HomeSAHAJ SAHITYARaghuveer Chaudhary ગુજરાતી સાહિત્યમાં જેમનું : सिर्फ़ नाम ही काफी हैं.. એવા...

Raghuveer Chaudhary ગુજરાતી સાહિત્યમાં જેમનું : सिर्फ़ नाम ही काफी हैं.. એવા સર્જક વિશે… 

- Advertisement -

Raghuveer Chaudhary writer  gujarati Sahity Jnanpith award winner

 

Contents

ગુજરાતી સાહિત્યમાં જેમનું : सिर्फ़ नाम ही काफी हैं.. એવા સર્જક વિશે… 

Raghuveer Chaudhary writer  gujarati Sahity Jnanpith award winner 
Raghuveer Chaudhary writer  gujarati Sahity Jnanpith award winner

આવો જાણીએ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર રઘુવીર ચૌધરી વિશે…

 

- Advertisement -

સંકલન અને આલેખન – જય પંડ્યા

 

ગુજરાતી સાહિત્યને તેમણે રાષ્ટ્રીય ફલક પર પહોચાડ્યું છે. તેઓ બહુમુખી સર્જકપ્રતિભા ધરાવે છે. તેમણે કાવ્ય, નાટક , વાર્તા, નિબંધ વગેરે ક્ષેત્રે તેમણે વિશાળ સર્જન કર્યું  છે.

 

નામ – રઘુવીર દલસિંહ ચૌધરી

- Advertisement -

 

જન્મ – 5/12/1937

 

વતન –  બાપુપુરા  ( ગાંધીનગર )

 

- Advertisement -

ઉપનામ – લોકાયતસૂરી,  વૈશાખનંદન

 

પિતા – દલસિંહ

 

માતા – જીતીબહેન

 

પત્ની – પારુબહેન

 

પરિવાર -: 

 

એમના દાદા બાલાજી ગામમાં ભગત તરીકે પ્રસિદ્ધ હતા. તેઓ જ્ઞાતિએ આજણા પાટીદાર એટલે ચૌધરી હતા. પાંચ ભાઈ – બહેનોમાં તેઓ સૌથી નાના હતા.

 

બે મોટાભાઈ કેશુભાઈ અને સોમાભાઈ,  બે મોટા બહેન રાજીબહેન અને રતનબહેન.

 

કૃષિ કુટુંબમાં ઉછેર…

 

તેમનું કુટુંબ વ્યવસાયમાં ખેતી સાથે સંકળાયેલ હતું. તેમનું કુટુંબ ધાર્મિક સંસ્કારો વાળું હતું. કુટુંબના ધાર્મિક સંસ્કારોની અસર રઘુવીરભાઈ પર પડી હતી.

 

 તેમના પરિવારમાં રોજ ભગવદ ગીતા અને રામાયણ તથા મહાભારતનું વાંચન થતું હતું.  જેની અસર રઘુવીરભાઈ પર સારી એવી થતી હતી.

 

 રઘુવીર ભાઈએ માત્ર 10 વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું હતું. તેમની પ્રથમ રચના “કુમાર” માં પ્રકાશિત થઈ હતી.

 

શિક્ષણ…

 

રઘુવીર ચૌધરીએ પ્રાથમિક શિક્ષણ માણસા માંથી મેળવેલું છે. તેઓ જ્યારે સાતમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા. ત્યારે ભોળાભાઈ પટેલ ત્યાં શિક્ષક તરીકે જોડાયા હતા. રઘુવીર ચૌધરીને ભોળાભાઈ પટેલનો સંસર્ગ ફળ્યો  હતો.

 

 પ્રિયકાન્ત,  નિરંજન ભગત,  રાજેન્દ્ર શાહ વગેરેની કવિતાઓ તમને ખૂબ ગમતી હતી. કાકાસાહેબ કાલેલકરનું સાહિત્ય તેમને અતિ પ્રિય હતું.

 

 કિશોરાવસ્થામાં તેમણે ગ્રામ સેવા તથા પ્રૌઢ-  શિક્ષણ પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો.  વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષા માણસા કેન્દ્રમાંથી તેમણે આપી હતી અને તેઓ  કેન્દ્રમાં પ્રથમ હતા.

 

 તેમણે સંસ્કૃતભૂષણ,  ઇન્ટરમિડીયેટ ડ્રોઈંગ, રાષ્ટ્રભાષા રત્ન પરીક્ષા વગેરે પાસ કરી હતી. એસ.એસ.સી. માં તેઓ આ કેન્દ્રમાં પ્રથમ હતા

Also Read::   Special Story: માતૃભાષા સર્જક : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની કેટલીક અજાણી વાતો...

 

ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયિક જીવન…

 

  કોલેજની શરૂઆત વિસનગરની એમ.એન.  કોલેજમાંથી કરી હતી. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી મુખ્ય વિષય હિન્દી અને ગૌણ સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. તેઓ ગુજરાત યુનિવર્સીટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી હતા.

 

 બી. એ. થતા અગાઉ તેમના લગ્ન પારુબહેન સાથે થઈ ચૂક્યાં હતા.

 

વર્ષ 1962 માં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી દ્વિતીય વર્ગ સાથે હિન્દી વિષયમાં એમ.એ. ની પદવી મેળવી.

 

 તેમણે ઘણી યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપેલી છે.

 

 વર્ષ 1964માં એમની પ્રથમ નવલકથા “પૂર્વરાગ” પ્રકાશિત થઈ.

 

વર્ષ 1965માં  એમ.એ. ના અભ્યાસની સાથે જ “અમૃતા” નવલકથા પ્રકાશિત થઈ.

 

 નાની વયે  તેમણે  પોતાના સાહિત્ય –  સર્જન માટે  ” કુમાર ચંદ્રક ” મેળવ્યો.

 

 વર્ષ 1979 માં તેમણે ‘ હિન્દી ગુજરાતીની ક્રિયાત્મક ધાતુઓના તુલનાત્મક અભ્યાસ’ પર  ડૉ. હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સીટીમાંથી પી. એચ. ડી. ની પદવી મેળવી.

 

વિવિધ સંસ્થાઓ સાથે જોડાણ…

 

વર્ષ 1962 માં તેમણે પોતાનો અભ્યાસકાળ પૂર્ણ કર્યો. ત્યારબાદ અમદાવાદને કર્મભૂમિ બનાવી. તેમણે જુદી જુદી સંસ્થાઓમાં અધ્યાપક તરીકે સેવા આપી હતી.

 

 છ મહિના સુધી ભો.જે. વિદ્યાલયમાં રહી પારિભાષિક શબ્દકોશ તૈયાર કર્યો.

 

 1995 થી અનુસ્નાતક કક્ષાએ પણ અધ્યાપક તરીકે સેવા આપવાનો પ્રારંભ કર્યો.

 

સરસપૂર કોલેજ, બી. ડી. આર્ટસ કોલેજ, એચ. કે. કોલેજ અને બાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં પણ વ્યાખ્યાતા તરીકે સેવા આપી હતી.

 

 ભાષા સાહિત્ય ભવનના રીડર પ્રોફેસર તથા હિન્દી વિભાગના અધ્યક્ષ બન્યા બાદ વર્ષ 1998માં તેઓ નિવૃત્ત થયા.

 

 રઘુવીર ચૌધરી ઘણા વર્ષ સુધી સામાજિક,  સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા તેમના જીવન ઘડતર અને સાહિત્ય ઘડતરમાં આ સંસ્થાઓનો અમૂલ્ય ફાળો ગણી શકાય.

 

 1976 ના વર્ષમાં ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે રહ્યા.

 

 વર્ષ 1987માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના અધ્યક્ષ બન્યા હતા.

 

 વર્ષ 2002માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા હતા.

 

દિલ્હી સાહિત્ય અકાદમીની  કાર્યકારિણી સમિતિના સભ્ય તરીકે

Also Read::   Book Review : કર્ણલોક - ધૃવ ભટ્ટ

 સાહિત્ય રત્ન તરીકેની વિશેષ ઉપાધિ  તેમણે મેળવેલી હતી.

 

 હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ સાહિત્યકાર હજારી પ્રસાદ દ્વિવેદીના સાહિત્યની પરોક્ષ અસર રઘુવીર ચૌધરીના સાહિત્ય પર જોવા મળે છે.

 

વિવેચક શરીફા વીજળીવાળા રઘુવીર ચૌધરી માટે કહે છે કે…

 

 “જેમને કોદાળી અને કલમ વચ્ચે,  ગામ અને નગર વચ્ચે, ગાંધી અને સાત્ર વચ્ચે,  નરસિંહ અને નિરંજન ભગત વચ્ચે સંકલન જાળવવાનું અને સરખી રીતે ચાહવાનું કાર્ય જો કોઈને ફાવ્યું છે તો તે એકમાત્ર રઘુવીર ચૌધરી છે” .

 

 રઘુવીર ચૌધરીનું સાહિત્ય –  સર્જન

 

“પૂર્વરાગ” – 1964

” અમૃતા ” – 1965

“આવરણ’ – 1966

” તેડાગર ” – 1968

“પરસ્પર” – 1969

શ્રાવણ રાતે – 1977

“પ્રેમઅંશ ” – 1982

“બાકી જિંદગી “- 1982

“મનોરથ” – 1986

“ઈચ્છાવર ” – 1987

” અંતર ” – 1988

 

 રઘુવીર ચૌધરીને પ્રાપ્ત થયેલા સન્માન : 

 

“કુમાર ચંદ્રક ” – 1965

” રણજિતરામ સુવર્ણચંદ્રક” – 1975

” દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર” – 1977

 “ઉમા – સ્નેહ રશ્મિ પુરસ્કાર”

 

 આમ રઘુવીર ચૌધરી પ્રતિષ્ઠિત તેમજ માતબર સાહિત્યકાર, નવલકથા સર્જક છે તેમ કહેવું યથાર્થ જ ગણાય.

 

સંકલન અને આલેખન – જય પંડ્યા

 

Raghuveer Chaudhary writer  gujarati Sahity Jnanpith award winner

 

#Raghuveer #Chaudhary #writer  #gujarati #Sahity #Jnanpith #award #winner

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link… 

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!