HomeSAHAJ SAHITYAAnnie Ernaux નોબેલ પ્રાઈઝ વિજેતા લેખિકાનું જીવન ને એના પુસ્તકો વિશે જાણવા...

Annie Ernaux નોબેલ પ્રાઈઝ વિજેતા લેખિકાનું જીવન ને એના પુસ્તકો વિશે જાણવા જેવું…

- Advertisement -

Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis

Annie Ernaux નોબેલ પ્રાઈઝ વિજેતા લેખિકાનું જીવન ને એના પુસ્તકો વિશે જાણવા જેવું…

Annie Ernaux The Nobel Prize in Literature winner 2022

Annie Ernaux ( ઍની એર્નૌ ) ને નોબેલ પારિતોષિક મળ્યું એનાથી એ મહાન નથી પણ એને એટલા માટે આપણે જાણવા જોઈએ કે એમન જીવન જેવી જ કેટલીક જિંદગી આપણી આસપાસ છે પણ આપણી પાસે નથી શબ્દો કે નથી શબ્દો દ્વારા વિશ્વ સામે પ્રસ્તુત થવાનું સાહસ. ગુજરાતીના વાર્તાકાર સુમંત રાવલ કહેતા કે તમારે સાહિત્ય લખવું છે તો પહેલી શરત છે નીડર બનો.

Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis

- Advertisement -

આગળ વાંચો આ મહાન લેખકના જીવન અને તેના જીવનનો પડઘો પડતાં પુસ્તકો વિશે સંક્ષિપ્તમાં છતાં રસપ્રદ માહિતી સાથે….

ફ્રાન્સની લેખિકા ઍની એર્નૌ 2022નો સાહિત્ય નોબેલ પ્રાઇઝ મળ્યો છે. નોબેલ પ્રાઇઝનું અનાઉન્સમેન્ટ કરતા નોબેલ સમિતિએ કહ્યું કે, ‘જે સાહસ અને મંઝાયેલી ભાષા સાથે ઍની એર્નૌ પોતાના વ્યક્તિગત અનુભવો, અંગત સ્મૃતિઓ, પોતાના મૂળિયા, વગેરે વિશે વાત કરે છે, તે માટે તેમને આ નોબેલ આપવામાં આવી રહ્યો છે.’

ઍની એર્નૌનો જન્મ નૉર્મૈંડીના નાના ગામ યવેટોટમાં, 1940માં થયો. ઍનીના માતા-પિતાની કરિયાણાની દુકાન તથા કૅફે હતું. ફ્રાન્સના રુએન અને પછી બૉર્ડો યૂનિવર્સિટીમાંથી આધુનિક સાહિત્યમાં ઍનીએ ડિગ્રી મેળવી. બાદમાં ફ્રેન્ચ નાટ્યકાર તથા નૉવેલિસ્ટ મારીવૉ ઉપર એક થીસિસ તૈયાર કર્યું, જે ક્યારેય પૂરું ન થયું.

Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis

ક્લીન્ડ આઉટ… Cleanded out

Annie Ernaux The Nobel Prize in Literature winner 2022

- Advertisement -

ઍની એર્નૌની ઉંમર હાલ 82 વર્ષ છે. તેઓ 34 વર્ષના થયા ત્યારે તેમની સાહિત્યિક યાત્રા શરૂ થઈ. તેમનું પહેલું પુસ્તક, 1974માં પ્રકાશિત થયેલું ‘ક્લીન્ડ આઉટ’ નામક હતું. સામાન્ય રીતે લેખકો તેમના પોતાના વિશે, આત્મકથાનાત્મક જેવું જીવનના અંતિમ તબક્કે, ખૂલીને લખે. હા, વાસ્તવિકતાના ટુકડા તેમના સર્જનોમાં ડોકાયા કરે, પરંતુ સંપૂર્ણપણે અનાવૃત કોઈ કદાચ ન થાય. ઍની એર્નૌએ તે કામ શરૂઆતમાં જ કરી દીધું! ‘ક્લીન્ડ આઉટ’ નૉવેલના રૂપમાં લખાયેલી આત્મકથા હતી. ‘ક્લીન્ડ આઉટ’માં ડેનિસ લેસુર નામની 20 વર્ષની એવી સ્ત્રીની વાત હતી જેનો ભૂતકાળ દુઃખદ છે. તેણે ગર્ભપાત કરાવેલો છે. ડેનિસ પોતાના કૉલેજની હોસ્ટેલના એક રૂમમાં એકલી બેસીને એ સમજવાનો પ્રયત્ન કરે છે કે, તેના મધ્યમવર્ગીય ઉછેરના કારણે તેનું વર્તમાન કેટલુ ખરાબ છે! વાત એમ છે કે, 23 વર્ષની ઉંમરે ઍની એર્નૌએ ખુદે ગર્ભપાત કરાવ્યો હતો, તેની કબૂલાત આ પુસ્તકમાં છે. ‘ક્લીન્ડ આઉટ’ પરથી ગયા વર્ષે ‘હેપનિંગ’ નામની ફ્રેન્ચ ફિલ્મ બની છે.

Also Read::   Rain લોકસાહિત્યમાં અને ભગવદ્ ગોમંડળમાં વરસાદના જુદાં જુદાં નામ

સ્વાભાવિક છે કે ઍની એર્નૌનું અંગત જીવન સીધુંસાદુંસરળ નહીં રહ્યું હોય. જે સરળ નહોતું, તે જ સર્જન બન્યું! તેમણે કોઈ દાક્તર પાસે ખાનગીમાં ગર્ભપાત કરાવ્યો અને તે ઘટનાને આધારે પ્રથમ પુસ્તક ‘ક્લીન્ડ આઉટ’ લખ્યું, તેનો પહેલો ડ્રાફ્ટ પતિને વાંચવા આપેલો. પતિએ તો ઍનીની મજાક કરી. તે પુસ્તકને નકાર્યું. ઍનીએ તેમનાથી છૂપાઈને તે આખું પુસ્તક લખ્યું. તે ખબર પડતા પતિ ભડક્યો, બંને વચ્ચે ઝઘડો થયો. અંતે બેઉ છૂટા પડ્યા. Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis

અ મેન્સ પ્લેસ… A man’s place

Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis 

ઍની એર્નૌનું બીજું પુસ્તક ‘અ મેન્સ પ્લેસ’ છે, જેમાં તેમણે પોતાના માતા-પિતા સાથેના, ખાસ તો પિતા સાથેના સંબંધો રજૂ કર્યા કર્યા છે. 1984માં આવેલા આ પુસ્તકમાં, ફ્રાન્સના જે નાના શહેરમાં ઍનીનું બાળપણ પસાર થયું અને બાદમાં મોટા થતા માતા-પિતાથી પોતાની દૂર થવાની ઘટના આલેખાયેલી છે. Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis

અ ફ્રોઝન વૂમન… A frozen women

Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis 

- Advertisement -

ઍની એર્નૌના ત્રીજા પુસ્તકનું નામ ‘અ ફ્રોઝન વૂમન’ છે. આ પુસ્તકમાં ઍનીએ એઝ અ વાઇફ અને એઝ અ મધર પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. વાત એમ છે કે, ઍનીનું જ્યારે પ્રથમ પુસ્તક ‘ક્લીન્ડ આઉટ’ આવ્યું ત્યારે તે શિક્ષિકા તરીકે જોબ કરતા હતા. બે બાળકોની માતા હતા. તે વખતના અનુભવો આ પુસ્તકમાં છે. એક યુવતીના સપનાઓ સામાજિક માંગ અને પિતૃસત્તાક વ્યવસ્થાના કારણે કઈ રીતે ફ્રિઝ થઈ જાય છે, તે લાગણી આ ‘અ ફ્રોઝન વૂમન’માં પ્રગટ થઈ હતી. Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis

સિમ્પલ પેશન… Simple pession

Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis 

1991માં ઍની એર્નૌએ ‘સિમ્પલ પેશન’ નામનું પુસ્તક લખ્યું. પણ આ પુસ્તકનું વિષયવસ્તુ સિમ્પલ નહતું. તેમાં એક નૉવેલિસ્ટની વાત હતી, જે પરણેલા વિદેશી ડિપ્લોમેટના પ્રેમમાં પડે છે. કહેવાની જરૂર નથી કે આ વાર્તા ઍનીની પોતાના જીવનની જ હતી! ‘સિમ્પલ પેશન’માં વાસ્તવિકતા અને કલ્પનાનું મિશ્રણ હતું. શારીરિક અને ભાનવાત્મક આવેગોને ઍનીએ આ નૉવેલમાં બખૂબી રજૂ કર્યા હતા. આ નૉવેલ પરથી, 2020માં એ જ નામની ફ્રેન્ચ ફિલ્મ બની હતી. Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis

ધ યર્સ… The years

Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis 

ઍની એર્નૌએ અત્યાર સુધી 20 પુસ્તકો લખ્યા છે, તેમાંના કેટલાક ફ્રાન્સના અભ્યાસક્રમમાં સમાવાયા છે. ઍની એર્નૌના પુસ્તકો ગૂઢ છતાં સરળ અને ટચુકડા છે. સમીક્ષકો દ્વારા વધુ વખણાયેલું તેમનું પુસ્તક ‘ધ યર્સ’ છે. આ પુસ્તક 2008માં પબ્લિશ થયું હતું અને તેમાં દ્વિતીય વિશ્વ યુદ્ધના અંતથી લઈને ફ્રાંસના 2000 સુધીના સમાજના વાતાવરણનું તથા આવેલા પરિવર્તનનું નિરૂપણ થયું છે. આ પુસ્તકમાં ઍની એર્નૌએ પોતાના વિશે, ત્રીજા પુરૂષ એક એકવચન શૈલીમાં લખ્યું છે. તેમણે પોતાની જાતને ‘I’ (હું)ની બદલે ‘She’ (તેણી) કહીને સંબોધ્યા છે. ‘ધ યર્સ’નું અંગ્રેજી અનુવાદ 2019ના બૂકર પ્રાઇઝ માટે નોમિનેટ થયું હતું. Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis

Also Read::   Bookreview : શું આપે આ બુકો વાચી છે? વાચનનો અઢળક ખજાનો!

ઍની એર્નૌના તમામ પુસ્તકોના વિષયો વાંચતા સમજાય છે કે તેમણે પોતાની જાતને, પોતાની લાગણીઓ તથા આવેગોને બિન્દાસ્ત વાચા આપી છે. દંભ તો દૂરની વાત થઈ, નૈતિકતાને પણ જરાય વચ્ચે આવવા નથી દીધી! તેઓ એક જગ્યાએ લખે છે, ‘મારા જીવનનો પર્પઝ જ કદાચ મારા શરીર, મારી લાગણી અને મારા વિચારોને લખાણમાં ઢાળવાનો છે. જેથી અન્ય લોકો સાથે મારું અસ્તિત્વ મર્જ (એકરૂપ) થઈ શકે.’ Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis

આઈ રિમેઇન એન ડાર્કનેસ… I remain and darkness

Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis 

‘આઈ રિમેઇન એન ડાર્કનેસ’માં ઍની એર્નૌ લખે છે, ‘પીડાને અક્ષુણ્ણ રાખી શકાતી નથી. તેની “પ્રક્રિયા” કરવી પડે છે; તેને હ્યુમરમાં ‘કન્વર્ટ’ કરવી પડે છે. ’ ‘ધ યર્સ’માં એક સંવાદ છે કે, ‘અસ્તિત્વમાં ‘હોવું’ (રહેવું) એટલે કે પોતાની જાતને તરસ વગર પીવી!’ (To exit is to drink oneself without thirst) ‘એ ગર્લ્સ સ્ટોરી’માં તેઓ લખે છે, ‘મેં પોતાની જાતને એક સાહિત્યિક અસ્તિત્વ (લિટરરી બિઇંગ) બનાવવાનું શરૂ કરી દીધું; એક એવી વ્યક્તિ બનવાનું શરૂ કરી દીધું, જે એવી જિંદગી જીવે છે, જેના અનુભવ ક્યારેક લખાવાના જ હોય!’ Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis

ઍની અર્નૌએ પ્રેમ, સેક્સ, ગર્ભપાત, શરમ, સંબંધો વિશે બેખૌફ લખ્યું છે. તેમનું માનવું છે કે, લેખન એ સામાજિક અસમાનતાઓ પ્રત્યે આપણી આંખો ખોલે છે. તેઓ કલમને ચાકૂ કહે છે, જે કલ્પનાના પડદા ફાડી નાખે!

આલેખન પ્રસ્તુતિ – સહજ સાહિત્ય ટીમ 

આવા માહિતીપ્રદ લેખ વાંચવા માટે follow કરો નીચેની લિંકને…

https://www.facebook.com/sahajsahity/

Annie Ernaux The Nobel Prize in Literature winner 2022 book synopsis

#annieernaux #Nobelprize #Nobelprizewinner2022 #Literature

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments