HomeSUVICHAR52 Shaktipith 52 શક્તિપીઠમાનું એક, જ્યાં આજે પણ યુદ્ધના બૉમ્બ મંદિરના સંગ્રહાલયમાં...

52 Shaktipith 52 શક્તિપીઠમાનું એક, જ્યાં આજે પણ યુદ્ધના બૉમ્બ મંદિરના સંગ્રહાલયમાં છે!!!

- Advertisement -

52 Shaktipith Hinglaj War Temple

Contents

52 શક્તિપીઠમાનું એક, જ્યાં આજે પણ યુદ્ધના બૉમ્બ મંદિરના સંગ્રહાલયમાં છે…

સંકલન અને આલેખન – જય પંડ્યા

52 Shaktipith Hinglaj War Temple
52 Shaktipith Hinglaj War Temple

મિત્રો આપણે એ તો જાણીએ જ છીએ કે દક્ષ રાજા દ્વારા ભગવાન શંકરનું જ્યારે અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે માતા પાર્વતીએ અગ્નિમાં સમાધિ લીધી હતી તે વખતે ભગવાન શંકર દક્ષ રાજા ઉપર ક્રોધિત થઈ ગયા હતા અને તેમણે માતા પાર્વતીના શરીરને અગ્નિકુંડમાંથી ઉપાડી તાંડવ શરૂ કર્યું હતું જેના કારણે માતા પાર્વતીના શરીરના દરેક અંગ  અલગ અલગ જગ્યાઓ પર પડ્યા હતા. તે સ્થળોને આજે શક્તિપીઠ તરીકે માનવામાં આવે છે.

તેનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ ખૂબ જ છે.  તેની સત્ય ઘટના સાથે પણ અલગ ઇતિહાસ જોડાયેલો છે તો આપણે એ 52 શક્તિપીઠો વિશે સાંભળ્યું તો હશે પરંતુ આજે હવે આપણે 52 શક્તિપીઠો વિશે વિસ્તારથી માહિતી મેળવશું  જે તે શક્તિપીઠનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ તેની સ્થાપના અને જગ્યા/ સ્થળવિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

- Advertisement -

હમણાં થોડા સમય બાદ જ માતા જગદંબા જગ જનનીની આરાધનાનો ઉત્સવ પર્વ એટલે કે નવરાત્રિ પણ આવવાની છે તો  આ પાવન અવસર  પર આવો જાણીએ મા જગજનનીના 52 શક્તિપીઠ  વિશે.

1 – હિંગળાજ માતા મંદિર( કરાચી – પાકિસ્તાન) 52 Shaktipith 

હિંગળાજ માતાનું મંદિર બલુચિસ્તાનના હિંગુલ નદીના કિનારે આવેલું છે. હિન્દુ ધર્મના પવિત્ર 52 શક્તિપીઠો માનું આ એક મંદિર છે.

” નાનીનો હજ ” – Hinglaj 

આ મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ બંને જ્ઞાતિના લોકો ભેદભાવ વિના દર્શનાર્થે આવે છે અને પૂજા અર્ચના કરે છે.  પાકિસ્તાનના લોકો આ મંદિરને ” નાનીનો હજ ” કે ” નાનીનું મંદિર ” એ નામથી ઓળખે છે. નવરાત્રિના નવ દિવસ સુધી મા આદ્યશક્તિની ઉપાસનાનું ઘણું જ મહત્વ છે.

Also Read::   Rathyatra : સરસપુરની ડોશીઓએ કરેલી જગન્નાથજીની કથા, તમને ખબર છે?

પૌરાણિક માન્યતા –

એક પૌરાણિક માન્યતા મુજબ દેવીપુત્ર ચારણોની કુળદેવી હિંગળાજ માતા છે. પાકિસ્તાનમાં આવેલું બલુચિસ્તાન માતાજીનું નિવાસસ્થાન છે. એક માન્યતા મુજબ દરેક માં આવેલ દેવીઓનો રાત્રિના સમયે આ મંદિરમાં રાસ રચાય છે. સવાર થતા તમામ દેવીઓ માં હિંગળાજ ના સાનિધ્યમાં આવી જાય છે.

કર્ણી દેવીના રૂપે –

15મી શતાબ્દીમાં રાજસ્થાન અને અનક નાના નાના રજવાડોમાં વિભાજિત હતું લોકો સંપત્તિ માટે એકબીજાના વેરી થઈને બેઠા હતા. ત્યારે મા હિંગળાજ દ્વારા લોકોને આ ત્રાસમાંથી બચાવવા માટે સુવાબ ગામના ચારણ મેહાજીના ધર્મ પત્ની દેવળ દેવીના કુખેથી શ્રી કર્ણી દેવીના રૂપે અવતાર ધારણ કર્યો.

તલટ માતાજી –

- Advertisement -

હિંગળાજ માતાનું બીજું સ્વરૂપ તલટ માતાજી તરીકે જેસલમેરથી થોડે દૂર સરહદીય વિસ્તારમાં આવેલું છે. આ મંદિર ચમત્કારી છે, જે સરહદ પર જવાનોની રક્ષા કરે છે.

બૉમ્બ મંદિરના સંગ્રહાલયમાં…

ભારત – પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૌનિકો દ્વારા મંદિર  પર 3000 બૉમ્બનો મારો કરવામાં આવ્યો હતો. તે છતાં મંદિરને જરા પણ નુકસાન આવ્યું ન હતું. આજે પણ 450 જેટલાં બૉમ્બ મંદિરના સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે.

સંતોની તપોભૂમિ –

એવુ કહેવાય છે વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામે હિંગળાજ મંદિરની મુલાકાત દર્શનાર્થે લીધી હતી. ભગવાન પરશુરામના પિતા શ્રી જમદગ્નિ ઋષિ દ્વારા આ સ્થાન પર ઘણા સમય સુધી તપસ્યા કરવામાં આવી હતી. આ  મંદિરમાં પૂજા અર્થે ગુરુ ગોરખનાથ અને શીખ ધર્મના પ્રવર્તક ગુરુ નાનક સાહેબ પણ અહીં દર્શન તથા અર્ચના અર્થે આવેલા છે.

Also Read::   Suvichar આ 20 પ્રશ્નોના જવાબ તમારી પ્રગતિ માટે થશે ઉપયોગી...

પૌરાણિક લોકવાયકા મુજબ ભગવાન શ્રી વિષ્ણુ નારાયણના સુર્દશન ચક્ર દ્વારા કપાય જવાથી માતાજીનું બ્રહ્મરન્દ્ર એટલે કે માતાજીનું મસ્તક અહીં પડ્યું હતું. પીઠો માંથી એકમાત્ર એવું શક્તિપીઠ છે જ્યાં હિન્દુ અને મુસલમાન બંને માતાજીની પૂજા અને અર્ચના કરે છે.

આ મંદિર હિંગોળ નદી અને ચંદ્ર કુંભ પર્વત વચ્ચે સ્થિત છે. આ મંદિર અને માતાજીના ચમત્કાર વિશે પૌરાણિક ગ્રંથોમાં ઘણું બધું કહેવામાં આવ્યું છે. બ્રહ્મ વૈવર્તક ગ્રંથમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ માનવી આ મંદિરના એકવાર દર્શન કરે તેને પૂર્વ જન્મના કર્મ માંથી મુક્તિ મળે છે. 52 Shaktipith

- Advertisement -

આમ આજે આપણે આ લેખ દ્વારા મા શક્તિના 52 શક્તિપીઠો માનું એક એવું હિંગળાજ માતાજીનું મંદિર માતાજી સાથે જોડાયેલી કથાઓ અને તેના ચમત્કાર વિશે જાણ્યું આગળ હવે પછી આપણે બીજા શક્તિપીઠ વિશેની માહિતી મેળવશું.

સંકલન અને આલેખન – જય પંડ્યા

#52shaktipith #shaktipith #Bharat #wartemple #hinglaj #hinglajmandir #hinglajmata

 

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!