HomeCINEMASonali bendre " મેં વિચાર્યું કે આ એક લાંબો સંઘર્ષ હશે, પરંતુ...

Sonali bendre ” મેં વિચાર્યું કે આ એક લાંબો સંઘર્ષ હશે, પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મરી જઈશ…”

- Advertisement -

Sonali bendre inspiring life film cancer success

Contents

Sonali bendre ” મેં વિચાર્યું કે આ એક લાંબો સંઘર્ષ હશે, પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મરી જઈશ…”

Sonali bendre inspiring life film cancer success
Sonali bendre inspiring life film cancer success

આલેખન – દિલીપ મહેતા

( લેખક વડોદરાના વરિષ્ઠ પત્રકાર છે. )

આજે સવારે અડધી –પડધી ઊંઘમાં રેડિયો પર ‘બોમ્બે’નું એક જાણીતું ગીત ‘હમ્માંહમ્માં’ કાને પડ્યું અને સોનાલીનો ચહેરો માનસ પટ પર આવી ગયો! યોગાનુંયોગ 1 જાન્યુઆરી ( 1 જાન્યુઆરી 1975 ) એ જ એનો જન્મ દિવસ હતો.

Sonali bendre ૪૮ વર્ષની વયે…

- Advertisement -

સોનાલી ૪૮ વર્ષની વયે પહોંચી ગઈ એ જાણીને આશ્ચર્ય થાય છે! વાત એ મહત્વની નથી પણ એમણે જે શારીરિક અને સામાજિક સંઘર્ષ કર્યો એની છે. ચાલો જાણીએ એમના જીવન માંથી પ્રેરણા લઈ શકાય એવી બાબતો વિશે….

કલ્પના તો કરો કે જે વ્યક્તિ મોડેલ હોય. જેમના શરીરનું સૌન્દર્ય અને સ્વાસ્થ્ય જ જેમની કારકિર્દી હોય એમના માટે કેન્સરના સમાચાર કેટલા ઘાતક નીવડી શકે?!

Sonali bendre ૨૦૧૮માં એ કેન્સરનો ભોગ…

૨૦૧૮માં એ કેન્સરનો ભોગ બની અને એક વીરાંગનાની જેમ કર્કરોગ સામે એ લડી અને વિજેતાપણ  બની. પણ એ સફર વિશે જાણવા જેવુ છે. જેના પર એમણે એક પુસ્તક પણ લખ્યું છે.

સ્ત્રી માટે તેના વાળ સૌથી મહત્વના હોય છે. જ્યારે sonali bendre ને કેન્સર થયું અને કીમો માટે બધા જ વાળ કઢાવી નાખવા પાડ્યા પછી પણ તેણે પોતાની જાતને હરવા ન દીધી. અને India Bazar magazine માટે જ્યારે ભર કેન્સરમાં માથા પર નહિવત વાળ સાથે શૂટ કર્યું ત્યારે તેના જીવન જીવવાનો સંઘર્ષ સોનાલી સાથે લોકો પણ જોઈ રહ્યા હતા.

તે સમયમાં તેણે ટ્વીટ કરીને લખ્યું કે  “આપણા અનુભવો આપણને કેવી રીતે બદલી નાખે છે અથવા આપણને આકાર આપે છે તે કહેવાની કોઈ રીત નથી. બધા પરિવર્તનો દેખાતા નથી. મેં જે શીખ્યું છે તે મને ક્યારેય પાછળ રહેવા દેશે નહિ.”

- Advertisement -

તેના ટૂંકા વાળ સાથે નિસ્તેજ ચહેરો અને વાદળી ડ્રેસ પહેરીને લીધેલો ફોટો જોઈ  – સેલિબ્રિટી પણ કહેવા લાગ્યા હતા કે  સોનાલી એ આશાનું ચિત્ર છે.

Sonali bendre સોનાલીએ કહ્યું…

મેગેઝિન સાથે વાત કરતા સોનાલીએ કહ્યું, “તેથી જ્યારે મારા પીઈટી [પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી] સ્કેનમાં જાણવા મળ્યું કે કેન્સર મારા પેટમાં ફેલાઈ ગયું હતું, પરીની લાઈટોની જેમ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી અને જ્યારે ન્યુયોર્કમાં ડૉક્ટરે કહ્યું કે લગભગ 30% લોકોને જ સારું થાય છે ત્યારે અમે વિખેરાઈ ગયા. પરંતુ મૃત્યુનો વિચાર મારા મનમાં ન આવ્યો. મેં વિચાર્યું કે આ એક લાંબો સંઘર્ષ હશે, પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મરી જઈશ.”

Also Read::   Ohho!! Vijayendra Prasad on RSS Film, who is he?

આજે તેણે કેન્સરને હરાવી ફરી ટેલિવિઝન પર તરખાટ મચાવે છે પણ તેના આગળના જીવનને પણ જોઈએ…

Sonali bendre life…

સોનાલીને બોલીવુડમાં ‘બ્રેક થ્રુ’ મળે એ પહેલા તો પ્રિયંકા ચોપરા અને ઐશ્વર્યાએ  ધૂમ મચાવી દીધેલી. એ પછી તો બોલીવુડમાં  માધુરી, જુહી, કરિશ્મા કપૂર, ઉર્મિલા માંતોડકર, તબુ, રવિના ટંડન, શિલ્પા શેટ્ટી, અને last but not the least કાજોલે પણ તરખાટ મચાવી દીધેલો!

Sonali bendre inspiring life film cancer success

- Advertisement -

                          એક એકથી ચડિયાતી આ તારિકાઓ સામે સ્પર્ધામાં ઉતરીને પણ સોનાલીએ પોતાની જગ્યા બનાવી લીધી અને કામયાબીના એક નૂતન શિખરે પહોંચી ગઈ !

Sonali bendre best films…

બોલીવુડમાં કદમ માંડયા પછી એને લાંબો સંઘર્ષ ન કરવો પડ્યો.

નારાઝ( ૧૯૯૪)ફિલ્મમાં એના અદભુત અભિનયે એને સૌ પ્રથમ ફિલ્મફેર એવોર્ડ અપાવી દીધો! Naraz Frist film of sonali bendre

ત્યારબાદ તો sarfroshi, diljale (૧૯૯૬)અને , duplicate, Major Saab  જેવી ફિલ્મોએ એની લોકપ્રિયતામાં ઘણો ઉમેરો કરી દીધો. ‘જિસ દેશમે ગંગા રહેતા હૈ’ પણ મને તો ખુબ ગમેલી જ.

૧૯૯૪ થી ૧૯૯૬…માત્ર બે વર્ષના સમય ગાળામાં તો english babu, apne dam par, saput, rakshak અને desi mem જેવી ઘણી ફિલ્મોમાં એ જોવા મળી અને એ બધી ફિલ્મોમાં એના અભિનયની ભરપુર પ્રશંસા થઇ.

Stardust  સામયિક દવારા આયોજિત પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેતા પહેલાતો સોનાલીએ ઘણી કોમર્સિયલ્સમાં મોડેલીંગ કરેલું.

લક્સ સાબુની એડમાં ત્યારે લગભગ બધી સીને તારિકાઓ જોવા મળતી, પણ, સોનાલીને Lux New Face Of The year તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળેલો. Sonali bendre inspiring life film cancer success

એને most promising newcomer( ૧૯૯૪) નામનો સ્ટારસ્ક્રીન એવોર્ડ પણ મળેલો.
’નારાજ’ ફિલ્મ માટે એને જે ફિલ્મફેર એવોર્ડ મળેલો એ એવોર્ડ SENSATIONAL DEBUT નામનો એવોર્ડ હતો. સાચે જ, એની એન્ટ્રી ઝંઝાવાતી જ હતી!

પછી તો ‘Bombay’ ફિલ્મમાં એનું ‘hamma hamma’ ગીત જાણે કે વાવાઝોડું સાબિત થયું!

Also Read::   Kantara : આ ફિલ્મ એકવાર તો શા માટે જોવી જોઈએ? શું છે વાર્તા પાછળની વાર્તા...

૧૯૯૭માં Michael Jackson ભારત આગમન થયું ત્યારે પરંપરાગત મરાઠી સાડીમાં શોભતી ‘સેન્સેશનલ’ sonali bendre જેક્સનના ભાલે તિલક કરીને એનું સ્વાગત કરેલું ! EAST & WEST ના મધુર સંગમ સમી એ ક્ષણ આજે પણ મને બરાબર યાદ છે!

Sonali bendre ‘અંગારે’ અને ‘ઝખમ’ પણ મને ખુબ ગમેલી. એક ડાન્સર તરીકે પણ સોનાલી સ્પર્શી ગયેલી. ગદ્દર,લજ્જા અને બોમ્બેમાં એનું ડાન્સ પરફોર્મન્સ અદભુત રહ્યું.  સોનાલી દવારા અભિનીત ‘ aapki soniya’ નામનું એનું એક Drama પણ ખાસ્સું ચર્ચાસ્પદ રહ્યું. ‘૨૦૨૨માં લવ યુ હમેશાં’ માં પણ એ જોવા મળી.

Sonali bendre come back

                   સોનાલીની ટેલીવિઝન કેરિયર પણ શાનદાર રહી. આ  ઉપરાંત ફિલ્મફેર એવોર્ડ ફંકશનમાં એક મોડરેટર /એન્કર તરીકે પણ એ પ્રસંશા પામી.સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ એ જોવા મળી, તો ‘કલ હો ના હો’માં એ કેમિયો તરીકે પણ દિલ જીતી ગઈ!  મરાઠી ફિલ્મોમાં પણ એના અભિનયની ભરપુર પ્રસંશા થયેલી જ.

Sonali bendre books

સોનાલીએ નિવૃત્તિ કાળને પણ સર્જકતાનો સ્પર્શ આપીને એક કિતાબ લખી છે. Modern Gurukul : My experience with parenting નામની આ કિતાબ નવી માતાઓએ અને ભવિષ્યમાં બનનારી માતાઓએ ખાસ વાંચવી જોઈએ. અરે,પિતાઓએ પણ ખાસ વાંચવી જ જોઈએ .

દોસ્તો, આજથી  ત્રણ દાયકા પહેલા મને એક વર્કશોપમાંથી જડી ગયેલું એક બેહતરીન  quote હું અવાર નવાર વાંચતો હોઉં છું.

Sonali bendre સોનાલીના જીવન અને કેરિયર વિષે આજે વાંચી રહ્યો છું, ત્યારે મને આ વિધાન ખાસ યાદ આવે છે….

We cannot put off living until we are ready. The most salient characteristic of life is its coerciveness; it is always urgent, ‘here and now,’ without any possible postponement. Life is fired at point blank.
( Ortegay Gasset)
કામયાબી આપણા હાથમાં નથી, પણ પરિશ્રમ –મથામણ તો હાથવેત છે જ.

આલેખન – દિલીપ મહેતા

Sonali bendre inspiring life film cancer success

#Sonalibendre #inspiring #life #film #cancer #success

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!