગવાન શ્રી “હનુમાનજી”એ રામાયણની રચના કરી હતી. તેમણે એક પથ્થર પર પોતાના નખ વડે રામાયણ લખી હતી. જેની જાણ વાલ્મિકી ઋષિને થતા તેઓ આ દૃશ્ય જોવા આવ્યા હતા. તેમણે રામાયણ વાંચ્યા બાદ હનુમાનજીને કહ્યું હે હનુમાન આપે તો મારા કરતા પણ શ્રેષ્ઠ રીતે રામાયણ લખી છે.

આ સાંભળી હનુમાનજીએ વિચાર્યું કે વાલ્મિકીજી પણ ભગવાન શ્રીરામના ભક્ત છે અને એક કવિ પણ છે. તેમણે પણ મારા પ્રભુનું વર્ણન જ પોતાની રચનામાં કર્યું છે ને, આમ વિચારી તેમને પોતે લખેલી શીલાને પાણીમાં પધરાવી દે છે અને ત્યારબાદ વાલ્મિકીજીનું નામ રામાયણ લખવા માટે જગતમાં પ્રસિદ્ધ થાય છે. એક કથા આવી પણ છે.

2 –  શું રામાયણમાં તે થયેલી છે ગાયત્રી મંત્રની ઉત્પતિ? 

- Advertisement -

આ પાછળ એક દંત કથા જોડાયેલી છે જે મુજબ રામાયણની રચના વાલ્મિકી ઋષિ દ્વારા કરવામાં આવી છે એ તો આપણે સૌ જાણીએ છીએ જેની અંદર કુલ 24000 શ્લોકો સમાયેલા છે જેમાં દર 1000 શ્લોક બાદ પહેલો અક્ષર ગાયત્રી મંત્રનો છે આમ આ રીતે ગાયત્રી મંત્ર કુલ 24 અક્ષરોનો બનેલો છે. ગાયત્રી મંત્ર વૈદિક સાહિત્ય પછી વાલ્મિકી રામાયણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

3 – કોનો અવતાર હતા ભગવાન શ્રીરામના ભાઈઓ

આપણે એ તો જાણીએ છીએ કે રાજા દશરથના ચાર દીકરા હતા રામ,  લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન પણ એ નહીં જાણતા હોઈએ કે એ ત્રણ કોના અવતાર હતા?

* લક્ષ્મણ – લક્ષ્મણજી ભગવાન શ્રી વિષ્ણુના શયન સ્થાન શેષનાગના  અવતાર  હતા.

* ભરત – ભરતજી ભગવાન શ્રી વિષ્ણુએ હાથમાં ધારણ કરેલા સુદર્શન ચક્રના અવતાર હતા.

* શત્રુઘ્ન – શત્રુઘ્નજી ભગવાન શ્રી વિષ્ણુના શંખના અવતાર હતા.

4 – શું ભગવાન શ્રીરામને એક પણ બહેન હતી?  શું હતું તેનું નામ?

- Advertisement -

મોટાભાગના લોકો એ જાણે છે કે રાજા દશરથ ને માત્ર ચાર દીકરા જ હતા જેમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન છે.

પરંતુ રાજા દશરથને પુત્રી પણ હતી જેનું નામ “શાંતા “હતું.  શાંતા આ ચાર ભાઈઓ કરતા ઉંમરમાં મોટી હતી. પરંતુ અંગ દેશના રાજા” સોમપદ” અને તેમની પત્ની “વર્ષીણી ” શાંતાને  રાજા દશરથ પાસેથી દત્તક સ્વરૂપે સ્વીકાર કરે છે કારણ કે તેમના ઘરે દરેક જાતનો વૈભવ હતો પરંતુ શેર માટીની ખોટ હતી.

રાજા સોમપદ  તેનો ખૂબ જ લાલન પાલનથી ઉછેર કરે છે અને તેના લગ્ન  ” શ્રુંગ  ઋષિ”  સાથે કરાવે છે.  આ પાછળની કથા પણ ખૂબ જ જાણવા જેવી છે..

Also Read::   Shiv Mahapurana : શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (વાયવીય સંહિતા)

એક દંત કથા મુજબ રાજા સોમપદ એકવાર પોતાની પુત્રી શાંતા સાથે વાત કરી રહ્યા હતા. તે સમયે એક બ્રાહ્મણ રાજા પાસે ખેતમાં અનાજ ઉગાડવાની મદદ માગવા માટે આવે છે, તે બ્રાહ્મણ ઘણીવાર ત્યાં ઉભો રહે છે. તેમ છતાં કઈ પ્રત્યુતર ન મળતા તે પાછો ફરે છે. તે બ્રાહ્મણ ભગવાન ઇન્દ્રનો પ્રખર ભક્ત હોય છે.

પોતાના ભક્તોનું આવુ અપમાન જોઈ ભગવાન ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા. તેમણે અંગદેશમાં કોપ વરસાવ્યો જેથી તે વર્ષે તે દેશમાં વરસાદ એક  ટીપું પણ ન પડ્યો.

જેથી રાજા સોમપદ શ્રુંગ ઋષિ પાસે જાય છે અને યજ્ઞ કરાવે છે. જે બાદ તેમના રાજ્યમાં વરસાદ થાય છે અને અનાજ ઉગે છે. તેથી રાજા સોમપદ પોતાની પુત્રી શાંતાના લગ્ન  શ્રુંગ ઋષિ સાથે કરાવે છે.

રાજા દશરથે શ્રુંગ ઋષિ પાસે પુત્ર કામેષ્ઠિ યજ્ઞ કરાવ્યો હતો. જેથી રાજા દશરથને ચાર પુત્ર પ્રાપ્ત થયા હતા.

5 – શું હતું સીતાજીના “સ્વયંવર” નું કારણ? 

આ પ્રસંગથી આપણે અજાણ નથી કે સીતાજી ભગવાન શિવના ધનુષથી રમતા હતા. જેથી રાજા જનકે વિચાર્યું કે જે વ્યક્તિ આ ધનુષ મારી પુત્રીની માફક સરળતાથી ઉઠાવી લેશે તેની સાથે જ હું સીતાના લગ્ન કરીશ.  જે બાદ સીતાનો સ્વયંવર યોજવામાં આવ્યો હતો.

6 – શું રાવણ પણ આવ્યા હતો સીતાજીના સ્વયંવરમાં? 

સીતાજીના સ્વયંવરમાં રાવણ પણ આવ્યા  હતા.  મંદોદરીએ તેને ઘણી રીતે સમજાવ્યો છતાં તે ના માન્યા  અને આવ્યા  હતા એ વાત અલગ છે કે તે પણ અન્ય રાજાઓની જેમ નિષ્ફ્ળ રહ્યા હતા.

7 – સીતાજીના સ્વયંવરમાં રાખવામાં આવેલા શિવ ધનુષનું નામ ” પિનાક” હતું.

8 – લક્ષ્મણ વિશે…

વનવાસ દરમિયાન એક વાર રાત્રે લક્ષ્મણ બેઠા હતા ત્યારે નિદ્રા દેવી લક્ષ્મણ સામે પ્રગટ થયાં. ત્યારે લક્ષ્મણે કહ્યું કે મને વનવાસ દરમિયાન એક ક્ષણ માટે ઊંઘ ન આવે એવા આશીર્વાદ આપો. ત્યાં નિદ્રા દેવીએ કહ્યું કે તમારા બદલામાં બીજું કોઈ 14 વર્ષ માટે સુવા તૈયાર હોય તો હું તમને આશીર્વાદ આપું. ત્યારે લક્ષ્મણે નિદ્રા દેવીને ” ઉર્મિલા” પાસે જવાનુ કહ્યું નિદ્રા દેવી ઉર્મિલા પાસે ગયા અને બધી વાત કરી. ઉર્મિલા તૈયાર થઈ ગયા.  અને આ રીતે લક્ષ્મણ 14 વર્ષ જાગતા રહ્યા અને ઉર્મિલા 14 વર્ષ સુધી નિદ્રાવસ્થામાં રહ્યા.

9 – ભગવાન ” શ્રી કૃષ્ણના મૃત્યુનું રહસ્ય છે રામાયણમાં 

રામાયણમાં સુગ્રીવ અને વાલી વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ છે. તે વખતે વાલીને શ્રી રામે વૃક્ષ પાછળથી બાણ માર્યું હતું. જેથી વાલી મૃત્યુ પામ્યો હતો.

આ વાતની જાણ તેની પત્ની તારાને થતા તે શ્રી રામને શ્રાપ આપે છે કે જે રીતે મારા પતિનું અવસાન થયું તે રીતે તમે આવતા જન્મે  મૃત્યુ પામશો. જે મુજબ બીજા જન્મમાં કઠીયારાના બાણથી શ્રી કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો હતો.

10 -” શું જામવંત “પણ ભગવાન શ્રી રામ સાથે યુદ્ધ કરવા માંગતા હતા?

એક દંત કથા મુજબ જામવંત સૃષ્ટિમાં સૌથી શક્તિશાળી હતા. તેમને જયારે જાણવા મળ્યું કે તેમનાથી શક્તિશાળી શ્રી રામ આ દુનિયામાં છે. તો જામવંત શ્રી રામ પાસે યુદ્ધ કરવા માટે જાય છે. ત્યારે શ્રી રામ કહે છે કે હું યુદ્ધ કરવાની સ્થિતિમાં નથી હું મારી પત્ની સીતાને શોધું છું. પણ આવતા જન્મે હું જરૂર તારી સાથે યુદ્ધ કરીશ.  અને ભગવાન પોતાનું વચન પણ પાળે છે. કૃષ્ણ અવતારમાં જામવંત સાથે યુધ્ધ થયું હતું.

11 – શું હનુમાનજીને એક પુત્ર પણ છે?  શું છે તેનું નામ? 

આ પાછળની દંતકથા મુજબ લંકા દહન બાદ હનુમાનજી પોતાની પૂંછમાં લાગેલી આગ બુઝાવવા માટે સમુદ્રમાં ઉતરે છે ત્યારે ત્યાં મકરધ્વજ નામની માછલી તેમનો પરસેવો ગળી જાય છે. અને એક પુત્ર જન્મે છે જેનું નામ મકરધ્વજ છે. જે હનુમાનજીનો પુત્ર છે.

Also Read::   Annkut બેસતા વર્ષે અન્નકૂટ શા માટે ધરાય છે? શું છે નવા વર્ષના પ્રથમ દિવસનું મહત્વ....

12 – રાવણ નામ કંઈ રીતે પડ્યું?

રાવણનું મુળનામ દશાનન છે પણ એક દંતકથા મુજબ એકવાર રાવણ ભગવાન શંકરના દર્શન કરવા માટે કૈલાસ  આવ્યા  ત્યારે દ્વાર પર નંદીએ તેને રોક્યા તો તે ક્રોધમાં આવી ગયા અને તેમણે કૈલાસ હાથમા ઉપાડી લીધો અને આથી ભગવાન શંકર ક્રોધિત થઈ ગયા અને તેમણે કૈલાસ  પર  જોરથી પગ પછાડ્યો તો રાવણની આંગળી મરડાઇ  ગઈ. તેમણે શિવ તાંડવ ગાવાનું શરૂ કર્યું અને ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા. તેમણે જ દશાનનને રાવણ નામ આપ્યું જેનો અર્થ વિશાળ અવાજ એવો થાય છે.

13 – શું રાવણે કરી હતી ભગવાન શ્રી રામની મદદ?

આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી રામે વાનર સેના સાથે મળીને પુલ બાંધ્યો હતો. તેમને ભગવાન શ્રી શંકરના આશીર્વાદ મેળવવા હતા. તે માટે યજ્ઞ કરવો પડે એમ હતો જે માત્ર બ્રામ્હણ જ કરાવી શકે. તેથી સુગ્રીવના પ્રસ્તાવથી રાવણ શ્રી રામને યજ્ઞ પૂર્ણ કરાવે છે. અને આશીર્વાદ પણ આપે છે કે આપે જે હેતુથી આ યજ્ઞ કર્યો છે તે જરૂર સાર્થક થશે. જયારે તે સારી રીતે જાણતા હતા કે શ્રી રામે તેમની જ સાથે યુદ્ધમાં વિજય મેળવવા માટે આ યજ્ઞ કર્યો છે.

14 – કુંભકર્ણને મળ્યું હતું ઇન્દ્રના કારણે નિદ્રાનું વરદાન

કુંભકર્ણએ એકવાર બ્રાહ્મણોને તપસ્યા દ્વારા પ્રસન્ન કર્યા હતા. તેથી ઇન્દ્રદેવ દ્વિધામાં પડી ગયા કે કુંભકર્ણ ઇન્દ્રાસન માંગી લેશે તો અનર્થ થઈ જશે તેથી તેઓ દેવી મા સરસ્વતીની સહાય લે છે કે તમે મારી સહાય કરો અને જયારે કુંભકર્ણ વરદાન માંગે ત્યારે તમે તેની જીભ પર બેસી જજો જેથી તે નિદ્રાસન માંગી લે અને સરસ્વતીજી તેની જીભ પર બેસી જાય છે. અને કુંભકર્ણ નિદ્રાસન માંગી લે છે. તેથી તે 6 માસ સુધી સૂતો રહે છે.

15 – હનુમાનજીના પંચમુખનું રહસ્ય

એક દંતકથા મુજબ રામ – રાવણ યુદ્ધ દરમિયાન રાવણના ભાઈ અહીંરાવણ દ્વારા રામ – લક્ષ્મણનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે આ બંને ભાઇઓને પાતાળમાં લઈ ગયો

હનુમાનજી બંને ભાઈઓને બચાવવાં માટે પાતાળમાં જાય છે. જ્યાં દ્વાર પર તેમનો પુત્ર ” મકરધ્વજ” તેમને રોકે છે. હનુમાનજી તેની સાથે યુદ્ધ કરી પાતાળમાં પ્રવેશ કરે છે.

જ્યાં પાંચ દિશાઓમાં પાંચ દીવા રાખવામાં આવ્યા હતા. અહીં રાવણના શ્વાસ પાંચેય દીવાઓમાં રહેલા હતા. અહી રાવણને મારવા માટે પાંચ દીવા એક સાથે બુઝાવવા પડે તેમ હતા.

જેથી હનુમાનજીએ પોતાનું પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું અને પાંચ દીવા એક સાથે બુઝાવી નાખ્યા હતા. અને ભગવાન શ્રી રામ તથા લક્ષ્મણજીની રક્ષા કરી હતી.

આમ આ 15 રોચક વાતો જે રામાયણ સાથે સંકળાયેલી હતી તે આપણે જાણી.મારાથી કંઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા કરશો.

આલેખન – જય પંડ્યા

Ramayana unknown facts shri ram

#Ramayana #unknownfacts #shriram #hanumanji #ValmikiRamayana
#Ramcharitmanas #kambramayan

 

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!