HomeJANVA JEVUBird : જાગોઃ ગુજરાતનું પણ જે ગૌરવ છે એવું એક પંખીડું સપનું...

Bird : જાગોઃ ગુજરાતનું પણ જે ગૌરવ છે એવું એક પંખીડું સપનું થવાને આરે..

- Advertisement -

Bird : Great Indian Bustard The bird will extinct

જાગોઃ ગુજરાતનું પણ જે ગૌરવ છે એવું એક પંખીડું સપનું થવાને આરે..

લેખક – મેઘાવી પુરોહિત

[ લેખિકા, વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના, DST- નેશનલ મિશન ફોર સસ્ટેનેબ્લ હિમાલયા ઇકોસિસ્ટમ પ્રોજેક્ટના પ્રોજેક્ટ આસિસ્ટન્ટ છે. ( National mission for sustainable himalayan ecosystem Project. Wildlife Institute of India. ) ]

Great Indian Bustard The bird will extinct
લેખક – મેઘાવી એસ. પુરોહિત

24 બાય 7ના જમાનામાં દોડતા રહેતા માણસ માટે માણસજાતિ પણ જો લુપ્ત થઈ જાય તો તેના માટે કોઈ વિશેષ ચિંતાનો વિષય રહે એમ નથી, જ્યાં સુધી પોતે લુપ્ત થવાના આરે ન પહોંચે ત્યાં સુધી!! એવામાં પક્ષીની ચિંતા તો એ શા માટે કરે? પણ એક ખૂબ જ ચિંતાના અને વિચાર માંગી લે તેવા સમાચાર દેશની પક્ષીપ્રેમી જનતા સુધી તો પહોંચી જ ગયા છે કે ગુજરાતમાં અને એમાંય કચ્છમાં મળી આવતા ઘોરાડ પક્ષી હવે લુપ્ત થવાના આરે છે…
ઘોરાડ વિશે આગળ કંઈ પણ વાતો કરીએ એ પહેલા તેના વિશે થોડુંક…

- Advertisement -

Contents

ઘોરાડ વિશે…

Great Indian Bustard The bird will extinct

ઘોરાડનું વૈજ્ઞાનિક નામ – Ardeotis nigriceps,

તેનું કદ – આશરે 1 મીટર જેટલી ઉંચાઈ છે.

તેનું વજન – 18 કિગ્રા. વિશ્વના ભારેમાં ભારે ઊડતા પક્ષીઓમાં ઘોરાડનો સમાવેશ થાય છે.

- Advertisement -

તેની મૂખ્ય લાક્ષણિકતા – સફેદ ગળુ, માદા ઘોરાડનું કદ નર ઘોરાડ કરતા થોડું નાનું હોય છે. માદા ઘોરાડની ભ્રમરોનો ભાગ પહોળો અને છાતીના ભાગે ભગ્ન વર્તુળ હોય છે. નર ઘોરાડ કદમાં ઊંચા અને છાતી ઉપર સંપૂર્ણ ગોળ કાંઠલો ધરાવે છે. તે જીવજંતુઓ (beetles, તીડ), અન્ય જીવાતો, અનાજ, નાના સરિસૃપો ખાયને ગુજરાન ચલાવે છે.

Also Read::   Lithium investment શું ભારતના કે તમારા ' વિકાસ ' નું એન્જિન દોડાવી શકશે? ચાલો, જાણીએ....

ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ, સારંગ) એ ગુજરાતનું અદ્દભૂત પક્ષી છે….

Great Indian Bustard The bird will extinct

આ પક્ષીની પ્રજાતિ મુખ્યત્વે semi arid (ઘાસિયા મોદાનો)માં વસવાટ કરે છે. ગુજરાતનું કચ્છ (આબડાસા તાલુકો) ઘોરાડ માટે આશ્રયસ્થાન છે. પરંતુ હાલમાં વધુ પડતા ઔદ્યોગિકીકરણ અને જમીનના અતિક્રમણના લીધે આ પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. વન્યજીવ સંરક્ષણ કાયદા – 1972 અંતર્ગત “નાશ થવાના આરે આવેલી અતિશય સંવેદનશીલ પ્રજાતિ” ઓની પક્ષીઓની શિડ્યુલ – 1 ની યાદીમાં સ્થાન અપાયું છે.

તેની સંખ્યા નાશઃપ્રાય થવાના ઘણાં કારણો છે. એક તો સ્વાભાવિક છે કે તેનો પ્રજનનદર ખૂબ ધીમો છે. માદા ઘોરાડ એક વર્ષમાં માત્ર એક જ ઈંડુ આપે છે.

માનવજાતિના વિકાસના પવને ખૂબ નુક્સાન પહોંચાડ્યું છે. જેમ કે હાઈટેન્શન વિજલાઈન અને પવનચક્કી સાથેના અથડામણના લીધે મોટાભાગના ઘોરાડ મૃત્યુ પામે છે.

- Advertisement -

જંતુનાશક દવાની ખૂબ માઠી અસર તેમના પર પડી છે. વળી, સરકાર દ્વારા તેના સંરક્ષણના પગલા ખૂબ મંદગતિએ ચાલે છે.

ઘોરાડને શા માટે બચાવવા જોઈએ…?

ઘોરડ આખા વિશ્વમાં માત્ર ભારતમાં જ જોવા મળે છે. ભારતમાં હાલમાં 150થી પણ ઓછી સંખ્યા રહી છે. આ સંખ્યા પણ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટક આ રાજ્યોમાં વેહેંચાયેલી છે. છેલ્લા વર્ષોમાં ઘોરાડની સંખ્યા નેવું ટકા જેટલી ઘટી રહી છે. એક સમયે ઘોરાડ રાષ્ટ્રીય પક્ષી તરીકે દરજ્જામાં સમાવવાનું નક્કી હતું, કોણ જાણે કયા અગમ્ય કારણોસર તે કાર્ય પણ પાછું ઠેલાતું ગયું. જો હજુ પણ આપણે નહીં જાગીએ તો ગુજરાત તથા દેશનું ગૌરવવંતુ પક્ષી ઘોરાડને ગુમાવી બેસીશું.

Also Read::   RSS : એક વિહંગાવલોકન, જે જાણવું જરૂરી છે...

તેના માટે એક કચ્છી કવિ લલકારે છેઃ

કચ્છ દેશની ધરતીનો ગૌરવવંતો છે સાદ,
શ્વેત ડોકની છટાદાર આ ચાલ તણો છે નાદ
કચ્છ મુજલુમાં રહ્યો દવે ઈજો અંતિમ વસવાટ, ઘોરાડ કરે છે યાદ ઘોરાડ કરે છે યાદ…

સરકાર અને વનવિભાગ એમનાથી બનતા પ્રયત્નો કરી રહી છે ત્યારે માનવજાત તરીકે આપણે પણ જોડાવવું જોઈએ.

કોઈપણ એક પક્ષી કે પ્રાણીનું લુપ્ત થવું એટલે આ પૃથ્વીનું અંત તરફ વધુ એક કદમ. આપણા અસ્તિત્વ માટે પણ એના અસ્તિત્વને આપણે બચાવવું પડશે.

Source – sanctuary asia and the Corbett foundation

Bird : Great Indian Bustard The bird will extinct

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!