HomeTravel & lifestyleTravel Rajsthan ભૂમિ મેવાડ ભાગ 2

Travel Rajsthan ભૂમિ મેવાડ ભાગ 2

- Advertisement -

Travel Mewar mevad rajsthan tourism

Contents

Travel ભૂમિ મેવાડ ભાગ 2

આલેખન અને તસવીર – ઇન્દુબા ભાલિયા બાબરીયા

( લેખક , ઇન્નોવેટિવ શિક્ષિકા છે અને પ્રવાસ, પક્ષી નિરીક્ષણ, પર્યાવરણ, કેળવણી અને ખાસ તો વિજ્ઞાન શિક્ષણને વિશિષ્ઠ રીતે પીરસવાની આવડત ધરાવે છે. તેઓ એક શ્રેષ્ઠ શિક્ષક છે. તેમણે કરેલા રાજસ્થાનના પ્રવાસનું ખૂબ આબેહૂબ વર્ણન કર્યું છે. ) 

Rajsthan જગદીશ મંદિરના દર્શન…

Travel Mewar mevad rajsthan tourism
Travel Mewar mevad rajsthan tourism

આશા રાખું છું કે અમારી ઉદયપુરની આ સફરનું વર્ણન આપને પણ  રોમાંચિત કરી રહ્યું હશે. બીજા દિવસે સવારે અમે હોટલની બાજુમાં જ આવેલા જગદીશ મંદિરના દર્શન કરવા માટે તૈયાર થયા. આ મંદિર પરિસર એક ખૂબ ઊંચા ઓટલા ઉપર લગભગ 100 જેટલા પગથિયાં ચડીને જવું પડે એટલું ઊંચું છે.

- Advertisement -

અને મંદિર પરિસરમાં અપાર શાંતિ છે, દર્શન કરીને નીચે આવ્યા  ત્યાં આજુબાજુમાં ખાણી પીણીની અને શોપિંગ માટેની કલાત્મક વસ્તુઓ સરસ મજાની મળી રહે એવી સરસ બજાર છે.

મંદિરના ચોકમાં ઘણી બધી દુકાનો છે ત્યાંથી અમે થોડી શોપિંગ કર્યા બાદ રીક્ષા કરીને સીધા કરણી માતાના મંદિર જવા માટે નીકળ્યા જો આપ ઉદયપુર પોતાનું વાહન લઈને ગયા હો તો આ કરણીમાતા મંદિર છે ત્યાં સુધી આપ પોતાનું  વાહન લઈને જઈ શકો છો. ત્યાં પાર્કિંગની પણ સરસ સુવિધા છે અને ઓલ્ડ સિટી જેમ સાંકડી ગલીઓ પણ નથી, જ્યારે સીટીપેલેસ અને  જગદીશ મંદિર વિસ્તાર છે એ ઓલ્ડ સિટી છે તો ત્યાં સાંકડી ગલીઓ અને ખૂબ ટ્રાફિક હોવાથી ત્યાં પોતાનું વાહન લઈને જવું એ હિતાવહ નથી.

Rajsthan કરણીમાતાના મંદિર….

કરણીમાતાના મંદિરમાં એક પહાડની ઉપર આવેલું હોવાથી ઉપર જવું પડે  ત્યાંઉપર જવા માટે ઉડન ખટોલા (રોપવે) ની સુંદર સુવિધા છે. ટિકિટ લઈ અને થોડીવાર વેઇટિંગમાં બેસવું પડે રોપ-વે માં  બેઠા બાદ પાંચ થી છ મિનિટમાં એ રોપવે તમને સીધા પહાડની ટોચ ઉપર આવેલા મંદિરની બાજુમાં તમને ઉતારી દેશે. પહાડની ટોચ ઉપરથી ઉદયપુર શહેરનું નયન દરમિયાન દ્રશ્ય આપને અભિભૂત કરી દેશે.

Travel Mewar mevad rajsthan tourism
Travel Mewar mevad rajsthan tourism

આપણી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી દૂર દૂર સુધી વિસ્તરેલું ઉદયપુર શહેર ખરેખર કેટલું વિશાળ છે તેને અહીથી જોતાં અનુભૂતિ થાય છે!

આ પહાડ ઉપર થી સીટીપેલેસ પીછોલા લેક, ફતેહસાગર લેક, મોનસુન પેલેસ સહિતનું આખું ઉદયપુર, આ બધું જ સુંદર દ્રશ્ય આપણને દેખાવા લાગે છે. માતાજીના મંદિરની અંદર દર્શન કર્યા બાદ ફરીથી ઉડનખટોલા દ્વારા નીચે ઉતર્યા. નીચે ઉતરી અમે રિક્ષામાં ગયા હતા તો રિક્ષાવાળાએ રસ્તામાં એક ત્યાંના સ્થાનિક લોકો દ્વારા હેન્ડક્રાફ્ટેડ જુદી જુદી ચીજો જેમકે માર્બલ માંથી બનાવેલ કલાત્મક શો પીસ વિવિધ રેશાઓ માંથી બનાવેલ કાપડ, સાડી કપડા વગેરેની ચીજ વસ્તુઓને એક બજાર છે ત્યાં અમને રસ્તામાં જોવા માટે ઉતાર્યા તો તે બધું જોવાનો અમને લાવો મળ્યો.  ત્યારબાદ બપોરે જમ્યા બાદ  થોડીવાર આરામ કરી અને સાંજના લગભગ ચારેક વાગ્યે ઉદયપુર શહેર થી થોડે દૂર આવેલો સજ્જનગઢ પેલેસ જોવા માટે અમે હોટેલમાંથી નીકળ્યા. 

Rajsthan સજ્જનગઢ પેલેસ…

Travel Mewar mevad rajsthan tourism
Travel Mewar mevad rajsthan tourism
- Advertisement -

તે પેલેસ  શહેરથી થોડો દૂર અને એક ઊંચા પહાડ ઉપર  આવેલો હોવાથી પે એંડ પાર્ક માથી અમારી ગાડી લઈને ત્યાં જવા માટે નિકડી પડ્યા. ત્યાં સુધી જવા માટે  પોતાનું વાહન હોય તો લઈને જવું હિતાવહ છે, હા પરંતુ ત્યાં જવાનો રસ્તો પહાડ ઉપર આવેલો હોવાથી ઘાટ વાળો સર્પાકાર રસ્તો છે તો આપનું એક અનુભવી ડ્રાઇવર હોવું જરૂરી છે. જો તમે ઈચ્છો તો નીચેથી તમને ટેક્સી પણ ભાડે મળી રહેશે. લગભગ 4 કિલોમીટર જેટલું ટ્રાવેલ કરી અને તમે ઉપર સજ્જનગઢ પેલેસ સુધી અથવા તો સજ્જનગઢ પેલેસ જેને મોનસુન પેલેસ પણ કહેવામાં આવે છે ત્યાં ઉપર પહોચી શકો.  ઘાટીવાળા રસ્તા ઉપર જંગલની વચ્ચેથી પસાર થવું એક અદભુત લહાવો છે.

Also Read::   Dharmik sthalo એક પ્રવાસ ડાયરી કુરુક્ષેત્ર યાત્રા : ધાર્મિક સ્થળો...

 

આપણી ગાડી જાતી હોય એની બાજુમાં ઊંડી ખાઈ જ દેખાય. ઉપર પેલેસ સુધી પહોંચીએ ત્યાં સુધી રસ્તામાં શ્વાસ અધર જ રહે પરંતુ એક વખત ત્યાં પહોંચ્યા બાદ પેલેસને જોતા એનો અદભુત નજારો જીવનમાં ક્યારેય ભુલાય નહી.

 

અરવલ્લીની પર્વતમાળાની ઉપર એક ટેકરી ઉપર 9 માળની ઊંચાઈ જેટલો સજ્જનગઢ પેલેસ જોવો એક અલગ જ અનુભવ બની રહેશે. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ત્યાંની રચના ખરેખર ઉત્કૃષ્ટ છે. સવારે 9:00 થી સાંજના 7.00 વાગ્યા સુધી દરરોજ માટે ખુલ્લો રહે છે તેની આસપાસ ફરતે જંગલો અને થોડો દૂર દેખાતું ઉદયપુર શહેર એક અદભુત નજારો આપે છે.

- Advertisement -

 

આમ તો સજ્જનગઢ પેલેસ ને મોનસુન પેલેસ એટલા માટે કહે છે કે ત્યારના રાજાએ ઉદયપુર શહેરમાં ચોમાસામાં વરસાદી નજારો જોવા માટે જ તે મહેલ બનાવવાની શરૂઆત કરી હતી. આ પેલેસમાં પક્ષીઓના અને પ્રાણીઓના ચિત્રો ખૂબ જ સુંદર છે. સૂર્યદય સૂર્યાસ્ત થતા પહેલા અમે સજ્જનગઢ પેલેસથી નીચે હરિયાળીની મજા માણતા નીચે ઉતરી ગયા. ત્યાંથી અમે સીધા પીછોલા લેકની બાજુમાં જ આવેલા ફતેહસાગર લેકને કિનારે કિનારે અમારી ગાડીમાં મહારાણા પ્રતાપ મ્યુઝિયમ સુધી પહોંચ્યા.

Rajsthan ફતેહસાગર સરોવરની કિનારે કિનારે…

Travel Mewar mevad rajsthan tourism
Travel Mewar mevad rajsthan tourism

ઉદયપુર મુલાકાત દરમિયાન આ જગ્યાની પણ અચૂક મુલાકાત કરવા જેવી છે. આ ફતેહસાગર સરોવરની કિનારે કિનારે આખાયે રસ્તા ઉપર ખાણીપીણીની અસંખ્ય લારીઓ છે અને રવિવારનો દિવસ હોવાથી લોકોની મેદની ખૂબ જ હતી અને આ લોકો પોત પોતાના વાહનો લઈને આવેલા હોવાથી રસ્તામાં મેદની અને ટ્રાફિક બંને આપણને અવરોધ પમાડે છે તો જો ત્યાં જવાનો દિવસ રવિવાર અને સમય સાંજનો હોય તો ત્યાં વાહન લઇને જવા કરતા વાહન દૂર ક્યાક પાર્ક કરીને જગ્યા પણ નજીક જ  હોવાથી પગપાળા જવું પણ સારું રહેશે. આ મહારાણા પ્રતાપ મ્યુઝિયમની અંદર મહારાણા પ્રતાપ સહિત  અન્ય અનેક  વીર સપૂતોની પ્રતિમાઓ જોવા મળે છે. આ સર્વે વીર સપૂતોને દંડવત પ્રણામ વીર મહારાણા પ્રતાપ અને અન્ય વીરોને મહારાણા પ્રતાપની પ્રતિમા અને અન્ય વેરોની પ્રતિમા એટલી ભાવપૂર્ણ છે કે હમણાં જ ચાલવા લાગશે અને આપણી સાથે વાતો કરશે એવી આપણને લાગણી થઈ આવે.

Rajsthan મહારાણા પ્રતાપ મ્યુઝિયમ…

મ્યુઝિયમ ની વાત કરીએ તો મ્યુઝિયમ ની અંદર મહારાણા ના સમયના યુદ્ધના શસ્ત્રો બખ્તર ભાલો વગેરે જોવા મળશે.  આ ઉપરાંત કુંભલગઢ કિલ્લાનું સુંદર નાનું મોડેલ બનાવ્યું છે કે જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. અહી મહારાણા પ્રતાપ ની વંશવાલી અને ચિત્રોની ગેલેરી પણ છે જેમાં રાણા સાંગા તેમજ રાણી પદ્માવતી વગેરે.  ત્યાંના ઘણા બધા ચિત્રો માંથી બે ચિત્રો એ  મારા ઉપર ખૂબ ઉંડી  અસર છોડી ગયા…

Travel Mewar mevad rajsthan tourism
Travel Mewar mevad rajsthan tourism

Rajsthan બે ચિત્રો….

એમાંથી એક એ છે જેમાં મહારાણા પ્રતાપે હલ્દીઘાટીના યુધ્ધમાં  તલવારના એક ઝાટકે બેહલોલ ખાનના તેના ઘોડા સહિત  આ એક જ જાટકે બંનેના  બે ટુકડા કરી નાખ્યા હતા.

Travel Mewar mevad rajsthan tourism
Travel Mewar mevad rajsthan tourism

બીજું ચિત્ર છે જેમાં મહારાણા પ્રતાપનો પ્રિય ઘોડો ચેતક એ જ યુધ્ધમાં સામેની સેનાના સેનાપતિ માનસિંગ કે જે હાથી  ઉપર બેસેલા હતા તે  હાથીના કપાળ  ઉપર આગળના બંને પગ રાખીને ઊભો થઈ જાય છે અને મહારાણા પ્રતાપ સીધો ભલાનો વાર કરે છે.

Travel Mewar mevad rajsthan tourism
Travel Mewar mevad rajsthan tourism

યુધ્ધ વખતના શૌર્યના આ દ્રશ્યો આપણા રુવાટા ઉભા કરી દે છે.  શું યુગ રહ્યો હશે, એ સમયના કેવા મહાન યોદ્ધાઓ છે, કેટલા શક્તિશાળી એ યોદ્ધા રહ્યા હશે કે જેણે માતૃભૂમિ માટે પોતાના બલિદાન દીધા છે.

Also Read::   Travel દીવના એક જાણ્યા છતાં અજાણ્યા બીચનું સૌંદર્ય દર્શન - કૌશલ પારેખ, દીવ

Rajsthan મહારાણા પ્રતાપની એક વિશાળ પ્રતિમા…

 

આ સમગ્ર વિસ્તાર  આસપાસ ઘણા મોટા વિસ્તારમાં સુંદર બગીચો છે.  અમારે આ જોવામાં રાત થઈ ગઈ હોવાથી સમય ઓછો હતો અને એટલે ફટાફટ આ જગ્યાની મુલાકાત લઈ સીધા ઉપર છેક ટોચ ઉપર મહારાણા પ્રતાપની એક વિશાળ પ્રતિમા છે ત્યાં ઝડપથી પહોંચી ગયા.  ખૂબ વિશાળ ખુલ્લી જગ્યામાં વચ્ચે મહારાણા પ્રતાપની  વિશાળ પ્રતિમા છે તેની ફરતે સુંદર બેસવાની જગ્યા છે.

અને એક બાજુ ફતેસાગર લેકનો તળાવનો નજારો, ત્યાં જેટલો  સમય બેસીએ એટલો સમય  આપણને ઓછો પડશે આ મ્યુઝિયમ અને ગાર્ડન જોવાનો સમય અલગ અલગ ફાળવવો જરૂરી છે.  ત્યાં અમે લાંબો સમય બેસી રહ્યા પછી ત્યના ગાર્ડે  કહ્યું કે હવે સમય પૂરો થયો ત્યારે અમે દિલમાં ખેદની લાગણી સાથે નીચે આવી અને ગાડીમાં બેસી ગયા અને મ્યુઝિયમની બહાર નીકળી અમારા નિવાસ્થાન એટલે કે અમારી હોટેલ તરફ જવા નીકળી ગયા.

Rajsthan શિસ્ત પાલનમાં સમજતા લોકો…

રવિવાર હોવાથી ફતેહસાગર સરોવરના કિનારે ખાણીપીણીને ચીજોની આસપાસ ખૂબ જ માનવમેદની અને વાહનોને ટ્રાફિક હોવાથી અમે થોડીવાર માટે ફરી પાછા એ ટ્રાફિકમાં ફસાયા હતા.  પરંતુ એક વાત અમે જાણી કે ગમે એટલી મેદની હોય ગમે એટલો ટ્રાફિક હોય વાહનોની લાઈન હોય ઉદયપુરના રહેવાસીઓ શાંત પ્રકૃતિના છે અથવા તો તેઓ આનાથી એ ટેવાઈ ગયેલા હશે પણ બધા શાંતિથી કોઈ પણ કોઈ પણ પ્રકારના સાઈડમાં આગળ જવાની ઉતાવળ કર્યા વગર શિસ્ત પાલનમાં સમજતા લોકો છે. 

 

Rajsthan લેકવ્યુ અને કેંડલ  લાઈટ ડિનર…

એક કલાક બાદ અમે તે મેદની અને ટ્રાફિક માંથી બહાર નીકળી શકીએ નિયત સ્થળે પહોંચવામાં પણ એક સમસ્યા થઈ કે ગૂગલ  મેપ મુજબ રસ્તો પકડીએ તો ટ્રાફિક પોલીસ એ અમને જણાવ્યું કે શનિ-રવિ આ રસ્તા વન વે કરી દેવામાં આવે છે એટલે અમારે પાછું વળવું પડ્યું પણ શનિ-રવિના દિવસોમાં ઉદયપુર હોય તો આ વાત ધ્યાનમાં રાખશો સાંજે હોટલ ઉપર પહોંચ્યા તો રાત થઈ ચૂકી હતી તો હોટલની અંદર જ જમવાનું ઓર્ડર કર્યો અને હોટલ છે એ પીછોલા તળાવની કિનારે જ છે અને તેની ટેરેસ ઉપર જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.  લગભગ તો ઉદયપુરની તળાવ કિનારે આવેલી બધી જ હોટલોમાં આવી સુંદર વ્યવસ્થા છે કે જેનાથી લેકવ્યુ અને કેંડલ  લાઈટ ડિનર તમે એક સાથે માણી શકો.

 

તો ફ્રેશ થઈ અમે ઉપર પહોંચ્યા જમવાનું આવે ત્યાં સુધી લેક ઉપર થી આવતી ઠંડી હવા અને સમગ્ર શહેરની લાઈટીંગ અને મ્યુઝિકના આનંદ માણ્યો થોડીવારમાં સુંદર સ્વાદિષ્ટ હોટલનું જમવાનું મળ્યું ત્યાં જમ્યા બાદ કલાક સુધી ત્યાં જ બેસી રહ્યા અને ઉદયપુરની રાત્રીની રોશનીનો અમે લાભ લીધો. જો તમે ઉદયપુર સીટી પેલેસ ની આજુબાજુ કોઈ હોટેલમાં રોકાશો તો રાતના આ નજારો લેવો એ અમૂલ્ય રહેશે.

 

ક્રમશ.. 

હવે પછીના લેખમાં ચિત્તોડગઢ અને હલ્દીઘાટી… 

Travel Rajsthan ભૂમિ મેવાડ ભાગ 1 વાંચવા અહીં ક્લિક કરો…. 

નોંધ – રાજસ્થાનની યાત્રાના અનુભવો ક્રમશઃ અહીં પ્રગટ થશે અપડેટ મેળવવા નીચેની લિન્ક પર ક્લિક કરી પેજ ફોલો કરો….

અમારા આ પેઇજ પર…

https://www.facebook.com/sahajsahity/

Mewar mevad rajsthan travel tourism

#Mewar #mevad #rajsthan #travel #tourism #travelindia #india #gujarati

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!