HomeBALSABHABalmela great book1 બાળમેળા વિશે આપ જાણવા ઈચ્છતા હો એ બધું જ...

Balmela great book1 બાળમેળા વિશે આપ જાણવા ઈચ્છતા હો એ બધું જ…

- Advertisement -

Balmela Gujarat primary school Education Creative project

Contents

બાળમેળા વિશે આપ જાણવા ઈચ્છતા હો એ બધું જ… 

Balmela Gujarat primary school Education Creative project
Balmela Gujarat primary school Education Creative project

બાળમેળા વિશે પરિપત્ર તો સરકાર માંથી આવે છે પરંતુ વિશેષ રીતે કઈ રીતે ઉજવી શકાય એનો ચિતાર ખૂબ સરસ રીતે, માહિતીબદ્ધ અને ચોકસાઈ પૂર્વક ડૉ. જયંતી પટેલ દ્વારા આલેખીત પુસ્તક ” જીવન કૌશલ્ય આધારિત બાળમેળા “ માં ખૂબ સરસ રીતે લખ્યું છે. બાળમેળા ઉજવતા પહેલાં આ પુસ્તક માંથી પસાર થવા જેવું છે.

રૂ. 140/- માં આવતા આ પુસ્તકનો ખર્ચ શા માટે કરવો જોઈએ અને તેમાં શું છે? આ માટે ગુજરાતના શિક્ષકોને કે વાલીઓને પ્રશ્નો થાય જ તો તેના માટે તેની અનુક્રમણિકા અહીં નીચે આપી છે જે અનુક્રમણિકા જોઈને જ ખ્યાલ આવશે કે લેખકે કેટલી સુદીર્ઘ અને વ્યવસ્થિત મહેનત કરીને પુસ્તક તૈયાર કર્યું હશે.

Balmela પુસ્તકમાં સમાવિષ્ઠ વિષયો અને વિગતોની સાંકળી….

(૧) બાળમેળો – નૂતન અભિગમ

બાળમેળો એટલે શું ?

- Advertisement -

બાળમેળાનો ઉદ્દેશ

બાળમેળાની સંકલ્પના

બાળમેળાના પાયાના ખ્યાલો

(૨) બાળમેળાની વ્યૂહરચના

બાળમેળાની આવશ્યકતા

બાળમેળાનો અભિગમ

- Advertisement -

ધોરણ ૧થી પનો બાળમેળાનો અભિગમ

ધોરણ ૬થી ૮ના જીવનકૌશલ્ય બાળમેળા અભિગમ

(૩) બાળમેળાનું આયોજન-સંચાલન અને અમલીકરણ………

બાળમેળાનું આયોજન બાળમેળાનું સંચાલન બાળમેળાનું અમલીકરણ

બાળમેળાનું આયોજન આટલું ધ્યાનમાં રાખો

બાળમેળા સંચાલનમાં આટલું કરો

- Advertisement -

બાળમેળાનું સમયપત્રક

સ્ટોલ આયોજન – ધો. ૧થી ૫

બાળમેળાની પ્રવૃત્તિ હેતુ જરૂરી સામગ્રી સ્ટોલ આયોજન ધો. ૬થી ૮

(૪) આનંદદાયી પ્રવૃત્તિમય બાળમેળાના ક્રિયાકલાપો ..

પ્રાથમિક કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ

૧. માટીકામનો અભિગમ

૨. કાતરકામનો અભિગમ

૩. ચિટક કામનો અભિગમ

૪. રંગપૂરણી – રંગોળી કામનો અભિગમ

૫. કાગળકામનો અભિગમ

૬. પઝલ્સનો અભિગમ ૭. હાસ્ય દરબારનો અભિગમ

૮. વેશભૂષાનો અભિગમ

૯. કાર્ટૂન ફિલ્મનો અભિગમ

૧૦. બાળવાર્તાનો અભિગમ

૧૧. ગડીકામનો અભિગમ

૧૨. ભરત-ગૂંથણનો અભિગમ

૧૩. જાદુઈ નગરીનો અભિગમ ૧૪. પપેટ શોનો અભિગમ

૧૫. વેસ્ટમાંથી બેસ્ટનો અભિગમ

૧૬. વિજ્ઞાનના સાદા પ્રયોગોનો અભિગમ

૧૭. છાપકામનો અભિગમ

૧૮. ગીત સંગીતનો અભિનય અભિગમ

૧૯. બાળરમતનો અભિગમ ૨૦. ગણિત-ગમ્મતનો અભિગમ

૨૧. તરાહની પ્રવૃત્તિનો અભિગમ

૨૨. ચિત્રકલાનો અભિગમ

Balmela (૫) જીવનકૌશલ્ય આધારિત બાળમેળાના ક્રિયાકલાપો

અપર પ્રાથમિક ધોરણના જીવનકૌશલ્ય બાળમેળા

Also Read::   વારતા વાર: ચમત્કારી ઘડિયાળ

જીવનકૌશલ્ય આધારિત બાળમેળા

જીવનકૌશલ્ય આધારિત બાળમેળાના હેતુઓ

સર્જનાત્મક પ્રવૃત્તિ

ચાલો શીખીએ

સ્વજાગૃતિ, સ્વચ્છતા અને સુશોભન

હળવાશની પળોમાં

પર્યાવરણને જાણો, માણો અને જાળવો

વાંચન-લેખન-અવલોકનની પ્રવૃત્તિ

સામાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલઃ

સમૂહજીવન અને બાલપ્રદર્શન

(૬) જીવનકૌશલ્ય બાળમેળાની પૂરક પ્રવૃત્તિઓની યાદી

(૭) સ્પર્ધાના નિર્ણાયક ગુણભાર

(૮) વિવિધ પ્રવૃત્તિઓમાં વિભાગ

(A) સાહિત્યસ્પર્ધા

(B) સંગીતસ્પર્ધા.

(C) સર્જનાત્મકસ્પર્ધા.

(D) પ્રકીર્ણ શિક્ષણ.

(E) કલાસ્પર્ધા..

(F) સાંસ્કૃતિકસ્પર્ધા.

(૯) બાળમેળો વર્ષ : મૂલ્યાંકન / મોનીટરીંગ ફોર્મ

(૧૦) લાઈફસ્કીલ બાળમેળો વર્ષ : મૂલ્યાંકન / મોનીટરીંગ ફોર્મ

(૧૧) લાઈફસ્કીલ બાળમેળા : મુક્ત અભિપ્રાયો

 

બાળમેળામાં બાળકોને શા માટે જોડવા જોઈએ…

બાળમેળામાં બાળકો જોડાતા તેમનામાં ક્રિયાશીલતા, જિજ્ઞાસા જાગૃતિ, સામૂહિક ભાવના, સર્જનવૃત્તિ, વિચારશક્તિ, અંતઃતૃપ્તિ અનુભૂતિ, અભિવ્યક્ત થવાની તકની સાથોસાથ વ્યવસ્થા, શિસ્ત, સમયપાલન, ચોકસાઈ અને સ્વચ્છતા જેવા ગુણોનો વિકાસ થશે.

બાળમેળાની એક્ટિવીટીથી બાળકોનો સર્વાંગી વિકાસ….

બાળમેળો એ બાલકેન્દ્રી અભિગમ છે. શાલેય શિક્ષણની પ્રક્રિયાને ભાગરૂપે શાળામાં આયોજન, સંચાલન અને અમલીકરણ થવું જોઈએ. બાળમેળાની એક્ટિવીટીથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. આજના શિક્ષણપ્રવાહમાં બે પ્રકારના બાળમેળા અસ્તિત્વમાં આવ્યા છે. (૧) આનંદદાયી અને પ્રવૃત્તિમય બાળમેળા અને (૨) જીવનકૌશલ્ય આધારિત બાળમેળા.’ આ નૂતન સંકલ્પના મુજબ કૌશલ્યવર્ધક બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે.

બાળમેળાના – પાયાના ખ્યાલો

બાળમેળો પ્રાચીન છતાં નૂતન અભિગમ છે. બાલકેન્દ્રી શિક્ષણનો કાર્યક્રમ છે. શાલેય શિક્ષણ સાથેની આ પ્રક્રિયા છે. બાળમેળો એ તો બાળકોને અભિવ્યક્ત થવાનો કાર્યક્રમ છે. બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓને જગાડવાનો કાર્યક્રમ એટલે બાળમેળો. બાળકોમાં આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ પ્રેરવાનો નૂતન અભિગમ છે. બાળકોમાં પડેલી શક્તિ ખીલવી આનંદ-પ્રમોદ સાથે બાળકોની શક્તિની ક્ષમતા ચકાસવાનો છે.

બાળમેળા વિશે મહાનુભાવો….

પૂ. મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોમાંનો આ એક અભિગમ છે. તે કહેતા

“મને જો કવિતા લખતા આવડતી હોત તો સૌ પહેલાં હું દસ આંગળા ઉપર કવિતા લખત ! અને ખરેખર બાળકોની નાનકડી આંગળીઓ દ્વારા રચાતી કૃતિઓ પોતે સ્વયં એક કવિતા બની જતી હતી !”

ગિજુભાઈ બધેકા કહે છે

“બાળક એક કસબી છે. કલાકાર છે. તે આવિષ્કાર ઝંખે છે. તેની ઝંખનાને સાકાર કરવાનો અવસર આપણને બાળમેળા સ્વરૂપે મળે તો તેને અપનાવી લેવો. તેમાં બાળકનું હિત છે.”

Also Read::   Gujarati balvarta : વારતા વાર: ફોર ફ્રેન્ડ

જી પ્રો. યશપાલજી કહેતા કે –

બાળમેળાની આ વિસ્મયભી દુનિયામાં જઈ, બાળકોની ક્રિયાશીલતાને પોષતી, જિજ્ઞાસાવૃત્તિ જાગૃત કરતી સામૂહિક ભાવના વિકસાવતી, સર્જનવૃત્તિ સંતોષતી, વિચારશક્તિ વિકસાવતી, આત્મવિશ્વાસ જગાડતી અને ઘણાં નૈતિક મૂલ્યોની ખિલવણી કરતી બાળપ્રવૃત્તિ આજીવન થવી જોઈએ.’

ડૉ. નલિન પંડિતના મુખે –

“બાળમેળો એ સર્જનની આંખે, પ્રવૃત્તિની પાંખે ચડીને કરાતી બાળઆનંદ યાત્રા છે. એમાં બાળકો કશુંક પામ્યાની અંતઃ તૃપ્તિ અનુભવે છે. જે નિયમિત થવી જોઈએ.”

બાળમેળાના પાયાના ખ્યાલ….

બાળમેળાના પાયાના ખ્યાલમાં હૈયું, મસ્તક અને હાથના ત્રિવેણીસંગમથી રચાતા બાળપ્રયોગમાં બાળઆનંદની ડૂબકીઓ લગાવતા નાનાં-નાનાં બાળકોને જોઈ બાળ નિજાનંદનો લાવો મળતો દેખાય છે. ખેતરાઉં માટીના નાનકડા પિંડમાંથી આકૃતિ બનાવવી. વાંસની સળીમાંથી આકાર બનાવવા. ભીની કાળી માટીના સ્પર્શનો આનંદ, હસ્તકૌશલ્યનો વિકાસ અને બાળકને મળતી મુક્ત અભિવ્યક્તિની તકનો સુભગ સમન્વય એટલે માટીકામ, માટીકામ નૂતન અભિગમ છે.

સર્જનશક્તિની સાથે વિચારશક્તિ રજૂ કરવાનો ખ્યાલ…

બાળકો પોતાની કલ્પના મુજબ વિવિધ આકૃતિઓનું સર્જન કરી આનંદ મેળવે તે પાયાનો ખ્યાલ આ અભિગમમાં છુપાયેલો છે. જો શિક્ષક સતત માર્ગદર્શન, પ્રેરણા અને વિવિધ વસ્તુઓને ઉપયોગથી રચાતી કૃતિઓ, આકારો, વસ્તુઓ બાળક માટે મનભાવન બની રહે છે. ભાષા અને પર્યાવરણ શિક્ષણનો સુભંગ સમન્વયનો સુંદર માહોલ સર્જાય છે. નાના નાના હેરતભર્યાં જાદુના ખેલ, રૂમાલમાંના જાદુઈ લાકડીના ખેલ, પત્તાની જાદુઈ રમત આવા અવનવા પ્રયોગો બાળકો-બાળક સમક્ષ રજૂ કરી સર્જનશક્તિની સાથે વિચારશક્તિ રજૂ કરવાનો ખ્યાલ આ અભિગમમાં છે.

ડૉ. જયંતી પટેલ દ્વારા આલેખીત પુસ્તક ” જીવન કૌશલ્ય આધારિત બાળમેળા ” માં ખૂબ સરસ રીતે લખ્યું છે. બાળમેળા ઉજવતા પહેલાં આ પુસ્તક માંથી પસાર થવા જેવું છે.

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

#Balmela #Gujarat #primary #school #Education #Creative #project

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!