Home Travel & lifestyle Travel મેવાડ ભૂમિ – એક અલગ અનુભૂતિ

Travel મેવાડ ભૂમિ – એક અલગ અનુભૂતિ

0

Travel Mewar mevad rajsthan tourism

Travel મેવાડ ભૂમિ – એક અલગ અનુભૂતિ

આલેખન અને તસવીર – ઈન્દુબા ભાલિયા 

નાનપણમાં મારા પપ્પાના મુખેથી બે નામ વારંવાર સાંભળતી, અને એ બંને પાત્રોની ઘણીબધી ઐતિહાસિક વાર્તાઓ પણ સાંભળેલી અને વાંચેલી છે. એ બે પાત્રો માં એક મહારાણા પ્રતાપ, અને બીજા શિવાજી મહારાજ.

કોલેજકાળ દરમિયાન ટીવી ઉપર ધારાવાહિક શ્રેણી પૃથ્વીરાજ ચૌહાણ અને વીર મરાઠા જોઈ હતી અને ત્યારથી જ મને આવા વીર યોદ્ધાઓ અને ઐતિહાસિક પાત્રોના પુસ્તકોના પાનાં ખોલી અને વાંચવાનું અને જોવાનું મને ઘેલું લાગ્યું છે. મહારાણા પ્રતાપની સીરીયલ હમણાં થોડા સમય પહેલા જ જોવાનો લહાવો પણ મળ્યો.

જીવનમાં ક્યારેય મેવાડની ભૂમિ ઉપર પગ મુકવાનો પ્રત્યક્ષ અનુભવ પામીશ એવું સ્વપ્નમાં પણ વિચાર ન હતો પરંતુ મારા સદ્નસીબે થોડા સમય પહેલા આ સૌભાગ્ય પ્રાપ્ત થયું અને રાજસ્થાનની એક ટૂંકી મુલાકાત લેવાનો લહાવો મળ્યો આ મુલાકાત મારી જિંદગીમાં ચિરકાલીન અસર છોડીને ગઈ છે. ત્યાં ગયા પછીના મારા અનુભવો નો આંખેદેખો અહેવાલ અને મારી લાગણી આજે આપની સમક્ષ વ્યક્ત કરવા પ્રયત્ન કરું છું.
Mewar mevad rajsthan travel tourism

તળાવોનું શહેર એટલે ઉદયપુર…

રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળાઓની વચ્ચે આવેલું એક વિશાળ અને સુંદર શહેર. આમ તો રાજસ્થાન એટલે આપણે મનમાં એક એવી છબી ઊભી થાય કે ત્યાંતો રણ, ઝાડી-ઝાંખરા, બાવળ, અને રેતી નાં ઢગલા હોય પરંતુ ઉદયપુર જઈએ તો આપણા મનની અંદર ની રાજસ્થાન વિશેની કલ્પનાઓ છે એ બધી જ પાણીમાં ધોવાઈ જાય.
Mewar mevad rajsthan travel tourism

રાજસ્થાન એટલું રમણીય હશે એવી આપણી કલ્પના પણ ન હોય, એવા અદ્ભૂત નજારાઓ તમને ઉદયપુર જતા ત્યાંના રસ્તામાં જોવા મળશે..

ગઈ જન્માષ્ટમીની રજાઓમાં ઉદયપુર જવાનું નક્કી કર્યું પરંતુ આ ચોમાસાનો વરસાદ જાણે અમને ત્યાં જવા રોકવા માગતો હોય તેમ વરાપ આપતો જ નહોતો, અને એટલે અમારા પ્રવાસને સતત ચાર દિવસ સુધી પાછળ ધકેલ્યો પણ ઉદયપુર અને રાજસ્થાન જવાની એટલે ઈચ્છા હતી કે ભલે ગમે તે થાય ગમે એટલા હેરાન થાય એ પણ જાવું છે એટલે જાવું છે.. પછી ચાલુ વરસાદમાં પણ નીકળી જ પડવાનો નિર્ણય અને નિર્ધાર કર્યો અને પહેલે દિવસે સવારે ઉના થી નીકળ્યા અને સીધા સાંજે શામળાજી પહોંચ્યા ગુજરાતના એક છેડે થી બીજા છેડા સુધી એક દિવસમાં મુસાફરી કરી અને રાજસ્થાની બોર્ડર સુધી પહોંચી ગયા. ત્યાં શામળાજીમાં રાત્રી રોકાણ કરી સવારે શામળાજી મંદિરમાં દર્શન કર્યા અને દર્શનનો લાભ લીધો, સાથે સાથે મંદિરની દીવાલોમાં આવેલી અજોડ શિલ્પકલાઓના નમુના જોઈ અને અચરજ પામ્યા. Mewar mevad rajsthan travel tourism

મંદિરની ફરતે ચારે તરફ અરવલ્લી ગીરી માળાની નાની મોટી ટેકરીઓ અને લીલીછમ વનરાજી આંખોને ટાઢક આપતી હતી. દર્શનનો લાભ લઇ ત્યાંથી અમે ઉદયપુર માટે રવાના થયા. આમ તો ઉદયપુર ત્યાંથી નજીક કહેવાય અને માત્ર ત્રણ કલાકનો રસ્તો છે પરંતુ અરવલ્લીની પર્વતમાળાઓની વચ્ચેથી પસાર થતો હાઇવે થોડીવાર ચઢાણ આવે થોડીવાર ઢાળ આવે તો વાહનો થોડીવાર સ્પીડમાં ચાલે થોડી વાર ધીમા પડી જાય.

મોટા મોટા ટ્રક તો 10 ની સ્પીડે જાણે કાચબા ગતીએ ગતિ કરતા હોય એવું લાગતું હતું. ખૂબ સુંદર નાની મોટી ટેકરીઓનો નજારો લેતા આજુબાજુના ગીચ જંગલો, ડુંગરો અને ડુંગરોમાં પણ એક ખાસ હેર સ્ટાઇલમાં જોવા મળ્યા. આ બધા એક અદભુત નજારો હતો. આજે પણ મારી આંખો બંધ કરું તો એ જ દ્રશ્ય આંખો સામે ખડું થઈ જાય છે. ઉદયપુર ની નજીક પહોંચતા રસ્તામાં બંને બાજુ શિલ્પકલાના નમુના સુંદર નમૂનાઓ જેવી સુંદર મહેલો જેવી દેખાતી હોટલો દેખાવાની શરૂ થઈ એટલે અંદાજો આવી ગયો કે હવે ઉદયપુર નજીકમાં જ છે અને આપણી ઇન્તઝારીનો અંત છે..

જેમ જેમ ઉદયપુર ની નજીક પહોંચતા ગયા હોટલોની સંખ્યા વધતી ગઈ અને હોટલોની બાંધણી જોઈ અને ઉદયપુરના ભવ્ય વારસાનો પણ ખ્યાલ આવી જાય, અહીંની ભૂમિમાં મને કાંઈક ખેંચાણ અનુભવાયું, એક અલગ પ્રકારની શાંતિ પણ મળી.

નિયત સ્થળે અમારા ઉતારે પહોંચ્યા ફ્રેશ થઈ અને પૂર્વ આયોજન મુજબ નજીકમાં જ આવેલા સીટી પેલેસ મહેલ જેવા માટે નીકળી પડ્યા. આમ તો ઉદયપુર સીટી પેલેસ ઓલ્ડ સીટી માં આવેલો છે માટે ત્યાંનો રસ્તો ઊનાની અંદરની બજાર જેવો નાની સાંકડી ગલીઓ વાળો રસ્તો. રસ્તા નાની સાંકળી ગલીઓ વાળા રસ્તામાં જવું પડે છે એટલે કોઈ મોટું વાહન ત્યાં લઈ જવું હિતાવહ નથી. સીટી પેલેસ ખૂબ વિશાળ છે તેની એક બાજુ સરોવર અને બીજી બાજુ શહેર બંનેને વચ્ચે સીટી પેલેસ આવેલા છે.

કોણ જાણે કેમ પરંતુ મને જુના સમયના મહેલો જોવા અત્યંત ગમે છે. મહેલો જોઈને અને મારા મનમાં અજીબ લાગણી ઉભરી આવે છે. મહેલોની મુલાકાત લેવી એ મારો એક પસંદગી નો શોખ છે, મહેલો જોઈને હું તેમાં રાજાશાહી વખતમાં કેવી ચહેલ-પહેલ રહેતી હશે! એવા વિચારોમાં અને ત્યારના સમયમાં હું પહોંચી જાવ છું.

રાજા મહારાજા આમાં કેમ રહેતા હશે? આ બાધી બાબતો મને આનંદ આપે છે. સીટી પેલેસનાં ઉપરના મજલે આવેલા ઝરૂખામાંથી ઉદયપુર શહેરનો નજારો જોવાનો પણ એક અદભુત લહાવો છે.

ઉદયપુરમાં વસતા રાજસ્થાની લોકોની વાતો અને વર્તનમાં એક અલગ મીઠાશ નરમાશ અને આદરભાવ જોવા મળ્યા.

મેવાળની માટીમાં જ કંઈક એવું છે કે ત્યાંના લોકોનો સ્વભાવ પણ ખૂબ જ સારો છે. સાંજના સમયે સિટી પેલેસ પાસે જ આવેલા સરોવરમાં બોટની સફર કરી. અને સૂર્યાસ્ત સમયે સૂર્યનારાયણના કિરણો આકાશમાં અને સરોવરના પાણી ઉપર પડે અને સુંદર રંગો નું દ્રશ્ય ખડું થાય એ પણ એક અદભુત નજારો છે પાણી ઉપરથી રિફ્લેક્શન પામતા એના કિરણો પુરા વાતાવરણમાં એક લાલીમાં પાથરી દે છે.. એ અદભુત નજારો હજી પણ આંખોમાંથી જતો નથી..

ઉદયપુર માંથી જોતા સામે થોડે દુર એક પર્વત ઉપર એક વિશાળ મહેલ જોવા મળે છે.. એ મહેલ નું નામ છે “મોન્સૂન પેલેસ” ત્યાં જવા માટે પર્વત ઉપર છેક સુધી વાહન લઈને જવું પડે, જંગલની વચ્ચેથી વળાંકો વાળા ઘાટ જેવા રસ્તે પર્વત ઉપર 4 કિમી ઉપર સુધી જવું પડે છે. ઉપર પહોંચીને મોન્સૂન પેલેસ ની વિશાળતા અને ભવ્યતા જોઈને કોઈપણ અભિભૂત થઈ જાય.. ત્યાં ઊંચાઈ ઉપર થી જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી વિસ્તરેલું આખુંયે ઉદયપુર શહેર જોવું એ રોમાંચક અનુભવ છે.

ક્રમશઃ..

આલેખન અને તસવીર – ઈન્દુબા ભાલિયા 

નોંધ – રાજસ્થાનની યાત્રાના અનુભવો ક્રમશઃ અહીં પ્રગટ થશે અપડેટ મેળવવા નીચેની લિન્ક પર ક્લિક કરી પેજ ફોલો કરો….

અમારા આ પેઇજ પર…

Mewar mevad rajsthan travel tourism

#Mewar #mevad #rajsthan #travel #tourism #travelindia #india #gujarati

error: Content is protected !!
Exit mobile version