HomeSAHAJ SAHITYAસંસ્કૃતની ઉત્તમ કૃતિઓનો આસ્વાદ...

સંસ્કૃતની ઉત્તમ કૃતિઓનો આસ્વાદ…

- Advertisement -

સંસ્કૃતની ઉત્તમ કૃતિઓનો આસ્વાદ…

– આનંદ ઠાકર

 

 

તમારા પ્રેમી સાથે વાંચવા જેવી એવી વાતો જે આજથી વર્ષો પહેલાં કહેવાય છે. કોઈ તમને કેટલી હદે પ્રેમ કરી શકે!

- Advertisement -

અહીં છ એવી સંસ્કૃત કૃતિઓ પસંદ કરી છે.

 

‘માલવિકાગ્નિમિત્રમ્’

 

સેવકની દિકરી સાથે રાજા અગ્નિમિત્રના પ્રેમ સંબંધનું નિરૂપણ કરતી કૃતિ એટલે ‘માલવિકાગ્નિમિત્રમ્’. પાછળથી માલવિકા રાજકુમારી નીકળે છે અને અગ્નિમિત્રને અપનાવી લે છે. પણ મહત્વની વાત તો એ છે કે માલવિકાના નૃત્યથી રચાતી તેની દેહયષ્ટિનું નીરુપણ એટલું તો કોમળ રીતે થયું છે કે રોમેન્ટિક ફિલ્મોને પણ ઝાંખી પાડી દે છે. માલવિકાના અંગ-પ્રત્યંગ માંથી સુગંધથી ઘેલો થતો અગ્નિમિત્ર, તેના નૃત્યુની ભંગીમાં પર વારી જતો હતો. આજે તમને ‘ચાંદની’ ફિલ્મ યાદ આવી જાય તેવી માલવિકા ખરેખર તો શ્રીદેવી જેવી જ લાગવા લાગે! આ વસંત-વેલેન્ટાઈનના દિવસે લવ કપલ સાથે વાંચશો તો પુરુષ જાણી શકશે કે સ્ત્રીના કયા અંગમાં વધારે માધૂર્ય હોઈ શકે છે.

- Advertisement -

 

‘સ્વપ્નવાસવદત્તા’

 

ઉદયન વત્સ રાજ્યના રાજા હતા. પ્રદ્યોત ઉજ્જૈનના રાજા હતા. ઉદયનના વીણા વાદનની ખ્યાતી સાંભળીને શાલંકાયે છળ કરીને તેને કેદ કરી લીધો. પ્રદ્યોતે ઉદયનને તેની દીકરી વાસવદત્તા માટે વીણા-શિક્ષક નીયુક્ત કર્યા. આ સમયે બન્ને એકમેક તરફ આકર્ષણ અનુભવે છે. બન્ને લવકપલ મંત્રી યૌગન્ધરાયણની મદદથી ફરાર થઈ ગયા. ઉજ્જૈયની જઈ ઉદયને તો વાસવદત્તા સાથે લગ્ન પણ કરી લીધા. પછી તો ઉદયનું રાજ્ય પણ જૂટવાય જાય છે. આ સમયે ઉદયન વાસવદત્તા વીખુટા પડી જાય છે અને બધાની વિનંતીથી ઉદયન પદ્માવતી સાથે લગ્ન કરવા જાય છે ત્યારે વાસવદત્તા ત્યાં જ પદ્માવતીની દાસી તરીકે હોય છે. અને ફરી એક બીજા મળી જાય છે. સ્વપ્નમાં રાજા વાસવદત્તા-વાસવદત્તા કરે છે એ સમયે ત્યાં દાસી તરીકે રહેલી વાસવદત્તા સાંભળી જાય છે અને તેને સ્પર્શ કરી હાથ સરખો કરે છે ત્યરે રાજા તેને ઓળખી જાય છે. આ કથા કહે છે કે પ્રેમમાં સ્પર્શની ભાષા શીખો.

Also Read::   કોરોના ત્રીજી લહેર અને ઓમિક્રોન : લક્ષણ, સ્થિતિ ને સાવચેતી

 

- Advertisement -

‘કાદમ્બરી’

 

ચંદ્રાપીડ અને પુંડરિકના ત્રણ જન્મોની કથા છે અને તેમાં શુદ્રકના દરબારમાં સુંદરી ચાંજાલ કન્યા વૈશમ્પાયન નામના પોપટને લઈને આવે છે. તે મનુષ્યની બોલી બોલે છે. આ કન્યા પાછળ પાગલ થતો પુંડરિક કન્યા સાથે ત્રણ વાર જન્મ લે છે અને છેલ્લે અચ્છોદ સરોવરની પાસે આવે છે. ત્યાં તેની કથા પાંગરે છે. મહાશ્વેતા રૂપે ત્રીજા જન્મમાં મળેલી કન્યાના સૌંદર્યને નિરખીને પાંચ પાના સુધી વિસ્તરે તેટલું તો તેનું સૌંદર્યવર્ણ આવે છે. દુનિયાની સમસ્ત શ્વેત વસ્તુઓ સાથે મહાશ્વેતાને સરખાવે છે. તેના અંગેઅંગની એક એક રેખા વીશે વાત કરે છે તમારે લવ લેટર લખવો હોય તો સારું એવું મટિરીયલ અહીંથી તમારી પ્રેમિકાને ખૂશ કરવા માટે મળી રહે છે.

 

‘અભિજ્ઞાનશાકુન્તલમ્’

 

કાલિદાસની અપ્રતિમ પ્રેમની રચના તમને પ્રથમ પ્રેમના રોમાંસનું મહત્વ જણાવશે. ફોરપ્લેની વિભાવના અને સિગ્મન ફ્રોઈડ ન હતો કહી ગયો તે દિવસે તેણે કહ્યું હતું! ઝુંપડીમાં દુષ્યન્ત પ્રવેશ કરે એ સમયે શાકુન્તલાને થતો સળવળાટ પ્રેમની એક ક્ષણ ઝીલે છે. દુષ્યત અને શકુન્તલાને પ્રેમ થઈ જાય છે. ગુરુના આશ્રમમાં બન્ને પ્રથમ પ્રેમનો પ્રથમ રોમાંસ કરે છે, ત્યાં થોડાં લવ મેકિંગના સીન પણ ભજવાય છે. આથી શકુન્તલા ગર્ભવતી બની જાય. દુષ્યંત તો તેને શ્રાપવશ ભૂલી જાય છે. કણ્વ શકુન્તલાને દુષ્યંત પાસે મોકલે છે. આખરે તેને પ્રેમ કરતી વખતે દુષ્યન્તે આપેલી વીંટીંથી બધું યાદ આવતા દુષ્યંત શકુંતલાના વિરહમાં વલવલે છે. આખરે બન્નેનું મિલન થાય છે. મિલન અને વિરહનું બંને સ્થિતિનું આ એક જ કૃતિમાં વર્ણન અદ્ભુત રીતે ગોઠવ્યું છે. ઐશ્વર્યા રાય અને અક્ષય ખન્નાનું સુભાષ ધાઈ દિગ્દર્શિત ‘ તાલ ‘ ફિલ્મ આ કૃતિ પરથી પ્રેરિત હતું.

 

‘મૃચ્છકટિકમ્’

 

તમે ‘ઉત્સવ’ ફિલ્મ. હા…હા… બરોબર રેખાવાળી, હા એ તો જોયું જ હશે. આ એ બીજું કશું નથી પણ ‘મૃચ્છકટિકમ્’ નાટક પરથી બનેલી ફિલ્મ છે. બ્રાહ્મણ યુવાન ચારુદત્ત અને વરાંગના વસંતસેના વચ્ચે પાંગરેલા લવની રોમેન્ટિક કહાની જોવા મળે છે. ચારુદત્ત આમ તો પત્નીવાળો પુત્રવાળો છે. પણ તેને અચાનક જ વસંતસેના મળી જાય છે અને નગરવધુ સાથે તેને પ્રેમ થઈ જાય છે. બન્ને વચ્ચે લવમેકિંગ સીન્સ આવે છે પણ જુદું જ દર્શન છે બન્નેની જરૂરિયાત બન્નેને પ્રેમ સુધી લઈ જાય છે. જેને કશું લેવું નથી માત્ર આપવું છે, જેની કશી ડિમાંડ નથી તેવી પ્રેમિકા તરીકે વસંતસેનાનું આલેખન થયું છે. જાણવા જેવી વાત તો એ છે કે એક સ્ત્રી પ્રેમિકા થઈને એટલું કરે છે કે બરબાદ થયેલા ચારુદત્તની ગાડી ફરી પાટે ચઢાવવા મદદ કરે છે. આકર્ષણ અને પ્રેમ વચ્ચેની ભેદરેખા તોડીને રચાયેલી યુનિક લવસ્ટોરી જબરદસ્ત છે.

Also Read::   બગલાના વતનમાં

 

‘ સૌંદરનંદ ’

 

અશ્વઘોષ દ્વારા લખાયેલી કૃતિમાં સિદ્ધાર્થને જોઈને એક્સાઈટેડ થતી કપિલવસ્તુની સુંદરીઓનું વર્ણન કરવામાં આવે છે. બુદ્ધના નાના ભાઈ નન્દનું ચરિત લખ્યું છે. હકીકતે તો આ ગ્રંથ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતને જનસામાન્ય સુધી પહોંચાડવા માટે લખવામાં આવ્યો છે. પણ નન્દ અનેક દાસીઓ વચ્ચે પડેલો હોય છે. અનેક રાણીઓ તેની સેવાઓ કરે છે. ત્યારે રચાતા રોમેન્ટિક દ્રશ્યો અને સ્ત્રીઓ વિશેની વાસ્તવિક ધરાતલ પર થતી વાતો, તમને સૌંદર્યશાસ્ત્ર સમજાવે છે. હળવાશથી લવ મેકિંગની રોયલ રીત અહીં તમે જોઈ શકો છો. સ્ત્રીની કોમળતા અંગે સારો પ્રકાશ છે.

 

આ અને આવું તો કેટલુંય સંસ્કૃત સાહિત્યમાં પડ્યું છે બસ, ફિલ્મ અને વર્ચ્યુઅલ ઇન્તિમેટેડ સીન માંથી બહાર આવી પુસ્તકો સુધી જાઓ તો એ આજના દિવસે પ્રેમની અને સરસ્વતીની પૂજા જ છે!

 

આલેખન – આનંદ ઠાકર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!