HomeSAHAJ SAHITYAમહેન્દ્ર મેઘાણી : અમારા વચ્ચે થયેલી ભાવસભર મુલાકાત યાદ કરવી છે...

મહેન્દ્ર મેઘાણી : અમારા વચ્ચે થયેલી ભાવસભર મુલાકાત યાદ કરવી છે…

- Advertisement -

Mahendra zaverchand meghani lokmilap bhavanagar book editor writer gujarati sahity

વંદનીય મહેન્દ્ર મેઘાણીનું નિધન એ ગુજરાતી સાહિત્યના ભેખધારી સેવકની અલવિદા છે. એમના સંપાદનો. એમના લેખો અને એમના જીવન વિશે લગભગ લોકો જાણે છે ત્યારે મારે અહીં અમારા વચ્ચે થયેલી ભાવસભર મુલાકાત યાદ કરવી છે…

Mahendra zaverchand meghani lokmilap bhavanagar book editor writer gujarati sahity

 

આવો.
જી.
આપને મળવાની ઈચ્છા હતી. લોકમિલાપ બંધ થાય છે તો જાણે તીર્થના દ્વાર બંધ થાય છે.
શું કરો છો?
શિક્ષક છું.
કેટલા વર્ષથી?
છ વર્ષથી.
હવે, નવી દુનિયાનું સર્જન કરવાની જવાબદારી તમારી છે, ભાઈ..( એમની આંખોમાં પાણી ને ગળગળા હૈયે આગળનું બોલ્યા) અમે તો આ ચાલ્યા…

- Advertisement -

અને એક સ્તબ્ધતા એના ઓરડામાં છવાઈ ગઈ. મારી આંખો પણ ભરાઈ આવી. મેં પ્રયત્ન કરી અને કહ્યું…

જીવનના કોઈ પડાવે મારે આપની જેવું કામ કરવું છે. નીકળી પડવું છે પુસ્તકો વંચાવવા…

મારાથી સારું કરજો.
તમારાથી અને તમારા જેવું તો ન જ કરી શકીએ ક્યારેય…

Also Read::   Bodhkatha લોકો બે જ કારણથી ભેગા થાય છે...

પછી બી નચિકેતા પ્રકલ્પની વાત કરી.. એને મારા વાસામાં હાથ ફેરવ્યો. હું ફરી પગે લાગ્યો તો કહે

જીવનમાં નમવાનું માત્ર ઈશ્વર આગળ, બીજાને પ્રણામ કરવાના.

- Advertisement -

એની આંખો નમ હતી. બાજુમાં અઢળક પાત્રો પડ્યા હતા. એમણે બે પુસ્તકોમાં સહી કરી આપી. મેં ફરી વંદન કર્યાં. એ મને તાકી રહ્યા હું એમની આંખોના તેજને જોઈ રહ્યો. લાગ્યું જાણે બંનેને મૌન બેસવું હતું. પણ ના અમે એમને વધુ ખલેલ પહોંચાડવા માંગતા નહોતા. એ એમના સ્નેહીજનોને પત્રોમાં મળતાં હતાં. એમણે ફરીને ફોટો પડાવ્યો. અને બસ એ મૌન સંવાદથી જ છૂટા પડયા.
ગુજરાતીભાષાના ખરાં મૂકસેવક ને મારા પ્રેરક મહેન્દ્રભાઈ મેઘાણી દાદાની સાથે આ મુલાકાત બહુ ભાવુક રહી – આજીવન સ્મરણીય રહી અને પેલું વાક્ય હજુ મારો પીછો છોડતું નથી કે – હવે, નવી દુનિયાનું સર્જન કરવાની જવાબદારી તમારી છે, ભાઈ.. અમે તો આ ચાલ્યા… હવે મારી જાત સાથે હું વિચારું છું કે એવું તે શું કરી શકાય કે આ વ્યક્તિના શબ્દો હું જીવનમાં સાર્થક કરી શકું. આજથી આ શબ્દો કદાચ મને જીવનની સાચી દિશા આપશે.
છૂટા પડતાં હતાં ત્યારે એવો જ સ્નેહ ગોપાલભાઇનો પણ… ‌
વંદન…
તા. ક. મારો ભાઈ જય અને હું જ્યારે એ બાજુ જતાં હતાં ત્યારે એને કેહતો હતો કે હવે કદાચ લોકમિલાપ બંધ હશે પણ મારે દૂરથી ય દર્શન કરવા છે… અને દર્શન ફળ્યાં.

Also Read::   Novel gir અકૂપારની આંખે " ગીર દર્શન" ....

વિશેષ નોંધ – આ પોસ્ટ મૂકવી ન હતી. મારા હૈયાનું અંગત સંવેદન હતું. પણ પેલા વાક્ય માટે હું કાયમ જાગૃત રહી શકું માટે મૂક્યું.

Mahendra Meghani Mahendra Meghani #લોકમિલાપ #lokmilap #gujaratibhasha #matrubhasha #mahendrmeghani #mahendr_meghani #gujaratibook

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!