HomeJANVA JEVUMilk : પાયાનો પ્રશ્ન તો દૂધનો જ – બાપાલાલ ગો. વૈદ્ય

Milk : પાયાનો પ્રશ્ન તો દૂધનો જ – બાપાલાલ ગો. વૈદ્ય

- Advertisement -

Milk | Cow Milk | Buffalo Milk | Helth India | Bapalal Vaidya | Ayurveda

Milk : પાયાનો પ્રશ્ન તો દૂધનો જ

– બાપાલાલ ગો. વૈદ્ય

Milk Cow Milk Buffalo Milk Helth India Bapalal Vaidya Ayurveda

મૂળ લેખ તરફ જઈએ તે પહેલા આ લેખ લખનાર વિભૂતિ વિશે… આપણને ગૌરવ થાય એવા અનસંગ હીરો હતા.

બાપાલાલ વૈદ્ય આયુર્વેદ વિજ્ઞાનમાં ગુજરાતનું ગૌરવ છે. આજે પણ. હા. કારણ કે એમણે એ સમયે વનસ્પતિ શાસ્ત્ર અને આહાર, દિનચર્યા વિષય પર આયુર્વેદના ૩૫ જેટલા પુસ્તકો લખ્યાં. ગુજરાતમાં ઓથેન્ટિક કહી શકાય એવું આયુર્વેદમાં પ્રારંભિક કાર્ય એમના થકી થયેલું.

- Advertisement -

એમની જન્મતારીખ ૧૭ છે પણ મહિના અંગે બે ગ્રંથોમાં અને ગુગલ પર અલગ અલગ મહિનાઓ મળે છે ક્યાંક જાન્યુઆરી છે તો ક્યાંક સપ્ટેમ્બર. પણ સાલ ઈ. સ. ૧૮૯૬ એ સાલ બધે સમાન મળે છે. એમ જોતા આજે એમને ૧૨૫ વર્ષ ઉપર થઈ ગયું છે.

આયુર્વેદના લેખન માટે એમને ગુજરાતનું એ સમયનું મોટું ઈનામ રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલું.

તેઓએ આયુર્વેદની તાલીમ ઝાડેશ્વર હૉસ્પિટલમાં વૈદ્ય શ્રી અમૃતલાલ પ્રાણશંકર પટ્ટણીને ત્યાં લીધેલી.

એમની ધગશ તો જુઓ કે દિવસે તેઓ રાષ્ટ્રીય શાળામાં ભણાવતા, સાંજે વિદ્યાર્થીઓને વ્યાયમ શીખવતા અને રાત્રે પોતે આયુર્વેદનો અભ્યાસ કરતા.

તેઓએ આયુર્વેદ વૈદ્ય તરીકે સૌરાષ્ટ્રના લીંબડીમાં આયુર્વેદિક દવાખાનામાં સેવા બજાવી. મૂળ તેઓ પંચમહાલ જિલ્લાના સણસોલી ગામના રહેવાસી હતા.
Milk | Cow Milk | Buffalo Milk | Helth India | Bapalal Vaidya Ayurveda

- Advertisement -

હવે થયું એવું કે જૂની ફાઈલો સરખી કરી રહ્યો હતો એમાંથી નીચે આપેલ લેખ મને ઝેરોક્ષ રૂપે મળ્યો. હવે આ કોઈ પુસ્તક માંથી મેં એ ઝેરોક્ષ કરાવેલી છે. એમાં અત્યારે કોઈ નોંધ નથી માટે બાપાલાલ વૈદ્યજીને વંદન સહ સમર્પિત કરી અને આ લેખ આપ સૌ સાથે shere કરવાનું મન થયું કારણ કે એમણે વર્ષો પહેલા દૂધ માટે જે ઉદગારો કરેલા એ આજે પણ પ્રસ્તુત છે. આ જ દીર્ઘદૃષ્ટા વ્યક્તિઓની મહાનતા હોય છે કે એમનો શબ્દ કાળજયી બની જતો હોય છે. તો માણો એ લેખ…

Also Read::   Dj sound effects on human body ડીજે કે અન્ય ઘોંઘાટની અસર, કાયદો, સજા અને નિયમન...

Milk | Cow Milk | Buffalo Milk | Helth India | Bapalal Vaidya Ayurveda

નોંધ – સંપાદકીય રીતે મૂળ લેખ માંથી અમુક ઉપયોગી ( લોકો સુધી પહોંચવા જોઈએ એવા અંશો ) અંશો અહીં પ્રસ્તુત છે…

Milk | Cow Milk | Buffalo Milk | Helth India | Bapalal Vaidya Ayurveda

પાયાનો પ્રશ્ન તો દૂધનો જ

- Advertisement -

– બાપાલાલ ગો. વૈદ્ય

Milk | Cow Milk | Buffalo Milk | Helth India | Bapalal Vaidya Ayurveda

હોસ્પિટલો વિના હમણાં દેશને ચાલશે. દેશને દવા પીતો બનાવવાની કંઈ જ જરૂર નથી. જ્યાં પેટમાં પૂરું અનાજ નથી પડતું ત્યાં દવાઓ પેટમાં નાખી નાખીને પ્રજા શું કરશે?

પ્રજાજીવનમાં યોગ્ય આહારનો અભાવ છે અને આને લઈને જ અનેક રોગો લાગુ પડે છે અને સાદી વાત તરફ ઘણાંનું લક્ષ જતું નથી. હિન્દુસ્તાન એ ગામડાંનો દેશ છે. ગામ આખું ફરી જુઓ – ક્યાંયે પ્રફુલ્લ બાળકો કે સુંદર સ્ત્રી-પુરુષો આપણી નજરે ચઢતાં નથી તે પણ છે જ. આપણે પ્રજાજીવનનું ઉત્થાપન કરવું હોય તો સૌથી પ્રથમ આપણાં બાળકોના આહારથી શરૂઆત કરવી રહી.

ગુજરાતમાં સામાન્ય માન્યતા એવી છે કે ભેંસનું દૂધ ઉત્તમ. ભેંસના દૂધમાં ચરબીનું પ્રમાણ વિશેષ છે એ વાત સાચી છે, પરંતુ એમાં વિટામિન મુદ્દલ નથી એમ કહીએ તો ચાલે. ભેંસનાં દૂધમાંથી બનાવેલ ઘીમાં પણ વિટામિનનું પ્રમાણ લગભગ નહિ જેવું છે, જ્યારે ગાયના દૂધમાં તેમ જ તેના ઘીમાં ભેંસના દૂધ કરતાં નવ ગણાં વિટામિન છે. ગાયના દૂધનો તેમજ ઘીનો રંગ સહેજ પીળાશ લેતો છે એ સૌના અનુભવની વાત છે. આ પીળા રંગનું કારણ તેમાં રહેલ ગાજરરંગી પદાર્થ, જેને અંગ્રેજીમાં કેરોટીન કહે છે તે છે. આ કેરોટીનમાંથી જ વિટામીન એ બને છે. ભેંસના દૂધમાં આ વિટામિન એ નહિ જેવું છે.

આજની પરિભાષામાં કહીએ તો ગાયના દૂધમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ખનિજ ક્ષારો, સ્નેહ અને એ,બી,ડી,ઈ, વિટામિનો છે. ઘાસ લીલું ખાવા મળતું હોય તો એમાં સી વિટામિન પણ આવે જ. એમાં કેલ્શિયમ ખૂબ છે. ગાયના દૂધમાં સહેજ લોહનો અંશ પણ છે.

Also Read::   ઊનાના અંતરિયાળ ગામડાની આ સરકારી શાળાની કામગીરીથી આકર્ષાયા વિદેશીઓ

શહેરોમાં દૂધની જે દુર્દશા જોવામાં આવે છે તે જાણીને ચિત્તમાં ખૂબ ખેદ થાય છે. દૂધ જેટલું સારું છે તેટલું ખરાબ છે. એમાં બરાબર સ્વચ્છતા રાખવામાં ન આવે તો તે ઊલટું અનેક રોગોને નોતરનારું છે. દૂધનાં વાસણો, વેચનારના હાથ, કપડાં, ગાયોનાં શરીર, બાંધવાની કોઢો, ખોરાક – આ બધું બરાબર નથી હોતું તો દૂધ ફાયદાને બદલે નુક્સાન કરનાર બને છે. તદ્દન નિર્ભેળ સ્વચ્છ દૂધ જ્યાં સુધી આપણી પ્રજાને પીવા નહિ મળે ત્યાં સુધી ગમે તેટલાં ઈંજેક્શનો અને ટોનિક દવાઓની બાટલીઓ પીવાં છતાંય પ્રજાના દીદાર સુધરવાના નથી.

Milk | Cow Milk | Buffalo Milk | Helth India | Bapalal Vaidya Ayurveda

આપણી આખીય પ્રજા નિસ્તેજ, માયકાંગલી, રોગિષ્ટ બની ગઈ છે. તેથી દવાખાનું દરદીઓથી ઉભરાય છે. પ્રજાને નથી મળતું સ્વચ્છ તેલ, નથી મળતાં દૂધ-ઘી, નથી મળતાં પૂરતાં શાકભાજીઃ મળે છે હોટેલમાં કડક ચા, બજારી ભૂસું અને નિઃસત્વ ખોરાક. ગૌશાળાઓ મોટી અને નમૂનેદાર સ્થાપો. સ્વચ્છ દૂધ સિવાયના આપણા બીજા બધા પ્રયાસો ધૂળ ઉપર લીંપણ જેવા છે. પેનેસિલિન માટે ફેક્ટરીઓ કાઢો કે દવાઓ બનાવવાનાં ગંજાવર કારખાનાં કાઢો – એ બધું ઠીક હશે. પાયાનો પ્રશ્ન તો દૂધનો જ છે.

Milk | Cow Milk | Buffalo Milk | Helth India | Bapalal Vaidya Ayurveda

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!