HomeSAHAJ SAHITYASpecial Story: માતૃભાષા સર્જક : વિશ્વ સ્તરે જેમની ગુજરાતી વાર્તા છવાઈ ગઈ...

Special Story: માતૃભાષા સર્જક : વિશ્વ સ્તરે જેમની ગુજરાતી વાર્તા છવાઈ ગઈ હતી એવા ‘ ધૂમકેતુ ‘ વિશે….

- Advertisement -

Special Story matrubhasha Gujarati author dhumketu story writer

Contents

Special Story: માતૃભાષા સર્જક : વિશ્વ સ્તરે જેમની ગુજરાતી વાર્તા છવાઈ ગઈ હતી એવા ‘ ધૂમકેતુ ‘ વિશે….

રજુઆત – જય પંડ્યા 

Special Story matrubhasha Gujarati author dhumketu story writer
Special Story matrubhasha Gujarati author dhumketu story writer

ધૂમકેતુ

કોઈ ભાષાના પ્રથમ વાર્તાકાર તરીકે હોવું અને તેના સો સો વર્ષ સુધી પણ પ્રસ્તુત હોવું એ જ બતાવે છે કે ધૂમકેતુ શું હતા, શું છે ને શું રહેશે?! એક વિવેચક કહે છે કે એમની વાર્તા શૈલી અને ભાષા વિનિયોગ અદ્વિતીય હતા. નવા વાર્તાકારો વર્ષો સુધી એમને આદર્શ રાખશે.

ગુજરાતી ભાષા સાહિત્યના શ્રેષ્ઠ વાર્તાકાર ધૂમકેતુને આજ સુધી વાચનારા વાચકોની સંખ્યા નહીં માત્ર આપણા દેશમાં પણ વિદેશમાં પણ એટલા જ છે. બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈને એમની વર્તા પસંદ આવે છે.

- Advertisement -

Special Story matrubhasha Gujarati author dhumketu story writer

એમના જીવન વિશે થોડું જાણીએ….

નામ ગૌરીશંકર

પિતા – ગોવર્ધનરામ જોશી

માતા – ગંગા મા

જન્મ તારીખ  – 12 ડિસેમ્બર 1892

- Advertisement -

જન્મસ્થળ – વીરપુર

ભાઈ – રામજીભાઈ, અંબાશંકરભાઈ

પત્ની – કાશી બેન

પુત્રી – ઉષા

પુત્ર – દક્ષિણ, અશ્વિન, ઘનશ્યામ

- Advertisement -

Special Story matrubhasha Gujarati author dhumketu story writer

અભ્યાસ વિષયક માહિતી…

વર્ષ 1914 માં પોરબંદરમાંથી મેટ્રિક થયાં.

વર્ષ 1920 માં ‘ બહાઉદ્દીન આર્ટસ કોલેજ ‘ જૂનાગઢમાંથી
‘ સંસ્કૃત ‘ અને ‘અંગ્રેજી ‘ વિષય સાથે તેઓ બી. એ. થયાં.

વ્યવસાય…

1920 – ગોંડલ ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં

1921 –  સંગ્રામ હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે

1923 – અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઈની ખાનગી શાળામાં શિક્ષક તરીકે સેવા આપી.

1925 – અમદાવાદમાં ચીનુભાઈ ખેરોનેટની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી.

જીવન ઝરમર…

વર્ષ 1944 માં ગુજરાતી સાહિત્ય પરિષદના 15 માં અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ બન્યા હતા.

વર્ષ 1953 માં દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકાર તરીકે પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખે વાર્તાનું બ્રોડ કાસ્ટિંગ કર્યું.

વર્ષ 1923 માં ‘સાહિત્ય’ નામક સામાયિકમાં ધૂમકેતુની ‘ પોસ્ટ ઓફિસ ‘  વાર્તા પ્રગટ થઈ.

ધૂમકેતુનું બાળપણનું નામ ગૌરીશંકર નહિ પરંતુ ભીમદેવ હતું.

Also Read::   Book review ‘પીડ પરાઈ જાણે રે’ પુસ્તક : મૂલ્યો સાથે જીવતા એક ઉમદા માણસનો પરિચય મળે!

ધૂમકેતુના સસરાનું નામ પણ ગૌરીશંકર હતું. એટલે સસરા જમાઈ બંનેનું નામ એક સરખું હોવાથી ધૂમકેતુનું નામ બદલી મણિશંકર રાખવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો.

વર્ષ 1922 માં તેમની એક રચના માટે તેમણે પોતાના માટે ‘ પાગલ ‘  એવુ તખલ્લુસ રાખ્યું હતું.

સોલંકી વંશના પ્રતાપી રાજા ‘સિદ્ધરાજ જયસિંહ ‘ ના જીવન પર તેમણે એક પ્રસંગ લખ્યો હતો. એ લેખ વખતે તેમણે જ  ‘ ધૂમકેતુ’ ઉપનામ રાખ્યું હતું. જે આજે ગુજરાતી વાર્તા સાહિત્યમાં અમર બની ગયું છે.

વર્ષ 1926 માં જયારે ‘તણખા મંડળ ‘પ્રકાશિત થયું ત્યારે તે પુસ્તક સ્વરૂપે ન હતું પણ રવિભાઈ અને પંડિત રવિશંકરની સહાયતાથી ચિત્રવાળી આવૃત્તિ પ્રગટ થઈ હતી. જેની કિંમત તે સમયે 2 રૂપિયા હતી.

ગુજરાતી ભાષાની વાર્તા  વિશ્વસ્તરે….

‘પોસ્ટ ઓફિસ’ નો ‘ ધ લેટર ‘ તરીકે અંગ્રેજી અનુવાદ થયો છે. જેને ‘ઓક્સફર્ડ યુનિવર્સીટી ‘ દ્વારા ‘ ટેન ટેલ્સ ‘ માં વર્ષ 1933 માં પ્રકાશિત કરવામાં આવી હતી.  ‘ઓક્સફર્ડ યુનિવર્સીટી ‘  એ આ સ્ટોરી માટે ધૂમકેતુને લગભગ રૂપિયા 2000 નો પુરસ્કાર એ સમયે એનાયત કર્યો હતો.

એક ‘સ્ટોરીસ ફ્રોમ લેન્ડ’ માં વિશ્વના ચાલીસ દેશોની શ્રેષ્ઠ વાર્તા પસંદ કરવામાં આવી હતી. જેમા ‘ ધૂમકેતુ ‘ ની ‘પોસ્ટ ઓફિસ ‘ હતી. જેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Special Story matrubhasha Gujarati author dhumketu story writer

 ત્રણ વાર જીવનદાન મળ્યું….

વર્ષ 1926 માં ધૂમકેતુ કલકત્તામાં હતા. જ્યાં રમખાણ ફાટી નીકળ્યું હતું  ત્યાં ટોળાંમાં ફસાઈ ગયા હતા, જેમાંથી તેઓ હેમખેમ ઊગર્યા હતા.

વર્ષ 1934માં તેમના નિવાસસ્થાન નજીક બંધાઈ રહેલા કૂવાની આડશ  તૂટી ગઈ હતી ત્યાં તેઓ મૃત્યુને સ્પર્શી પરત આવ્યા નહિતર ‘ મલ્લિકા અને બીજી વાર્તાઓ ‘ તેમનું છેલ્લું પુસ્તક હોત, જે વર્ષ 1933 માં પ્રકાશિત થયું હતું.

વર્ષ 1949 માં ગાંધી રોડ પર આવેલી સેન્ટ્રલ બેન્કમાં કેટલાક તસ્કરોએ ગોળીબાર કર્યો હતો  જેમાંથી તેમનો આબાદ બચાવ થયો હતો , નહિતર ‘વનછાયા ‘, ‘પ્રતિબિંબ ‘ અને
‘જિબ્રાનની જીવનવાણી’ તેમના અંતિમ પુસ્તકો બની ગયા હોત.

Also Read::   મહેન્દ્ર મેઘાણી : અમારા વચ્ચે થયેલી ભાવસભર મુલાકાત યાદ કરવી છે...

ત્રણ વખત મૃત્યુને હંફાવી પરત ફર્યા બાદ તારીખ 11 માર્ચ 1965 ને  ગુરુવાર  ના રોજ  રાત્રે 8 વાગ્યે તેમનું અવસાન થયું હતું. સાહિત્ય જગતનો ચમકતો ધૂમકેતુ કાયમી માટે અસ્ત થઈ ગયો. માત્ર યાદ, કલ્પના અને વાંચન રૂપે સોગાદ આપી તે સૌના મનમાં અમરત્વ પામી ગયો.

Special Story matrubhasha Gujarati author dhumketu story writer

ધૂમકેતુનું – સાહિત્ય – સર્જન…

નવલિકા / વાર્તા સંગ્રહ

” તણખા મંડળ – ભાગ – 1/4 ( 1926 – 1936)

” અવશેષ” – 1932

” ત્રિભેટો ” – 1938

” વનરેખા ” – 1952

” વનવેણું ” – 1956

સામાજિક નવલકથા

” પૃથ્વી શા ” – 1923

” રાજ મુગુટ ” – 1924

” કર્ણાવતી ” – 1942

” રાજકન્યા ” – 1943

” જય સિંહ સિદ્ધરાજ ( અવંતીનાથ ) – 1948

” વૈશાલી ” – 1954

” આમ્રપાલી ” – 1954

” ખલિલ જિબ્રાન” ના જીવન  વિશેના પુસ્તકો

‘પ્રકીર્ણ’ અને ‘વિવેચન’ વિષયક પુસ્તકો

” ઇતિહાસ દર્શન ” – 1955

” ઇલિયર્ડ ” -1961

” જીવન વિચારણા ” – 1970

” એકલવ્ય અને બીજા નાટકો ” – 1933

” ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો ” – 1942

Special Story matrubhasha Gujarati author dhumketu story writer

#Special #Story #matrubhasha #Gujarati #author #dhumketu #gaurishankar_govardhanram_joshi #tankha_mandal   #gujaratisahitya #gujarat #sahity #kavita #varta #matrubhashadin #postoffice #dhumketu_writer #storywriter

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!