HomeSAHAJ SAHITYATeaPoem ચા - ઉપર એક આખો કાવ્ય સંગ્રહ?! માણો એની કેટલીક કડક...

TeaPoem ચા – ઉપર એક આખો કાવ્ય સંગ્રહ?! માણો એની કેટલીક કડક મીઠી પંક્તિઓ…

- Advertisement -

Teapoem poem collection on tea chai pe kavita bhagat ni cha kavi bharat pathak

ચા – ઉપર એક આખો કાવ્ય સંગ્રહ?! માણો એની કેટલીક કડક મીઠી પંક્તિઓ…

poem collection on tea chai pe kavita bhagat ni cha kavi bharat pathak

ચા – ઉપર એક આખો કાવ્ય સંગ્રહ?! પ્રશ્ન અને આશ્ચર્ય થાયને?! હા. આ એક એવા કાવ્ય સંગ્રહ ની વાત છે કે જેમાં ‘ કીટલી ‘ , ‘ ઉકળવું ‘ , ‘ ચા ‘ આ બધું ખૂબ સરસ રીતે અને અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પ્રતીકો માટે આવે છે…

Teapoem poem collection on tea chai pe kavita bhagat ni cha kavi bharat pathak

ચા ઉપર આખો એક કાવ્યસંગ્રહ છે એનું નામ છે ‘ ભગતની ચ્હા ‘ જેના કવિ છે ભરત પાઠક.

- Advertisement -

Teapoem poem collection on tea chai pe kavita bhagat ni cha kavi bharat pathak

ભરત પાઠક એક એવું નામ છે કે જેમના કાવ્યસંગ્રહની પ્રસ્તાવના મકરંદ દવે લખે. મને આ કાવ્ય સંગ્રહ રાજેન્દ્ર શુક્લની સહી સાથે મળેલો એનો પણ આનંદ. અને એની સાથે જ રાજેન્દ્ર શુક્લ સાહેબ સાથે એમની કૃપાથી એમની સાથે ને એમને બનાવેલી ચા પીધી છે એનો કોટો હજુ ખૂટતો નથી… કવિ ભરત પાઠક અને રાજેન્દ્ર શુક્લ સાહેબને વંદન – સ્મરણ સાથે કેટલીક પંક્તિઓના ઘૂંટતા ઉતરીએ…

Also Read::   Positive Talk ( Best 3 ) સપનાંને ઇન્સ્ટિટ્યૂટમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય...

Teapoem poem collection on tea chai pe kavita bhagat ni cha kavi bharat pathak

Teapoem poem collection on tea chai pe kavita bhagat ni cha kavi bharat pathak

માણો ચા ઉપર કેટલીક અદ્ભુત કાવ્ય પંક્તિઓ….

કાલરાત્રિમાં ઉકાળી તેજ – કાલી,
મેળવી પ્હેલી ઉષાની સૌમ્ય લાલી,
દૂધ હમ્ભારવા કરંતી ધેનનું લઈ
જેમણે પરથમ ભરી બ્રહ્માંડ – પ્યાલી
તેમની સન્મુખ ધરું આ ચ્હા – ખયાલી.

- Advertisement -

***

ભગત બનાવે કડક પેશિયલ, અડધી તમે પીશો ને?
કહો ભગવાન, હવેથી મારી રિક્ષામાં ફરશો ને?

***

બોરું નહીં કોઈ રહે, એકાદ ભીનું શું થયું.
માગ્યા વિના આ ચ્હા મળી, બત્રીસ કોઠે પ્હો થયું.

***

- Advertisement -

અમલ કરો ન કરો આ અમલ તો કાયમ છે,
કડક ને તેજધાર ને વળી મુલાયમ એમ છે,
બધેય છો ફરો ટટ્ટાર અહીં તો માથા
મુકાય તો જ કેટલી ઝીલાય એ યમ છે!

***

કોણ એ કાયમ મળે છે હમસફર?
હાથ ઝાલી લઈ જતો જે કીટલી પર?
ને તમારી આંખમાં આંખો પરોવી
પાઈને ચ્હા ખુદ બને છે તરબતર?

****

બેધડક નજદીક આવો, દિલની બે વાતો કરો,
લ્યો રકાબી ચ્હા પીઓ, ક્યારે ય પસ્તાશો નહીં.

***

અહીં તો હવે કોણ આવે ભગત, કે સતત ચ્હા ઉકાળો ?
અસલના ગરાડી, નવા કૈંક પ્યાસી, જગા ઢૂંઢતા આવતા રે ‘છ યારો.

Also Read::   Winner : તમે સામાન્ય છો કે અસાધારણ? નક્કી કરો, એક રસપ્રદ યાદી વાંચીને...

****

Teapoem poem collection on tea chai pe kavita bhagat ni cha kavi bharat pathak

ધ્રુજતા હાથે ધરી છે કીટલી ગોબળવી,
તાપ જ્યાદા – કમ કરીને ઉભરાઓ જાળવી,
સુર્ખ સોડમમાં હવે તગતગ નિહાળે દોસ્તની
ક્યારની પ્યાસે ઝળુંબેલી નજર હેતાળવી.

***

ભીતરે કૌતુકભરી સૃષ્ટિ નિહાળે જીવલો,
મૂળગી બાળકસમી દૃષ્ટિ ધરાવે જીવાલો,
ગળથૂથીથી ઠેઠ ગંગાજળ સુધી વરસ્યે જતી
ચ્હાની આ અવિરામ વૃષ્ટિને વધાવે જીવલો.

***

તાજાતર દૂધમાં ચપટી સાકાર ને
પત્તી હેમાળ બગીચાની,
હળવાશ તાપણે ફોરમતી સોડમમાં
મંડાણી વાત ઓલીપાની.

***

‘ ચાલ પીવા ચ્હા ‘ , કહીને લઈ ગયા
લઈ ગયા તેથી વધારે દઈ ગયા,
ત્યારથી એવા હરેડ્યા આ અમે
પ્હોંચતા પહેલી જ ધારે થઈ ગયા.

કવિ – ભરત પાઠક.

 

Teapoem poem collection on tea chai pe kavita bhagat ni cha kavi bharat pathak

#tea #tealover #poemontea #bhagatnicha #kavibharatpathak #chai #chaipekavita #chaipepoetry #chaa #poem #kavita #GujaratiSahity #Gujarat #GujaratiBook #gujaratikavita #gujaratipoem #art #book #bookreview #bookstagram #Sahitya #fiction #friendship #happy #indianvillage #neture #lifequotes #life

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!