HomeSUVICHARLife Lesson જીવનમાં પ્રેરણાનું બળ આપનારા " ગરુડમહાપુરાણ " ના આ 15...

Life Lesson જીવનમાં પ્રેરણાનું બળ આપનારા ” ગરુડમહાપુરાણ ” ના આ 15 સૂત્રો…

- Advertisement -

Life Lesson Garud Puran 15 Sutra Inspiration for Happiness

Contents

Life lesson જીવનમાં પ્રેરણાનું બળ આપનારા ” ગરુડમહાપુરાણ ” ના આ 15 સૂત્રો…

Life Lesson Garud Puran 15 Sutra Inspiration for Happiness
Life Lesson Garud Puran 15 Sutra Inspiration for Happiness

સંકલન અને આલેખન – આનંદ ઠાકર

અઢાર પુરાણોમાં ‘ગરુડમહાપુરાણ‘નું પોતાનું એક વિશેષ મહત્ત્વ છે. આ પુરાણ માંથી મને જે ઉપયોગી લાગ્યા કે જે આપણા જીવનને એક નવી દિશા આપે કે અંદર વિચારતા કરી મૂકે કે પ્રેરણા આપે એવા 15 વિચારો અહીં પ્રસ્તુત કરું છું જે કદાચ આપને પણ ગમશે, ખ્યાલ આવશે કે જીવનમાં સફળતા માટેની ચર્ચા સ્પષ્ટ રીતે આપણાં ગ્રંથોએ પણ કરી છે.

અઢાર પુરાણોમાં ‘ગરુડમહાપુરાણ’નું પોતાનું એક વિશેષ મહત્ત્વ છે. આના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે, તેથી આ વૈષ્ણવ પુરાણ છે. આના માહાત્મ્યમાં કહેવામાં આવ્યું છે –

- Advertisement -

યથા સુરાણાં પ્રવરો જનાર્દનો યથાયુધાનાં પ્રવરઃ સુદર્શનમ્ ।

તથા

પુરાણેષુ ચ ગારુડં ચ મુખ્ય તદાહુ- હૅરિતત્ત્વદર્શને ‘

જેમ દેવોમાં જનાર્દન શ્રેષ્ઠ છે અને આયુધોમાં સુદર્શન ચક્ર શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે પુરાણોમાં આ ગરુડપુરાણ હરિના તત્ત્વનિરૂપણમાં મુખ્ય કહેવાયું છે.

… તો આજે અહીં, આ લેખમાં ” ગરુડ પુરાણ ” માં પ્રેરણા આપનારી એવી 15 સુવિચાર જાણો….

1. અન્નની પવિત્રતા

શ્રેષ્ઠજનોનાં દૃષ્ટાંતોનું સ્મરણ કરીને ધનનું ઉપાર્જન કરવું જોઈએ. અન્નાર્થી કૃપણ વ્યક્તિ જે દુઃખોને ભોગવે છે, જો તે ધર્માર્થી થઈને તે દુઃખોનું ચિન્તન કરે, તો ફરી તેને દુઃખ ભોગવવું જ ન પડે. બધા પ્રકારની પવિત્રતામાં અન્નની પવિત્રતા જ મુખ્ય છે. જે મનુષ્ય અન્ન અને અર્થની બાબતમાં પવિત્ર છે, (તે જ પવિત્ર છે). માત્ર માટી અને જળથી પવિત્રતા આવી જતી નથી.

- Advertisement -

***

2. તત્તથા ન તદન્યથા

જે અવસ્થામાં, જે સમયે, જે દિવસે, જે રાતે, જે મુહૂર્તમાં અથવા જે ક્ષણે જેમ થવાનું નિશ્ચિત છે, તે તેમ જ થશે, એનાથી વિપરીત થઈ શકવાનું નથી.

યસ્મિન્ વયંસિ યત્કાલે યદિવા યચ્ચ વા નિશિ ।

યમ્મુહૂર્તે ક્ષણે વાપિ તત્તથા ન તદન્યથા ॥

(૧૧૩૩/૨૨)

- Advertisement -

*****

3. સંપત્તિનો નાશ

વિન્ધ્યાટવીમાં નિવાસ કરવો મનુષ્ય માટે સારા છે, ભોજન વિના મરી જવું શ્રેયસ્કર છે, સર્પથી પરિવ્યાપ્ત થયેલી ભૂમિ પર સૂવું તથા કૂવામાં પડીને મૃત્યુ પ્રાપ્ત કરવું ઉચિત છે, જળમાં ડૂબીને મરી જવું શ્રેષ્ઠ છે, પરંતુ પોતાના જ પક્ષના આત્મીય જન પાસે ‘થોડું ધન મને આપ’ આ પ્રમાણે યાચના કરવી યોગ્ય નથી. ભાગ્યનો હ્રાસ થવાથી મનુષ્યની સંપત્તિઓનો વિનાશ થાય છે, ઉપભોગ કરવાથી નહીં. પૂર્વજન્મમાં જો પુણ્ય અર્જિત છે તો સંપત્તિનો નાશ કદી થતો નથી.

( 113/11-12 )

*****

4. પંચ-ઇન્દ્રિયોનો નિગ્રહ

ઉચિત રીતે સંગ્રહ કરેલા ધનનો પણ ક્ષય થાય છે તથા શ્રદ્ધાપૂર્વક આપેલું દાન કરોડ ગણું થઈને યથાસમય મળે જ છે – આ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને પોતાનો કોઈ પણ દિવસ દાન, અધ્યયન અને સત્કર્મ વિનાનો ન જવા દેવો જોઈએ. રાગી વ્યક્તિથી વનમાં દોષ થઈ જાય છે. તેથી ઘરમાં મનુષ્ય દ્વારા કરવામાં આવેલ પંચ-ઇન્દ્રિયોનો નિગ્રહ તપ જ છે.

Also Read::   23 March શહીદ ત્રિપૂટીને યાદ કરીએ: ભગતસિંહ વિશે તો જાણતા હશો પણ રાજગુરુ અને સુખદેવ વિશે અજાણી વાતો...

( 113/5-6 )

*****

Life lesson 5.  અર્થોની પ્રાપ્તિ

દરેક કાર્યને પૂરું કરી લેવું જોઈએ. કોઈ કામ અધૂરું ન છોડવું જોઈએ. આનાથી સર્વ પ્રકારના અર્થોની પ્રાપ્તિ થાય છે.

( 113/3)

*****

6. પદની અધિકારી

સમજવામાં સમર્થ હોય. બળવાન હોય તથા શરીરે સુન્દર હોય, પ્રમાદરહિત તથા જિતેન્દ્રિય હોય, તેને છતાં દુર્જન વ્યક્તિને દ્વારપાળના પદ પર નિયુક્ત કરવો જોઈએ.

જે મણિથી અલંકૃત સર્પ શું મેધાવી, વાક્પટ, વિદ્વાન, સત્યવાદી, જિતેન્દ્રિય અને અકારણ ક્રોધી એવા સઘળાં શાસ્ત્રોના સારને જાણનારી હોય, આ સજ્જન વ્યક્તિ લેખકના પદની અધિકારી છે.

બુદ્ધિમાન, વિવેકી, બીજાના મનની વાતને જાણી લેનાર, શૂર તથા કહ્યા પ્રમાણે ક૨ના૨ (યથોક્તવાદી) રાજાએ પોતાના છે, તેને દૂત બનાવવો જોઈએ.

( 111/33-34 )

*****

7. પુરુષાર્થ

ઉદ્યોગ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ – આ છ પ્રકારનાં જે સાહસ કહેવામાં આવ્યાં છે, તેમનાથી સમન્વિત રાજાને જોઈને દેવતાઓ પણ વિસ્મિત થાય છે.

ઉદ્યોગ કરવા છતાં પણ જો વ્યક્તિને કાર્યમાં સફળતા ન મળતી હોય તો તેમાં ભાગ્ય જ કારણ છે, છતાં પણ મનુષ્યે સદા પુરુષાર્થ કરતાં રહેવું જોઈએ. પ્રયત્ન છોડવો ન જોઈએ, કેમ કે આ જન્મનો જ પુરુષાર્થ આગલા જન્મનું ભાગ્ય બને છે.

(અધ્યાય ૧૧૧)

*****

8. ધીરજ

મનુષ્ય ધનરહિત થવાથી ક્ષીણ થયેલા શરીર પ્રત્યે પણ ખેદ કરવો ન જોઈએ. એ તો સાંભળ્યું જ છે કે (પતિવ્રતા) પત્ની સહિત યુધિષ્ઠિર વગેરેએ આપત્તિના સમયમાંથી મુક્ત થઈને ફરીથી સુખ પ્રાપ્ત કર્યું હતું. તેથી અનુકૂળ સમયની પ્રતીક્ષા ધીરજપૂર્વક કરવી જોઈએ.

(અધ્યાય ૧૧૧)

*****

9. ધન જ મનુષ્યનો બંધુ

જેની પાસે ધન છે, તેના જ મિત્ર અને બંધુ- બાંધવો છે. તે જ આ સંસારમાં પુરુષ છે અને વિદ્વાન પણ તે જ છે. ધનરહિત મનુષ્યને મિત્ર, પુત્ર, સ્ત્રી તથા સંબંધીઓ છોડી દે છે. ધનવાન થતાં પુનઃ તે બધાં તેનો આશ્રય લે છે; કેમ કે આ સંસારમાં ધન જ મનુષ્યનો બંધુ છે.

(111/22)

*****

10. સજ્જનતા અને દુર્જનતા

જેમ માગ્યા વિના જ દુ:ખ જીવનમાં આવતાં હોય છે અને સ્વતઃ ચાલ્યાં પણ જાય છે (સુખનું પણ એવું જ છે), કામના કરનાર મનુષ્ય તો બિલાડીની જેમ દુ:ખોને જ પ્રાપ્ત કરે છે. સજ્જન પુરુષની આગળ-પાછળ સંપત્તિઓ સદા ફરતી રહે છે, દુર્જન માટે આનાથી અવળું છે. તેથી જેમ ઠીક લાગે તેમ કરો. સજ્જનતા અને દુર્જનતાનું આચરણ કરવું મનુષ્ય પર નિર્ભર છે.

( 114/49)

******

11. લોકો અસમર્થ માને

ક્ષમાશીલ વ્યક્તિઓમાં એક જ દોષ છે, બીજો દોષ નથી. દોષ એ છે કે જેઓ ક્ષમાશીલ હોય છે, તેમને લોકો અસમર્થ માને છે.

Also Read::   52 Shaktipith : અજમેર રાજસ્થાનનું શક્તિપીઠ: ગાયત્રીદેવી મંદિર

એકઃ ક્ષમાવતાં દોષો દ્વિતીયો નોપપદ્યતે ।
યદેનં ક્ષમયા યુક્તમશક્ત મન્યતે જનઃ ॥

(૧૧૪।૬૨)

******

12. પુરુષ માટે આ પાંચ

અનુકૂળ પુત્ર, અર્થકારી વિદ્યા, સ્વસ્થ શરીર, સજ્જનોની સંગત તથા મનને અનુકૂળ વશમાં રહેનારી પત્ની – આ પાંચ પુરુષના દુઃખને મૂળથી નષ્ટ કરવામાં સમર્થ છે.

(115/20)

*********

13. બાળકના શત્રુ

તે મા – બાપ બાળકના શત્રુ છે, જેમણે બાળકને વિદ્યાભ્યાસ ન કરાવ્યો હોય. સભાની મધ્યમાં મૂર્ખ એ રીતે શોભતો નથી, જેમ હંસના ટોળામાં બગલો.
( 115/78)

*******

14. ધર્મનું આચરણ

દાન, અધ્યયન, જપ, વિદ્યા, ધન, તપસ્યા, પવિત્રતા, શ્રેષ્ઠ કુળમાં જન્મ, નિરોગીતા, અને સંસાર બંધનથી  મુક્તિ વગેરેના મૂળમાં ધર્મનું આચરણ જ મુખ્ય છે.

( અધ્યાય 213 )

**********

15. પ્રાપ્તવ્ય

અનંત બળ, વીર્ય, પ્રજ્ઞા અને પુરુષાર્થ દ્વારા કોઈ દુર્લભ વસ્તુને જો મનુષ્ય પ્રાપ્ત કરી લે છે તો આના કારણે કોઈએ ઈર્ષ્યાવશ શોકાકુળ કે દુઃખી થવું ન જોઈએ.

( 221/14 )

*********

આ પુરાણના સ્વાધ્યાયથી મનુષ્યને શાસ્ત્રની મર્યાદા અનુસાર જીવનયાપનનો બોધ મળે છે. તે સિવાય પુત્ર-પૌત્રાદિક પરિવારજનોની પારમાર્થિક જરૂરિયાત અને તેમના કર્તવ્યના બોધની પણ આમાં વિસ્તૃત સમજણ આપવામાં આવી છે.

જુદી-જુદી દૃષ્ટિથી આ પુરાણ જિજ્ઞાસુઓ માટે બહુ ગ્રાહ્ય, જ્ઞાનવર્ધક તથા વાસ્તવિક અભ્યુદય અને આત્મકલ્યાણનું પથદર્શક છે.

સામાન્ય લોકોમાં એક ભ્રાન્ત માન્યતા છે કે ગરુડપુરાણ મૃત્યુ પછી માત્ર મૃત્યુ પામનાર જીવના કલ્યાણ માટે સાંભળવું જોઈએ, જે તદન ખોટું છે. આ પુરાણ બીજાં પુરાણોની જેમ નિત્ય પઠન-પાઠન અને મનન કરવા યોગ્ય છે. આનો સ્વાધ્યાય અનંત પુણ્યની પ્રાપ્તિ ઉપરાંત ભક્તિ અને જ્ઞાનની વૃદ્ધિમાં અનુપમ સહાયક છે.

વિશેષ સૌજન્ય – અહીં ઉલ્લેખિત શબ્દો અને સૂત્રો ગીતપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત ” ગરુડ પુરાણ ” માંથી સંકલિત કરવામાં આવ્યા છે.

સંકલન અને આલેખન – આનંદ ઠાકર

Life Lesson Garud Puran 15 Sutra Inspiration for Happiness

#Life_Lesson #Garud_Puran #15_Sutra #Inspiration  #Happiness

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!