HomeSUVICHARઇસ્કોન મંદિર, અમદાવાદ : ઇતિહાસ, વાસ્તવ, નિર્માણ અને અનુભવ...

ઇસ્કોન મંદિર, અમદાવાદ : ઇતિહાસ, વાસ્તવ, નિર્માણ અને અનુભવ…

- Advertisement -

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

Contents

ઇસ્કોન મંદિર, અમદાવાદ : ઇતિહાસ, વાસ્તવ, નિર્માણ અને અનુભવ…

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

ઇસ્કોન મંદિર, અમદાવાદ :  અનુભવ…

૨૦૧૨-૧૩ માં પણ મારા માટે આ મંદિર શ્રદ્ધા કરતા વધુ જીજ્ઞાશાનું કેન્દ્ર હતું. રોજ ત્યાંથી હું પસાર થતો. જોતો.  વિચારતો કે આ કેવી પરંપરા હશે?!

એક દિવસ હું ત્યાં ગયો. સાંજની આરતી ચાલુ હતી અને એ ભક્તોનું ગાયન, વાદાન અને એમાંય મૃદંગનો કર્ણપ્રિય અવાજ. સુંદર વાતાવરણ બનાવે! પછી તો એમની એક દિવસની બધી આરતીઓનો લાભ લીધો. એક સંતને મળેલો. ત્યારે પણ એમના વિશે જાણ્યું હતું.

- Advertisement -

હમણાં ઓક્ટોબર ૨૦૨૨ માં ફરી પાછો સવારમાં ત્યાં પહોંચ્યો. ૪.૩૦ વાગ્યે. મંગળા આરતી શરૂ હતી. મેં શ્રદ્ધા પૂર્વક એમાં ભાગ લીધો. આ વખતે ઉદ્દેશ આપણી વેબસાઈટ માટે સ્ટોરી બનાવવાનો હતો. એટલે થયું ઓથેન્ટિક કેટલી વિગતો મેળવીએ.  સવાર સવારમાં ભક્તો પ્રદક્ષિણા અને માળા જાપ કરવામાં વ્યસ્ત હતા એટલે મેં થોડી રાહ જોઈ અને પછી એક ભકતને પૂછયું, જેમનું નામ છે : સ્મિત નાઇકર.

તેઓએ ખૂબ આદર સાથે ઈસ્કોન મંદિર, સ્થાપના અને પરંપરા વિશે બધી વાતો કરી. તેઓ પોંડિચેરીના નિવાસી હતા. આઈ. ટી. એન્જિનિયર છે. એમના માતા અને પિતાના દુઃખદ નિધનબાદ તેઓ મનની શાંતિ માટે નાની ઉંમરમાં ઇસ્કોન સાથે જોડાયા. અત્યારે તેઓએ મંત્ર દીક્ષા લીધી છે. આ સંસ્થાનો એક મહત્વનો મુદ્દો છે કે સંસારમાં રહીને આપ ઇશ્વરને ભજતાં રહો. એ રીતે સ્મિતજી પણ આ મંદિર સાથે સંકળાયેલા છે.

આનંદ અને આશ્ચર્ય તો એ વાતનું હતું કે અમદાવાદ જેવા મહાનગરમાં સવારે ૪.૩૦ વાગે આ મંદિરમાં મહત્તમ સંખ્યા યુવાનોની હતી. ચાલો, આજે જાણીએ કઈંક જાણ્યા છતાં અજાણ્યા મંદિરની સ્થાપના, પરંપરા, ઇતિહાસ અને વર્તમાન વિશે…

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

ઇસ્કોન મંદિર, અમદાવાદ : ઇતિહાસ…

1975 માં ઇસ્કોનના આદ્ય સ્થાપક ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, અમદાવાદ આવ્યા અને ગુજરાતમાં કૃષ્ણ ભક્તિ – સંકીર્તન શરૂ કર્યું. એ સમયે તેમને જશોમતિનંદન દાસ ( જે પાછળથી  ઇસ્કોન અમદાવાદના પ્રમુખ બન્યા) તેઓ મળ્યા. તેમના આધ્યાત્મિક ગુરુ પ્રભુપાદજી દ્વારા આદેશ મળ્યો કે જશોમતિનંદન દાસે ગુજરાતમાં ઇસ્કોન ભક્તિનો પ્રસાર – પ્રચાર કરવો અને એ રીતે તેમણે જૂના પાસપોર્ટ ઑફિસ પાસેના તેમના ઘરમાં ગૌર-નીતાઈના દેવતાઓની સ્થાપના કરી. પ્રારંભમાં એમના ઘરે જ આ ભક્તિ સંકીર્તન કરતા રહ્યા.

- Advertisement -

હાલના ઇસ્કોન મંદિરનું બાંધકામ 1984માં શરૂ થયું હતું અને 1997 માં તેનું ઉદ્ઘાટન થયું હતું .

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

Also Read::   Shiv Mahapurana : શિવમહાપુરાણ – મહર્ષિ વ્યાસ (વિશ્વેશ્વર સંહિતા)

ઇસ્કોન મંદિર, અમદાવાદ : નિર્માણ…

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

25,000 ચોરસ ફૂટનું મંદિર , જે ચાર એકર જમીનમાં આવેલું છે, તે સોમપુરા (ગુજરાત) અને રાજસ્થાનની સ્થાપત્યની મિશ્રિત શૈલીમાં નિર્માણ થયું છે. મંદિરમાં સુશોભિત પથ્થરથી ઢંકાયેલ સ્તંભો,  કોતરણી કરેલી બારીઓ, રંગીન ગ્રેનાઈટની ડિઝાઇન સાથે કોતરવામાં આવેલ આરસનું માળખું અને જયપુર શૈલીમાં સુશોભિત ખમીરા અને અરૈશ છત છે.

છતના ગુંબજ જોવા જેવા છે જેમાં કૃષ્ણ અને ગોપીઓ નૃત્ય કરે છે.  દિવાલો પર પણ, આપણે કૃષ્ણના જીવન પ્રસંગોના ચિત્રો છે.

- Advertisement -

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

ઇસ્કોન શું છે?

ઇસ્કોન એટલે International Society For Krishna Consciousness (ISKCON)  એટલે કે વૈશ્વિક રીતે કૃષ્ણ દર્શન ચેતનાનું આ એક સંગઠિત સંસ્થાન છે.

ઈસ્કોન, વૈષ્ણવ ધર્મનો ભાગ છે, જે ભગવદ-ગીતાના ઉપદેશો પર આધારિત ભક્તિ પરંપરા છે અને શ્રીમદ-ભાગવત.

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

ઇસ્કોન  ફિલોસોફી….

ઇસ્કોનના પરિચયમાં અને તેની પુસ્તિકાઓમાં ઇસ્કોનના તત્વજ્ઞાન અને ઉદ્દેશ વિશે વાત છે એ આપણે જાણીએ…

કૃષ્ણ ભાવનામૃતનું દર્શન બિન-સાંપ્રદાયિક અને એકેશ્વરવાદી છે.  એક અધિકૃત આધ્યાત્મિક વિજ્ઞાનને નિષ્ઠાપૂર્વક અનુસરીને, આપણે ચિંતામુક્ત બની શકીએ છીએ અને શુદ્ધ, અનંત, આનંદમય ચેતનાની સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ છીએ.

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

સ્થાપક આચાર્ય સ્વામી પ્રભુપાદ વિશે…

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઇસ્કોન) ના સ્થાપક આચાર્ય છે.

આ સ્વામી પ્રભુપાદનો જન્મ 1896 માં કલકત્તા, ભારતમાં થયો હતો . તેઓ પ્રથમ વખત 1922 માં કલકત્તામાં તેમના આધ્યાત્મિક ગુરુ  ભક્તિસિદ્ધાંત સરસ્વતી ગોસ્વામીને મળ્યા હતા.

ભક્તિસિદ્ધાંત સરસ્વતી, એક અગ્રણી ભક્તિ વિદ્વાન અને ગૌડિયા મઠ (વૈદિક સંસ્થાઓ) ની ચોસઠ શાખાઓના સ્થાપક, આ શિક્ષિત યુવાન તેને ગમ્યો અને તેને પશ્ચિમી વિશ્વમાં વૈદિક જ્ઞાન શીખવવા માટે પોતાનું જીવન સમર્પિત કરવા આદેશ આપ્યો.

પ્રભુપાદ તેમના વિદ્યાર્થી બન્યા, અને અગિયાર વર્ષ પછી (1933) અલ્હાબાદ ખાતે , તેઓ તેમના ઔપચારિક રીતે દીક્ષિત શિષ્ય બન્યા.

ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન), જેને બોલચાલમાં હરે કૃષ્ણ ચળવળ અથવા હરે કૃષ્ણ તરીકે ઓળખવામાં આવે છે, તે ગૌડિયા વૈષ્ણવ હિન્દુ ધાર્મિક સંસ્થા છે. ઇસ્કોનની સ્થાપના 1966માં ન્યૂયોર્ક સિટીમાં ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા કરવામાં આવી હતી.

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

ચૈતન્ય મહાપ્રભુની પરંપરા….

15મી સદીના સંત અને ધાર્મિક સુધારક શ્રી ચૈતન્ય મહાપ્રભુ (1486-1532), તેમના ભાઈ નિત્યાનંદ પ્રભુ અને તેમના છ સિદ્ધાંત સહયોગીઓ, દ્વારા હરે કૃષ્ણ હરે રામ સંકીર્તન  કરવામાં આવતું હતું.

Also Read::   52 Shaktipith 52 શક્તિપીઠમાનું એક, જ્યાં આજે પણ યુદ્ધના બૉમ્બ મંદિરના સંગ્રહાલયમાં છે!!!

શ્રી ચૈતન્ય , જેમને ભક્તો કૃષ્ણના પ્રત્યક્ષ અવતાર તરીકે ઓળખે છે, તેમણે સમગ્ર ભારતમાં એક વિશાળ ભક્તિ ચળવળને શક્તિશાળી પ્રોત્સાહન આપ્યું.

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

Sunday feest…

દર રવિવારે અહીં આવનારા લોકો માટે પ્રસાદ રાખવામાં આવે છે. સાદું ભોજન હોય છે અને એકાદ મીઠાઈ હોય છે. જેમાં અનેક સેવકો સેવા આપે છે. દર રવિવારે અહીં ખૂબ ભીડ હોય છે.

ભક્તિના સિદ્ધાંતો…

– ઇસ્કોનના અનુયાયી તરીકે જોડાવ ત્યારે સૌપ્રથમ મંત્રદીક્ષા અપાય છે જેમાં આપે ૧૬ માળાનો જાપ કરવાનો હોય છે.

૪ નિયમો પાળવાના…

૧. એક વર્ષ માટે રોજ પૂજાપાઠ કરવા.
૨. IDC કૉર્સ કરવાનો જેમાં પૂજાપાઠ, મંદિરના નિયમો બધું શીખવવામાં આવે.
૩. મંદિરની પૂજામાં ભાગ લેવો.
૪. ભગવદ્ ગીતા સમજવી.

આટલું થયા બાદ કાઉન્સેલર હોય જે આપને શિક્ષાગુરુ અને દિક્ષાગુરુ બંને વિશે અપને અને આપના વિશે એ ગુરુઓને જણાવે. જેમ શિક્ષાગુરુ આપને ‘ હરિનામદીક્ષા ‘ આપે. જેમાં માળા આપે જે રોજની ૧૬ માળા કરવાની. પછી આપ આ અધ્યાત્મ માર્ગમાં આગળ વધો તો ‘ બ્રાહ્મણદીક્ષા ‘ આપે જેમાં જનોઈ, ભગવાનની સેવા વગેરે ધારણ કરવાનું. આ બધામાં આપ સફળ જાઓ તો ‘ સન્યાસદીક્ષા ‘ છેલ્લે મળે જેમાં આપે બ્રહ્મચર્ય, ભાગવા કપડાં અને સંપૂર્ણ સમર્પણભાવ આવે ત્યારે આ દીક્ષા મળે.

આમ, ઇસ્કોન મંદિર, અમદાવાદ : ઇતિહાસ, વાસ્તવ, નિર્માણ અને અનુભવ… જે જોયું જાણ્યું, કેટલુંક આ વખતે કેટલુંક એમની વેબસાઈટ, કેટલુંક એની પરિચય પુસ્તિકા અને કેટલુંક એમના ભક્તોને મળીને જાણ્યું એ અહીં મૂક્યું છે. ભારતમાં હિન્દુધર્મમાં કેટલાંય સંપ્રદાયો એમની રીતે એમના અનુયાયીઓને ઈશ્વર સાથે જોડાવાનો, મનની શાંતિનો, અધ્યાત્મ સુધીનો માર્ગ દેખાડે છે. એમાં ઇસ્કોન પણ છે.

પ્રસ્તુતિ આલેખન – સહજ સાહિત્ય ટીમ…
સંદર્ભ અને તસવીરો – સ્મિત નાઈકર તથા  https://iskconahmedabad.com/

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

આવી અન્ય રસપ્રદ માહિતી મેળવવા જોડાયેલા રહો અમારા ‘ સહજ સાહિત્ય પોર્ટલ ‘ સાથે…

આભાર.

ISKON temple Ahmedabad History reality Bhakti Dharm hare krishna hare ram

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!