HomeSAHAJ SAHITYAThe India Way નવા ભારતની રણનીતિ : વિદેશ મંત્રી દ્વારા શા માટે...

The India Way નવા ભારતની રણનીતિ : વિદેશ મંત્રી દ્વારા શા માટે આ પુસ્તક લખાયું?!

- Advertisement -

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

The India Way નવા ભારતની રણનીતિ : વિદેશ મંત્રી દ્વારા શા માટે આ પુસ્તક લખાયું?!

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?
Photo courtesy theigmp.orj

નવા ભારતની રણનીતિ લેખક સુબ્રહ્મણ્યમ જયશંકર છે. ગુજરાતીમાં અનુવાદ કર્યો છે : ગુજરાતના વરિષ્ઠ પત્રકાર રાજ ગૌસ્વામીએ.

સુબ્રહ્મણ્યમ જયશંકર

આ પુસ્તકના લેખક ડોક્ટર સુબ્રહ્મણ્યમ જયશંકર ભારતના વર્તમાન વિદેશ મંત્રી છે.

તેઓની કારકિર્દીમાં જયશંકર 2000 થી 2004 સુધી ચેક ગણરાજ્યમાં ભારતીય રાજદૂત તરીકે સેવા આપી ચૂક્યા છે. 2007 થી 2009 સુધી સિંગાપરમાં ઉચ્ચ અધિકારી તરીકે હતા. 2009 થી 2013 સુધી ચીનના રાજદૂત તરીકે હતા. 2013 થી 2015 સુધી અમેરિકા અમેરિકામાં રાજદૂત તરીકે અને 2015 થી 2018 સુધી વિદેશ સચિવ તરીકે કાર્યરત હતા.

- Advertisement -

વર્ષ 2019 માં તેમને પદ્મશ્રી દ્વારા સન્માનવામાં આવ્યા હતા.

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

શા માટે આ પુસ્તક લખાયું?

આ વિષય સામાન્ય જનતા માટે ખૂબ જ અટપટો સાબિત થાય કારણ કે ભારતના વૈશ્વિક સંબંધો અને ભારતના વિશ્વ સાથેના વ્યાપારિક સંબંધોની નીતિઓ અલગ અલગ રીતે રહી છે. પ્રસ્તાવનાની અંદર શા માટે આ પુસ્તક લખાયું છે? તેની સ્પષ્ટતા કરતા જયશંકર લખે છે કે ચાર દાયકાની વ્યવસાય કે કુટનીતિના અનુભવ પછી જ્યારે એ ખબર પડે કે આપણે જે માન્યતાઓ પર કામ કરી રહ્યા છીએ આજે તેની સામે પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે તો તે હકીકત વિચલિત કરી મુકનારી હતી. જોકે એનો અર્થ એ પણ ન હતો કે આપણા જે અનુભવ હતા તે અચાનક અપ્રાસંગિક બની ગયા તેઓ આગળ એમાં ને એમાં લખે છે કે માન્યતાઓનું વજન ઓછું નથી તેમ બીજી વૈશ્વિક સમસ્યાઓ પણ ઉભી થાય છે અને આથી વિશુદ્ધ રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણ લઈ અને ચાલે. તે સ્થિતિ આજના યુગમાં વધુ તેજ થઈ ગઈ છે.

પાછલા બે વર્ષમાં આ મુદ્દાઓએ એમને વ્યસ્ત રાખ્યા અને એના કારણે એક નવો વિષય લઇ અને આ પુસ્તક લઇ અને આવવાનું એમના માટે વધુ પ્રાસંગિક લાગ્યું.

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

પુસ્તક ગુજરાતીમાં શા માટે?

- Advertisement -

આ પુસ્તક ગુજરાતીમાં આવ્યું છે તો એના અનુવાદક રાજ ગૌસ્વામી એમની પોતાની પ્રસ્તાવનામાં ટાઈટલ મૂકે છે કે આ પુસ્તક ગુજરાતીમાં શા માટે? તેના માટે તેઓ દુબઈ કઈ રીતે એક નાના મછવારાના ગામમાંથી આજે દુબઈ એક વૈશ્વિક અપીલ કરતું સ્થળ બની ગયું છે, તેની વાત કરે છે.

છેલ્લા ફકરામાં તેઓ લખે છે કે ઇતિહાસમાં એક સાહસિક વ્યાપારિક કોમ તરીકે દુનિયા સાથે વ્યાપારિક સંબંધો સ્થાપવામાં ગુજરાતીઓ જ્યારે અગ્રણી રહ્યા છે ત્યારે 21 મી સદીમાં એક સત્તા તરીકે વિશ્વમાં ભારતનું ભાવી કેવું હશે અને તેની વિદેશ નીતિનો ચહેરો કેવો હશે તે જાણવા માટે આ પુસ્તક તમને ચોક્કસ મદદરૂપ થશે.

આવું કહી અને આ અનુવાદક આપણને પુસ્તકની નજીક લઈ આવે છે.

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

નવ પ્રકરણ…

આ સમગ્ર પુસ્તકમાં નવ પ્રકરણ છે ૧) અવધનો સબક ૨) વિચ્છેદની કળા ૩) કૃષ્ણનો વિકલ્પ ૪) દિલ્હીની માન્યતાઓ ૫) બાબુ ગીરી અને જનમાનસ ૬) નિન્જો – ઇન્ડિયન ડિફેન્સ ૭) નિયતિમાં વિલંબ ૮) પ્રશાંત ભારતીય અને ૯) કોવિડ પછી

- Advertisement -

આ જબરજસ્ત નવ પ્રકરણોની અંદર સમગ્ર વિદેશ નીતિ અને નવા ભારતની છબી લેખકે ઉપસાવાનો પ્રયાસ કર્યો છે.

આ પુસ્તક વાંચતી વખતે બે બાબત ધ્યાનમાં રાખવી પડે…

આ પુસ્તક વાંચતી વખતે બે બાબત ધ્યાનમાં રાખવી પડે છે એક તો પહેલી શરત છે કે તમને વૈશ્વિક રાજકારણમાં રસ હોવો જોઈએ અને બીજી શરત છે તમને વિશ્વના જે સંગઠનો છે, તેની માહિતી અને વિશ્વમાં ચાલતા આપણા સંબંધોને લઈને અને વૈશ્વિક રાજકાર, ભૂ પોલિટિકને લઈને થતા વાયદાઓ અને સમાચારો વિશે આપ ફકત જાણીતા હોવા જોઈએ.

સમગ્ર પુસ્તકમાંથી પસાર થતા મને કેટલીક મહત્વની વિગતો આપણા સુધી પહોંચાડવી યોગ્ય લાગે એ અહીં મૂકી છે.

વિશેષ નોંધ – લખાણ થોડું લાંબુ થઈ જશે પણ જો આપ વિદેશનીતિ વિશે જાણતા હશો તો વાંચવાની મજા આવશે અને જો આપ વિદેશનીતિ વિશે અજાણ છો તો નવી જ વાત તમારા સુધી અમે લઈને આવ્યા છીએ, માટે વાંચો નીચે કેટલીક રસપ્રદ વિગતો…

અવધનો સબક…

તેઓ લખે છે કે વિશ્વમાં પ્રગતિ ધરાવતી સત્તાઓ જ્યારે મૂળ સિદ્ધાંતોનું પુનઃમૂલ્યાંકન કરે ત્યારે તેના પરિણામો ગંભીર હોય છે, તેનું સરખી રીતે મૂલ્યાંકન કરવાથી આવી રહેલા પરિવર્તનો નાશ થાય તો તેનો અંદાજ મળે છે; ભારત માટે આ કવાયત ખાસ મહત્વ ધરાવે છે.

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

ભારતના વિકાસની સરખામણી અનિવાર્ય રૂપે ચીન સાથે થવાની છે કારણ તેનો વિકાસ પહેલા થયો હતો. વાસ્તવિક ચેતના પર તેનો પ્રભાવ તેનું સાંસ્કૃતિક પ્રદાન અને આર્થિક દેખાવને આ કવાયતમાં ધ્યાનમાં લેવામાં આવશે જે સમાજનો ઇતિહાસ અને દૃષ્ટિકોણ ખાસો જુદો હોય ત્યારે તેના માટે બીજા સમાજની વ્યૂહાત્મક અને રાજનીતિક વ્યક્તિઓનું અનુકરણ કરવું શક્ય નથી. ભારતે ચીન પાસેથી શીખવા જેવું પણ ઘણું છે એક મહત્વનો ભાગ એ છે કે દુનિયાનું સન્માન પ્રાપ્ત કરવા માટે વૈશ્વિક સુસંગતતા કેવી રીતે ઊભી કરવી?

Also Read::   Gujarati Essay ઠંડા સન્નાટાની અડોઅડ (લલિતનિબંધ)

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

વિચ્છેદની કળા…

ભારતની વિદેશ નીતિ પર તેના ભૂતકાળના ત્રણ મુખ્ય બોજ છે.

૧) 1947 નું વિભાજન જેને રાષ્ટ્રને વસ્તીની દ્રષ્ટિએ અને રાજકીય રીતે નાનું કરી દીધું એક અણધાર્યું પરિણામ એશિયામાં ચીનને વધુ વ્યૂહાત્મક જગ્યા આપવાનું હતું.

૨) વિલંબિત આર્થિક સુધારાઓ છે જે ચીનના દોઢ દાયકા પછી હાથ ધરવામાં આવ્યા હતા અને વધુ ઊંડાણથી જુઓ તો તે અનેક સુવિધાઓથી ભરેલા હતા. ક્ષમતાઓમાં 15 વર્ષનું અંતર, ભારતને આજે પણ નુકસાન પહોંચાડી રહ્યું છે.

૩) પરમાણુ વિકલ્પની લાંબી કવાયત છે તેના પરિણામે ભારતને એવા ક્ષેત્રમાં પ્રભાવ ઊભો કરવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો જે અગાઉ સરળતાથી થઈ શક્યો હોત.

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

આ પ્રકરણમાં આગલા જયશંકર લખે છે..

– આ સમય આપણા માટે અમેરિકાને એન્ગેજ કરવાનો, ચીનને મેનેજ કરવાનો, રશિયાને આશ્વસ્ત કરવાનો, જાપાનને આપણા ખેલમાં સામેલ કરવાનો, પાડોશીઓને આકર્ષવાનો, પડોશને વિસ્તારવાનો અને સમર્થનના પરંપરાગત ક્ષેત્રમાં વિસ્તરવાનો સમય છે.

– ભારતને માત્ર માન આપવા કરતા તેને પસંદ કરવામાં આવે તે વધુ સારું છે.

– ખાલી ચર્ચાથી કામ નહીં ચાલે વિકલ્પ પણ પસંદ કરવા પડશે અને તેની કિંમત ચૂકવવી પડશે. સ્થાનિક પડકારોને પહોંચી વળવાની આપણી ક્ષમતા વિશ્વમાં ભારતનું સ્થાન નક્કી કરશે, કમસેકમ હવે આપણું ધ્યાન ઉચિત મુદ્દાઓ પર છે ડિજીટલાયઝેશન, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, ગ્રામીણવિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળતા, વગેરે ટકાઉ વિકાસ ભારત માટે એ કામ કરી શકે છે; જે કામ મિલેનિયમ ડેવલપમેન્ટે ચીન માટે કર્યું હતું.

– બહારના મોરચે નેતૃત્વ કરવા માટે ઘર આંગણે પરિણામો બતાવવા પડશે.

– એશિયામાં ઘણા લોકો માટે પશ્ચિમમાં વૈશ્વિકીકરણ એ છે અસલામતીનું નિર્માણ કર્યું છે. તે સમજવું મુશ્કેલ છે તેણે ડાબેરી – જમણેરી સમીકરણોને આગળ વધાર્યા જેનાથી રાષ્ટ્રવાદી ઉમેદવારોને ચૂંટણીમાં સફળતામાં મદદ મળે કારણકે વધુ નિરંતર વૈશ્વિક અર્થતંત્રના લાભો એ સમાજની અંદર અને તેમની વચ્ચે અસમાન વિતરણને બેઅસર કરી દીધું આજે ઘટનાઓના બદલાવ પર જેટલો ગભરાટ છે તેટલો જ ગુસ્સો છે.

– આ વિક્ષેપિત વિશ્વમાં ભારત તેના લક્ષ્યોને આગળ વધારવા શું કરી શકે આનો ઘણો બધો આધાર બે મુખ્ય ખેલાડીઓ અમેરિકા અને ચીન સાથેના તેના વ્યવહાર પર રહેશે.

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

શ્રી કૃષ્ણનો વિકલ્પ…

તેઓ ભારતના વિશ્વવ્યાપી પરિણામોમાં કૃષ્ણ અને ભારતની વૈશ્વિક અસર વિશે મહાભારતનો ઉલ્લેખ કરે છે. એ પ્રકરણમાં તેઓ લખે છે કે મહાભારતનો ઉલ્લેખ બહુ ઓછા લોકોએ ભારત માટે કર્યો છે અને ભારતે પણ મહાભારતમાંથી લેવા જેવું લીધું નથી. વિદેશનીતિ બાબતે કેવા રાજ્યો સાથે એટલે કે એવા રાષ્ટ્રો સાથે કઈ રીતે વર્તવું તે મહાભારતની કથા બહુ સારી રીતે સમજાવી શકે તેમ છે. આપણે આપણી સંસ્કૃતિમાંથી એ લેવું જોઈએ એવું વિદેશ મંત્રી જયશંકરનું કહેવું છે.

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

દિલ્હીની રૂઢિગત માન્યતાઓ….

ચીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ વારંવાર આવે છે અને અમેરિકાનો પણ. જો વિદેશ સમાચારો રોજ અપડેટ મેળવે છે તેમને તો આ બધી ઘટનાઓથી ઘટનાઓની જાણ હશે પરંતુ અહીં એક વિદેશ મંત્રી તરીકે તેમનો આધાર ખૂબ જ વિચાર કરી દે તેવું છે વાંચો…

– ચીન પાકિસ્તાન વચ્ચેના સંબંધો પણ પછી સક્રિય થયા હતા, 1979 માં કારાકોરમ હાઇવે મારફતે બંને દેશોની વચ્ચે સડક માર્ગનો સંપર્ક મિસાઈલ અને ન્યુક્લિયર ક્ષેત્રમાં ઊંડો સહયોગ તેમજ અફઘાનિસ્તાનમાં કાર્યવાહીને લઈને બંને વચ્ચેનો તાલમેલ તેના ત્રણ મુખ્ય તત્વ હતા તેના દુષ્પ પરિણામોને ભારત આજે પણ ભોગવે છે.

વિધાનના સંદર્ભો તમને ખ્યાલ હશે તો ખબર પડી જશે કે અફઘાનિસ્તાનમાં આપણા સંબંધો અને અફઘાનિસ્તાનની જે સ્થિતિ થઈ તે અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની જે અવદશા થઈ છે એ આ બંને પાછળ મુખ્ય કયા પરિબળો કયા તત્વ હતા તેની વાત અહીં કરી છે.

દિલ્હીની માન્યતાઓ એ પ્રકરણમાં જયશંકર ભારતની આફ્રિકા સાથેની વિદેશનીતિઓનો ઉલ્લેખ કરે છે ભારતના સમાચાર પત્રોમાં તમે જોતા રહેતા હશો કે પછી તમે ભારતની વિદેશનીતિના અભ્યાસુ હશો તો લગભગ તમને ખ્યાલ આવશે કે મોટાભાગે આફ્રિકા સાથેના આપણા સંબંધોની ક્યાંય તો નથી ચર્ચા થઈ અથવા તો નથી તેને મહત્વ આપવામાં આવ્યું. પરંતુ અહીં તેઓ કહે છે કે તટવર્તી આફ્રિકાના પ્રદેશો સાથે જે પણ હાલના મુદ્દાઓ ચર્ચાઓમાં આવ્યા છે અને જે એગ્રીમેન્ટો થયા છે એની વાત અહીં તેમણે કરી છે.

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

બાબુ ગીરી અને જનમાનસ

બાબુ ગીરી અને જનમાનસ નામના એમના પ્રકરણમાં તેઓ અમેરિકા સાથેની ભારતની પૂર્વધારણાઓ અને અમેરિકાના ભારત સાથેના સંબંધોની વાતો છે.

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

નિન્જો – ઇન્ડિયન ડિફેન્સ…

આ પ્રકરણમાં પણ ચીન વિશે જ અભ્યાસ વાત છે, તેમાંથી થોડાક અવતરણ…

– વિશ્વ વ્યાપાર સંઘમાં ચીનના પ્રવેશે મોટો ફરક ઉભો કર્યો હતો જેનું વાસ્તવમાં ભારતની પ્રગતિના કારણે વધતી માંગે કર્યો હતો કિંમતોને લઈને સજાગ રહેતી ભારતીય બજારની તીવ્ર સ્પર્ધાત્મક વૃદ્ધિના કારણે ચીનથી આયાત કરવામાં ડાપણ દેખાયું, તેનાથી પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં ખાસ કરીને વિદ્યુત ઉત્પાદન અને કોમ્યુનિકેશન ક્ષેત્રમાં મદદ મળે જ્યાં તેને આકર્ષક નાણાકીય ટેકો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો.

Also Read::   Gujarati Varta : જાદુગરણી હજી જીવે છે! – આનંદ ઠાકર

– ચીનની શત્રુતા સ્વાભાવિક રીતે તેના મોટા ભાગના નિકટના પાડોશીઓ અનુભવશે. મોટાભાગના કિસ્સાઓમાં આ ભારતની પરિધિમાં છે, ભારત અને ચીન વચ્ચે સંતુલન માત્ર દ્વિપક્ષીય સ્તર પર હાંસલ્પ ન કરી શકાય, તે અનેક પ્રકારના એક મોટા કનેક્ટિવિટી અને વિકાસ સંબંધી પરિયોજનાઓ જેવા ક્ષેત્રોમાં પોતાની ભૂમિકા વધારવાથી લઈને છે તેના ભાથામાં વિશાળ ભૂભાગ, સંસ્કૃતિ અને સામાજિક સંપર્કોના શક્તિશાળી કારણો છે. તેની વાસ્તવિક પરીક્ષા તો એ હશે કે તે આ શસ્ત્રોનો કેવી રીતે ઉત્તમ ઉપયોગ કરે છે.

એક ઉભરતું ચીન એશિયાને અથવા સંભવતઃ પૂરા વિશ્વને પોતાના આર્કિટેક્ચરલ વિઝન ને અનુસાર ઢાળવા માંગે છે તેની મોટાભાગની યોજનાઓ એક પક્ષી અભ્યાન છે અને એ યોજનાઓ તેના રાષ્ટ્રીય ઉદ્દેશોને પૂરા કરતી નજરે આવે છે.

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

નિયતિમાં ભારત જાપાન અને એશિયન સંકલન….

ચીન વર્ષો સુધી ભારત અને જાપાન બંનેને ભિન્ન રીતે પોતાની તરફ આકર્ષિત કરી રાખ્યા હતા પરંતુ એ બંને દેશ બીજા નિકટના પાડોશીઓ સાથે વધુ વ્યસ્ત હતા. જેની સાથેના સંબંધ ખાસ કરીને બગડેલા હતા એકની પાસે પાકિસ્તાન હતું બીજા પાસે ઉત્તર કોરિયા; પરિણામે જાપાન અને ભારતે ભલે દૂરથી પોતાની ચિંતાઓમાં ઘેરાયેલા હોવા છતાં સદભાવનાપૂર્ણ રીતે સહઅસ્તિત્વને કાયમ રાખ્યું હતું. બંનેમાંથી કોઈએ પણ સમાધાન શોધવાના પ્રયાસોમાં બીજાને સાથ ત્યાં સુધી ન આપ્યો જ્યાં સુધી એ સમસ્યા વૈશ્વિક ન બની જાય!

આ પ્રકરણમાં મોટાભાગે સિંગાપોર , મલેશિયા ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથેના સંબંધોનું વિશ્લેષણ છે.

પ્રશાંત ભારતીય….

– હિંદ મહાસાગર પર પડેલા વૈશ્વિક બદલાવોના પ્રભાવથી ભારત પણ બચી ન શક્યું. તેની અવસ્થિતિ બરાબર કેન્દ્રમાં આવી જવાથી એ દેશને એક અનોખી ઓળખ મળે છે તેમ છતાં તે વ્યૂહાત્મક લાભ અને એટલો વધુ સહજ સમજી લેવામાં આવ્યો કે તેનું સમુદ્રી દોહન કાયમ પ્રમાણમાં નીચું રહ્યું. જેમ જેમ નૌસેનાની ગતિવિધિઓ વધતી ગઈ, ભારતને પણ કનેક્ટિવિટીના અવસરો માટે લડવું પડ્યું, જેના સમુદ્રી સુચિતાર્થ હતા, એક તાકાતવર દેશ માટે જેનો સુરક્ષા દાયરો પહેલેથી જ વિસ્તારીત થઈ રહ્યો હોય હવે તેનો ઉદ્દેશ મહાસાગરીય વ્યવસ્થા પર નજર ખોલવાનો હતો આ પડકારની પ્રકૃતિ પણ નવા પ્રકારની છે કારણ કે એનો ઘણોબધો હિસ્સો ગ્લોબલ કોમન્સના નામે જાણીતો રહે છે. આ સ્થિતિનું સમાધાન અનિવાર્ય રૂપે ક્ષમતાઓમાં વૃદ્ધિ, સંતુલન બનાવવામાં અને સહયોગને પ્રોત્સાહિત કરવામાં હતું. ભારત માટે તર્કસંગત તો એ હતું કે તે તેમની સાથે મળીને કામ કરે જે તેના પ્રભાવનો સ્વીકાર કરે તેના માટે મોટી ભૂમિકાને પ્રોત્સાહન આપે અને તેની ગતિવિધિઓ સાથે અનુકૂળ હોય.

કોવિડ પછી…

– વાયરસે તો મતભેદો ને વધુ તીવ્ર અને અર્થવ્યવસ્થાનું વધુ રાજનીતિકરણ કરી નાખ્યું છે. સ્વહિતો પર પણ તેનો પ્રભાવ ઓછો નથી: કોરોના રાષ્ટ્રવાદ તેનો નવો અવતાર છે.

– મહામારીના સમયે આપણે જોયું હતું કે બીજાઓના કલ્યાણની ઉપેક્ષા કરીને રાષ્ટ્ર તેમના સ્વાસ્થ્ય લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા હતા. આમાં કેટલાકે તો ખુલ્લેઆમ પોતાની આર્થિક શક્તિનો ઉપયોગ કર્યો હતો જ્યારે બીજાઓએ ક્ષેત્રિય એકતાને તડકે મૂકી દીધી હતી. અમુક અપવાદ જરૂર છે પરંતુ તેઓ આ વ્યવહારની વ્યાપક પ્રવૃત્તિની ભરપાઈ કરવા માટે પૂરતા નથી. હવે તેનું કારણ મોટાભાગે વાયરસના પ્રકોપમાંથી પેદા થયેલા માની શકાય પરંતુ વાસ્તવમાં તેણે એ વસ્તુ ઉજાગર કરી હતી કે આંતરરાષ્ટ્રીય સંબંધો હકીકતમાં કેવી રીતે કામ કરે છે? સતત તણાવોના આયોગમાં સામૂહિક પ્રયત્ન જો દબાવો પડતા જ શિથિલ પડે તો ચોક્કસપણે તેની સફળતા પર શંકા છે.

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

મર્યાદા…

– આ પુસ્તકની મર્યાદા એ છે કે તમને ઘણા બધા વિદેશનીતિના અને વૈશ્વિક પ્રવાહોના સંદર્ભોની ખબર હોવી જોઈએ.

– ઝડપથી અનુવાદ પ્રકાશિત કરી દેવાની લાયમાં ક્યાંક ભારેખમ શબ્દો જેમના તેમ રહી ગયા છે જે આ પુસ્તકને વધુ અઘરું કરે છે. આ માટે અનુવાદક ઓછા અને ગુજરાતી પ્રકાશકો વધારે જવાબદાર છે કારણકે વેપારી પ્રજા હોવાના કારણે તેના માટે શબ્દો નહિ માર્કેટ મહત્વનું હોય અને જ્યાં બજાર હોય ત્યાં સમય અગત્યનો હોય કારણ કે બજાર ચાલુ – બંધ થવાનો એક દાયરો હોય છે. આ મર્યાદા આ પુસ્તકની પોતાની પણ છે કારણ કે…

– આ પુસ્તકમાં કોઈ વિગતો સ્પષ્ટ નથી. નથી વિદેશ નીતિ વિશે ખુલીને વાત કરી, નથી વૈશ્વિક પ્રવાહો વિશે માંડીને વાત થઈ. એમ લાગે કે આ પુસ્તક વર્તમાન સરકારની નીતિઓને ઉજાગર કરવા અને નામ થઈ ગયું છે તો દામ ઊભા કરી લેવા લખાયું હોય એમ લાગે છે અન્યથા આ મૂળ લેખક જયશંકર એટલા સક્ષમ છે કે એમના જાત અનુભવનું પુસ્તક તો ભારતના ઇતિહાસ માટે એક સંદર્ભ બની શકતે પણ એ થઈ નથી શક્યું. શું આ પણ એક બજારવાદનું પરિણામ હશે!?

– શક્ય છે કે મારી સમજની પણ મર્યાદા હોય.

મારો આ રસનો વિષય હોય માટે મેં ખૂબ મહેનતથી વાંચું. જોકે ઘણા નવા પાસા જાણવા મળે છે.

આ પુસ્તક પરિચય કે સમીક્ષા એ પુસ્તક નથી. એના માટે આપે પુસ્તક સુધી જવું પડશે.

આલેખન – આનંદ ઠાકર 

Follow SAHAJ SAHITY PORTAL below 👇 link….

https://www.facebook.com/sahajsahity/

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

#TheIndiaWay #StrategiesforanUncertainWorld #JaishankarSubrahmanyam #whywrittenthisbook?

The India Way: Strategies for an Uncertain World by Jaishankar Subrahmanyam why written this book?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments