Home Travel & lifestyle Dharmik sthalo એક પ્રવાસ ડાયરી કુરુક્ષેત્ર યાત્રા : ધાર્મિક સ્થળો…

Dharmik sthalo એક પ્રવાસ ડાયરી કુરુક્ષેત્ર યાત્રા : ધાર્મિક સ્થળો…

0

Kurukshetra dharmik sthalo bharat yatradham travel diary

Contents

એક પ્રવાસ ડાયરી કુરુક્ષેત્ર યાત્રા : ધાર્મિક સ્થળો…

આલેખન – રાજલક્ષ્મી
( લખિકા એક શિક્ષિકા છે. પક્ષી પરિચય અને પર્યાવરણ જતન માટે કામ કરે છે. વિજ્ઞાનમાં એમનો ઊંડો રસ અને અભ્યાસ છે તેમજ પ્રવાસના શોખીન અને જાણકાર છે. )

Kurukshetra dharmik sthalo bharat yatradham travel diary

પરાશર…

અમારું પહેલું ધાર્મિક સ્થળ પરાશર હતું .જે કૈથલથી કરનાલ જવાના સડક માર્ગ પર 6 મીલ ઉત્તરમાં બહલોલપુર ગામમાં સ્થિત છે.

Kurukshetra dharmik sthalo bharat yatradham travel diary

અહીંયા નું ધાર્મિક મહત્વ એ છે કે દુર્યોધન મહાભારતના યુદ્ધ મેદાનમાંથી ભાગીને આ સરોવરમાં છુપાયા હતા.

મહાભારતનું યુદ્ધ આ ભૂમિ ઉપર થયેલું છે ,અને શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ગીતા સંદેશ આ પવિત્ર ભૂમિ ઉપર જ આપેલો છે.

બ્રહ્મ સરોવરની જેમ આ પણ એક વિશાળ સરોવર છે, પાંડવોને જ્યારે આ વાતની ખબર પડી તો દુર્યોધનને યુદ્ધ માટે લલકારી સરોવરમાંથી બહાર નીકળ્યા હતા મહર્ષિ પરાશર નો આશ્રમ પણ અહીંયા છે.

સૂર્યનારાયણ મંદિરના દર્શન કરીને ,આ સ્થળનું ધાર્મિક મહત્વ જાણ્યા બાદ આ તીર્થની સામે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરના દર્શનનો લાભ લીધો હતો.

Kurukshetra dharmik sthalo bharat yatradham travel diary

બ્રહ્મ સરોવર

અમારું બીજું સ્થળ બ્રહ્મ સરોવર હતું આ સ્થાનમાં પ્રવેશતા વિશાળ સરોવર નજરે પડે છે.જ્યાં નજર દોડાવો ત્યાં હિલોડા લેતું પાણી જોવા મળે છે પ્રવેશ દ્વાર પર ધાર્મિક પ્રસંગોની સ્મૃતિઓ કંડારેલી છે તળાવો નું શહેર ઉદયપુર ની યાદ તાજી થઈ ગઈ.

Kurukshetra dharmik sthalo bharat yatradham travel diary

અવનવું જાણવા માટે નીચેની લીંક પર જાઓ…

https://edumaterial.in/category/janva-jevu/

એશિયાનું સૌથી મોટું સરોવર…

આ પ્રાચીન સરોવર ભારતનું નહીં પરંતુ એશિયાનું સૌથી મોટું સરોવર છે. આ સરોવર ની લંબાઈ 3600 ફૂટ અને પહોળાઈ 1200 ફૂટ છે અને 15 ફૂટ ઊંડાઈમાં પાણી હંમેશા રહે છે આ તળાવની ચારેય બાજુ યાત્રીઓના વિશ્રામ માટે છત વાળી ઓસરી જેવું બનેલ છે, ઘાટ અને તેના ઉપર સુરક્ષા માટે રેલિંગની પણ વ્યવસ્થા છે. સ્ત્રીઓના સ્નાન માટે પૃથક ઘાટ પણ બનાવેલા છે

સર્વેશ્વર મહાદેવ….

આ સરોવરના મધ્યમાં સર્વેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરમાં પાંચ કક્ષ બનેલા છે જે ઉપરથી પાંચ શિખરોના રૂપમાં જોઈ શકાય છે કહેવાય છે કે કુંતી માતાએ અહીંયા સ્વર્ણ કમળ માટે ભગવાન શંકરનું પૂજન કર્યું હતું આ મંદિર પર જવા માટે સરોવર પર એક પુલ બનેલો છે મંદિરના મંદિરની ચારેય બાજુ પાણી જોવા મળે છે.

ધર્મ સંબંધિત લેખો વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો…

https://edumaterial.in/category/suvichar/

સૂર્યગ્રહણના સમયમાં દેશ-વિદેશથી આવેલા પાંચ લાખ યાત્રી એકી સાથે એક સમય સ્થાન કરે તેવી વ્યવસ્થા પણ અહીંયા છે. બ્રહ્મ સરોવરમાં ચરણ કમલ ધોઈ અમે પાવન બન્યા. ભાખડા નહેરથી આ સરોવર ના પાણીની પુરતી થાય તેવી વ્યવસ્થા કરેલ છે.

જોવાનું ચૂકશો નહીં….

આ સરોવરના માર્ગે ચાલતા ચાલતા પાછળના ભાગે શ્રીકૃષ્ણ ભગવાન અને અર્જુનની વિશાળ પ્રતિમા સ્થાપિત કરેલ છે ,જે જોવાનું ચૂકશો નહીં. આ પ્રતિમા પંચધાતુ માંથી બનેલ છે યાત્રીઓ અહીંયા ગ્રુપ ફોટો પણ પાડી શકે તેવી વ્યવસ્થા પણ છે .તેની સામે જ બગીચાની હરિયાળી અને બીજી બાજુ હિલોડા લે તુ પાણી બે ઘડી બધું છોડીને અહીંયા બેસી ગયા.

Kurukshetra dharmik sthalo bharat yatradham travel diary

આલેખન – રાજલક્ષ્મી

આ ક્ષેત્રનું ભૌગોલિક સ્થાન હરિયાણામાં રાજ્યમાં આવેલા અંબાલાથી દક્ષિણ દિશા તરફ અને દિલ્હીથી ઉત્તર દિશા તરફ આવેલું છે. કુરુક્ષેત્રની ભૂમિ 48 કોસમાં ફેલાયેલી છે.

કુરુક્ષેત્રની ભૂમિ હસ્તિનાપુરથી સેંકડો કિલોમીટર દૂર હતી તો પણ શા માટે કૌરવ પાંડવો ચાલીને આ ભૂમિ યુદ્ધ લડવા માટે પસંદ કરી હતી !!! જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે સુલેહ માટે પાંડવો તરફથી દુર્યોધનના રાજદરબારમાં રાજદૂત તરીકે ખુદ ભગવાન શ્રીકૃષ્ણ ગયા ત્યારે અભિમાની દુર્યોધને પાંડવો ને યુદ્ધ વગર એક સોય જેટલી પણ જમીન આપવાની ના પાડી ત્યારે બંને પક્ષે યુદ્ધની તૈયારી થવા લાગી હતી બંને પક્ષોએ વિચાર કરવા લાગ્યા કે યુદ્ધ માટે કયું યોગ્ય સ્થાન રહેશે? કારણકે આ યુદ્ધમાં ભાગ લેવા માટે 18 અક્ષૌહિણી સેના માટે એક વિશાળ નિર્જન ભૂમિ જોઈએ તથા તે ભૂમિ ઉપર પાણી અને ઇંધણની વ્યવસ્થા હોય તેવી ભૂમિ હોવી જરૂરી હતી.

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

 

#Holy #Land #Mahabharata #Krukshetra #yudhdh #medan #parichay #mahabharat #Travel

Kurukshetra dharmik sthalo bharat yatradham

#Kurukshetra #dharmik #sthalo #bharat #yatradham
#kurukshetra #Mahabharat #Life_Lesson #RajLaxmee #Travel #article #Epic #madhyapradesh #uttarpradesh #Purana #religion #dharma #krushna #Arjuna

 

error: Content is protected !!
Exit mobile version