HomeANAND THAKAR'S WORDસર્વર રૂમ : ફોર ફાઈન્ડ ધ પ્રોટોકોલ પ્રકરણ - 5

સર્વર રૂમ : ફોર ફાઈન્ડ ધ પ્રોટોકોલ પ્રકરણ – 5

- Advertisement -

server room ch-5 story of adventure loveliness gallantry Sensation

SERVER ROOM
For Find The Protocol ch-5

Contents

       સર્વર રૂમ

ફોર ફાઈન્ડ ધ પ્રોટોકોલ પ્રકરણ – 5

લેખક – આનંદ ઠાકર

SERVER ROOM for Find The Protocol story by anand thakar
SERVER ROOM for Find The Protocol story by anand thakar

સવારનો સમય હતો. છતાં કાળું ધુમ્મસ ફેલાયેલું હતું. આખી રાત ન ઊંઘ્યાનો થાક આંખો પર હતો. છતાં સામે પી. જે. ભાર્ગવ હતા એટલે એ બધું ખંખેરી અને એના કામમાં ફોકસ કરવાનું હતું.

વચ્ચે વિચારનો એક ઝબકારો આવ્યો કે માનવીના ફેફસાને રિવર્સ ઓર્ડરમાં ગોઠવી ને વૃક્ષની જેમ કાર્બન લેતા કરી દેવાય તો..? એક આચ્છું હાસ્ય આવ્યું ને પછી પી જે ભાર્ગવ જે બોલવાનું શરુ કરી રહ્યા હતા ત્યાં ધ્યાન આપ્યું.

અત્યાર સુધી જગત જે ડામાડોળ સ્થિતિમાં હતું તેની આ પૂર્ણાહુતિ તરફ છે. કોઈ મોટી આપત્તિ આવવાનો અણસાર હતો આજથી દસ વર્ષ પહેલાં, બસ એ આવી ગયો છે. લોકોને પૃથ્વીના વિનાશ વિશે ભ્રમ પેદા કરવામાં આવે છે પણ ખરેખર એવું નથી, ધરતી તો રહેશે, અમુક સજીવોને પણ કંઇ નહિ થાય. બસ, માણસજાત કદાચ નહિ રહે! સંપૂર્ણ નાશ તો એનો પણ નહિ થાય. પણ બસ જોવાનું એ છે કે કોને અને શું બચાવી શકાય જેથી માનવ સભ્યતાની બ્રહ્માંડની વિરાસત જળવાઈ રહે?!

પી જે ભાર્ગવે થોડો શ્વાસ લીધો અને પછી ફરી બોલ્યા: માણસની પૃથ્વી કે પ્રકૃતિને બચાવવાની વાતો એટલે થઈ રહી છે કે માણસ હવે પોતાને બચાવી શકે એમ નથી.

મનજીત જરા ઉતાવળિયો થયો : તો? હવે પ્લાન શું છે? મિશન શું છે?

પી જે ભાર્ગવે જરા નિરાંતનો શ્વાસ લીધો અને પછી કહ્યું કે વિશ્વમાં આપણા જેટલા એજન્ટ છે એમણે સમાચાર મોકલ્યા છે કે એ લોકો જે ઉપાય શોધવા મથે છે એ દુનિયામાં ત્રણ જ જગ્યાએ મળે એમ છે. એક એટલાન્ટિક, બીજું કૈલાસ માનસરોવર અને ત્રીજું અવકાશમાં.

હવે મારાથી રહેવાયું નહિ. એટલે મેં કહ્યું : યામીના શબ્દો યાદ આવ્યાં : સર્વર રૂમ એક માત્ર એવો છે જ્યાં કદાચ ઉકેલ મળી જાય કારણકે ત્યાં માણસને મૂળ સ્વરૂપે સાચવવા જે જોઈએ તે ઉપલબ્ધ થતા વાર નહિ લાગે, બલ્કે એમ કહો કે ટીલ છે.

પી જે ભાર્ગવે પોતાના હાથમાં મુઠ્ઠી મારી ને કહ્યું : વિકી, મારા માટે યામી મહત્વની હતી પણ સ્પેસ સ્ટેશને જાણી જોઈને એને બોલાવી લીધી છે જ્યાં એનો કોઈ સબજેક્ટ નથી પણ હવે એ લોકો એના ઉપર પ્રયોગો કરશે.

મને જે વાતનો ડર હતો એ જ થયું. મને મનમાં વિચાર આવ્યો જ ત્યાં પી જે ભાર્ગવ દાંત ભીંસીને બોલ્યા : ત્યાંનો હેડ વિનસ જોય આપણને નહિ સમજે.

પણ સાહેબ, આપણે આપણા માણસો મોકલવા શા માટે જોઈએ? – મનજીતે કંટાળીને એક સવાલ કર્યો…

પી જે ભાર્ગવ અંદરથી એકદમ ધૂંધવાતા હતા પણ બહારથી શાંત થઈ અને બોલ્યા : જે થઈ રહ્યું છે એને તમે કે હું અટકાવી શકવાના નથી. આપણી ફરજ છે જીવતા રહેવા માટે યોગ્ય દિશામાં પ્લાન સાથે કંઈ ને કંઈ કરવા લાગો.

મેં મનજીત સામે જોયું સાહેબે મારી સામે જોયું. પછી સાહેબે કહ્યું : વિકી, સર્વર રૂમ પ્રોજેક્ટ તારે ચલાવવાનો છે. માટીના ફેરફારો અને તેની વાતાવરણમાં પેદા થતી ગરમી પર થતી અસર પર કામ કરવાનું છે.

મનજીત તારે નદી કે દરિયાઈ પાણીમાં થતાં ફેરફારો અને તળના પાણીના સ્રોત વિશે જોવાનું છે. જો આમાં પાણીના સ્રોત મળી ગયા તો સમજી લો કે આપણે અડધી જંગ જીતી ગયા!!

અમારી પાછળ આવી બંનેના ખભા પકડીને કહે : યામીને ત્યાં અવકાશના ગુરુત્વાકર્ષણ વિશે સંશોધન માટે મોકલી છે. આકાશ અને અવકાશમાં થતાં ફેરફાર એ જોશે. હવે વિક્રાંત કશ્યપ અને મનજીત તમારે પણ મારી જેમ રહેવાનું છે.

સાહેબના ‘ મારી જેમ રહેવાનું ‘ સાંભળી અમે આશ્ચર્યમાં સાહેબ સામે જોયું. પછી એમણે જ કહ્યું કે આસપાસના ગામના બાળકોને હું ભણાવું છું, એમ તમારે પણ એ કામ કરવાનું છે. જેનાથી બે ફાયદા છે. આપણાં કાર્યની ગુપ્તતા જાળવશે ને બીજું એ કે બાળકો પૃથ્વીનું આવનારું ઉત્તરદાયિત્વ છે એને એવી ટેવ આપો કે એ કણેકણને ‍ માણી, જાણી, પ્રમાણી શકે. કારણ કે તે પૃથ્વીને એક સાધન ગણે છે અને એટલે આ દિવસો જોવા પડે છે.

મનજીત ફરી રહી ન શકયો ને બોલ્યો : શું ફેર પડશે એનાથી…

હવે પી જે ભાર્ગવની આંખો અંગાર વર્ષાવે એ પહેલાં મેં બાજી સંભાળી કહ્યું, મનજીત, આ સવાલના જવાબ માટે તારે ને મારે એવા પ્રદેશોમાં જવું પડશે જ્યાં એક સમયે લોકો પાણી માટે વલખા મારી લડી ઝઘડીને ટપોટપ મારતા હતા. આપણે એ જાણવું પડશે કે વિશ્વ જ્યારે અનાજના એક એક દાણા માટે મહોતાજ છે અને રાક્ષસ બનીને લોકો લૂંટાઈ રહ્યા છે ત્યારે ભારત, જાપાન અને બીજા થોડાંક દેશો હજી શા માટે અમુક અંશે ટક્યા છે? એ જાણવું હોય તો શહેરોની ભૂખી ભૂતાવળને કઈ રીતે આ લોકોએ માણસ બનાવ્યા – જીવતા રાખ્યા એ જાણો. પણ અફસોસ આપણને તો વર્ષોથી એક રેસમાં મૂકી દીધા છે, નાના નાના ફેરફારો તરફ તો આપણું ધ્યાન જ જતું નથી અને એટલે એક મોટો ધડાકો થઈ જાય છે. પી જે ભાર્ગવ વિશે વધુ જાણો મિત્ર.

Ok મિત્રો, ચાલો આપને પહેલાં સ્ટેજની બધી વિગત મોકલું મને સાંજે મળો. આજે રાતથી મિશન શરૂ કરીશું. – આટલું કહી પી જે ભાર્ગવ ચાલતા થયાં એટલે મનજીત બોલ્યો : સાહેબ, મારા પ્રશ્નથી આપને દુઃખ થયું હોય તો માફ કરજો. પણ મને જે પ્રશ્ન થાય એ હું બેધડક પૂછી લઉં છું.

પ્રતિક્રિયાની પરવા વગર? વિજ્ઞાની અલ્ગોરિધમ પર કામ કરે છે, મનજીત. તર્કનો એક છેટો વગર કારણે ભેગો કરશો તો ભડકો થશે. તર્ક એના રસ્તા અને એન પરિણામની ગુંજાઇશ ખબર હોય પછી જ મોઢું ખોલો. અનુશાસન જરૂરી છે. આજે આ દશા પણ એટલે જ આવી કે આપણે પૃથ્વીનું અનુશાસન ભૂલી ગયા. – પી જે ભાર્ગવે મલકાતા મુખે મનજીત સામે જોઇને કહ્યું. મનજીતે ભૂલ કબૂલી અને પ્રશ્ન કર્યો – સાહેબ, આ મિશનનું નામ આવું કેમ? સર્વર રૂમ : ફોર ફાઈન્ડિંગ ધ પ્રોટોકોલ?

સાહેબે ઘડિયાળ સામે જોઈ અને પછી કહ્યું: સર્વર રૂમ એટલે શું એ તો જાણો છોને?

હા. જ્યાં બધા ડેટાનો સંગ્રહ થાય.

એનો એક પ્રોટોકોલ હોય છે જેનાથી જ એ સર્વરનું ઍક્સેસ મળે અને તમે એમાં કશુંક કરી શકો. બસ સર્વર રૂમ અને એના પ્રોટોકોલ શોધવાના છે જ્યાં પૃથ્વીને બચાવવા માટેના ડેટા પડ્યા છે. પણ આજ સુધી એની જરૂર નહોતી પડી એટલે એ સર્વર રૂમ ક્યાં છે ને કઈ સ્થિતિમાં છે એ ખબર નથી.

તો સાહેબ, આ મિશન પર ચોક્કસ ત્રણ સ્થળ કેમ મળ્યા? – મેં પૂછી જ લીધું.

વિકી, વર્ષો પહેલા એટલે છેક વીસમી સદીના પ્રારંભમાં લોકો વાહનો પેટ્રોલ, ડીઝલ ને ક્રૂડ થી ચલાવતા ત્યારે આ ઓઇલ બધું ગલ્ફ કન્ટ્રીના દેશો એટલે કે તેમાં બહેરીન , કુવૈત , ઓમાન , કતાર , સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈરાક, ઈરાન, ઇઝરાયેલ, વગેરે જેવા દેશોમાં પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો વધુ હતો. પરંતુ સૈન્ય કે મેનેજમેન્ટ નહોતું. નવતર પ્રયોગો નહોતા. એટલે એમની આ પેદાશ અમેરિકા અને યુરોપ લઈ જઈ અને નવતર પ્રયોગો કરે. દુનિયાની કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં પેટ્રોલિયમ મહત્વનો ભાગ ભજવવા લાગ્યું. જોતજોતામાં તો ઔદ્યોગિક ક્રાંતિમાં ખપાવવામાં આવતા લંગડા વિકાસનો જન્મ થયો અને વિકસિત રાષ્ટ્રોએ આ વિકાસને પેટ્રોલિયમની ટેકણ ઘોડી આપી અને વિકાસશીલ દેશોને અપાહિજ બનાવી દીધા.

હવે અચાનક પેટ્રોલિયમ કાઢતા રાષ્ટ્રોને બ્રહ્મજ્ઞાન થયું કે આ તો અમારે ખંભે બંધુક રાખી જગતને ડરાવે છે અને આપણા કરતાં વધુ વિકસે છે. આ રાષ્ટ્રોએ ભાવ વધાર્યા અને અમુક લાભો માંગ્યા એટલું જ નહિ મન પડે ત્યારે પ્રતિબંધો લગાવ્યા. આથી અમેરિકાએ પોતાની રીતે પેટ્રોલિયમ નિર્માણ કરવાનો વિચાર કર્યો અને અમેરિકાએ સૌથી વધુ વપરાશ કરતા દેશો ચીન અને ભારત બંનેને પોતાના ગ્રાહક બનાવી ગલ્ફકન્ટ્રીમાં મજબૂત મેસેજ નાખ્યો. પણ આ દાવમાં ભારત ભોળું બનીને જોતું રહ્યું અને બંને પાસેથી આયાત કરતું રહ્યું ને પોતાની આવક ત્યાં ઠાલવાતું. પણ ચીને પોતાનો વજીર પણ આ ચેસમાં ઉતર્યો અને એ વજીર હતો –

મનજીતે કહ્યું : સેમિકન્ડક્ટર.

પી જે ભાર્ગવે હસીને હા. કહ્યું અને મારાથી ઉમેરાઈ ગયું…

તો તો ચીન, તાઇવાન, જાપાન, જર્મની આ દેશોએ ફરીથી ભારત સાથે ગયા ભૂતકાળમાં એકવીસમી સદીમાં એ જ ખેલ ખેલ્યોને?

પી જે ભાર્ગવ પોતાની બેગ માંથી પાણીની બોટલ માંથી પાણી પી ને બોલ્યા:

હા. આ અમેરિકા પર બીજો દાવ થઈ ગયો પણ વિજ્ઞાન અને ઇન્નોવશનમાં અગ્રેસર ખેલાડી અમેરિકાએ એકવીસમી સદીના અંત ભાગ સુધી ચીનનો આ દાવ જગત સામે છતો પાડવા દીધો નહિ, જ્યાં સુધી ભારત સક્ષમ ન થયું. ભારતના યુવાનો અને બુદ્ધિધન તેને ત્યાં જતું બંધ થયું કે અમેરિકાએ પોતાનો રાજા ચીનના ભારત વિરૂદ્ધ ચાલની વચ્ચે મૂકી દીધો. જેથી ભારતની સિંપથી મેળવી અને સેમિકન્ડક્ટર ઉત્પાદનનો ગોળ કોણીએ લગાડી દીધો.

મને પણ હવે આવી સ્થિતિ માટે ક્રોધ નહિ પણ હાસ્ય આવતું હતું. કારણ કે મનજીત અને હું તો એક રીતે આ રમતમાં પરોક્ષ રીતે પ્યાદા જ હતા. અમેરિકા દ્વારા ભારતને મળતા સહયોગને અમે પણ એક તક માની હતી. એ સમયે પણ પી જે ભાર્ગવ અહીં લોકોની મદદ વિજ્ઞાનના કે માનવતાના રસ્તે કરી રહ્યા હતા અને અમે તેને જૂના પુરાણા કે ભારતને દગો દેનારા વિજ્ઞાની સમજી રહ્યા હતા. પણ જ્યારે એની અસલિયત મારી સામે આવી હતી કે મેં તરત રાજીનામું આપી પી જે ભાર્ગવના શરણે હતો. એ સખત હતા પણ દિલ ઉદાર હતું. વિજ્ઞાની સાથે સાથે મને તેઓ વધારે એક વિચક્ષણ લાગ્યા છે કે જેના અલગોરિધમથી લેવાયેલા નિર્ણયમાં સરકાર પણ ચંચુપાત કરતા દસ વાર વિચારે.

હવે મનજીત બોલ્યો – ઓહ. તો તો હવે આ ખનિજો અને રસાયણોથી થયેલા નુકસાનને આપણે ભરપાઈ કરવાનું અને આપણી જમીન બગડે કે આપણું શરીર તો દવા પાછા એ કરે.. આ તો બંને હાથમાં લાડવા હતા. જ્યારે મને આની ખબર પડી ત્યારે બસ એમ થયું કે હવે શું કરવું? અને ત્યાં જ આપનો કોલ આવ્યો.

ત્યાં દરવાજાનો અવાજ આવ્યો અને એક સ્ત્રી પ્રવેશી. પી જે ભાર્ગવને સંબોધીને તેણે કહ્યું : ભાર્ગવ, કે ડી વ્યાસનો મેસેજ છે.

ડિકોડ કર્યો?

હા.

શું કહે છે?

જૈમિન અને એના સાથીઓ એટલાન્ટિક પહોંચી ગયા છે અને યામી સ્પેસ સેન્ટરમાં. પણ એક મુશ્કેલી છે. બ્રેવજંગ ક્યાંય મળતા નથી.

અને પી જે ભાર્ગવે જોરથી મુક્કો માર્યો એના ડેસ્ક પર એ મુક્કો એટલો જોરથી હતો કે ડેસ્ક તૂટી ગયું. અને પછી તેણે કોલ જોઇન્ટ કરી અને મેસેજ કર્યો : મિ. મેરાકો આફ્રિકા અને ઈન્ડોનેશિયા આ બંને સર્ચ કરો બ્રેવજંગ માટે.

પી જે ભાર્ગવને આટલા અસ્વસ્થ ક્યારેય નહોતા જોયા. તે નીકળતા હતા ત્યાં પેલી સ્ત્રીને બતાવીને કહ્યું : દોસ્તો, કોઈ મહત્વની વાત હોય તો માત્ર આ રેવા છે. મેં જીવતી રાખેલી જગતની પહેલી બાયોટેક લેડી!

ચાલો, મારે જાવું પડશે, વિદ્યાર્થીઓ વાટ જોતાં હશે. આ રેવાની વાત ફરી ક્યારેક.

રેવાએ કહ્યું : હા. અત્યારે આપણે સર્વર રૂમ મેળવવો અને તેના પ્રોટોકોલ મેળવવા ખૂબ અગત્યના છે…

મારાથી બોલી જવાયું કે મારો પ્રશ્ન તો એમનેમ રહ્યો કે આ ત્રણ સ્થાન કોણે કહ્યા?

રેવા એ કહ્યું કે એ હું તમને જણાવું. એમને મોડું થશે જવા દો.

( વધુ આવતા અંકે… )

Also Read::   Etoa Munda Won the battle by Mahashweta Devi book

( આ લેખકની પ્રસ્તુત નવલકથા પ્રકરણોમાં અહીં આપેલા અને હજુ અહીં પ્રકાશિત થવાના બાકી તમામ પ્રકરણ માટે SWA સંસ્થા દ્વારા કોપી રાઇટ (© copy right ) આરક્ષિત કરવામાં આવ્યા છે માટે અહીં પ્રસ્તુત કોઈ પણ ભાગ અન્યત્ર પ્રકાશિત કરવા કે અન્ય માધ્યમમાં ઉપયોગી લેવા મટે લેખકની પરવાનગી લેવી જરૂરી છે. )

- Advertisement -

આ પ્રકરણ પહેલાના પ્રકારનો વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો…

https://edumaterial.in/category/anand-thakars-word/

#server room #novel #katha
#સર્વર _રૂમ #નવલકથા
#સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા
#કિશોરકથા
#anandthakarstory #gujrativarta #teenagestory #story_of_adventure_loveliness_gallantry_Sensation

અમારી સાથે જોડાવા માટે….

Facebook page…

- Advertisement -

https://www.facebook.com/sahajsahity/

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!