HomeANAND THAKAR'S WORDIf I become Sarpanch : જો હું સરપંચ બનું તો...

If I become Sarpanch : જો હું સરપંચ બનું તો…

- Advertisement -

Sarpanch

If I become Sarpanch

જો હું સરપંચ બનું તો…

– એક વિદ્યાર્થી…

( અહીં એનું નામ ન લખવાની શરતે મને આ નિબંધ એક વિદ્યાર્થીએ મોકલ્યો છે. માત્ર જરૂર જણાય ત્યાં એના શબ્દોમાં અને વિરામચિહ્નોમાં ફેરફાર કર્યો છે, અન્યથા બધો વિચાર એમના જ છે. પણ આ વાચીને એમ થયું કે આ તમામ બાળકો, શિક્ષકો, વાલીઓ, ખાસ કરીને ગામડામાં અને ભારતને આવનારા સમયમાં મહાન જોવા ઈચ્છતા હરેક વ્યક્તિ પાસે આ નિબંધ પહોંચવો જોઈએ… માટે અહીં પ્રસ્તુત કર્યો છે. – God’s Gift Group ટીમ વતી આનંદ ઠાકર )

If I become Sarpanch
PC – The Rural India

મને સરપંચ બનીએ તો શું મળે એ ખબર નહોતી. પછી મેં મારા સાહેબને પૂછ્યું: સાહેબ, સરપંચ બનવાથી શું થાય?

- Advertisement -

સાહેબ હસતાં હસતાં કહે: સરપંચ એટલે ગામનો રાજા.

સાહેબની આ વાત મનમાં રહી ગઈ કે સરપંચ એટલે ગામનો રાજા. એ ધારે તે કરી શકે. પછી તો સાહેબે બધું વિગતે સમજાવ્યું કે ગ્રપંચાયત એટલે શું? સભ્યો કઈ રીતે બને? ચૂંટણી શા માટે થાય ને એમાં આપણે શું કરવાનું હોય? અને સરપંચ પાસે કયા હક્કો હોય અને મહત્વનું તો એ કે સરપંચની કઈ કઈ ફરજો હોય!? પછી હું શાળાએથી ઘરે આવ્યો ત્યારે જમીને સૂતો કે મને વિચાર આવ્યો કે હું સરપંચ હોવ તો? મારી ડાયરી લઈ અને મેં લખવા માંડ્યું…..

દત્તકવૃક્ષ અપાવવાનું અભિયાન…

જો હું સરપંચ હોવ તો ટોળકી બનાવી અને ગામમાં ફળદ્રુપ જમીનમાં જ્યાં ત્યાં ઉગી નીકળેલા ઝેરી બાવળને ધીરેધીરે સાફ કરી અને ત્યાં વૃક્ષો કે જે મોટા વૃક્ષો હોય એ વાવીએ અને ઉછેરીએ.

એની વચ્ચે નાના ફૂલછોડો અને ફળવાળા ઝાડ વાવીએ જેથી કરીને બાળકોને પણ એ નાનકડા વનમાં જવાની મજા આવે.

- Advertisement -

અમે શાળામાં પણ પ્રયત્ન કરીએ છીએ કે એક વૃક્ષ એક બાળક દત્તક લે, એ પોતાના ઝાડને પાણી પાય…ખાતર નાખે… મારે ગ્રામપંચાયતની મદદ લઈને નવા વૃક્ષો વવરાવી દરેક ઘર દીઠ એક વૃક્ષ દત્તકવૃક્ષ અપાવવાનું અભિયાન છેડવું પડશે…

ગ્રામપંચાયતમાં જ એક સમિતિ બનાવીને તેની દેખભાળ રાખવાના વારા આપીશ.

લાઈબ્રેરી…

ઝેરી બાવળ નીકળે એના લાકડાની હરાજી કરવી અને એમાંથી જે રૂપીયા આવે તેનાથી ગામમાં એક લાઈબ્રેરી શરુ કરીશ. જેથી ઇતર વાંચન તો થશે પણ સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પણ જગ્યા ને સાહિત્ય મળી રહેશે.

ઉદ્યોગોનો ટેક્ષ ગામને જ મળે…

- Advertisement -

આપણે ત્યાં પક્ષીઓની વિવિધતા હતી તે વૃક્ષોના નિકંદનને કારણે ખલાસ થઈ… આપણે ત્યાં વનસ્પતિઓની વિવિધતા હતી તે પણ ખલાસ થઈ… પાણી જ્યાં વીસફૂટના સિંચણે મેં ખુદ સિંચેલું છે તે ગામડાઓમાં આજે 150 ફૂટના બોર લગાડવા પડે છે… ઔદ્યોગિક એકમોએ પાણી વાળી લીધું ઝેરી પાણી એમાં ભેળવી દીધું… ઉદ્યોગોનો ટેક્ષ ગામને જ મળે એવો પ્રયત્ન કરીશું ને આંદોલન કરીશું.

તળાવો…

એ પૈસાથી ગામમાં સાતેક તળાવ ખોદાવી અને એમાં પાણી જમીનમાં ઉતરે એવા પ્રયત્નો કરીશું એટલે આ અમારે ખેતરે બારે માસ પાક લઈ શકાય.

એ તળાવોની ફરતે સોલાર પ્લેટ લગાડવી છે અને ગામમાં આથમણી બાજુ ટેકરીઓ છે ત્યાં પવન ચક્કિયું ગોઠવવી છે. એમાંથી વીજળી મળે એટલે આખા ગામને લાઈટ બીલ ભરવાનું બંધ. અમારું ગામ, અમારી વીજળી.

ગ્રામપંચાયતને કોણ રોકે છે… એ ગામના રાજા છે…

ત્રણ વોરનિંગ…

સન્ડાસ બનાવવા સરકાર પૈસા આપે છે પણ એ લોકો કરતાં નથી. જે ઘરે જાજરૂ નઈ એ ગામમાં નઈ. ત્રણ વખત વોરનિંગ આપી ગામ બહાર કરી દેવાના.

Also Read::   My Tree મારું મિત્ર વૃક્ષ : ચીકુડી !

કોલેજીયનોનો સહકાર…

પાકા રોડ બનાવીશું અને સોલાર સ્ટ્રીટ લાઈટ રાખીશું. ગામના જેટલા કોલેજીયનો હોય એમણે ફરજિયાત રોડની બંને બાજુએ વાવેલા વૃક્ષો માંથી ઉછેર માટે દત્તક લેવાનું તો જ એને ગ્રામપંચાયતના દાખલાની જરૂર પડે તો આપવાનો બાકી જે વૃક્ષો વાવવા કે ઉછેરમાં ન જોડાઈ એમને કોઈપણ મદદ નહિ.

પાણી બાબતે આત્મનિર્ભર…

ગ્રામપંચાયત ઘરે ઘરે પાણીના નળ પહોચાડે. પણ જ્યાંથી પાણી વેસ્ટેજ જાય એમને ચાર ગણો ટેક્ષ અને એ રૂપિયા ગામ હવેડો અને ગૌશાળા માટે ઉપયોગમાં લેવાના. આમ તો મને એમાં પણ આત્મનિર્ભર ગામ બનાવવાનો વિચાર આવે છે કે વરસાદના પાણીનો સંગ્રહ થાય. ગામમાં જેટલા સ્લેબ વાળા મકાન છે એ વરસાદના પાણીનો સંગ્રહ કરવા ઈચ્છે તો પાઇપ લાઈન ગ્રામપંચાયત પૂરી પાડશે. જેથી પાણી પુરવઠા ઉપર પણ ગામ આધાર ન રાખવું જોઈએ.

ગૌશાળા…

ગૌશાળાની વાત નીકળી તો મને એ પણ વિચાર આવે કે મારા ગામ માંથી કોઈએ ગાયને રખડાવ નઈ કરવાની. એને ગામની ગૌશાળામાં આપી જવાની ને એ ગાયને પાળવા પોષવા માટે 50% ખર્ચ ગાયના માલિકે ભોગવવાનો અને 50% ખર્ચ ગ્રામપંચાયત કર માંથી કે ક્યાંકથી દાન મેળવીને ભોગવશે.

બસ મળે…

ગામથી તાલુકા સુધી જવા માટે આખા દિવસમાં ઓછામાં ઓછી પાંચ બસ મળે એવું કરીશું. બહારગામ જવું, વિદ્યાર્થીઓને ભણવા જવું, કોઈ નોકરી કે મજૂરી માટે જવું હોય તો સરળ પડે.

ઉદ્યોગો સ્થાપવા…

કેમિકલ ફેક્ટરી સિવાય ગામમાં કોઈ પણ પ્રકારના ઉદ્યોગો સ્થાપવા માટે ગામના ખરાબાની જમીન મારી ગ્રામપંચાયત આપશે પણ શરત એટલી કે એમાં કોઈપણ કામ માટે પહેલાં ગામના વ્યક્તિને જ રોજગારી આપવી.

મહિલા ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો કરવા માટે ગામમાં જે સાહસ કરે એમને પ્રોત્સાહન આપવા માટે ગ્રામપંચાયત ઈન્ટરનેટ સાથે બે કોમ્પ્યુટર અને એક અંગ્રેજી અને કોમ્પ્યુટર બંનેમાં માસ્ટર વ્યક્તિ હોય એવાં વ્યક્તિને રાખશે. ગામની જ એક વેબસાઇટ પર એ વસ્તુઓનું જથ્થાબંધ અને છૂટક વેચાણ થશે. એમાંથી આવક થાય એમાં માત્ર એ કોમ્યુટરના નિભાવ માટે અને પેલા વ્યક્તિનો પગાર માટે વાર્ષિક ભાગમાં આવતા રૂપિયા આપવાના રહે.

આખું ગામ વાઇફાઇ…

ગામના બધા લોકોનો વિશ્વાસ લઈ અને સીમ કાર્ડ આપતી કંપનીઓને કહેવાનું કે કોઈ બે કંપનીના જ કાર્ડ આખું ગામ વાપરે અને એ જ કંપનીના મોબાઈલ ટાવર ગામમાં નાખવા દેવાના. ગ્રામપંચાયત એ મોબાઈલ ટાવરના ભાડા માંથી આખું ગામ વાઇફાઇ કરી દેશે. પણ, પણ, પણ, કોઈ પણ પ્રકારની ઓનલાઇન ગેમ પર સદંતર પ્રતિબંધ એ સીમ કાર્ડ માંથી જ બંધ થઈ જાય એવું ટેકનોલોજીના જાણકાર લાવીને પણ કરાવીશ એવું આયોજન…

પ્રોજેક્ટ : ‘ જ્યોત સે જ્યોત જલે ‘ …

ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ મંદિર છે. એમની જાળવણી કરવા માટે કે એમની જરુરિયતોને સમજવા માટે ગ્રમપંચાયતની ગ્રાન્ટ તો એમાં વપરાશે જ પણ ત્રણેય માટે મારો અલગ અલગ પ્લાન છે. એ તમને જાણવું… કે ગામના પાંચ જણાને હું પસંદ કરીશ. ઇન્ટરવ્યૂ લઈશ અને એમાંથી ઓકે લાગશે એમને મારા પ્રોજેક્ટમાં જોડીશ.. એ પ્રોજેક્ટનું નામ હશે ‘ જ્યોત સે જ્યોત જલે ‘

આ પાંચ વ્યક્તિ મારા ગામ માટે પાયાનું કામ કરશે…

Also Read::   Celebrity Sathe Smvaad Interview With Mohit Raina Actor Devon ke Dev Mahadev 

જે ચાર તબક્કામાં કામ કરશે…

1 – સવારે આ પાંચ વ્યક્તિ મેદાનમાં હશે જેમાં હાઈસ્કૂલ થી કોલેજ સુધીના છોકરા છોકરીઓને ફીઝીક્લ ફિટનેસ તાલીમ આપશે.

2 – પછી પ્રાથમિક શાળા શરૂ થાય એ પહેલાં ત્યાં પહોંચી ત્રણ જાણે અભ્યાસમાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓને જૂથ શિક્ષણ આપવું અને બે જણાએ બીજા વિદ્યાર્થીઓને તાર્કિક વિકાસ થાય એવી રમત રમાડવી.

3 – પછી સાંજે હાઇસ્કૂલના સમય પૂરો થયા બાદ એ વિધાર્થીઓને પર્સનાલિટી ડેવલોપમેન્ટ અને ગુજરાતી, હિન્દી અને અંગ્રજીમાં પ્રસ્તુતિ અને વ્યાપારિક સાહસ અને પર્યાવરણ સંરક્ષણ આ ચાર વિષયમાં દરેક વાર પ્રમાણે વારો રાખીને તેને વૈશ્વિક પ્રવાહ સાથે તાલમેલ કરાવે.

4 – છેલ્લે રાતે 8 વાગે મંદિરના પરિસરમાં ગામ પ્રાર્થના જેમને જોડાવવું હોય એમણે સૌ આવે. અને રોજ આ પાંચ વ્યક્તિ માંથી એક જીવનમૂલ્યો વાતો કરે અને 15 મિનિટમાં સમૂહ પ્રાર્થના થઈ સૌ છુટ્ટા પડે. એટલે ખોટા પ્રવચન ન થાય, સમય બચે ને એટલા થોડાં સમય માટે બધાને આવવાનું પણ મન થાય.

આવડું મોટું ગામનું પાયાનું કામ કરના એ પાંચ વ્યક્તિને ગામ એક પ્લોટ ફાળવશે અને કોઈપણ રીતે એમને વર્ષે બે લાખ મળી રહે એવા પ્રયત્નો કરશે. સારું કામ કરો તો લોકો પૈસા દેવા માટે બેઠાં જ છે. યોજનાઓ માંથી કરકસર કરીને પણ પૂરું કરીશ.

દર વર્ષે આ પાંચના પરફોર્મન્સ માટે એમની દર વર્ષે નિષ્ણાતો દ્વારા સુપરવિઝન થશે ને પરીક્ષા પણ લેવાશે. જેથી એ નબળા ન પડે.

સ્વચ્છતા અને આરોગ્ય…

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સાથે રાખી ને ઘરે ઘરે સ્વચ્છતા અને આરોગ્ય માટે જાગૃતિ અને સતત સુપરવિઝન સઘન બનાવીશ.

ટોકીઝ…

એક નવતર પ્રયોગ એ કરીશ કે મારા ગામની આસપાસના ત્રણ કે ચાર ગામનો સહયોગ લઈ અને કોઈ ઉદ્યોગ સાહસિક પાસે નાની ટોકીઝ બનાવડાવીશ. એમાંથી મળતો ટેકસ એ આમાં જોડાયેલા દરેક ગામને સરખે ભાગે મળે એવું કરીશ.

હવે મારો ખાસ પ્રોજેક્ટ : ખેતી અને ખેડૂત…

મારી ગ્રામપંચાયતની વેબસાઇટ પરથી જ ખેત પેદાશો કોમોડિટી બજારમાં ખેડૂત વેચી શકે અને ખરીદી શકે એ માટે કોઈ પણ વચગાળાનો રૂપિયો લીધા વગર આ કામ કરી આપવામાં આવશે. ખેડૂતોને પ્રોડક્ટ બજારમાં મૂકવા માટે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે.

ગામના ખેડૂતોને ભેગા કરી અને સૌના રોકાણે કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવે કે જેથી ખેડૂતો પોતાનો પાક સાચવી શકે. આ માટે જમીન ગ્રામપંચાયત ફાળવશે અને નજીવા ભાડા સાથે.

ગ્રામપંચાયતની વેબ સાઈટ એવી હશે કે દરેક એમાં જોડાનાર વ્યક્તિને એનું એકાઉન્ટ અલગથી બનાવી શકે જેથી માત્ર ગુગલ પર પણ નિર્ભર રહેવાનું નહીં. એ એકાઉન્ટ થકી એ તમામ વ્યવહાર કરી શકે.

ગ્રામપંચાયતની પોતની બેંક જે માત્ર ઓનલાઇન હોય. અને આ એકાઉન્ટથી નાણાકીય વહીવટ પણ કરી શકે. એ માટે આ ડિજિટલ બેંકમાં વપરાશકર્તાએ અગાઉથી પૈસા રોકી દેવાના.

બહુ વિચાર્યું હવે કોક મને સરપંચ તો બનાવો… હા હા હા હા હા…

સાહેબ, આજના ગામડાની દશા, મને પડેલી મુશ્કેલી અને હું જોઈ રહ્યો હોય એવી મુશ્કેલીના હાલ માટે જે રસ્તા મને લાગ્યા એવી કલ્પના કરી બાકી તો…

જયહિંદ… જય ભારત… ભારત માતા કી જય…

If I become Sarpanch…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!