HomeSUVICHARDharm સંન્યાસીઓએ શું કરવું જોઈ? વાંચીને વિચારો કે કોણ એનું પાલન કરે...

Dharm સંન્યાસીઓએ શું કરવું જોઈ? વાંચીને વિચારો કે કોણ એનું પાલન કરે છે?

- Advertisement -

Sanyasio gruhastho swami vivekananda dharm

Contents

સંન્યાસીઓએ શું કરવું જોઈ? વાંચીને વિચારો કે કોણ એનું પાલન કરે છે?

Sanyasio gruhastho swami vivekananda dharm
Sanyasio gruhastho swami vivekananda dharm

સંન્યાસીઓએ કઈ રીતે રહેવું? શું કરવું? શું ન કરવું? એ આજથી વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદજીએ કહેલું. આજે જોઈએ તો આમાંનું કેટલા બધાનું તો પાલન જ થતું નથી. તમને જાણીને આશ્ચર્ય થાય ને નવું જાણવા મળે એવા સત્યો સ્વામી વિવેકાનંદજીએ કહ્યા છે. જાણો….

SAHAJ SAHITY 

સંન્યાસીએ પૈસાદારોની સાથે કશો જ સંબંધ રાખવો ન જોઈએ…

સંસારી ગૃહસ્થોએ સંન્યાસીઓની બાબતોમાં બિલકુલ માથું મારવું ન જોઈએ. સંન્યાસીએ પૈસાદારોની સાથે કશો જ સંબંધ રાખવો ન જોઈએ; તેનું કર્તવ્યક્ષેત્ર તો છે ગરીબોની વચ્ચે. તેણે ગરીબો પ્રત્યે પ્રેમભરી મમતા રાખવી જોઈએ અને પોતાની પૂરી શક્તિથી આનંદપૂર્વક તેમની સેવા કરવી જોઈએ.

બધા સંન્યાસી સંપ્રદાયોનું દૂષણ થઈ પડ્યું…

- Advertisement -

પૈસાદારોનું માન સાચવવું અને મદદ માગવા માટે તેમની તહેનાતમાં રહેવું એ આપણા દેશના બધા સંન્યાસી સંપ્રદાયોનું દૂષણ થઈ પડ્યું છે. સાચા સંન્યાસીએ એનો બિલકુલ ત્યાગ કરવો જોઈએ. આવું વર્તન સંસારના ત્યાગની વાતો કરનારના કરતાં વેશ્યાને વધુ છાજે છે. જે કામ-કાંચનમાં રચ્યોપચ્યો રહેલો છે તે, જેનો મુખ્ય આદર્શ કામ-કાંચનનો ત્યાગ છે તેનો ભક્ત શી રીતે થઈ શકે ? જેનામાં કામ-કાંચનનો લેશ સરખોય ન હોય તેવા ભક્તને પોતાની સાથે વાતો કરવા માટે મોકલવા સારુ શ્રીરામકૃષ્ણ જગદંબા પાસે રડી રડીને પ્રાર્થના કરતા; કારણ કે એ કહેતા કે ‘કામ-કાંચનમાં આસક્ત લોકોની સાથે વાતો કરતાં મારા હોઠ બળે છે.’ તેઓ એમ પણ કહેતા કે સંસારમાં આસક્તિવાળા અને અપવિત્ર લોકોનો સ્પર્શ પણ હું સહન કરી શકતો નથી.

Dharam એ લોકો સંપૂર્ણ રીતે અંતરના સાચા હોઈ શકે નહીં…

સંન્યાસીઓના રાજા શ્રીરામકૃષ્ણ સંબંધે સંસારી માણસોથી ઉપદેશ આપી શકાય નહીં. એ લોકો સંપૂર્ણ રીતે અંતરના સાચા હોઈ શકે નહીં; કારણ કે એમને કંઈક ને કંઈક સ્વાર્થી હેતુ સાધવાનો હોય જ.ખુદ ભગવાન પણ જો ગૃહસ્થાશ્રમી થઈને આવે, તો હું એમને અંતરના સાચા ન માનું. જ્યારે એક ગૃહસ્થાશ્રમી માણસ કોઈ પણ ધાર્મિક સંપ્રદાયના નેતાનું પદ ગ્રહણ કરે છે, ત્યારે તે સિદ્ધાંતના અંચળા નીચે પોતાના સ્વાર્થને સંતાડીને પોતાનો જ સ્વાર્થ સાધવાની શરૂઆત કરે છે; પરિણામ એ આવે છે કે એ સંપ્રદાય તેના મૂળ સુધી સડી જાય છે.

Also Read::   Brahma and Vishnu : બ્રહ્માજી અને વિષ્ણુજી શા માટે જોડાયેલા જ રહે છે?

બધી ધાર્મિક પ્રવૃત્તિઓની એ જ દશા થઈ છે…

ગૃહસ્થાશ્રમીઓની નેતાગીરીવાળી બધી ધાર્મિક પ્રવૃત્તિઓની એ જ દશા થઈ છે. ત્યાગ વિના ધર્મ કદી ટકી શકે જ નહિ.

કાંચનના ત્યાગનો અર્થ કેવો સમજવો ?…

અહીં સ્વામીજીને પૂછવામાં આવ્યું છે કે અમે સંન્યાસીઓએ કાંચનના ત્યાગનો અર્થ કેવો સમજવો ? તેના જવાબમાં સ્વામીજીએ આ પ્રમાણે કહ્યું :

અમુક હેતુ સિદ્ધ કરવા સારુ આપણે અમુક સાધનો સ્વીકારવાં જ પડે. દેશ, કાળ, વ્યક્તિ વગેરેના સંજોગો અનુસાર આ સાધનો બદલાતાં રહે; પણ ધ્યેય હંમેશાં અવિચલ જ રહે. સંન્યાસીની બાબતમાં આત્માનો મોક્ષાર્થ જગદ્વિતાય ચ. ‘આત્માની મુક્તિ અને જગતનું ભલું કરવું’ એ ધ્યેય છે. અને એ પ્રાપ્ત કરવાના સાધનોમાં કામ-કાંચનનો ત્યાગ સૌથી વધુ અગત્યનો છે. યાદ રાખજો કે કાંચનત્યાગનો અર્થ છે સઘળા સ્વાર્થી હેતુઓનો સંપૂર્ણ ત્યાગ; માત્ર બહારથી અડકવાનો ત્યાગ-એટલે કે બીજાની પાસે રાખેલા હોવા છતાં તેનો લાભ પોતાને મળતો હોય એવા પોતાના જ પૈસાને માત્ર હાથથી ન અડવું તે નહિ. એ શું ત્યાગ કહેવાય ?

Dharm ઉપર જણાવેલા બે હેતુઓ…

- Advertisement -

ઉપર જણાવેલા બે હેતુઓને સાધવા માટે જે કાળે ગૃહસ્થાશ્રમીઓ મનુ અને અન્ય સ્મૃતિકારોનાં વિધાનોનું ચુસ્ત પાલન કરીને સંન્યાસી-અતિથિને માટેનો અન્નભાગ અગાઉથી અલગ કરી રાખતા, ત્યારે ભિક્ષાવૃત્તિ સંન્યાસીને મોટી મદદરૂપ હતી. હાલના સમયમાં ખાસ કરીને બંગાળમાં જ્યાં માધુકરી-ભિક્ષાનો રિવાજ નથી ત્યાં પરિસ્થિતિ બહુ મોટે અંશે પલટાઈ ગઈ છે. એટલે અહીં માધુકરી- ભિક્ષા પર જીવવાનો પ્રયત્ન કરવો એ કેવળ શક્તિનો વ્યર્થ વ્યય છે, અને એથી તમને કશો લાભ થતો નથી.

Also Read::   Health શ્રાવણ મહિનો, ચાતુર્માસ, ઉપવાસ, આયુર્વેદ, ઓટોફેજી ( autophagy ) અને આરોગ્ય....

Dharm ભિક્ષાનું વિધાન….

ભિક્ષાનું વિધાન ઉપર કહ્યા તે બે હેતુઓ સાધવા માટે છે; પણ અત્યારે એ રીતે સાધી શકાય એમ રહ્યું નથી. તેથી આવા સંજોગોમાં જો સંન્યાસી પોતાના જીવનની ઓછામાં ઓછી આવશ્યક્તાઓ માટે વ્યવસ્થા કરી રાખે, અને જેને માટે પોતે સંન્યાસ લીધો છે તે હેતુ સિદ્ધ કરવામાં પોતાની તમામ શક્તિ કામે લગાડે તો તે સંન્યાસના સિદ્ધાંતની વિરુદ્ધ જતું નથી. અજ્ઞાનને કારણે સાધનને અતિ ઘણું મહત્ત્વ આપી દેવાથી ગોટાળો થાય છે. ધ્યેયને કદી ચૂકવું ન જોઈએ.

(ભાગ,૭. પૃ.૧૫૯-૧૬૧)

Sanyasio gruhastho swami vivekananda dharm

#Sanyasio #gruhastho #swami #vivekananda #dharm

- Advertisement -

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!