HomeANAND THAKAR'S WORDSERVER ROOM : A NovelStory સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા ભાગ - 3

Story સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા ભાગ – 3

- Advertisement -

story of adventure loveliness gallantry Sensation

Contents

સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા ભાગ -3

આલેખન – આનંદ ઠાકર

 

story of adventure loveliness gallantry Sensation
story of adventure loveliness gallantry Sensation

રસ્તાની બંને તરફ ટેકરીઓ હતી. દક્ષિણ તરફ ટેકરીઓની પાછળ દરિયો ઘૂઘવતો હતો. સેમી કંડકટરની લેબ માંથી નીકળી અને યામીએ પહેલી મુલાકાત કરી હતી, એ યાદ આવે છે પણ હવે શું?

શક્યતાઓ કશે દેખાઈ ત્યાંથી જ જીવન શરૂ થાય છે અને શક્યતાઓ બંધ થાય છે ત્યાંથી મનની યાત્રા શરૂ થાય છે.

કેવી મોહક જગ્યા હતી આ? જ્યારે અહીં વરસાદ પડે અને બધું મહોરી ઉઠતું હતું?! અહીં આ કિનારે કેટલાય માછીમારોના જીવન તર્યા કે ડૂબ્યા હશે! પણ હવે? કોઈ સામે પણ જોતું નથી. ફૂલ ખીલતાં હતા, માલધારીઓ પશુઓ લઇને નીકળતા હતા અને તેની ખરીનો ધબકાર જાણે ધરતીને જીવાડતો હતો!

પણ મને એ જ સમજાતું નથી કેમ કોઈનું ધ્યાન ન ગયું?! પલાશના વૃક્ષો નામશેષ થઈ ગયા છતાં કોઈનું ધ્યાન ન ગયું? તુલસી અને ફૂદીનામાં સુગંધ જતી રહી તોય કોઈ બોલ્યું નહિ કે ચા હવે ફિક્કી લાગે છે? પીપળા વડલા તો ઠીક પણ લીમડા વગર પાનખરે પોતાના પાંદડાં ખેરવા લાગ્યા તો ય કોઈને ધ્યાન ન ગયું? આટલી વ્યસ્તતા શેની?! ચકલી તો ઠીક લાલેડાં અને કબરો ઓછી થઈ એય કોઈની ધ્યાને ન આવ્યું? અરે! એ બધું છોડો સેમિકન્ડક્ટર ફેક્ટરીમાંથી નીકળતાં ઝેરી સોલવન્ટ્સ દ્વારા પૃથ્વીનું પીવાનું પાણી દૂષિત થયું અને માનવ જન્મની સિસ્ટમ ખોરવાઈ એ પણ કોઈએ નોંધ ન લીધી?! એશિયાઈ દેશો જ નહિ પૂરી દુનિયામાં ભરડો લીધો અને હવે યામિને શેના માટે ઉપર લઈ ગયા? તો કે માનવ સ્પીસિસ બચાવવા?! તો હવે?!

રડવું કે હસવું કે એટલાં વર્ષો જે ધરતીને બહેતર બનાવવા માટે R&D વિભાગમાં મને એક રીતે નજારકેદ રાખ્યો એનો ખરખરો પણ કોને કરવો?! રાજકારણી છેતરે એ ચોખ્ખું દેખાય તો ખરું પણ આ ઉદ્યોગના નામે પૃથ્વીના પિત્ઝા બનાવી નાખનારાઓ કેમ કરીને ઓળખાશે?!

ત્યાં હતો ત્યારે પહેલો વિચાર આવેલો કે જીવનને સરળ કરવાની દોડ છે કે સંકુલ?!

યામી સાચું કહેતી હતી કે એક આખો ઉદ્યોગ ઊભો છે સમયને ખાવા માટે કે જે રોજ માનવ કલકોને ખાવા માટે જ કામ કરે છે એટલે કોઈ આસપાસ માટે જાગે જ નહિ? હવે સ્પેસનો વારો છે.

દરિયો હજુ જીવે છે. પર્વતો હજુ બાણશૈયા પર ભીષ્મ જેવા છે. છે હજી નદીઓના ચીલા કે કોક વાર અહીંથી નીકળતી હશે નદી.

મોનો સી એસ આઇ સેમિકન્ડક્ટર જ્યારે બની રહ્યો હતો ત્યારે જ મને આ નદીઓ યાદ આવેલી. ત્યારે યાદ આવેલો વ્યાધ. ત્યારે યાદ આવેલું મારા આ ગામનું અસલિયાનું તળાવ!

વિદ્યુતના વાહક ક્ષમતા વધારવામાં આપણે પણ સાથે સાથે એની સ્પીડમાં કેટલાં તણાઈ ગયા એનો આપણને ખ્યાલ ન રહ્યો કે આપણે રાખવો નહોતો? ઓહ… ખેતરો નષ્ટ થઈ ગયા અને આપણે નદીઓ માટે રડીએ છીએ. સમુદ્રને મીઠો કરવાની માથાકૂટમાં પડીને હવે સાગરના તળિયા ઉલેચીને જીવીએ છીએ.

આ બધું હું કોને સંભળાવું છું? પેલ્લી ચીસો પેસેફિક માંથી આવશે અને છેલ્લી અરબી સમુદ્રમાં! કોઈ ડૂબતા પર્વતની ટોંચ પકડવા મળશે ત્યારે મારો અવાજ તમને સંભાળશે મારા વહાલાઓ…

ચાલો, ત્યારે મારે પણ મારા મિશન માટે જવાનો સમય થયો છે. મને જ જાણ કરવામાં નથી આવી કે મને કેમ આ ધરતીથી વિખૂટો કરે છે?! યામીને વળાવી ત્યારે જ મને સૂઝ્યું કે કોઈનાથી છૂટું પડવું એટલે શું? જેની માટીના કણથી આ દેહ બંધાયો છે એ ધરતીના ઓવારણાં લઈ શકાય એટલી શરમ કે હિંમત હવે મારામાં પણ બચી નથી.

ટેકરીઓની માટીમાં મને હાથ ફેરવવો ગમ્યો. અહીં જાસૂદ અને પારિજાત સરસ થતાં મારે એ લઈ જવા હતા!

ઊંડો શ્વાસ લેવો હતો પણ માસ્ક નડ્યું. મારી આંખો પર થોથર જામવા લાગેલી, આંખો બળતી હતી. આસપાસ જોયું ને નીચે ઉતારવા ઊભો થયો…

#સાહસ_સૌંદર્ય_શૌર્ય_સંવેદનની_કથા
#કિશોરકથા
#anandthakarstory #gujrativarta #teenagestory #story_of_adventure_loveliness_gallantry_Sensation

Also Read::   પ્રકરણ - 9 SERVER ROOM : ફોર ફાઈન્ડિંગ ધ પ્રોટોકોલ
- Advertisement -

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!