HomeSAHAJ SAHITYANovel gir અકૂપારની આંખે " ગીર દર્શન" ....

Novel gir અકૂપારની આંખે ” ગીર દર્શન” ….

- Advertisement -

Novel Gir Akupar Dhruv Bhatt Book Review

Contents

Novel gir અકૂપારની આંખે ” ગીર દર્શન” ….

Novel Gir Akupar Dhruv Bhatt Book Review
Novel Gir Akupar Dhruv Bhatt Book Review

પુસ્તક પરિચય આલેખન – ગઢવી જયદીપ

( આ પુસ્તક પરિચય લખનારા લેખક શિક્ષક છે અને ખૂબ સારા વાચક છે. )

નામ સંભાળતા જ નવાઈ લાગે અને પ્રશ્ન પણ થાય અકુપાર એટલે શું ? પણ અહી નામના અર્થની લપમાં પડીએ તો મહાભારતના વનપર્વ સુધી લાંબુ થવું પડે. Novel Gir Akupar Dhruv Bhatt Book Review

Novel gir ” ખમ્મા ગયરને” …

- Advertisement -

ટુકમાં, અકુપાર એ ધ્રુવ ભટ્ટની નવલકથાનું નામ છે. કે જેની શરૂઆત ” ખમ્મા ગયરને” એવી વૃદ્ધ આઇમાંની આ સ્વગતોક્તિથી થાય છે કે જે વડોદરાથી પંચમહાભૂતોના એક તત્વ એવા પૃથ્વીનું ચિત્ર દોરવા માટે આવેલા ચિત્રકારના કાને પડે છે. Novel Gir Akupar Dhruv Bhatt Book Review

Novel gir  અંધ રવાઆપા અને સાંસાઈ….

ચિત્રકાર રહસ્યમય વાક્યનો ગુઢાંર્થ સમજ્યાં પછી જ ચિત્ર દોરવાનો નિર્ધાર કરે છે. નવલકથાની આગેકુચ વાચકને તેની સાથે જોડી ગીરમાં પ્રવેશ કરાવે છે. પ્રથમ મુલાકાત નવલકથાની મુખ્ય નાયિકા સાથે કરાવે છે. જેને જોતા જ આખાબોલપણું એની વાત અને વ્યક્તિત્વમાં ધ્યાનાર્હ થાય. આ કોણ હતી? ક્યાં રહેતી હશે? એનું નામ શું? જેવા કેટલાય પ્રશ્નોની ભરમાર લાગી જાય. પ્રશ્નોના જવાબ શોધતા ચિત્રકારને પગેરું મળ્યું કે રવાઆપાની વંશજ છે, જેનું નામ છે સાંસાઈ. જે અંધ રવાઆપા ગીરના શિકાર કરવાના અંગ્રેજોના શોખની સામે વિરોધ કરવા રેલવેના પાટે ચાલીને જુનાગઢ પહોચ્યા હતા. આ વાત આઇમાં એ દોરેલા ચિત્ર જોતી વખતે આઇમાં કહે છે.

Also Read::   StoryBook : અમારું એક અવલોકનઃ બાપાની પીંપર

Novel Gir Akupar Dhruv Bhatt Book Review

Novel gir ગીરના ગુણો…

આવી કેટલીયે વાતો પરથી રહસ્યના પડદા હટતા જાય છે અને ગીર અને ગીરના માલધારીઓની જીવની ,એમનો પ્રકૃતિ પ્રેમ,નીડરતા , માણસાઈ, રખાવટ,જેવા કેટલાય ગુણો હ્રદયને સ્પર્શી જાય છે…

Novel gir નવલકથામાં….

Novel Gir Akupar Dhruv Bhatt Book Review
Novel Gir Akupar Dhruv Bhatt Book Review

લોકબોલીમાં લખેલા સંવાદો એટલા વેધક અને સહજ છે, જે કેટલીય વખત આંખના ખૂણા છલકાવી નાખે છે…અહી “આવડની આજ્ઞા”માં રહેલા પ્રકૃતિશાસ્ત્રની કે પછી નાયિકા સાંસાઈ ની ગીર પ્રત્યેની લાગણી કે સિંહની માણસવલાઈ કે આઈમાંના અનુભવના નીચોડની કે ચિત્રકારે દોરેલા ચિત્રમાં છુપાયેલા રહસ્યની વાતનો દોર ગીર બતાવીને સ્મૃતિ પર અનોખી છાપ મૂકી જાય છે.અંતે ચિત્રોનું પ્રેઝન્ટેશન જોઇને મીતા સ્વગતબોલી ઉઠે છે ”ખમ્મા ગીરને” અને નવલકથા પૂર્ણ થાય છે..
Novel Gir Akupar Dhruv Bhatt Book Review

Novel gir ગીરનો સાક્ષાત્કાર….

- Advertisement -

અકુપાર વાંચ્યા પછી એમ લાગ્યું કે હજી મેં તો માત્ર ગીરના ઝાડવા જ જોયા છે, પણ ક્યારેય જાણી નથી, અનુભવી નથી, પણ આ લેખકને તો ગીરનો સાક્ષાત્કાર થયો હોય એવું પ્રતીત થાય છે.

( ફોટો..આર.જે. દેવકીજીનો છે…જે ‘ અકૂપાર નાટક ‘ માં સાંસાઈનું પાત્ર નિભાવે છે.)

પુસ્તક પરિચય આલેખન – ગઢવી જયદીપ

( આ પુસ્તક પરિચય લખનારા લેખક શિક્ષક છે અને ખૂબ સારા વાચક છે. )

[ અકૂપાર જેવી નવલકથાઓ લખનારા ધ્રુવ ભટ્ટ વિશે થોડું… તેઓ હાલ કરમસદમાં રહે છે. તેમણે તત્વમસિ ( જેના પરથી રેવા ફિલ્મ બન્યું છે ) અકૂપાર ( જેના પરથી નાટક બન્યું છે ), કર્ણલોક, અતરાપી, અગ્નિકાન્યા, પ્રતિશ્રુતિ વગેરે જેવી નવલકથાઓ લખી છે અને ‘ ન ઇતિ ‘ જેવી વિજ્ઞાન કથા લખી છે. તેમણે ગાય તેના ગીત નામે એક કાવ્યસંગ્રહ પણ આપ્યો છે. ” ઓચિંતુ કોઇ મને રસ્તે મળે, ને ધીરેથી પૂછે કે કેમ છે…
આપણે તો કહીએ કે દરિયાશી મૌજમાં, ને ઉપરથી કુદરતની રહેમ છે… ” એ એમનું જાણીતું ગીત છે. જાણવા, માણવા અને વાંચવા, વસાવવા જેવા સર્જક છે. ]

Also Read::   Book Review દરેક શિક્ષક મિત્રોએ ખાસ વાંચવું જોઈએ એવું પુસ્તક...
- Advertisement -

{ અકૂપાર એટલે શું? અકૂપાર વિશે અહીં ઉપર લખ્યું એમ જ કે આ શબ્દના મૂળ છેક મહાભારતમાં મળે. ઈંદ્રદ્યુમ્ન સરોવરમાંનો એ નામનો એક પ્રસિધ્ધ કાચબો. આ કાચબો ખૂબ પ્રાચીન, આદિ જીવોમાં એક ગણાય છે એટલે એક રીતે તો પૃથ્વી પરનો મૂળ નિવાસી. એટલે અહીં નવલકથામાં પણ પૃથ્વી અને માનવજાતનો આદિમ મૂળિયાંને તપાસવાની વાત થઈ છે. આ નવલકથાનું ચિત્રકાર પાત્ર પણ છેલ્લે છેલ્લે પોતાના વંશનું મૂળ શોધે છે અને એ પણ ગીરના જ કોઈ કુટુંબનો નીકળે છે. એક તાંતણો લેખકે સરસ રીતે સાધ્યો છે.  }

Novel Gir Akupar Dhruv Bhatt Book Review

#Novel #Gir #Akupar #Dhruv #Bhatt #Book #Review

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!