Home SUVICHAR Shiv Mahapurana : શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (શતરુદ્ર સંહિતા)

Shiv Mahapurana : શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (શતરુદ્ર સંહિતા)

0
18

Shiv Mahapurana part 3 ved vyas dharm hindu mythology

શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (શતરુદ્ર સંહિતા)

”વિજ્ઞાન અને ધર્મ એક બીજાના વિરોધી નથી, વિજ્ઞાન યુવાનોને સમજવામાં જરા વધુ સરળ પડે છે.” આવું કહેનાર અમેરિકાનો નવલકથાકાર ડેન બ્રાઉન સાચો છે, કારણ કે શતરુદ્ર સંહિતામાં એ સમયનું સાયન્સફિક્શન અને સાયકોલોજી છે…. જે આજે બન્યું છે ફેક્ટ…

Shiv Mahapurana part 3 ved vyas dharm hindu mythology

પુસ્તક —- શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ

સંહિતા – શતરુદ્ર સંહિતા

‘Angels & Demons’ (એન્જલ એન્ડ ડિમોન્સ)નામની નોવેલના અમેરિકી લેખક ડેન બ્રાઉન (Dan Brown) કહે છે કે – “Science and religion are not at odds. Science is simply too young to understand.” બ્રાઉન કહે છે કે – વિજ્ઞાન અને ધર્મ એક બીજાના વિરોધી નથી, માત્ર વિજ્ઞાન એ (ધર્મ ને) સમજવા માટે ઘણું નાનું છે. ખરેખર તો એવું છે કે વિજ્ઞાન અને ધર્મ એક બીજાના વિરોધી નથી, વિજ્ઞાન યુવાનોને સમજવામાં જરા વધુ સરળ પડે છે. કેટલી બધી સાચી વાત છે અને એટલે આજે પુરાણો અને શાસ્ત્રોનો આધાર લઈ અને અમેરિકામાં ડેન બ્રાઉન અને ભારતમાં અમિષ જેવા લેખકો ઉગે છે, ઉભા થાય છે અને વેંચાય-વંચાય અને વહેંચાય છે…

આજે શતરુદ્રસંહિતાની વાત કરવાની છે ત્યારે આ સંહિતાનું નામ જ બતાવે છે તે પ્રમાણે શત એટલે સો, આમ રુદ્રના સો રૂપો-સ્વરૂપો અને અવતારોની વાતો છે…,

મહારુદ્ર શિવજી પણ શિવજીના પણ ઘણાં અવતાર ‘શિવપુરાણ’ દ્વારા લખાયા છે. ખરેખર તે તો નિષ્કામ દેવ છે. તે કોઈ ક્રિયા કરતા નથી કારણ કે જે પૂર્ણ છે તેને કર્મ નડતું નથી, કારણ કે કર્મ કરે તો બંધન ઉભા થાય, આ તો પોતે કર્મના બંધનને તોડનાર તે શા માટે અવતારો લે… પણ અમિષને વાંચશો તો ખબર પડશે કે કાળ ક્રમે સંસ્કૃતિમાં ઘણાં એવા લોકો થાય જેને આપણે અમુકના અવતાર ઠરાવી દીધા અને ઘણા જાતે કરીને ભગવાનની હરોળમાં બેસી ગયા…, આ બધાના હાથમાં જ પુરાણોના ફેરફારો હોય અને વળી એ સમયે તો કંઠસ્થ પરંપરા હતી એટલે વ્યાસે કદાચ એવું ન કર્યું હોય તો વ્યાસને પણ બાજુ પર રાખી દે તેવા ‘મહાનુભાવો’ એ જાતે ફેરફાર જેને ક્ષેપક કહી શકાય તેવું ઉમેરીને શિવજીના પણ અવતાર જણાવ્યા છે. મારા મતે ખરું શિવપુરાણ તો રુદ્રસંહિતાના પાંચ ખંડ પૂર્ણ થતાંની સાથે જ પૂરું થઈ જતું હશે પણ આગળની સંહિતાઓ કાળક્રમે ગોઠવાતી ગઈ હશે…; હશે, હવે જ્યારે ગોઠવાઈ ગઈ છે ત્યારે આપણે તેનો આછડતો પરિચય પણ લઈ લઈએ…

શતરુદ્રસંહિતાના પ્રથમ અધ્યાયમાં શિવજીના પાંચ અવતાર – સદ્યોજાત, વામદેવ, તત્પુરુષ, અઘોર અને ઈશાન નામે થાય છે, તેનું વર્ણન છે. બીજા-ત્રીજા અધ્યાયમાં અષ્ટમૂર્તિશિવ અને અર્ધનારીશ્વના સ્વરૂપ વિશે વાત છે. આ અર્ધનારીશ્વરનો અર્થ કાઢવા માટે તો છેક મનોવિજ્ઞાનના સ્ત્રી કે પુરુષમાં રહેલા X કે Y તત્વો પાસે જાવું પડે અને જૈવવિજ્ઞાનના ડિએનએની રચના પાસે જવું પડે. આ સંહિતાનું રસપ્રદ પ્રકરણ છે.

Also Read::   Ramnavmi Special : ચૈત્ર માસમાં આટલું કરવાથી સર્વસંપત્તિમાં થશે વૃદ્ધિ

સમય પ્રમાણે કલ્પ બદલે છે તેમ ત્યાર પછી દરેક કલ્પમાં શિવજીના અલગ અલગ સ્વરૂપોનું વર્ણન છે. નવ અવતાર વિશે, ઋષભાવરતાર વિશે, અઠ્ઠાવીશ યોગેશ્વર અવતાર વિશે, નન્દીશ્વર અવતાર વિશે, કાલભૈરવ અવતાર વિશે, ગૃહપતિ અવતાર વિશે, અગીયાર રુદ્ર અવતાર વિશે, દુર્વાશા અને હનુમાન અવતાર વિશે, પિપ્પલાદ અવતાર વિશે, દ્વિજેશ્વર અવતાર, યતિનાથ, હંસ, કૃષ્ણદર્શન અવતાર, અવધૂતેશ્વરાવતાર, ભીક્ષુવર્ય અને દ્વિજકુમાર, સુરેશ્વરાવતાર, કિરાત અવતાર, બાર જ્યોતિર્લિંગ અવતારો.

આ બધા અવતારોમાં થોડાં મહત્વના અવતારો કે જેમાંથી કશોક ધડો લેવા જેવો છે તે અવતારોની વાતો કરીએ…

અર્ધનરનારીશ્વર અવતાર વિશે વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ બન્નેમાં બન્નેના થોડાં-ઘણાં ગુણો મળતા આવે છે. મનોવિજ્ઞાની યુંગ આ સ્વરૂપનું તત્વજ્ઞાન સારી રીતે સમજાવે છે, તે કહે છે કે – જે પુરુષ પોતાના સ્ત્રીત્વના ગુણોને ન સ્વીકારે તેને અતિશય સ્ત્રીત્વના ગુણો ધરાવતી સ્ત્રી સાથે વધારે ફાવે અને જે સ્ત્રીમાં એને થોડાઘણાં પણ પુરુષત્વના લક્ષણો જણાય એને સ્વીકારવામાં એને મુશ્કેલી નડે છે.

જે રીતે પુરુષમાં રહેલા સ્ત્રીત્વના ગુણોની લાક્ષણિકતા યુંગ બતાવે છે તે રીતે સ્ત્રીમાં રહેલા પુરુષત્વના ગુણોની લાક્ષણિકતા જણાવતા કહે છે કે – સ્ત્રીના અનિયંત્રિત પુરુષત્વની અભિવ્યક્તિ ક્યારેક સ્ત્રી હઠ દ્વારા વ્યક્ત થતી હોય છે.
આ વાતનો અનુભવ હમણાં જ મને થયો…, એક ભાઈ જે પોતાને ‘બોડિગાર્ડ’ સમજે છે તે હંમેશા બધાને સમજાવે કે પરણો તો નોકરી વગરની ને જ પરણાય આપણે આવીએ ત્યાં રસોઈ ને બધું તૈયાર હોવું જોઈએ…, પોતાનામાં રહેલા સ્ત્રીત્વના ગુણોનો અસ્વીકાર કરવા આવી ખોખલી સ્ત્રીવિરોધી દલીલો કરે છે આવા પુરુષો અને બીજા દોસ્ત સાદા સરળ તે કહે કે સ્ત્રીઓ પણ પગભર હોવી જોઈએ શા માટે નહીં? આ સદીમાં આપણે જીવીએ છીએ ત્યારે એક વાત સ્વીકારવી રહી કે સહઅસ્તિત્વ જરૂરી છે. સ્માર્ટફોન હાથમાં રાખીને તમારી ઘરવાળીને ઘરની ચાર દિવાલમાં કેદ કરવા ઈચ્છતા હો કે તમારા ‘કહ્યા’માં રાખવા ઈચ્છતા હો તો તે તમારામાં રહેલા સ્ત્રીત્વને તમે સ્વીકારતા નથી. તો વળી સામે પક્ષે ઘરમાં સાયકલની સર્વીસના પૈસા ન હોય તેની જે છોકરીને કે પરણેલી સ્ત્રીને ખબર હોય અને તે કારમાં ફરવા માટેની જીદ્દ કરે તે સ્ત્રીઓ પોતાનામાં રહેલા પુરુષત્વના ગુણોને સ્વીકારતી નથી. સમાનતા આપણે આપણી અંદર ઉભી કરવાની છે તે આ અવતાર અર્ધનરનારીશ્વર સમજાવે છે.

Also Read::   ShriRam : રામરાજ્યના મંત્રીઓના લક્ષણોઃ શું આજે આ શક્ય છે?

હમુનાજીના જન્મની રોચક કથા અહીં જોવા મળે છે…, જે સૌ પ્રથમ સ્પર્મડોનેશનનો દાખલો બેસાડે છે… (શિવજી દક્ષના માથા પર બકરાનું માથું ચડાવી સૌ પ્રથમ બોડીડ્રાન્સપ્લાન્ટ તથા ગણપતિનું મસ્તક ચડાવી પ્લાસ્ટિક સર્જરી જેવા મેડિકલ ઈસ્યુને જોડે છે… ત્યારે કદાચ સાયન્સફિક્શન લાગતી હશે આ વાતો જે આજે ફેક્ટ છે.)

‘વિકિડોનર’ એક ફિલ્મ જેણે એક ગંભીર વિષયને કેટલી સરળતાથી – રમુજીથી રજૂ કરી છે. આવું જ કંઈક રજૂ થયું છે અહીં…

શિવજીના રુદ્ર અવતારોમાં હનુમાનજીના પ્રાગટ્યની વાત. આ કથાનો ઉલ્લેખ ‘શિવમહાપુરાણ’ની ‘શતરૂદ્ર સંહિતા’ના અધ્યાયા- 19-20માં ઉલ્લેખિત આ શ્લોકમાં છે….

ततश्च समये तस्माद्धनूमानिति नामभाक्।
शम्भुर्जज्ञे कपितनुर्महाबलपराक्रम:।।

અર્થાત આ સમયે તે વીર્યથી મહાબલી તથા પરાક્રમી શરીરવાળા હનુમાન નામના શિવજી ઉત્પન્ન થયા.

આગળ આવે છે કે … સપ્તર્ષિઓ એ સમયના આર્ષદ્રષ્ટા હતા. તેમણે પડીયામાં ઝીલીને વિચાર્યું કે રામાવતાર માટે બળવાન માણસની જરૂર છે, માટે સપ્તર્ષિઓએ તેને ગૌતમ કન્યા અંજનીમાં તેનું પ્રત્યારોપણ કર્યું. સમય જતાં ત્યાં હનુમાનજીનો જન્મ થયો. તમે જાણો છો એ રીતે આ એક પ્રકારે એ સમયની કૃત્રિમ વિર્યદાન પદ્ધતિ જ છે. ઋષીઓ એ જમાનાના વૈજ્ઞાનિક જ હતા. આજના સમયમાં મેડિકલ નામ આપવામાં આવે તો આ ઘટનાને સ્પર્મ ડોનેશન કહેવામાં આવે છે.

સ્પર્મ ડોનેશનની વાત એ સમયે પણ મારા ધર્મના ગ્રંથોમાંથી મને મળી આવી તે જ જણાવે છે કે મારો ધર્મ કેટલો વૈજ્ઞાનિક અને વિશાળ માનસ ધરાવતો હતો. આજ સુધી આપણે ધર્મગ્રંથોને વ્યાસપીઠ પર રાખી અને તેને નાચવા-ગાવા ને પૈસા કમાવા માટે વાપરતા આવ્યા છે, પણ વાસ્તવિકતા કંઈક એવી છે કે શાસ્ત્રોમાં આપણા જેવા યુવાનોને ગમે તેવી(વાંચો ઉપરનું ડેન બ્રાઉનનું વાક્ય) અને ખાસ કરીને તો આજના સંદર્ભમાં પણ સાયન્સફિક્શન લાગે તેવી વાતો છે. અલબત્ત કદાચ તે સમયનું આ સાયન્સફિક્સન આજે સાયન્સ ફેક્ટમાં બદલી ગયું છે.

આ રીતે શિવજીના વિવિધ અવતારો, રૂપો, સ્વરૂપો વિશે ‘શતરુદ્રસંહિતા’ વાત કરે છે, તો વળી આગળ આવે છે ‘કોટિરુદ્રસંહિતા’ તેમાં પણ કેટલાક કિસ્સાઓ અને મુદ્દાઓ રહસ્યપ્રદ અને રસપ્રદ છે તો તે કાલે જાણીશું….