HomeJANVA JEVUWOW નોન સ્ટોપ વિશ્વપ્રવાસનાં અવનવા વિક્રમો...

WOW નોન સ્ટોપ વિશ્વપ્રવાસનાં અવનવા વિક્રમો…

- Advertisement -

WOW NonStop world tour behind the story by Jaydeepsinh babariya

Contents

WOW નોન સ્ટોપ વિશ્વપ્રવાસનાં અવનવા વિક્રમો…

સંકલન અને આલેખન – જયદીપસિંહ બાબરિયા

WOW NonStop world tour behind the story by Jaydeepsinh babariya 
WOW NonStop world tour behind the story by Jaydeepsinh babariya

પોર્ટુગિઝ વહાણવટી મેગેલનનાં જહાજી કફલાએ 16મી સદીમાં પહેલી વખત પૃથ્વીની સફળ પ્રદક્ષિણા ખેડી ત્યારથી બીજા સાહસિકો એ રાઉન્ડ ધ વર્લ્ડ યાત્રાનો એક પછી એક નવો વિક્રમ બનાવતા આવ્યા છે.

સ્ટીવ પોસેટ સિદ્ધિ…

દરેક સાહસિકે કે અગાઉ કરતા જુદી પદ્ધતિએ વિશ્વ પ્રવાસ ખેડીને પોતાના નામે કીર્તિમાન નોંધાવ્યો છે. રેકોર્ડ્સના એ લિસ્ટમાં 2005માં સ્ટીવ પોસેટ નામના વધુ એક સાહસિકનો ઉમેરો થયો જેણે વિમાનમાં બેસી ક્યાંય અટક્યા વિના તેમજ ચાલુ પ્રવાસે નવું બળતણ લીધા વિના 69 કલાક બે મિનિટ અને 38 સેકન્ડમાં પૃથ્વીને ચકરાવો મારી આવો પ્રવાસ ખેડી બતાવનાર પહેલા સાહસિક તરીકેનું બહુમાન મેળવ્યું.

- Advertisement -

 

WOW NonStop world tour behind the story by Jaydeepsinh babariya 
WOW NonStop world tour behind the story by Jaydeepsinh babariya

અગાઉ 1986 માં બે અમેરિકન પાઈલટ ઓએ કંટ્રોલ સંભાળવાના વારા કાઢી તેમના વિમાનને આવી જ રીતે અરાઉન્ડ ધ વર્લ્ડ ઉડાડેલું, પણ પોસેટની સિદ્ધિ એ કે તેણે એકલે હાથે વિમાન ઉડાડીને પૃથ્વીની પ્રદિક્ષણા કરી અને જુના વિક્રમને ફીકો પાડી દીધો. ભૂતકાળમાં ઘણી વખત આમ બન્યું છે પ્રદક્ષિણાના એક સાહસ પછી બીજો સાહસ તેના કરતાં જુદી તરાહે હાથ ધરાયું છે મોગેલનથી શરૂ કરીને ફોસેટ સુધીના મુસાફરોએ ખડેલા પ્રવાસોની વર્ષવાર સૂચિ જોઈએ :

WOW NonStop world tour behind the story by Jaydeepsinh babariya 
WOW NonStop world tour behind the story by Jaydeepsinh babariya

વહાણ દ્વારા પહેલી પ્રદક્ષિણા :

ફર્ડીનાન્ડ મેગેલન સપ્ટેમ્બર 20, 1519 ના રોજ હન્કાર્યો એ વખતે તેનો આશય પૃથ્વીને ચકરાવો મારવાનો ન હતો છતાં પૃથ્વી ગોળ હોવાને લીધે તેના કાપલાની યાત્રા આપોઆપ પરિક્રમા જેવી બની, પરિક્રમા કરી રહેવામાં એ કાફલાને ત્રણ વર્ષ લાગ્યા, આશરે 49,120 કિલોમીટર નું અંતર તેણે કાપ્યું.

93,600 કિલોમીટર લાંબો વિશ્વ પ્રવાસ…

એકાકી સાહસી કે વહાણમાં હંકારી પૃથ્વીને રાઉન્ડ માર્યાનો પ્રથમ બનાવ છેક 376 વર્ષ પછી 1898 માં બન્યો. કેપ્ટન જોસુવા સ્લોકમ નામના અમેરિક વહાણવટીએ તે વર્ષે પોતાનો 93,600 કિલોમીટર લાંબો વિશ્વ પ્રવાસ પૂરો કર્યો. આગ લગાટ 38 મહિના તેણે સમુદ્ર પર વિતાવ્યા .

Also Read::   Diu summer camp : દીવમાં સરકારી સમર કેમ્પ : થઈ આવી અનોખી પ્રવૃત્તિઓ, જૂઓ ફોટો-અહેવાલ...

 

WOW NonStop world tour behind the story by Jaydeepsinh babariya 
WOW NonStop world tour behind the story by Jaydeepsinh babariya

મોટર દ્વારા પહેલી પ્રદક્ષિણા :

- Advertisement -

જમીન પર દોડી શકતી અને પાણીમાં તરી શક્તિ મોટરકાર જીપ વડે પૃથ્વીની પહેલી પ્રદક્ષિણા બેન કાર્લિન નામના ઓસ્ટ્રેલિયાને મે 8 1958ના દિવસે પૂરી કરી હતી આ પ્રવાસીની ઉભયજીવી રચનાની ખાસ જીપે 62,400 km નો પ્રવાસ જમીન પર અને 15360 km નો પ્રવાસ નદીઓ તથા સમુદ્રો પર ખેડ્યો .

વિમાન દ્વારા પહેલી પ્રદક્ષિણા :

વિમાનની શોધ થયા બાદ લગભગ 20 વર્ષે 1924 માં પહેલીવાર બે અમેરિકન વિમાનોએ 42,152 કિલોમીટર લાંબી અરાઉન્ડ ધ વર્લ્ડ સફર ખેડી. અમેરિકાથી તેઓ છઠ્ઠી એપ્રિલ રવાના થયા અને પ્રવાસ દરમિયાન માર્ગમાં ફૂલ 59 ઠેકાણે રોકાણ કર્યા બાદ 28મી સપ્ટેમ્બરે એટલે કે સાડા ચાર મહિના કરતાં પણ વધુ સમય પ્રવાસમાં વિતાવીને અમેરિકા પાછા ફર્યા.

40,000 km નું અંતર….

ડિસેમ્બર 23, 1986 ના દિવસે ડીક રૂટેન અને જીના એગર નામના બે અમેરિકન પાયલટો એ પૃથ્વીની પ્રદક્ષિણાને લગતો નવો કીર્તિમાન નોંધાવ્યો. પ્રવાસ વખતે માર્ગમાં ક્યાંય ઉતરાયણ કર્યા વગર એક ધારું ઉડ્ડયન ખેડીને તેમજ 40,000 km નું અંતર કાપીને તેમણે નવ દિવસ ત્રણ મિનિટ અને 44 સેકન્ડમાં પ્રદિક્ષણા કરી નાખી. નોન સ્ટોપ રાઇડનો એ પહેલો સફળ પ્રયાસ હતો અલબત્ત વિમાનનું સંચાલન રૂટેને અને યેગરે વારાફરતી કર્યું હતું માટે એકલા હાથે વિમાન ઉડાડી પૃથ્વીનો નોન સ્ટોપ ફેરો લગાવ્યાનો જુદો વિક્રમ હજી નોંધાવી શકાય તેમ હતો. સ્ટીવ ફોસેટ નામના પાયલટે વર્ષ 2005માં ગ્લોબલ ફ્લાયર તરીકે ઓળખાતો વિશિષ્ટ આકારનું વિમાન ઉડાડી ને એ જ વિક્રમ નોંધાવ્યો.

ફોસેટનું સાહસ…

ફોસેટનું સાહસ કઠિન હતું કેમ કે સતત ત્રણ દિવસ અને ત્રણ રાતનું ઉજાગરો વેઠી તેને વિમાન ઉડાડવાનું હતું. ઉપરના વાતાવરણની પાતળી હવામાન મિનિમમ અવરોધ નડે અને બળતણ ઓછું બળે એ માટે સરેરાશ 13,800 મીટરની 42,250 ફીટની ઊંચાઈ સતત જાળવવાની હતી. વિમાનની કુલ મળીને 9,979 kg વજનમાં 8,282 કિલોગ્રામ વજન ફક્ત બળતણનું હતું ઉદ્યાન શરૂ કર્યા પછી 2.3 મીટર લાંબી કોપીઠમાં બેઠેલા સ્લીવ ફોસેટે જોયું કે 1189 કિલોગ્રામ જેટલું બળતણ લીકેજને કારણે નીકળી ગયું હતું, આમ છતાં તેમણે પ્રવાસ ચાલુ રાખ્યો અને ભારત સહિત દોઢ ડઝન દેશો પર ઉડીને વિશ્વ યાત્રા પુરી કરી ત્યારે તેના ગ્લોબલ ફ્લાયર વિમાનની ટાંકીમાં 360 કિલોગ્રામ જેટલું બળતણ હજી બાકી હતું.

Also Read::   Mental Health : માનસિક તંદુરસ્તીની મહામારી : કારણો અને ઉપાયો...

સોલાર પ્લેન દ્વારા પૃથ્વીની પ્રદક્ષિણા…

વર્ષ ૨૦૧૬માં થયેલ આ મુસાફરીમાં જાજો સમય લાગ્યો લગભગ સરેરાશ 70 km/કલાકની ઝડપે લાગલગાટ લગભગ 5 મહિના માં 505 કલાકની આ સફર માં ફૂલ 42,000 કિમીનું અંતર આપી આ સોલાર પ્લેન દ્વારા સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરનારા બંને પાયલોટ સ્વીત્ઝર્લેન્ડના બેરટ્રેન્ડ પીક્કાર્ડ અને આન્દ્રે બોર્સ્ચબર્ગ હતા. અને તેમના સોલાર પ્લેન નું નામ હતું “સોલાર ઈમ્પલ્સ 2” આ સમગ્ર મુસાફરી માં બળતણ તરીકે માત્ર અને માત્ર સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

સંકલન અને આલેખન – જયદીપસિં બાબરિયા

WOW NonStop world tour behind the story by Jaydeepsinh babariya

 

#WOW #NonStop #world #tour  #story  #Jaydeepsinh_babariya

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!