HomeSAHAJ SAHITYASpecial Story: માતૃભાષા સર્જક : ગુજરાતી વાર્તાનો મહત્વનો પડાવ એટલે જયંત ખત્રી...

Special Story: માતૃભાષા સર્જક : ગુજરાતી વાર્તાનો મહત્વનો પડાવ એટલે જયંત ખત્રી…

- Advertisement -

Special Story matrubhasha Gujarati author jayant khatri

Contents

Special Story: માતૃભાષા સર્જક : ગુજરાતી વાર્તાનો મહત્વનો પડાવ એટલે જયંત ખત્રી…

રજુઆત – જય પંડ્યા

Special Story matrubhasha Gujarati author jayant khatri
Special Story matrubhasha Gujarati author jayant khatri

ડો. જ્યંત ખત્રી

આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા સાહિત્યકાર વિશે માહિતી મેળવશું જેઓ વ્યવસાયથી એક ડોક્ટર હોવાં છતાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઊંડાણ પૂર્વક પોતાની કલ્પના શક્તિ અને આત્મ સૂઝ વડે ખેડાણ કર્યું.  અને એક શ્રેષ્ઠ અને માતબર વાર્તાકાર તરીકે પ્રસિદ્ધ થયાં.

નામ – જ્યંત ખત્રી

- Advertisement -

પિતા – હીરજીભાઈ ખત્રી ( તેઓ કચ્છના સરકારી તબીબ હતા. )

માતા – જયા બહેન

જન્મ તારીખ – 24 સપ્ટેમ્બર 1909

જન્મ સ્થળ – કચ્છ, મુંદ્રા

પત્ની –  બચ્ચું બહેન

- Advertisement -

વ્યવસાય – ડોક્ટર

પુત્ર – કીર્તિ ખત્રી

અભ્યાસ…

જયંત ખત્રીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મોસાળ ભુજમાં પ્રાપ્ત કર્યું હતું.

માધ્યમિક શિક્ષા તેમણે ” ન્યુ ભરડા હાઈસ્કૂલ ” મુંબઈથી પ્રાપ્ત કરી હતી. વર્ષ 1928 માં તેઓ મેટ્રિક થયાં હતા.

- Advertisement -

વર્ષ 1935 માં તેમણે મુંબઈની નેશનલ મેડિકલ કોલેજમાંથી ” એલ. સી. ડી. એસ.” ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.

શરૂઆતના વર્ષોમાં તેમણે મુંબઈમાં જ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી.

થોડા વર્ષો બાદ કચ્છ –  માંડવીમાં આવી તેમણે પોતાનો તબીબી વ્યવસાય આગળ વધાર્યો હતો.

વર્ષ 1929 માં તેમના લગ્ન “મોરજર” ગામના બચુ બહેન સાથે થયાં હતા. પરંતુ વર્ષ 1935 માં તેઓ અવસાન પામ્યા તેથી જયંતી ખત્રીએ નાની સાળી સાથે લગ્ન કર્યા હતા.

Special Story matrubhasha Gujarati author jayant khatri

જ્યંત ખત્રીનું સાહિત્ય સર્જન….

વાર્તા – સંગ્રહો  :

‘ ફોરાં’ – 1944

‘ વહેતા ઝરણાં’  – 1952

‘ ખરા બપોર – 1968 ( મરણોત્તર વાર્તા સંગ્રહ )

નવલકથા – ‘ ચમાર ચાલ ‘

નાટક – મંગલ પાંડે

સન્માન : વર્ષ 1968-69 માં તેમને ‘ખરા બપોર ‘ વાર્તા સંગ્રહ માટે “ઉમા – સ્નેહરશ્મિ ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Special Story matrubhasha Gujarati author jayant khatri

જ્યંત ખત્રી માટે વિશેષ વાત…

જ્યંત ખત્રીની ઘણી વાર્તાઓ એવી જે છે વાચકો ઘણા દાયકાઓ સુધી વિસરી નહીં શકે.

ખત્રીની ઘણી રચના એવી છે કે જે સંવેદના ઉજાગર કરે છે. જે સંવેદનશીલ માણસની પ્રકૃતિને થીજવી દે  છે. અને ઘણી રચનાઓ તો એવી કરુણ છે કે જે કઠણ કાળજાવાળા માણસની ગોફણો ભીંજવી દે છે.

તેઓ પોતાની ઘણી રચનાઓ દ્વારા એ સંદેશ આપે છે કે આ દુનિયામાં આપણે દરેક વ્યક્તિને ઓળખી કે જાણી શકતા નથી. આપણે જે – તે વ્યક્તિના વર્તન અને સ્થિતિ પ્રમાણે તેના જીવનનો તાગ મેળવતા હોઈએ છીએ પરંતુ આ દુનિયામાં દરેક  વ્યક્તિની અંદર પણ એક દુનિયા છે કે જે ” રહસ્યનો રાફડો ” છે.

Also Read::   Book Review : કર્ણલોક - ધૃવ ભટ્ટ

જે સમસ્યાનું સંકુલ છે, જે સમજણનું સંવિધાન છે,  જ્યાં “ઉદાસીનતાની ઉજ્જડ વેરાન” છે, જ્યાં “સ્વપ્નનો સોફ્ટવેર “છે, જ્યાં “સુખનું સ્ટેટમેન્ટ” છે, જ્યાં “સહિયારાનું સબ્સ્ક્રિબશન” છે.
,  જ્યાં “શબ્દોની સેટેલાઇટ” છે.

એમણે હંમેશા ઘેરા રંગે વાર્તાના વાતાવરણનું નિરૂપણ કર્યું છે. તેમની પ્રકૃતિ વિષયક કરાળ છટાઓમાં કલમ નહીં પરંતું રંગ ભરવાની પીંછીનો સ્પર્શ જોઇ શકાય છે.

અવસાન – તારીખ 6 જૂન 1968 ના રોજ કેન્સરની બીમારીથી જ્યંત ખત્રીનું અવસાન માંડવી ( કચ્છ ) ખાતે થયું.

ડો. ખત્રીને લેખકો, કવિઓ અને રાજકારણીઓ  સાથે સારા સંબંધો હતા તેથી તેઓ  વર્ષ 1951 માં માંડવી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

1954 – 60 સુધી તેઓ  આ પદ પર કાર્યરત રહ્યા હતા.

તેમણે પોતાના અલગ પક્ષની રચના કરી હતી

તેઓ ” પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિએશન “, “ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન ” ના સભ્ય તરીકે રહ્યા હતા.

તેમની અન્ય સેવાઓમાં ‘નાવિક મંડળ ‘
, ‘પોર્ટ કામદાર યુનિયનના પ્રમુખ’, ‘કંડલા પોર્ટ ટ્રસ્ટ’ના ટ્રસ્ટી  વગેરેનો સમાવેશ થાય છે.

આટલી વ્યસ્તતા વચ્ચે પણ તેઓ સાહિત્ય સર્જન પ્રવૃત્તિ હાથ ધરતા

જ્યંત ખત્રીની વાર્તાઓનો મરાઠી અનુવાદ ‘નલિની મડગાંવકર ‘ દ્વારા કરવામાં આવ્યો છે જેને મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

એમની ચૂંટેલી વાર્તાનો અંગ્રેજી અનુવાદ ઉમા બહેન રાંદેરિયા એ કર્યો છે. જે ગાંધીનગરની ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.

તેમની સમગ્ર વાર્તાઓનો હિન્દી અનુવાદ પ્રોફેસર કમલ મહેતાએ કર્યો છે. જે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.

ચંદ્રકાન્ત બક્ષી, મહંમદ માંકડ, સરોજ પાઠક, મધુરાય વગેરે ખત્રીના સંપર્કમાં હતા.

તેમને ‘ લોહીનું ટીપું ‘ કૃતિ માટે ‘ મહિડા સુવર્ણ ચંદ્રક’ પ્રાપ્ત  થયો હતો.

Special Story matrubhasha Gujarati author jayant khatri

ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રસ્તુત ‘ જયંત ખત્રીની ગદ્યસૃષ્ટિ ‘ પુસ્તકમાં સંપાદક શરીફા વીજળીવાળા લખે છે કે…

માત્ર ટૂંકી વાર્તાને જ આરાધનાર જયંત ખત્રી પરંપરાગત ટૂંકી વાર્તા અને આધુનિક ટૂંકી વાર્તાને જોડનારી કડીરૂપ, સંક્રાન્તિકાળના મહત્ત્વના સર્જક છે. ત્રણ વાર્તાસંગ્રહ ‘ફોરાં’(૧૯૪૪), ‘વહેતાં ઝરણાં’ (૧૯૫૨) તથા ‘ખરા બપો૨’ (૧૯૬૮)માં કુલ ૪૧ વાર્તાઓ આપનાર ખત્રીની નવ અગ્રંથસ્થ વાર્તાઓ ગણીએ તો કુલ ૫૦ વાર્તાના સર્જક કહી શકાય એમને. પણ એમાંની દસ-બાર વાર્તાને કા૨ણે ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી વાર્તાકાર ખત્રી પણ જીવવાના. ખત્રીની સમગ્ર વાર્તાઓમાંથી પસાર થના૨ ભાવક એક વાત નોંધી શકશે કે આ સર્જકનું જગત નોખું છે – અનોખું છે, એમનાં પાત્રો વિલક્ષણ છે. સામાન્ય માણસ અને રોજબરોજના પ્રસંગોએ ભાગ્યે જ એમને આકર્ષ્યા છે. એમની આગઝરતી વંધ્ય ધરતી, વેરાન આકાશ અને ખારી ઉસ હવાની જેમ જ એમનાં પાત્રો, પ્રસંગો અને સમસ્યાઓ પણ નોખી ભાત્યનાં છે. અસામાન્ય એવા સામાન્ય માણસોએ એમને વધુ આકર્ષ્યા છે. દા.ત., લખડીનો વંઠેલ ભાઈ વિઠ્ઠલ, એના ૫૨ કદી ગુસ્સે ન થતી લખડી, કાળો માલમ, ગંગી, દામો અરજણ, નથુ, ગોપો,… ડ૨૫ોક મેઘજીને જતો કરતી કાશી…. આ વિલક્ષણ પાત્રો સાથે બનતી ઘટનાઓ પણ એટલી જ વિલક્ષણ છે. દા.ત., આપઘાત (‘અમે બુદ્ધિમાનો’, ‘અમે’, ‘કાળો માલમ’), ખૂન (માટીનો ઘડો’, ‘ખરા બપો૨’), બળાત્કાર (‘લોહીનું ટીપું’), અવૈધ સંબંધ (‘કાળો માલમ’, ‘શેર માટીની ભૂખ’), ગાંડપણ (‘દામો અરજણ’, ‘ખલાસ’), હડકવા (‘જળ’), પાંજરાપોળમાં બાળક જમા કરાવવા જવું (‘દામો અરજણ’) જેવી આઘાત આપનારી ભારેખમ ઘટનાઓને જયંત ખત્રી નિર્વાહ્ય બનાવી શક્યા છે. ગુજરાતી ઘટનાપ્રધાન વાર્તાનું શિખર કહી શકાય એવા ખત્રીને મૂળભૂત રીતે વાર્તાતત્ત્વમાં, મલાવીને વાર્તા કહેવામાં વધુ ૨સ છે.

Also Read::   હાસ્યલેખક વિનોદ ભટ્ટ સાથે હાસ્યથી ભરપૂર સંવાદ

Special Story matrubhasha Gujarati author jayant khatri

ગુજરાતી ભાષાના એવાજ સમર્થ વાર્તાકાર કિરીટ દુધાત ખત્રી વિશે લખે છે કે…

ડૉ. જયંત ખત્રી ગુજરાતી ટૂંકીવાર્તાનું એક સર્વકાલીન નામ છે. કચ્છની ધરતીને આપણે ભૌગોલિક રીતે તો જાણીએ જ છીએ, પરંતુ ખત્રીની વાર્તાઓમાં ઊભું થતું કચ્છ તે સર્જકના માનસના એક એવા પ્રદેશમાં લઈ જાય છે જ્યાં વાસ્તવ અને સ્વપ્નની ધરતી એકબીજાંમાં સેળભેળ થઈને એક જુદું જ અતિવાસ્તવ રચી આપી છે. અહીં વિશ્વસાહિત્યના અભ્યાસીઓને લેટિન અમેરિકાના સાહિત્યકારોએ પોતાના સાહિત્યમાં ઊભું કરેલું એક અલગ જ લેટિન અમેરિકાનું પણ સ્મરણ થાય તો નવાઈ નહીં. પરંતુ આ વાસ્તવ ઊભું કરવામાં ખત્રીની અંદરનો એક કસાયેલો સર્જક પણ સતત પ્રવૃત્ત હોય તેવું આ વાર્તાઓમાંથી પસાર થતાં લાગશે. એ રીતે તેમની વાર્તાઓ સમયનાં બંધનોથી બહાર નીકળીને અમરતાની ભૂમિ પર ઊભી છે.

ખત્રી અને એમની વાર્તા ગુજરાતી ભાષાની વાર્તામાં હંમેશા શોભશે…

રજુઆત – જય પંડ્યા

Special Story matrubhasha Gujarati author jayant khatri

#Special #Story #matrubhasha #Gujarati #author #dhumketu #gaurishankar_govardhanram_joshi #tankha_mandal   #gujaratisahitya #gujarat #sahity #kavita #varta #matrubhashadin #postoffice #dhumketu_writer #storywriter

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!