HomeSAHAJ SAHITYAMoney power ‘સત્તા એટલે શું ?’ - તમે ક્યારેય આવો જવાબ વિચાર્યો?!

Money power ‘સત્તા એટલે શું ?’ – તમે ક્યારેય આવો જવાબ વિચાર્યો?!

- Advertisement -

What is Money power governance?

Contents

 ‘સત્તા એટલે શું ?’ – તમે ક્યારેય આવો જવાબ વિચાર્યો?!

What is Money power governance?  
What is Money power governance?

‘પૃથ્વી અને સ્વર્ગ’ ધૂમકેતુની આ વાર્તા એક શોર્ટ ફિલ્મનું જક્કાસ મટિરિયલ્સ તો છે જ પણ સાથે સાથે તેમાં ધીરાભગત કરી ગયા તેવી કળિયુગની એંધાણી વાર્તા રૂપે છે અને વળી, તેમાં ફેન્ટસી અને પૃથ્વીના પ્રાચીન કાળના પરંપરાગત દ્રશ્યો તો છે જ પણ તેમાંથી મળતા આ 3 ક્વોટ મને હંમેશા આજે પણ પ્રસ્તુત લાગ્યા છે….

આ 3 ક્વોટ….

 

સત્તા એટલે શું ?

– ‘સત્તા એટલે શું ?’ ભોળા જુવાને પ્રશ્ન કર્યો. તે વખતે બીજી દિશામાંથી અનેક સ્ત્રીઓ અને પુરુષો સુમેરુના એકાંતવાસ તરફ આવતાં દેખાયાં. કેટલાંક ગાયો લઈને, કોઈ જવ લઈને, કોઈ કમળ અને કંદ લઈને અને ઘણાં તો નવનીત, દૂધ અને માટી લઈને આવતાં દેખાયાં. સુમેરુ તેના તરફ જોઈ રહ્યો અને પછી પેલા ભોળા જુવાન તરફ ફરીને ગર્વથી બોલ્યો : ‘જો આનું નામ સત્તા : કેટલાં માણસો આ તરફ આવે છે !’ આખું ટોળું સુમેરુ પાસે દોડી આવ્યું. કેટલાંક બૂમ પાડતાં હતાં અમને લાલ પથ્થર આપો. કેટલાંકે આસમાની પથ્થર પર નજર ઠેરવી હતી. કોઈકને પીળા પથ્થરનો મોહ હતો. સત્તાધીશની ઢબથી સુમેરુએ બધાને કહ્યું : ‘સૌ શાંત રહો !’ ટોળામાં એકદમ શાંતિ ફેલાઈ ગઈ.

Also Read::   Krushn Dave ભોંદુભાઈ તોફાનીઃ આવા તોફાન સારા…
- Advertisement -

 

ત્યારે જો આનું નામ પ્રેમ…!

– ‘ત્યારે જો આનું નામ પ્રેમ : જેને તું સંખ્યાથી કે માપથી માપી શકે નહીં; સત્તા અને વૈભવથી ખરીદી શકે નહીં; જે અપ્રેમય છે ને અજેય છે.’

પ્રજા બોજો મનાશે….

 

– હવે કોઈ પ્રેમને ખાતર નહીં પરણે. આ જમીનમાંથી પ્રેમની ઋતુ જશે. અષાઢી મેઘ પ્રેમ નહીં પ્રગટાવે; વિરહ અને વિરહનાં આંસુ નહીં હોય; સાચું શૌર્ય નહીં હોય. કામિની અને પિયુ નહીં હોય, ઋતુ નહીં હોય, ઋતુનો રસ નહીં હોય; ઉત્સવ, ઉલ્લાસ, શૃંગાર, તેજ કાંઈ નહીં હોય. જીવન નીરસ બનશે; કામના રસને બદલે યંત્રની નિયમિતતા હશે; ઉદારતા બેવફાઈ મનાશે; આતિથ્ય ગાંડપણ ગણાશે; પ્રેમ સગવડ લેખાશે; પ્રજા બોજો મનાશે; વિલાસ શૃંગાર મનાશે; છાની વિકારવૃત્તિ ચતુરાઈમાં ખપશે; અને પ્રેમની સૃષ્ટિ પર જ જગતનું પુનર્વિધાન છે એમ છેક મૂળમાંથી રૂપાંતર કરવાને બદલે માણસો ચારે તરફ થીગડાં મારવાનું શરૂ કરશે.’

Also Read::   StoryBook : બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ: જનક ત્રિવેદી

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!