HomeSAHAJ SAHITYARain લોકસાહિત્યમાં અને ભગવદ્ ગોમંડળમાં વરસાદના જુદાં જુદાં નામ

Rain લોકસાહિત્યમાં અને ભગવદ્ ગોમંડળમાં વરસાદના જુદાં જુદાં નામ

- Advertisement -

Rain varasad name in Gujarati loksahitya and bhagvad gomandal

Contents

લોકસાહિત્યમાં અને ભગવદ્ ગોમંડળમાં વરસાદના જુદાં જુદાં નામ…

Rain varasad name in Gujarati loksahitya and bhagvad gomandal

સંકલન અને આલેખન – નિલેશ થાનકી

( લેખક, ભાષા નિયામક કચેરીમાં નિવૃત્ત પ્રકાશન અધિકારી તરીકે રહી ચૂક્યા છે. વિદેશી લેખકોના પુસ્તકોના અનુવાદો પણ કર્યા છે અને પ્રૂફ રીડર તરીકે પણ કામગીરી કરે છે. જેમનું વાચન અને લેખન વિશાળ રહ્યું છે. )

- Advertisement -

Rain varasad name in Gujarati loksahitya and bhagvad gomandal

અહીં વરસાદ વરસવાનાં જુદાં જુદાં બાર વર્ણનનો ઉલ્લેખ છે. એ બાર મેઘનાં નામ નથી. એફબી અને વોટ્સઅપમાં એ મેઘનાં નામ તરીકે ફોરવર્ડ થતાં રહે છે. આ ગેરસમજને દૂર કરવા માટે આ લેખના અંતમાં ભગવદ્ ગોમંડળમાં આપેલી સમજુતી અનુસાર અહીં મેઘનાં બાર નામ રજૂ કર્યાં છે.

Rain varasad name in Gujarati loksahitya and bhagvad gomandal

ગુજરાતના લોક સાહિત્યમાં બાર પ્રકારના મેઘનું વર્ણન કરવામાં આવ્યું છે.

ગ્રીષ્મની શરૂઆત થાય એટલે ગરમીથી અકળામણ અને પાણી માટે પણ પોકાર શરૂ થાય, જેમ જેમ ઉનાળો આકરો બનતો જાય તેમ તેમ લોકો વરસાદ વહેલો આવે તેવી આશા વ્યક્ત કરવા મંડે છે. અને એક સુંદર ગુજરાતી ગીત યાદ આવે “આંખોમાં બેઠેલાં ચાતક કહે છે મારું ચોમાસુ ક્યાંક આસપાસ છે.”

- Advertisement -

વરસાદ ઋતુની શરૂઆત વાતાવરણ ને ખુશનુમા બનાવી દે છે. મેઘઘટાની સાથે સાથે ઠંડા પવનની લહેરકી અને ભીની ભીની મોસમ જાણે ધરતી અને મેઘની મિલનની આગાહી કરતા હોય છે. મેઘ જ્યારે મન મૂકીને વર્ષે છે ત્યારે પૃથ્વી પર પાણીની ચાદર પથરાતાં જાણે તૃપ્ત થઈ જતી હોય તેવો આભાસ થાય છે. માદક અને રોમાંચથી ભરપૂર ઋતુને ગુજરાતના લોકસાહિત્યમાં ૧૨ પ્રકારનાં નામથી સુંદર ઓળખ આપવામાં આવી છે અને એ જ પ્રકારની મેઘ મહેર સૌ કોઈએ અનુભવી પણ હોય છે.

Also Read::   Gujarati Drama : નાટક કેવી રીતે ભજવાઈ છે? જાણો, નાટક ભજવાય પહેલાં થાય છે કેવી તૈયારીઓ...

Rain varasad name in Gujarati loksahitya and bhagvad gomandal

૧૨ પ્રકારના મેઘનું વર્ણન અને તેના ઉપરથી કહેવત પણ બની છે: બારે મેઘ ખાંગા,આ બાર પ્રકારના મેઘ આ પ્રમાણે છે.

૧. ફર ફર : જેનાથી માત્ર હાથ પગ ના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.

૨. છાંટા : ફર ફરથી વધુ વરસાદ

૩. ફોરા : છાંટાથી વધુ મોટા ટીપા

- Advertisement -

૪. કરા : ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ

૫. પછેડીવા : પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાનો ટુકડો) થી રક્ષણ થાય તેવો વરસાદ

૬. નેવધાર : છાપરા ના નેવા ઉપરથી (નળિયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ

૭. મોલ મેહ : મોલ એટલે પાક ને જરૂરી હોય તેવો વરસાદ

૮.અનરાધાર : એક છાંટો,બીજા છાંટા ને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ

૯. મુશળધાર : અનરાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું) આ વરસાદ ને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.

૧૦. ઢેફાભાંગ : વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફાં નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ

૧૧. પાણ મેહ : ખેતરો પાણી થી છલોછલ ભરાઈ જાય અને કુવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ

૧૨. હેલી : આ અગિયાર પ્રકારના વરસાદ માંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

Also Read::   History : ડાયરામાં કે નવરાત્રિમાં છેલ્લે ધૂમ મચાવવા ગવાતી આ રચનાનો ઇતિહાસ કંઇક અલગ જ છે, જાણો...

આમ આ બાર પ્રકારની મેઘ માહેર ને બારે મેઘ ખાંગા તરીકે ઓળખવામાં આવે છે.

Rain varasad name in Gujarati loksahitya and bhagvad gomandal

બાર મેઘના નામે ઉપર પ્રમાણે વરસાદ વરસવાની જુદી જુદી રીતનાં નામ દર્શાવવામાં આવી રહ્યાં છે.

ભગવદ્ ગોમંડળમાં મેઘનાં મેઘમાળા પુસ્તકમાં નોંધાયેલાં બાર નામ જુઓ….

: ૧. સુબુદ્ધિ ૨. નંદશાલિ ૩. કન્યદ ૪. પૃથુશ્રવા ૫. વાસુકિ ૬. તક્ષક ૭. વિકર્તન ૮. સર્વદ ૯.હેમશાલી ૧૦. જલેન્દ્ર ૧૧. વજ્રદ્રંષ્ટ ૧૨. વિષપ્રદ

શ્રાવણી કર્મમાં…

૧. કણદ ૨. પૃથુશ્રવા ૩.વાસુકિ ૪. તક્ષક ૫. જલેન્દ્ર ૬. વજ્રદ્રંષ્ટ ૭. કેબલ ૮. સુતરાંબુ ૯. હેમશાલી ૧૦. સ્વરોધકર અને ૧૧. વિષપ્રદ.

આ રીતે લોકસાહિત્ય અને ભગવદ્ ગોમંડળમાં વરસાદના જુદાં જુદાં નામ આલેખવામાં આવ્યા છે.

Rain varasad name in Gujarati loksahitya and bhagvad gomandal

સંકલન અને આલેખન – નિલેશ થાનકી

( લેખક, ભાષા નિયામક કચેરીમાં નિવૃત્ત પ્રકાશન અધિકારી તરીકે રહી ચૂક્યા છે. વિદેશી લેખકોના પુસ્તકોના અનુવાદો પણ કર્યા છે અને પ્રૂફ રીડર તરીકે પણ કામગીરી કરે છે. જેમનું વાચન અને લેખન વિશાળ રહ્યું છે. )

Rain varasad name in Gujarati loksahitya and bhagvad gomandal

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!