Nambi Narayanan | Life | Case | Rocket Scientist | Rocketry | The Nambi Effect | Film Cryogenic engine |
Contents
Nambi Narayanan: જ્યારે મિનિટોમાં જીવન બદલાઈ ગયું એમનું જીવન અને ભારત ધકેલાઈ ગયું 15 વર્ષ પાછળ
Nambi Narayanan: રોકેટ સાયન્ટિસ્ટનું જીવન, આરોપો, ક્રાયોજેનિક એન્જિન, સજા, પરિણામ અને ફિલ્મ…
Nambi Narayanan Life Case Rocket Scientist Rocketry The Nambi Effect Film Cryogenic engine
ફરીથી એક ફિલ્મ ભારતના વિજ્ઞાન જગત પર લાઈટ અને એક્શન લાવશે? રોકેટરી ( Rocketry ) ફિલ્મ દ્વારા ફરીથી એક વાર સિનેમા ભારતના 1994 ની એ ઘટનાને લઈને પ્રજા સુધી ભારતના વિજ્ઞાનને લઈ જશે. 1 જુલાઈના રોજ રજૂ થનારી ફિલ્મ રોકેટરી ( Rocketry ) અને એની પાછળનું કડવા ઝેર જેવું સત્ય જાણીને તમને થશે કે સાવ આવું? તમને ભારતના નાગરિક તરીકે સમજાશે કે ભારત પર ન માત્ર સરહદ પર હુમલા થાય છે પણ ગુપ્ત હુમલાઓ દ્વારા વિશ્વની મહાસત્તા કે આપણા મિત્રરાષ્ટ્રો કહેવાતા દેશોએ પણ કંઈ કરવામાં બાકી રાખ્યું નથી. એવો આ રોકેટ વિજ્ઞાની ( Rocket scientist ) નાંબી નારાયણનના કેસ, વાસ્તવિકતા, ફિલ્મ વગેરે વિશે જાણીએ….
Nambi Narayanan Life Case Rocket Scientist Rocketry The Nambi Effect Film Cryogenic engine
વિશ્વમાં 90નો દાયકો ચાલતો હતો. વિજ્ઞાનની શોધો અને ખાસ કરીને અંતરિક્ષ વિજ્ઞાન માટે ગળાકાપ સ્પર્ધા વિશ્વના દેશોમાં ચાલુ થઈ હતી અને ત્યારે હોટ ટોપિક હતો ઉપગ્રહો ( satellite ) અને રોકેટ સાયન્સ ( rocket science ) આજે જેમ એ. આઈ. ( A I – Artificial intelligence ) અને રોબોટિક સાયન્સ ( robotic science ) હોટ ફેવરિટ છે એમ જ! અને એમાં ભારતની સંસ્થા ઈસરો ( ISRO – Indian Space Research Organisation ) એટલે વિક્રમભાઈ સારાભાઈની સ્વપ્ન સંસ્થા ( Vikrambhai Sarabhai ). વિશ્વના દેશો સાથે ભારતનો પણ વિકાસ થાય એ માટે આ સંસ્થામાં વિજ્ઞાનીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા હતા તેમાં એ પી જે અબ્દુલ કલામ સાહેબ પણ હતા જેઓ મિસાઈલ પર કામ કરી રહ્યા હતા અને એ જ રીતે નાંબી નારાયણન ક્રાયોજેનિક રૉકેટ એન્જિન કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા હતા. Nambi Narayanan Cryogenic engine
નાંબી નારાયણન સાહેબના જીવન અને આ ફિલ્મની ઘટના તરફ આગળ વધીએ એ પહેલાં આપણે થોડું વિજ્ઞાન અને વિશ્વ રાજકારણનું બેકગ્રાઉન્ડ સમજી લઈએ… #InternationalAffairs
90 ના દાયકામાં વિશ્વ…
– વિશ્વની મહાસત્તામાં અમેરિકાની વિજ્ઞાન સંસ્થા NASA 1994 માં હબલ સ્પેસ ટેલિસ્કોપ હાઇલાઇટ ઇવેન્ટ્સ ચાલુ કરી રહ્યું હતુ.
– રશિયાની વિજ્ઞાન સંસ્થા ( The Russian Academy of Rocket and Artillery Sciences (RARAN) ) છે. સમજ જો કે આ સંસ્થાની સ્થાપના જ 1994 માં કરવામાં આવી જેમાં લશ્કરી સંરક્ષણની સાથે મોટા પાયે રોકેટ એન્જિન ક્રાયોજેનિક રૉકેટ એન્જિન પર કામ કરવામાં આવતું હતું.
– 1980 થી 1999 સુધી જાપાન ( Japan )વધુ પડતી ઇલેક્ટ્રિક અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓની સર્કિટ ડેવલપ કરવામાં પસાર કરે છે કે જેથી એના પર હુમલો કરનાર અમેરિકાએ પણ એ માટે એની પાસે નમીને રહેવું પડે.
– 1993 થી 94 માં ચીનમાં (China) પણ અવકાશ વિજ્ઞાન પર જબરુંકામ શરૂ થયું. જો કે ઉપગ્રહો મોકલવાનું કામ તો 1968 થી 1977 ના દાયકામાં જ શરૂ થઈ ગયેલું પણ 90 ના દાયકામાં ચીને ચાઇના એરોસ્પેસ કોર્પોરેશન ( the China Aerospace Corporation ) ની સ્થાપના કરી જેમાં આગળ જતાં તેને 2003માં અવકાશયાત્રી યાંગ લિવેઈને રોકેટ દ્વારા 21 કલાકથી વધુ સમય સુધી અવકાશયાનમાં અવકાશમાં તરવા સક્ષમ થયા અને આ રીતે ચીન સ્વતંત્ર માનવ અવકાશ ઉડાન કરનારો ત્રીજો દેશ બન્યો હતો.
આજે વિશ્વના શક્તિશાળી દેશોમાં આ અને આવા ઘણા રાષ્ટ્રોએ વિજ્ઞાન ક્ષેત્રે ત્યારે હરણફાળ ભરી હતી. અને બીજી તરફ ભારત…. Indian Space Research
1969 થી ઇસરોની શરૂઆત થઈ હતી. જ્યારે નાંબી નારાયણનની જીંદગી પર અને વિજ્ઞાની તરીકે આરોપ લાગી રહ્યા હતા ત્યારે ISRO IRS-P2 સેટેલાઇટ પૃથ્વીના અવલોકન માટે તરતો મૂકી રહ્યા હતા. 1991 માં ભારત પોતાના રોકેટ દ્વારા સેટેલાઇટ તરતા મૂકવા સક્ષમ રહ્યું એ પહેલાં રોકેટ બાબતે ભારતે બીજા દેશો પર નિર્ભર રહેવું પડતું હતું.
ભારતીય સ્પેસ પ્રોગ્રામનો ઇતિહાસ અને નાંબી નારાયણન Nambi Narayanan કેસનું બેકગ્રાઉન્ડ જરા નાની નાની બાબતો પર ધ્યાન આપવાનું માંગી લે છે સવાલ એ છે કે એ ફિલ્મ દેખાડી શકશે કે એ પણ બસ એક વગોવાયેલી વ્યક્તિ પર પૈસા કમાવા ઈચ્છે છે?! એ આવનારો સમય બતાવશે કે અભિનેતા આર. માધવન R. Madhavan ની સ્ક્રિપ્ટમાં કેટલું રિસર્ચ છે!
આપને જણાવી દઇએ કે નાંબી નારાયણન સાહેબ પર બનનારી ફિલ્મના લેખક, ડિરેક્ટર, એક્ટર R. Madhavan છે.
નાંબી નારાયણન કેસ… Nambi Narayanan Life Case
આજથી 28 વર્ષ પહેલાં ISRO ના વિજ્ઞાની એવા નાંબી નારાયણનના ઘરે આવીને એમને સીધા જ DIG પાસે મળવાનું કહેવામાં આવ્યું અને પછી એ ઘરે ન આવી શક્યા.
આરોપ…
Nambi Narayanan Life Case
તેમના પર આરોપ હતો કે ભારતના ગુપ્ત વિજ્ઞાન પ્રોજેક્ટના દસ્તાવેજો એ બીજા દેશોને આપી રહ્યા છે!
તેમની સામે ભારતના ઑફિશિયલ સિક્રેટ ઍક્ટના ઉલ્લંઘન અને ભ્રષ્ટાચાર સહિતના અનેક કેસ નોંધવામાં આવ્યા હતા.
વાત એમ હતી કે વિજ્ઞાનીની ધરપકડ થઈ તે પહેલાં માલદીવના મરીયમ રાશીદા અને ફોઝિયા હસન બે વ્યક્તિઓની કેરળ માંથી બંનેની ધરપકડ થયેલી જેઓ અન્ય દેશના ગુપ્તચર સાબિત થયા. અને મીડિયાએ ચગવ્યું કે આ મહિલા ભારતના રોકેટ પ્રોજેક્ટના દસ્તાવેજ પાકિસ્તાનને આપી રહી છે. અને નાંબી નારાયણન એમની જાળમાં ફસાયેલા છે.
આ ઘટના 1994ની 30 નવેમ્બરે ઘટી હતી. એ સમયે 53 વર્ષના નાંબી નારાયણન ISRO ના ક્રાયોજેનિક રૉકેટ એન્જિન કાર્યક્રમનું નેતૃત્વ કરતા હતા.
નાંબી નારાયણન કેસમાં ગુજરાત કનેક્શન…
એ સમયના છાપાઓ અને news channel પર ની વિગતો તપાસતા ખ્યાલ આવે કે એમની પર કેસ ચલાવનાર આર.બી. શ્રીકુમાર હતા કે જેઓ ગોધરા કાંડ વખતે ગુજરાત પોલીસમાં ડીજી-હથિયાર યુનિટના વડા હતા. અને એક યા બીજી રીતે આ પોલીસવડાનું નામ ચર્ચાતું રહ્યું છે અને અત્યારે પણ ચર્ચામાં છે.
આ પણ વાચો – Entertainment Tax કોઈ પણ ફિલ્મ ટેક્ષ ફ્રી થાય તો જાણો, કોને થાય છે કેવો ફાયદો?
સજા…
Nambi Narayanan Life Case
પરિણામ એ આવ્યું કે આ કેસમાં નારાયણન 50 દિવસ ધરપકડ હેઠળ રહ્યા હતા. એક મહિનો જેલમાં રહ્યા હતા. અને આરોપો બે બુનિયાદ સાબિત થતાં તેઓને સરકાર તરફથી માત્ર પચાસ લાખ આપવામાં આવ્યા.
તપાસકર્તાઓ નારાયણનને માર મારતા હતા અને પછી તેમને એક પલંગ સાથે બાંધી દેતા હતા. તેઓ તેમને 30 કલાક ઊભા રાખીને સવાલોના જવાબ આપવા મજબૂર કરતા હતા. તેમનો લાઈ-ડિટેક્ટર ટેસ્ટ પરાણે કરવામાં આવતો હતો. આ ટેસ્ટ ભારતીય કોર્ટમાં પૂરાવા તરીકે માન્ય નથી.
સીબીઆઈએ 1996માં પોતાનો રિપોર્ટ બહાર પાડ્યો અને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ઈસરોની આંતરિક તપાસમાં પણ જાણવા મળ્યું હતું કે ક્રાયોજેનિક એન્જિન સંબંધી એકેય દસ્તાવેજ ગૂમ નથી થયો. આવા વારંવાર ફરતા વિધાનો વાંચો ત્યારે એમ થાય કે આ કથા કેટલી રોચક હશે અને કેટલી દુઃખદ પણ…
આખરે બહાર એ આવ્યું કે આ એક આંતરરાષટ્રીય કાવતરું હતું. અને હતું જ.
નાંબી નારાયણન લખે છે કે જે પણ હોય પણ સસ્તી રોકેટ ટેકનોલોજીના કારણે ભારત વિકાસ કરત પણ કોઈ ભારતના અંતરિક્ષ પ્રોજેક્ટના વિરોધીને કારણે મારે મારી આવડત, ખુશી, પરિવાર બધી જગ્યાએ માયુસી મહેસૂસ કરવી પડી.
એમની સજામાં ભારતને શું નુકસાન?
એમની સજામાં ભારતને એ નુકસાન થયું કે રોકેટ એન્જિનના વિદ્વાનને આપણે જ આપણા જ દેશમાં બંદી બનાવીને તેની સંશોધનાત્મક શક્તિ અને વિજ્ઞાનની આવડતને હાથે કરીને પછી ધકેલી જેના કારણે ભારત science project માં પણ પાછળ ઠેલયું.
એમની આવડત…
રોકેટ વિજ્ઞાનમાં એ એટલા પાવરધા હતા કે ભારતને જેની જરૂર હતી એવા રોકેટ વિજ્ઞાન માટે તેઓ ઈસરોમાં જોડાયા બાદ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં રૉકેટ ટેકનૉલૉજીનો અભ્યાસ કરવા માટે તેમને શિષ્યવૃતિ પણ મળી હતી. ત્યાં અભ્યાસ કર્યાના એક વર્ષ પછી તેઓ ભારત પરત આવ્યા હતા અને ફરીથી ઈસરોમાં જોડાઈને પોતાના પ્રોજેક્ટને આગળ ધપાવી રહ્યા હતા. એમની બુદ્ધિ શક્તિ અને સંશોધનાત્મક વૃત્તિને કારણે રશિયા, અમેરિકા વગેરે જેવા મહાસત્તા દેશોના વિજ્ઞાનીઓ એમના મિત્રો હતા.
આ એ સમયના ISRO ના વિજ્ઞાની હતા જ્યારે ઈસરો વિક્રમભાઈ સારાભાઈ, એ પી જે અબ્દુલ કલામ, સતીશ ધવન, એસ. ચંદ્રશેખર જેવા મહાન વિજ્ઞાનીઓ અને સ્વપ્નદૃષ્ટા વ્યક્તિત્વથી ધમધમતું હતું.
વિકાસ એન્જિન શું છે ? Vikas rocket engine
વિકાસ એ 1970 ના દાયકામાં લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર દ્વારા કલ્પના અને ડિઝાઇન કરાયેલ પ્રવાહી ઇંધણવાળું રોકેટ એન્જિન છે. તેમણે ISROના ભાવિ નાગરિક અવકાશ કાર્યક્રમો માટે પ્રવાહી બળતણવાળા એન્જિનોની જરૂરિયાત વિશે અગાઉથી જોયું, અને ISROના તત્કાલિન અધ્યક્ષ સતીશ ધવન અને તેમના અનુગામી U.R. રાવ તરફથી પ્રોત્સાહન મળ્યું. નારાયણને લિક્વિડ પ્રોપેલન્ટ મોટર્સ વિકસાવી, સૌપ્રથમ 1970 ના દાયકાના મધ્યમાં 600 કિલોગ્રામ (1,300 lb) થ્રસ્ટ એન્જિનનું સફળ નિર્માણ કર્યું અને ત્યારબાદ મોટા એન્જિનો તરફ આગળ વધ્યા.
ક્રાયોજેનિક એન્જિન ટેક્નોલોજીમાં શું હોય છે…
Nambi Narayanan life and case
Cryogenic Engine
ક્રાયોજેનિક ટેક્નોલોજીમાં અત્યંત નીચા તાપમાને રોકેટને સતેજ કરી શકે. તેમાં પ્રોપેલન્ટનો ઉપયોગ સામેલ છે. લિક્વિડ ઓક્સિજન અને લિક્વિડ હાઈડ્રોજનનું મિશ્રણ રોકેટ એન્જિન માટે સૌથી વધુ ઉર્જા કાર્યક્ષમતા પ્રદાન કરે છે જેને મોટા પ્રમાણમાં થ્રસ્ટ ઉત્પન્ન કરવાની જરૂર હોય છે.
આ એન્જિન અવકાશમાં જવા માટે વધુમાં વધુ વજન સહન કરે અને વધુ ઝડપથી જઈ શકે. આ તેનો પ્રાથમિક ખ્યાલ આપ્યો, અન્યથા આની એન્જિનિયરિંગમાં જઈશું તો વધુ વિસ્તૃત થશે. આ બનાવવા માટે નામ્બી પ્રયત્ન કરી રહ્યા હતા. અને આ કેસ ભારતને ઓછામાં ઓછાં ૧૫ વર્ષ પાછળ ધકેલાઈ દીધું. હવે ફરી આગળ વાંચો કે ૯૦ ના દાયકામાં અત્યારે વિજ્ઞાનમાં ભારતથી આગળ છે એ દેશો કયા હતા અને અત્યારે ક્યાં છે ને જો માંડી શકો તો એ સરાસરી પણ મંડો કે જો ભારત આંતરરાષ્ટ્રીય કાવતરાનો ભોગ ન બન્યું હોત તો ક્યાં હોત? એમની બુકમાં તેઓ લખે છે કે તો ભારત વિશ્વના ઉપગ્રહો તરતા મૂકવા માટે જે અત્યારે નામ કમાઈ રહ્યું છે એ અગાઉ જ થઈ શકત.
સન્માન….
Nambi Narayanan Padmabhushan
૨૦૧૯ માં આ વિજ્ઞાનીની ભારતનું પ્રતિષ્ઠિત સન્માન ‘ પદ્મભૂષણ ‘ સરકારે એનાયત કરીને એમના ગૌરવને ઉચિત સ્થાન આપ્યું.
Nambi Narayanan life and case Rocket scientist Rocketry The Nambi Effect Film Cryogenic engine
સિનોપસિસ (synopsis)
અહીં માધવને રોકેટ્રી ફીલ્મ માટે વેબસાઈટ બનાવી અને એ વેબસાઈટ પર જે સિનોપસિસ એટલે કે સંક્ષિપ્ત સાર આ ફિલ્મ માટે જે રજુ કર્યો છે તે અહીં મુકવા માંગીશ ભલે એ અંગ્રેજીમાં છે પણ સરળ છે, પરંતુ અંગ્રેજીમાં જ એટલા માટે મૂકું છું કે એના શબ્દો અને જે કહેવું છે એ આપણે સૌએ કહેવું છે છતાં આચરવું નથી. એને સારની છેલ્લી લીટીઓમાં કહ્યું છે કે પછી ભલે તે નામ્બી નારાયણન હોય કે ગરીબ બાળકોને શિક્ષિત કરતા શિક્ષક હોય, સરહદ પરના સૈનિકો હોય, દૂરના ગામડાઓમાં સેવા આપતા ડોકટરો અથવા જરૂરિયાતમંદોને મદદ કરતા સ્વયંસેવકો હોય. તે એક શક્તિશાળી પ્રશ્ન પણ ઉભો કરે છે કે શા માટે આપણે આપણા નિર્દોષ અને શક્તિહીન શક્તિઓના આધિપત્ય સામે રક્ષણ કરવા સામૂહિક રીતે ઉભા નથી થઈ રહ્યા?
અમારી સાથે જોડાવવા માટે …. God’s Gift Group
Rocketry – The Nambi Effect is a retelling of Shri Nambi Narayananʼs life story as it unravels in an in- terview by the celebrated superstar and Badshah of Bollywood, Shah Rukh Khan, on a TV program. Like many great minds, Nambi is also deeply flawed, his genius and obsession earning him enemies and detractors, thus making him a compelling modern protagonist.
Beyond serving as a treatise for the vindication of quiet achievers in society, the film also challenges the audience to take up the responsibility of recognizing, and celebrating these special contributors, whether it be a Nambi Narayanan or a teacher educating poor kids, soldiers at the border, doctors serving in remote villages, or volunteers helping the needy. It also raises a powerful question – Why arenʼt we standing up collectively to defend our innocent and powerless against the hegemony of the powers that be? For every Nambi, there are a thousand more quiet achievers fighting for justice.
જેનો સંક્ષેપ આટલો તાકાત વાળો છે તો એની ફિલ્મ માટેની મહેનત તો ખરેખર રંગ લાવશે જ. પરંતુ લોકોને એ તરફ વિચારતા પણ કરી મૂકશે….
Nambi Narayanan life and case Rocket scientist Rocketry The Nambi Effect Film Cryogenic engine
https://rocketrythefilm.com/#synopsis
આખરે આપણે વિચારવાનું…
Rocketry The Nambi Effect Film Cryogenic engine
ભારત, ફિલ્મના હીરો અને ક્રિકેટરોને આદર્શ માનનારો દેશ…
સાઉથ, ફિલ્મના હીરો લોકોને પુજનારો પ્રદેશ… સાઉથ, સાક્ષરતા દરમાં દેશમાં મોખરે
સાઉથ, સૌથી વધુ વિજ્ઞાની ને એન્જિનિયર વ્યક્તિઓને જન્મ આપનાર પ્રદેશ…
પણ…
ભારતમાં એક ફિલ્મી હીરો ભગવાન બની શકે પણ એક વિજ્ઞાનીના જીવન પરથી પ્રેરણા ના લઈ શકે?!
આપણે આપણા આદર્શો કેટલાં નીચા કરી નાખ્યાં છે કે જ્ઞાની અને વિચક્ષણ વ્યક્તિઓને રાજકારણના કારણે હેરાન થવું પડે.
R. Madhavan ની ફિલ્મ રોકેટ્રી આવે છે જે આ વિજ્ઞાનીના જીવન પર આધારિત છે ત્યારે જોવાનું રહ્યું કે એ કેટલી જોવાશે?! કારણ કે ૩૦૦ કરોડના બજેટમાં ફિલ્મ બનાવનાર ભારતે ક્યારેય વિચાર્યું ન હોય એટલી સરસ રીતે ભારતના ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન પર ‘ The Man Who Knew Infinity ‘ નામની ફિલ્મ hollywood દ્વારા બનાવવામાં આવી હતી જે લગભગ લોકોએ જોઈ પણ નહિ હોય?! આવા રાષ્ટ્ર પ્રત્યેના આપણા બેવડા વલણને કારણે જ અનેક વિદ્વાન લોકો પર તવાઈ આવી છે. આવા નારાયણન એક નથી, હોમી ભાભા હોય કે સુભાષ બાબુ, લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ હોય કે આવા જાણીતા લોકો પણ ભોગ બન્યા છે પણ અજાણ્યા લોકોનું પણ લાંબું લીસ્ટ છે… ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો અને ભારત પર થયેલા કાવતરા પર ફરી ક્યારેક…
આ તો ૧ જુલાઈના રોજ ફિલ્મ આવે છે એટલે આ વ્યક્તિની ચર્ચા થવાની ને જોવા જવાના હોવ તો થોડી પ્રારંભિક માહિતી લઈને જાઓ તો વધુ મજા આવશે એટલે આ લેખ લખ્યો. એમાં ક્યાંય ચૂક છે તો એ મારી યથામતિની છે અને જે જાણવા જેવું લાગ્યું એમાં સૌથી વધુ ઉપયોગી સોર્સ થયો કે મને આ લખવાનું મન થયું કારણ કે લોકડાઉનમાં મેં કિંડલ પર એક પુસ્તક વાંચેલું Ready To Fire · How India and I Survived the ISRO Spy Case ; by Nambi Narayanan (Author), Arun Ram અને હું સફાળો વિચારતો થયેલો.
હવે આ ફિલ્મ બાબતે પણ એટલો જ જિજ્ઞાસુ છું. બુક નારાયણન દ્વારા લખાયેલી. અને ISRO ની વેબ સાઇટ પણ મને સંદર્ભો મળેલાં માટે બંને સંદર્ભોને આભાર વંદન કરી આ લેખ દેશના વિજ્ઞાન વિકાસ વિશે વિચારતાં થઈએ માટે આપના હાથમાં રમતો કરું છું. આ લાંબા લેખને અંત સુધી વાચવા બદલ આપનો પણ ખૂબ આભાર. જો યોગ્ય લાગે તો અન્ય લોકો સુધી પણ આ લેખની લિંક મોકલશો…
Aabhaaaaaaarrrrr
સંદર્ભ કડીઓ…
all Photos creadit by – https://rocketrythefilm.com
#NambiNarayanan #Rocketry #Madhavan #RocketryFilm #Tamil #GulshanGrover #APJAbdulKalam #Vikramsarabhai #TheNambiEffect
#Cryogenic #Cryogenicngine #CryogenicTchnology
#About_Nambi_Narayanan_in_Gujarati #RocketryFilmHindi #movie #synopsis #InternationalAffairs #Cryogenictechnology #Sciens
અમારી સાથે જોડાવવા માટે …. God’s Gift Group
Nambi Narayanan Life Case Rocket Scientist Rocketry The Nambi Effect Film Cryogenic engine